રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જાણો એક જ ક્લિકમાં

Published: May 14, 2019, 19:47 IST | Falguni Lakhani
 • બાલાકોટ સ્ટ્રાઈક પછી ભારતીય સેના પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાઓ પર સુરક્ષા વધારી રહી છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં પાકિસ્તાનની સીમા પાસે એર ડિફેન્સ યુનિટ બનાવાશે.

  બાલાકોટ સ્ટ્રાઈક પછી ભારતીય સેના પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાઓ પર સુરક્ષા વધારી રહી છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં પાકિસ્તાનની સીમા પાસે એર ડિફેન્સ યુનિટ બનાવાશે.

  1/10
 • ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિજ્ઞાન પ્રવાહમાં એક અને બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. જે પરીક્ષા જુલાઈમાં યોજાશે.

  ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિજ્ઞાન પ્રવાહમાં એક અને બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. જે પરીક્ષા જુલાઈમાં યોજાશે.

  2/10
 • કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં બબાલ થઈ છે. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રોડ શો કર્યો. શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો.

  કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં બબાલ થઈ છે. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રોડ શો કર્યો. શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો.

  3/10
 • દેશમાં ચાર જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ જાણકારી સ્કાઈમેટના હવામાન વૈજ્ઞાનિકોએ આપી છે. મહારાષ્ટ્ર, વિદર્ભ, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે, જ્યારે દિલ્હી-એનસીઆર, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢમાં સામાન્ય ઓછો વરસાદ પડશે.

  દેશમાં ચાર જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ જાણકારી સ્કાઈમેટના હવામાન વૈજ્ઞાનિકોએ આપી છે. મહારાષ્ટ્ર, વિદર્ભ, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે, જ્યારે દિલ્હી-એનસીઆર, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢમાં સામાન્ય ઓછો વરસાદ પડશે.

  4/10
 • સઊદી અરબના ચાર ટેન્કર પર ફરી એક વાર હુમલો કરવામાં કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ખાડી ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે.

  સઊદી અરબના ચાર ટેન્કર પર ફરી એક વાર હુમલો કરવામાં કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ખાડી ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે.

  5/10
 • Paytm સાથે 10 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

  Paytm સાથે 10 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

  6/10
 • આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલી જેટ એરવેઝમાં ઉચ્ચ સ્તરના અધિકારીઓના રાજીનામાનો સિલસિલો ચાલુ છે. જેટ એરવેઝે જાણકારી આપી કે વ્યક્તિગત કારણોથી ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. સ્ટૉક એક્સચેન્જને આપેલી સૂચનામાં જેટ એરવેઝે કહ્યું કે, 'અમે તેમને સૂચના આપવા માંગીએ છે કે કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ વ્યક્તિગત કારણોથી તાત્કાલિક અસરથી 14 મે 2019થી રાજીનામું આપી દીધું છે.'

  આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલી જેટ એરવેઝમાં ઉચ્ચ સ્તરના અધિકારીઓના રાજીનામાનો સિલસિલો ચાલુ છે. જેટ એરવેઝે જાણકારી આપી કે વ્યક્તિગત કારણોથી ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. સ્ટૉક એક્સચેન્જને આપેલી સૂચનામાં જેટ એરવેઝે કહ્યું કે, 'અમે તેમને સૂચના આપવા માંગીએ છે કે કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ વ્યક્તિગત કારણોથી તાત્કાલિક અસરથી 14 મે 2019થી રાજીનામું આપી દીધું છે.'

  7/10
 • અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે, હું પદ્મશ્રી સન્માનનો હકદારન નથી. હું તેને પાછો આપવા માંગું છું. સૈફે અલી ખાને એમ કહ્યું કે પદ્મ શ્રી સન્માન મારે નહોતું લેવું જોઈતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક લોક છે જે તેના વધારે અધિકારી છે.

  અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે, હું પદ્મશ્રી સન્માનનો હકદારન નથી. હું તેને પાછો આપવા માંગું છું. સૈફે અલી ખાને એમ કહ્યું કે પદ્મ શ્રી સન્માન મારે નહોતું લેવું જોઈતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક લોક છે જે તેના વધારે અધિકારી છે.

  8/10
 • દીપિકા પાદુકોણને રણવીર સિંહની આગામી ફિલ્મ 83 માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. ભારતના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી પરથી બનેલી ફિલ્મ 83માં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવે છે અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલું જ નહીં, રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા આ ફિલ્મના પ્રૉડ્યુસર્સમાંની પણ એક હશે.

  દીપિકા પાદુકોણને રણવીર સિંહની આગામી ફિલ્મ 83 માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. ભારતના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી પરથી બનેલી ફિલ્મ 83માં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવે છે અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલું જ નહીં, રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા આ ફિલ્મના પ્રૉડ્યુસર્સમાંની પણ એક હશે.

  9/10
 • મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યા બાદ નીતા અંબાણીએ IPLની ટ્રૉફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી. મુંબઈ ઈન્ડિયન્સને મળેલી જીતથી નીતા અંબાણી ખૂબ જ ખુશ છે. આ જ કારણ છે કે નીતા અંબાણી હૈદરાબાદથી પાછા આવ્યા બાદ IPLની ટ્રૉફીને લઈને મુંબઈના જુહુમાં આવેલા મંદિરે પહોંચ્યા. જ્યાં તેમણે ટ્રૉફીને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખી અને પુજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી.

  મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યા બાદ નીતા અંબાણીએ IPLની ટ્રૉફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી. મુંબઈ ઈન્ડિયન્સને મળેલી જીતથી નીતા અંબાણી ખૂબ જ ખુશ છે. આ જ કારણ છે કે નીતા અંબાણી હૈદરાબાદથી પાછા આવ્યા બાદ IPLની ટ્રૉફીને લઈને મુંબઈના જુહુમાં આવેલા મંદિરે પહોંચ્યા. જ્યાં તેમણે ટ્રૉફીને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખી અને પુજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના આખા દિવસના મહત્વના સમાચાર, માત્ર એક જ ક્લિકમાં..જાણો આખા દિવસમાં શું બન્યું....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK