જાણો આજના આખા દિવસની મહત્વની ઘટનાઓ, માત્ર એક જ ક્લિકમાં

Published: May 28, 2019, 19:41 IST | Falguni Lakhani
 • કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. ગુજરાતમાં કોંગ્રેસના થયેલા રકાસની જવાબદારી સ્વીકારીને પરેશ ધાનાણીએ નેતા વિપક્ષના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી, દિલ્હી હાઈ કમાન્ડને પરેશ ધાનાણીએ રાજીનામાની રજૂઆત કરી છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે આખરી નિર્ણય હાઈ કમાન્ડ લેશે.

  કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. ગુજરાતમાં કોંગ્રેસના થયેલા રકાસની જવાબદારી સ્વીકારીને પરેશ ધાનાણીએ નેતા વિપક્ષના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી, દિલ્હી હાઈ કમાન્ડને પરેશ ધાનાણીએ રાજીનામાની રજૂઆત કરી છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે આખરી નિર્ણય હાઈ કમાન્ડ લેશે.

  1/10
 • લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસમાં કદાચ બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી(rahul gandhi) કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા માટે અડગ છે અને તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(priyanka gandhi vadra), પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Singh Surjewala) સાથે સચિન પાયલટ, અશોક ગેહલોત રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા. જેના કારણે ફરી અટકળોનું બજાર ગરમ થયું છે.

  લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસમાં કદાચ બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી(rahul gandhi) કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા માટે અડગ છે અને તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(priyanka gandhi vadra), પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Singh Surjewala) સાથે સચિન પાયલટ, અશોક ગેહલોત રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા. જેના કારણે ફરી અટકળોનું બજાર ગરમ થયું છે.

  2/10
 • લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. પાર્ટીના ટોચના નેતાઓ રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે વચ્ચે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ તેમને રાજીનામું ન આપવાની અપીલ કરી છે.

  લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. પાર્ટીના ટોચના નેતાઓ રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે વચ્ચે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ તેમને રાજીનામું ન આપવાની અપીલ કરી છે.

  3/10
 • બંગાળમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસીના  બે ધારાસભ્યો અને 50 કાઉન્સિલરો ભાજપમાં સામેલ થયા છે. લોકસભા ચૂંટણી બાદ આ મમતા બેનર્જી માટે મોટા ઝટકા સમાન છે. (તસવીર સૌજન્યઃ ANI)

  બંગાળમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસીના  બે ધારાસભ્યો અને 50 કાઉન્સિલરો ભાજપમાં સામેલ થયા છે. લોકસભા ચૂંટણી બાદ આ મમતા બેનર્જી માટે મોટા ઝટકા સમાન છે.
  (તસવીર સૌજન્યઃ ANI)

  4/10
 • સુપરસ્ટાર રજનીકાંતે આજે એટલે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે ગુરૂવાર(30 મે)એ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે. એમણે એ અવસર પર પીએમ મોદીને જવાહરલાલ નેહરૂ અને રાજીવ ગાંધી સાથે તુલના કરતા એમને 'કરિશ્માઈ નેતા' જણાવ્યા છે. જણાવી દઈએ કે 30 મે એટલે ગુરૂવારે નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશના વડાપ્રધાનના રૂપમાં શપશ લેશે. આ અવસર પર રજનીકાંત અને કમલ હાસનને પણ શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું છે.

  સુપરસ્ટાર રજનીકાંતે આજે એટલે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે ગુરૂવાર(30 મે)એ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે. એમણે એ અવસર પર પીએમ મોદીને જવાહરલાલ નેહરૂ અને રાજીવ ગાંધી સાથે તુલના કરતા એમને 'કરિશ્માઈ નેતા' જણાવ્યા છે. જણાવી દઈએ કે 30 મે એટલે ગુરૂવારે નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશના વડાપ્રધાનના રૂપમાં શપશ લેશે. આ અવસર પર રજનીકાંત અને કમલ હાસનને પણ શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું છે.

  5/10
 • ગુજરાતથી રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા લડ્યા અને જીતી ગયા છે. અને હવે તેઓ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. નિયમ પ્રમાણે ચૂંટણી પંચ લોકસભાના અંતિમ પરિણામો જાહેર કરે તેના 14 દિવસમાં રાજીનામું આપવાનું રહે છે. જે બાદ રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાશે.

  ગુજરાતથી રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા લડ્યા અને જીતી ગયા છે. અને હવે તેઓ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. નિયમ પ્રમાણે ચૂંટણી પંચ લોકસભાના અંતિમ પરિણામો જાહેર કરે તેના 14 દિવસમાં રાજીનામું આપવાનું રહે છે. જે બાદ રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાશે.

  6/10
 • ફિલ્મ અને ટીવી શો નિર્માતા એકતા કપૂરે(ekta kapoor) સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તેની સાથે અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની(Smriti Irani) પણ નજર આવી રહ્યા છે. આ ફોટોના માધ્યમથી એકતા કપૂરે ખુલાસો કર્યો છે કે તેઓ સ્મૃતિ ઈરાની સાથે મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે ચાલીને ગયા હતા. તેમણે કુલ 14 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું.

  ફિલ્મ અને ટીવી શો નિર્માતા એકતા કપૂરે(ekta kapoor) સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તેની સાથે અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની(Smriti Irani) પણ નજર આવી રહ્યા છે. આ ફોટોના માધ્યમથી એકતા કપૂરે ખુલાસો કર્યો છે કે તેઓ સ્મૃતિ ઈરાની સાથે મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે ચાલીને ગયા હતા. તેમણે કુલ 14 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું.

  7/10
 • અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેને પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે. અર્જુને કહ્યું કે તેઓ કાંઈ ખોટું નથી કરી રહ્યા. અમે હંમેશા મીડિયાની સામે આવતા રહીએ છે.

  અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેને પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે. અર્જુને કહ્યું કે તેઓ કાંઈ ખોટું નથી કરી રહ્યા. અમે હંમેશા મીડિયાની સામે આવતા રહીએ છે.

  8/10
 • World Cup 2019 પહેલા ધોનીએ કમાલ બતાવ્યો છે. છક્કો મારીને પોતાની સેન્ચ્યુરી પુરી કરી છે. બાંગ્લાદેશની ધોનીએ સેન્ચ્યુરી મારીને પોતે સારા ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો છે.

  World Cup 2019 પહેલા ધોનીએ કમાલ બતાવ્યો છે. છક્કો મારીને પોતાની સેન્ચ્યુરી પુરી કરી છે. બાંગ્લાદેશની ધોનીએ સેન્ચ્યુરી મારીને પોતે સારા ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો છે.

  9/10
 • દેશના સૌથી વધુ ઋણ આપનાર ભારતીય સ્ટેટ બેંકે આ વર્ષે બીજી વાર FD પર પોતાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. બેંકે 9 મે 2019થી કેટલીક મેચ્યોરિટીઝ પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈની ઑફિશિયલ વેબસાઈટ અનુસાર, જે મેચ્યોરિટીઝ 1 વર્ષથી 2 વર્ષ વચ્ચેનું છે, તેના પર વ્યાજદર 6.8 થી વધારીને 7 ટકા કરી દેવામાં આવ્યું છે. પરંતુ, બીજી અનેક મેચ્યોરિટીઝ પર વ્યાજ દર ઓછા કરવામાં આવ્યા છે.

  દેશના સૌથી વધુ ઋણ આપનાર ભારતીય સ્ટેટ બેંકે આ વર્ષે બીજી વાર FD પર પોતાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. બેંકે 9 મે 2019થી કેટલીક મેચ્યોરિટીઝ પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈની ઑફિશિયલ વેબસાઈટ અનુસાર, જે મેચ્યોરિટીઝ 1 વર્ષથી 2 વર્ષ વચ્ચેનું છે, તેના પર વ્યાજદર 6.8 થી વધારીને 7 ટકા કરી દેવામાં આવ્યું છે. પરંતુ, બીજી અનેક મેચ્યોરિટીઝ પર વ્યાજ દર ઓછા કરવામાં આવ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું? આજના આખા દિવસની મહત્વની તમામ ઘટનાઓ વાંચો એક જ જગ્યાએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK