વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 20, 2019, 15:03 IST | Falguni Lakhani
 • પાકિસ્તાન પર વધશે દબાણ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને સઊદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્વની બેઠક થઈ. બે દિવસ માટે ભારતની યાત્રા પર આવેલા સઊદી અરબના ભાવિ રાજાની આ મુલાકાત પુલવામા હુમલા બાદ ખૂબ જ મહત્વની છે. બેઠક બાદ વડાપ્રધાન મોદી અને સઊદીના ક્રાઈન પ્રિન્સ સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે સઊદી અરબ ભારતને આતંકવાદ સામે લડવામાં તમામ રીતે મદદ કરશે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદને શરણ આપનાર પર અંતરરાષ્ટ્રીય કક્ષાએ દબાણ વધારવામાં આવે.

  પાકિસ્તાન પર વધશે દબાણ

  દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને સઊદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્વની બેઠક થઈ. બે દિવસ માટે ભારતની યાત્રા પર આવેલા સઊદી અરબના ભાવિ રાજાની આ મુલાકાત પુલવામા હુમલા બાદ ખૂબ જ મહત્વની છે. બેઠક બાદ વડાપ્રધાન મોદી અને સઊદીના ક્રાઈન પ્રિન્સ સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે સઊદી અરબ ભારતને આતંકવાદ સામે લડવામાં તમામ રીતે મદદ કરશે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદને શરણ આપનાર પર અંતરરાષ્ટ્રીય કક્ષાએ દબાણ વધારવામાં આવે.

  1/10
 • ટ્રમ્પનું પાકિસ્તાન પર મોટું નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનમાં સક્રિય આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હુમલો એક ભયાનક સ્થિતિનો ઈશારો કરે છે. આ હુમલામાં 40 ભારતીય અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા. ટ્રમ્પે આગળ કહ્યું કે અમને સતત આના પર રિપોર્ટ મળી રહી છે, અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. રાજ્યના સચિવ માઈક પોમ્પેઓ, બોલ્ટન અને વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈન્ડર્સે પોતાના અલગ-અલગ નિવેદનોમાં પાકિસ્તાનને તરત જૈશ અને એના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને આતંકવાદી સુરક્ષિત ઠેકાણાઓ પર સમર્થન સમાપ્ત કરવા કહ્યું છે.

  ટ્રમ્પનું પાકિસ્તાન પર મોટું નિવેદન
  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનમાં સક્રિય આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હુમલો એક ભયાનક સ્થિતિનો ઈશારો કરે છે. આ હુમલામાં 40 ભારતીય અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા. ટ્રમ્પે આગળ કહ્યું કે અમને સતત આના પર રિપોર્ટ મળી રહી છે, અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. રાજ્યના સચિવ માઈક પોમ્પેઓ, બોલ્ટન અને વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈન્ડર્સે પોતાના અલગ-અલગ નિવેદનોમાં પાકિસ્તાનને તરત જૈશ અને એના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને આતંકવાદી સુરક્ષિત ઠેકાણાઓ પર સમર્થન સમાપ્ત કરવા કહ્યું છે.

  2/10
 • પાકિસ્તાનને વધુ એક લપડાક માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે ભારતની ફરિયાદ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલનું પર્સનલ ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટર તરફથી મંગળવારે રાતે આ કડક પગલું ભરવામાં આવ્યું. તેની જાણકારી પાકિસ્તાનની એક જર્નાલિસ્ટે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત દરેક સ્તરે પાકિસ્તાનને બેનકાબ કરીને વિશ્વને આ દેશનો અસલી ચહેરો દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે.

  પાકિસ્તાનને વધુ એક લપડાક
  માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે ભારતની ફરિયાદ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલનું પર્સનલ ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટર તરફથી મંગળવારે રાતે આ કડક પગલું ભરવામાં આવ્યું. તેની જાણકારી પાકિસ્તાનની એક જર્નાલિસ્ટે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત દરેક સ્તરે પાકિસ્તાનને બેનકાબ કરીને વિશ્વને આ દેશનો અસલી ચહેરો દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે.

  3/10
 • અનિલ અંબાણીને સુપ્રીમ ઝટકો એરિક્સનના લેણા મામલામાં રિલાયન્સ કૉમ્યૂનિકેશનના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બે નિર્દેશકોને અદાલતની અવમાનનાના મામલે દોષી ગણાવ્યા છે. અને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્સનનું લેણું ચુકવવાનો આદેશ આપ્યો છે. અને જો લેણું નહીં ચુકવે તો તેમને જેલમાં પણ જવું પડી શકે છે.

  અનિલ અંબાણીને સુપ્રીમ ઝટકો
  એરિક્સનના લેણા મામલામાં રિલાયન્સ કૉમ્યૂનિકેશનના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બે નિર્દેશકોને અદાલતની અવમાનનાના મામલે દોષી ગણાવ્યા છે. અને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્સનનું લેણું ચુકવવાનો આદેશ આપ્યો છે. અને જો લેણું નહીં ચુકવે તો તેમને જેલમાં પણ જવું પડી શકે છે.

  4/10
 • GSTમાં મળશે રાહત! નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. જેમાં કેટલીક વસ્તુઓ પરના GSTના દરો ઘટે તેવી શક્યતા છે. (તસવીર સૌજન્યઃ ANI)

  GSTમાં મળશે રાહત!
  નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. જેમાં કેટલીક વસ્તુઓ પરના GSTના દરો ઘટે તેવી શક્યતા છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  5/10
 • સ્વાઈન ફ્લૂના સકંજામાં સૌરાષ્ટ્ર રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. 52 દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના 229 કેસો નોંધાયા છે. એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 73 આસપાસ પહોંચી ગયો છે. જ્યારે 24 કલાકમાં 95થી વધુ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 43 કેસ નોંધાયા છે.

  સ્વાઈન ફ્લૂના સકંજામાં સૌરાષ્ટ્ર
  રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. 52 દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના 229 કેસો નોંધાયા છે. એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 73 આસપાસ પહોંચી ગયો છે. જ્યારે 24 કલાકમાં 95થી વધુ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 43 કેસ નોંધાયા છે.

  6/10
 • ધરતીના તાતની માંગ એક તરફ કુદરતનો માર અને બીજી તરફ વધતી જતી મોંઘવારીથી પરેશાન છે ગુજરાતનો ખેડૂત. ચારે તરફથી ભીંસમાં આવેલા રાજ્યના ખેડૂતોની માંગ છે કે તેમનો પાક પરની લોન માફ કરવામાં આવે. સરકાર તેમની સ્થિતિ સમજી માનવીય ધોરણ પર સહાય કરે. ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી 6, 000ની સહાય તેમના માટે પુરતી નથી.

  ધરતીના તાતની માંગ
  એક તરફ કુદરતનો માર અને બીજી તરફ વધતી જતી મોંઘવારીથી પરેશાન છે ગુજરાતનો ખેડૂત. ચારે તરફથી ભીંસમાં આવેલા રાજ્યના ખેડૂતોની માંગ છે કે તેમનો પાક પરની લોન માફ કરવામાં આવે. સરકાર તેમની સ્થિતિ સમજી માનવીય ધોરણ પર સહાય કરે. ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી 6, 000ની સહાય તેમના માટે પુરતી નથી.

  7/10
 • વર્લ્ડ કપમાં નહીં ટકરાય ભારત-પાકિસ્તાન? ICC Cricket World cup 2019માં ભારત અને પાકિસ્તાન ટકરાય તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે. દુબઈમાં મળનારી બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચ પર ચર્ચા થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મેચ રદ્દ થઈ શકે છે.

  વર્લ્ડ કપમાં નહીં ટકરાય ભારત-પાકિસ્તાન?

  ICC Cricket World cup 2019માં ભારત અને પાકિસ્તાન ટકરાય તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે. દુબઈમાં મળનારી બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચ પર ચર્ચા થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મેચ રદ્દ થઈ શકે છે.

  8/10
 • વર્લ્ડ કપની યાદો કરી તાજી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાના હવે 100 દિવસ બાકી છે. ક્રિકેટરોની સાથે ક્રિકેટ પ્રેમીઓ પણ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષે થનારા વર્લ્ડ કપ માટે ભારતને ફેવરીટ ટીમ માનવામાં આવી રહી છે ત્યારે ભારતની સૌથી મોટી અને વિશ્વ કક્ષાએ પ્રખ્યાત ક્રિકેટ ફેન ક્લબ એટલે ધ ભારત આર્મી ફેન ક્લબ એક ભેટ ક્રિકેટ જગતને આપવા જઈ રહ્યું છે. ધ ભારત આર્મી ક્રિકેટ કલ્બ વર્લ્ડ કપ 1983થી અત્યાર સુધીની યાદગાર પળોને ભેગી કરીને એક બુક બનાવી રહ્યાં છે.

  વર્લ્ડ કપની યાદો કરી તાજી
  ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાના હવે 100 દિવસ બાકી છે. ક્રિકેટરોની સાથે ક્રિકેટ પ્રેમીઓ પણ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષે થનારા વર્લ્ડ કપ માટે ભારતને ફેવરીટ ટીમ માનવામાં આવી રહી છે ત્યારે ભારતની સૌથી મોટી અને વિશ્વ કક્ષાએ પ્રખ્યાત ક્રિકેટ ફેન ક્લબ એટલે ધ ભારત આર્મી ફેન ક્લબ એક ભેટ ક્રિકેટ જગતને આપવા જઈ રહ્યું છે. ધ ભારત આર્મી ક્રિકેટ કલ્બ વર્લ્ડ કપ 1983થી અત્યાર સુધીની યાદગાર પળોને ભેગી કરીને એક બુક બનાવી રહ્યાં છે.

  9/10
 • આ તારીખે આવશે કેસરીનું ટ્રેલર અક્ષય કુમારની કેસરીના ટ્રેલરની રીલિઝની તારીખ નક્કી થઈ ગઈ છે. 21 ફેબ્રુઆરીએ ચાહકોનો ઈંતઝાર ખતમ થશે, કારણ કે આ દિવસે કેસરીનું ટ્રેલર ઓનલાઈન રીલિઝ કરવામાં આવશે. કેસરીનું આ પહેલા એક પોસ્ટર રીલિઝ થયું છે. જેને જોઈને ચાહકોમાં ઉત્સાહ છે.

  આ તારીખે આવશે કેસરીનું ટ્રેલર
  અક્ષય કુમારની કેસરીના ટ્રેલરની રીલિઝની તારીખ નક્કી થઈ ગઈ છે. 21 ફેબ્રુઆરીએ ચાહકોનો ઈંતઝાર ખતમ થશે, કારણ કે આ દિવસે કેસરીનું ટ્રેલર ઓનલાઈન રીલિઝ કરવામાં આવશે. કેસરીનું આ પહેલા એક પોસ્ટર રીલિઝ થયું છે. જેને જોઈને ચાહકોમાં ઉત્સાહ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK