બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

May 09, 2019, 14:49 IST
 • આખરે ઈંતઝારનો અંત આવ્યો છે. આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે.રાજ્યમાં 35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ આવ્યો છે. પરીક્ષાના કેન્દ્રોની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા સ્થાને આવ્યું છે.

  આખરે ઈંતઝારનો અંત આવ્યો છે. આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે.રાજ્યમાં 35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ આવ્યો છે. પરીક્ષાના કેન્દ્રોની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા સ્થાને આવ્યું છે.

  1/10
 • ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા. જેમાં રાજકોટની એક શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઈ ધોરિયાના પુત્ર સંજયે ઝળહળતી સફળતા મેળવી છે.

  ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા. જેમાં રાજકોટની એક શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઈ ધોરિયાના પુત્ર સંજયે ઝળહળતી સફળતા મેળવી છે.

  2/10
 • પુરૂલિયામાં વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધન કરતા હુંકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે 23 મે પછી ભારતનું સંવિધાન તમામનો હિસાબ કરશે. હવે માત્ર 2 ચરણનું મતદાન બાકી રહ્યું છે. અને તેના માટે વડાપ્રધાન મોદી રેલીઓ કરી રહ્યા છે.

  પુરૂલિયામાં વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધન કરતા હુંકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે 23 મે પછી ભારતનું સંવિધાન તમામનો હિસાબ કરશે. હવે માત્ર 2 ચરણનું મતદાન બાકી રહ્યું છે. અને તેના માટે વડાપ્રધાન મોદી રેલીઓ કરી રહ્યા છે.

  3/10
 • સિરસામાં રાહુલ ગાંધીની હાજરીમાં ત્યાંથી લોકસભાના ઉમેદવારે વડાપ્રધાન મોદી માટે અર્માયદિત ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે વડાપ્રધાન મોદીને રાવણ અને રાહુલ ગાંધીને રામની ઉપમા આપી. જે બાદ વિવાદ થયો છે.

  સિરસામાં રાહુલ ગાંધીની હાજરીમાં ત્યાંથી લોકસભાના ઉમેદવારે વડાપ્રધાન મોદી માટે અર્માયદિત ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે વડાપ્રધાન મોદીને રાવણ અને રાહુલ ગાંધીને રામની ઉપમા આપી. જે બાદ વિવાદ થયો છે.

  4/10
 • રાફેલ રીવ્યૂ પિટિશન મામલે કેન્દ્ર સરકારે શનિવારે સોગંદનામુ દાખલ કર્યા બાદ હવે અરજીકર્તાઓએ સોગંદનામુ દાખલ કર્યું છે. જે પ્રમાણે કેન્દ્રએ આ મામલે કોર્ટને ગુમરાહ કરી છે, તથ્યોને છુપાવ્યા છે અને ખોટા આધારો પર નિર્ણય લેવડાવ્યો છે.

  રાફેલ રીવ્યૂ પિટિશન મામલે કેન્દ્ર સરકારે શનિવારે સોગંદનામુ દાખલ કર્યા બાદ હવે અરજીકર્તાઓએ સોગંદનામુ દાખલ કર્યું છે. જે પ્રમાણે કેન્દ્રએ આ મામલે કોર્ટને ગુમરાહ કરી છે, તથ્યોને છુપાવ્યા છે અને ખોટા આધારો પર નિર્ણય લેવડાવ્યો છે.

  5/10
 • સુપ્રીમ કોર્ટે તેજ બહાદુર યાદવની અરજી ફગાવી દીધી છે. તેજ બહાદુરે વારાણસીથી ઉમેદવારી દાખલ કરી હતી, જે રદ્દ થતા તેણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે ત્યાંથી પણ તેને નિરાશા સાંપડી છે.

  સુપ્રીમ કોર્ટે તેજ બહાદુર યાદવની અરજી ફગાવી દીધી છે. તેજ બહાદુરે વારાણસીથી ઉમેદવારી દાખલ કરી હતી, જે રદ્દ થતા તેણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે ત્યાંથી પણ તેને નિરાશા સાંપડી છે.

  6/10
 • કોટાના એક એન્જિનિયર સુજીત સ્વામીએ  બે વર્ષની લાંબી લડાઈ બાદ IRCTC પાસેથી કેન્સલ ટિકિટના 33 રૂપિયા પાછા મેળવ્યા છે. સ્વામીએ એપ્રિલ 2017માં કોટાથી દિલ્હી જવા માટે 765 રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી, જેને તેમણે કેન્સલ કરાવી હતી. જે માટે તેમને 665 રૂપિયા પાછા મળ્યા. જ્યારે તેમને ખરેખર તો 700 રૂપિયા પાછા મળવા જોઈએ. બાકીના પૈસા પાછા લેવા માટે તેમણે 2 વર્ષ સુધી IRCTC સાથે લડવું પડ્યું.

  કોટાના એક એન્જિનિયર સુજીત સ્વામીએ  બે વર્ષની લાંબી લડાઈ બાદ IRCTC પાસેથી કેન્સલ ટિકિટના 33 રૂપિયા પાછા મેળવ્યા છે. સ્વામીએ એપ્રિલ 2017માં કોટાથી દિલ્હી જવા માટે 765 રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી, જેને તેમણે કેન્સલ કરાવી હતી. જે માટે તેમને 665 રૂપિયા પાછા મળ્યા. જ્યારે તેમને ખરેખર તો 700 રૂપિયા પાછા મળવા જોઈએ. બાકીના પૈસા પાછા લેવા માટે તેમણે 2 વર્ષ સુધી IRCTC સાથે લડવું પડ્યું.

  7/10
 • ચારધામ યાત્રાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ભક્તો માટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે.ગુરૂવારે સવારે બરાબર સવારે 5 વાગ્યેના 35 મિનિટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા હતા. આવતા 6 મહિના સુધી ભોલેબાબાની પૂજા અહીં થઈ શકશે. દેશ વિદેશથી આવતા યાત્રિકો કેદારનાથ બાબાના આશીર્વાદ લઈ શકશે. કપાટ ખુલવાના મોકા પર 5 હજારથી વધુ ભક્તો આ શુભ અવસરના સાક્ષી બન્યા.

  ચારધામ યાત્રાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ભક્તો માટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે.ગુરૂવારે સવારે બરાબર સવારે 5 વાગ્યેના 35 મિનિટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા હતા. આવતા 6 મહિના સુધી ભોલેબાબાની પૂજા અહીં થઈ શકશે. દેશ વિદેશથી આવતા યાત્રિકો કેદારનાથ બાબાના આશીર્વાદ લઈ શકશે. કપાટ ખુલવાના મોકા પર 5 હજારથી વધુ ભક્તો આ શુભ અવસરના સાક્ષી બન્યા.

  8/10
 • IPL 2019માં દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન આપવા પર ઋષિ કપૂરે સવાલ ઉઠાવ્યો છે. ઋષિ કપૂરે કોહલી અને રવિ શાસ્ત્રીને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.

  IPL 2019માં દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન આપવા પર ઋષિ કપૂરે સવાલ ઉઠાવ્યો છે. ઋષિ કપૂરે કોહલી અને રવિ શાસ્ત્રીને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.

  9/10
 • એવેન્જર્સ એન્ડ ગેમે ટાઈટેનિકનો રેકોર્ડ તોડ્યો છે. એવેન્જર્સને આ સફળતા માટે જેમ્સ કેમરૂને ખાસ શુભેચ્છા આપી છે. એવેન્જર્સની કમાણી દિવસે ને દિવસે વધી રહી છે અને તમામ રેકોર્ડ્સ તોડી રહી છે.

  એવેન્જર્સ એન્ડ ગેમે ટાઈટેનિકનો રેકોર્ડ તોડ્યો છે. એવેન્જર્સને આ સફળતા માટે જેમ્સ કેમરૂને ખાસ શુભેચ્છા આપી છે. એવેન્જર્સની કમાણી દિવસે ને દિવસે વધી રહી છે અને તમામ રેકોર્ડ્સ તોડી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બપોરના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર વાંચો અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK