વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

Updated: 27th February, 2019 14:58 IST | Sheetal Patel
 • નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાઈ રહી છે. યાદ કરાવી દઉં કે અમેરિકન સીલે એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો. આપણે વિચારવું જોઈએ કે શું આપણે પણ આ કરી શકીએ છીએ? તેમણે કહ્યું કે તે ઘણું મુશ્કેલ હતું, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે પણ આમ કરી શકીએ છીએ. જેટલીના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

  નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાઈ રહી છે. યાદ કરાવી દઉં કે અમેરિકન સીલે એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો. આપણે વિચારવું જોઈએ કે શું આપણે પણ આ કરી શકીએ છીએ? તેમણે કહ્યું કે તે ઘણું મુશ્કેલ હતું, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે પણ આમ કરી શકીએ છીએ. જેટલીના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

  1/10
 • જમ્મુ-કાશ્મીરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં ભારતીય વાયુસેનાનું MIG ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું. આ એરફોર્સનું Mi-17 ટ્રાન્સપોર્ટ ચોપર છે. વિમાન ક્રેશ થઈને ખેતરમાં જઈને પડ્યું અને તેમાં આગ લાગી ગઈ. દુર્ઘટનાનું કારણ હાલ જાણી શકાયું નથી. આ પ્લેન ક્રેશમાં બંને પાયલટ શહીદ થઈ ગયા છે.

  જમ્મુ-કાશ્મીરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં ભારતીય વાયુસેનાનું MIG ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું. આ એરફોર્સનું Mi-17 ટ્રાન્સપોર્ટ ચોપર છે. વિમાન ક્રેશ થઈને ખેતરમાં જઈને પડ્યું અને તેમાં આગ લાગી ગઈ. દુર્ઘટનાનું કારણ હાલ જાણી શકાયું નથી. આ પ્લેન ક્રેશમાં બંને પાયલટ શહીદ થઈ ગયા છે.

  2/10
 • 27 ફેબ્રુઆરી 2002નો એ દિવસ ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. આજે ગોધરા કાંડને 16 વર્ષ થયા છે ત્યારે જાણીએ એ કાંડની તવારીખ. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચ પર અજાણ્યા ટોળાઓ હુમલો કર્યો જેમાં 59 લોકોનાં મોત થયા. જે બાદ ગુજરાત ભરમાં રમખાણો ફેલાયા. જેનો અનેક લોકો ભોગ બન્યા.

  27 ફેબ્રુઆરી 2002નો એ દિવસ ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. આજે ગોધરા કાંડને 16 વર્ષ થયા છે ત્યારે જાણીએ એ કાંડની તવારીખ. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચ પર અજાણ્યા ટોળાઓ હુમલો કર્યો જેમાં 59 લોકોનાં મોત થયા. જે બાદ ગુજરાત ભરમાં રમખાણો ફેલાયા. જેનો અનેક લોકો ભોગ બન્યા.

  3/10
 • ભારતે 26 ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં કરેલા હવાઇ હુમલા બાદ બંને દેશોમાં તણાવ તંગ બની ગયો છે. જેને પગલે ભારત ભરમાં હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવેલા યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો સોમનાથ મંદિર અને અંબાજી મંદિરને પણ ઝેડ કેટેગરીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

  ભારતે 26 ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં કરેલા હવાઇ હુમલા બાદ બંને દેશોમાં તણાવ તંગ બની ગયો છે. જેને પગલે ભારત ભરમાં હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવેલા યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો સોમનાથ મંદિર અને અંબાજી મંદિરને પણ ઝેડ કેટેગરીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

  4/10
 • બીજી સર્જિકલ અમદાવાદમાં આવતીકાલે થનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ થઈ છે. દેશની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે.

  બીજી સર્જિકલ અમદાવાદમાં આવતીકાલે થનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ થઈ છે. દેશની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે.

  5/10
 • નડિયાદ નગર પાલિકામાં આજે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ બોર્ડમાં 391.93 લાખ રૂપિયાનીની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું હતું. જેની સાથે સાથે 54 જેટલા કામો એજન્ડામાં લેવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે નિયત સમય મુજબ બોર્ડ બેઠક શરૂ થઇ હતી, જેની શરૂઆતની જાહેરાત કરતાની સાથે જ પક્ષના નેતા હિતેશભાઇ પટેલે પુલવામાં હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો શોક ઠરાવ રજુ કર્યો હતો. બાદમાં કારોબારી ચેરમેન મનિશભાઇ દેસાઇએ ભારત સરકારે કરેલા હવાઇ હુમલાની કાર્યવાહીને બિરદાવતા ભારત માતા કી જયનો જયઘોષ કર્યો હતો. જો કે એક મિનીટની આ કામગીરી બાદ અચાનક પ્રમુખ દિપલબેન સંજયભાઇ પટેલે બોર્ડની બેઠકને બરખાસ્ત કરવાની જાહેરાત કરી દીધી.

  નડિયાદ નગર પાલિકામાં આજે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ બોર્ડમાં 391.93 લાખ રૂપિયાનીની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું હતું. જેની સાથે સાથે 54 જેટલા કામો એજન્ડામાં લેવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે નિયત સમય મુજબ બોર્ડ બેઠક શરૂ થઇ હતી, જેની શરૂઆતની જાહેરાત કરતાની સાથે જ પક્ષના નેતા હિતેશભાઇ પટેલે પુલવામાં હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો શોક ઠરાવ રજુ કર્યો હતો. બાદમાં કારોબારી ચેરમેન મનિશભાઇ દેસાઇએ ભારત સરકારે કરેલા હવાઇ હુમલાની કાર્યવાહીને બિરદાવતા ભારત માતા કી જયનો જયઘોષ કર્યો હતો. જો કે એક મિનીટની આ કામગીરી બાદ અચાનક પ્રમુખ દિપલબેન સંજયભાઇ પટેલે બોર્ડની બેઠકને બરખાસ્ત કરવાની જાહેરાત કરી દીધી.

  6/10
 • પુલવામા હુમલાના બદલાામાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતની જવાબી કાર્યવાહી પછી પાકિસ્તાનનું શેર માર્કેટ ગગડી ચૂક્યું છે. રોકાણકારોએ ઝડપથી પાકિસ્તાની બજારમાંથી પોતાના પૈસા કાઢવા શરૂ કરી દીધા છે. તેનો કરાચી સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ 1300 અંક તૂટ્યો.

  પુલવામા હુમલાના બદલાામાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતની જવાબી કાર્યવાહી પછી પાકિસ્તાનનું શેર માર્કેટ ગગડી ચૂક્યું છે. રોકાણકારોએ ઝડપથી પાકિસ્તાની બજારમાંથી પોતાના પૈસા કાઢવા શરૂ કરી દીધા છે. તેનો કરાચી સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ 1300 અંક તૂટ્યો.

  7/10
 • અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સહિતના સિતારાઓની ફિલ્મ ટોટલ ધમાલે બૉક્સ ઑફિસ પર પોતાની રીલિઝના પાંચ દિવસમાં 81 કરોડનું કલેક્શન કર્યું છે. અને 100 કરોડની ક્લબ તરફ એક ડગલું આગળ વધાર્યું છે.

  અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સહિતના સિતારાઓની ફિલ્મ ટોટલ ધમાલે બૉક્સ ઑફિસ પર પોતાની રીલિઝના પાંચ દિવસમાં 81 કરોડનું કલેક્શન કર્યું છે. અને 100 કરોડની ક્લબ તરફ એક ડગલું આગળ વધાર્યું છે.

  8/10
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની બીજી T-20 મેચ આજે બેંગ્લોર ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્યા પછી ભારત મેચ જીતી સિરીઝ સરભર કરવા મેદાન પર ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા મેદાન પર ઉતરશે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની બીજી T-20 મેચ આજે બેંગ્લોર ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્યા પછી ભારત મેચ જીતી સિરીઝ સરભર કરવા મેદાન પર ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા મેદાન પર ઉતરશે.

  9/10
 • ‘કેસરી નંદન’માં માનવ ગોહિલ અખાડો ચલાવનાર હનુમંતનું પાત્ર ભજવી રહ્યો છે. આ સિરિયલમાં જગતનું પાત્ર ભજવનાર શોએબ અલી અને કેસરીનું પાત્ર ભજવતી ચાહત તેવાણી બન્ને કુસ્તીની ટ્રેઇનિંગ લેતાં હોય છે. હનુમંતની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં જગત એક કુસ્તીની ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. આ કુસ્તીના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ મળે છે. જોકે જગત આ ચૅમ્પિયનશિપ હારી જાય છે અને વિજેતાને કેસરી ચૅલેન્જ આપે છે. આ કુસ્તીની ચીફ ગેસ્ટ તરીકે મૅરી કૉમ જોવા મળશે. તે કેસરીને પ્રોત્સાહિત કરતી જોવા મળશે.

  ‘કેસરી નંદન’માં માનવ ગોહિલ અખાડો ચલાવનાર હનુમંતનું પાત્ર ભજવી રહ્યો છે. આ સિરિયલમાં જગતનું પાત્ર ભજવનાર શોએબ અલી અને કેસરીનું પાત્ર ભજવતી ચાહત તેવાણી બન્ને કુસ્તીની ટ્રેઇનિંગ લેતાં હોય છે. હનુમંતની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં જગત એક કુસ્તીની ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. આ કુસ્તીના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ મળે છે. જોકે જગત આ ચૅમ્પિયનશિપ હારી જાય છે અને વિજેતાને કેસરી ચૅલેન્જ આપે છે. આ કુસ્તીની ચીફ ગેસ્ટ તરીકે મૅરી કૉમ જોવા મળશે. તે કેસરીને પ્રોત્સાહિત કરતી જોવા મળશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

First Published: 27th February, 2019 14:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK