વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: May 11, 2019, 20:12 IST | Vikas Kalal
 • પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદરમાં ફાઈવ સ્ટાર હોટલમાં આતંકીઓ ઘુસવાની ખબર સામે આવી છે. આ ત્રણેય આતંકી સતત ગોળીબાર કરી રહ્યા હતાં. માહિતી મળતાની સાથે પોલીસે આ વિસ્તારને સીલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

  પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદરમાં ફાઈવ સ્ટાર હોટલમાં આતંકીઓ ઘુસવાની ખબર સામે આવી છે. આ ત્રણેય આતંકી સતત ગોળીબાર કરી રહ્યા હતાં. માહિતી મળતાની સાથે પોલીસે આ વિસ્તારને સીલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

  1/9
 • પશ્ચિમ દિલ્હીના સંસદીય સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલવીર જાખડ પર તેમના પુત્રએ ઉમેદવારી મેળવવા માટે 6 કરોડ આપ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે આ વાતને બલવીર જાખરે નકારી હતી. બલવીર જાખરના પુત્રએ કહ્યું હતું કે, બલવીર જાખડ માત્ર 3 મહિનાથી રાજકારણમાં આવ્યા છે અને ઉમેદવારી મેળવવા કેજરીવાલને 6 કરોડ રુપિયા આપ્યા હતા.

  પશ્ચિમ દિલ્હીના સંસદીય સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલવીર જાખડ પર તેમના પુત્રએ ઉમેદવારી મેળવવા માટે 6 કરોડ આપ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે આ વાતને બલવીર જાખરે નકારી હતી. બલવીર જાખરના પુત્રએ કહ્યું હતું કે, બલવીર જાખડ માત્ર 3 મહિનાથી રાજકારણમાં આવ્યા છે અને ઉમેદવારી મેળવવા કેજરીવાલને 6 કરોડ રુપિયા આપ્યા હતા.

  2/9
 • કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ સતત રેલી કરી રહ્યા છે. પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક કંઈક ખામી આવી ગઈ હતી. ટેક્નીશિયન હેલિકોપ્ટરના દરવાજામાં જે તકલીફ સર્જાઈ હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી પણ જોડાઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ તેમની હેલિકોપ્ટરનો દરવાજો રિપેરિંગમાં મદદ કરવા લાગ્યા હતા.

  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ સતત રેલી કરી રહ્યા છે. પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક કંઈક ખામી આવી ગઈ હતી. ટેક્નીશિયન હેલિકોપ્ટરના દરવાજામાં જે તકલીફ સર્જાઈ હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી પણ જોડાઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ તેમની હેલિકોપ્ટરનો દરવાજો રિપેરિંગમાં મદદ કરવા લાગ્યા હતા.

  3/9
 • રાજ્યમાં પરીવહન વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વના ચેક પોઈન્ટ અને ટોલ નાકાઓ પર ચેકિંગ કરવામાં આવશે. વાહન વ્યવ્હાર કમિશનર ગાંધીનગરે રાજ્યના તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે દરેક ચેક પોઈન્ટ અને ટોકનાકાઓ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

  રાજ્યમાં પરીવહન વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વના ચેક પોઈન્ટ અને ટોલ નાકાઓ પર ચેકિંગ કરવામાં આવશે. વાહન વ્યવ્હાર કમિશનર ગાંધીનગરે રાજ્યના તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે દરેક ચેક પોઈન્ટ અને ટોકનાકાઓ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

  4/9
 • રાજ્ય સરકાર સામાન્ય લોકો માટે સારવાર અર્થે સારા સમાચાર લઈને આવી છે. રાજ્ય સરકારે મુખ્યપ્રધાન અમૃતમ, મુખ્યપ્રધાન અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેશ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રાથમિક, સેકેન્ડરી અને ટર્શરી સારવાર માટે 5 લાખ સુધીની કેશલેસ સહાય આપવામાં આવશે. આ પહેલા આ યોજનાઓ હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે 40,000 રુપિયાની સહાય મળતી હતી જે હવે વધારીને 5,00,000 કરવામાં આવી છે.

  રાજ્ય સરકાર સામાન્ય લોકો માટે સારવાર અર્થે સારા સમાચાર લઈને આવી છે. રાજ્ય સરકારે મુખ્યપ્રધાન અમૃતમ, મુખ્યપ્રધાન અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેશ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રાથમિક, સેકેન્ડરી અને ટર્શરી સારવાર માટે 5 લાખ સુધીની કેશલેસ સહાય આપવામાં આવશે. આ પહેલા આ યોજનાઓ હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે 40,000 રુપિયાની સહાય મળતી હતી જે હવે વધારીને 5,00,000 કરવામાં આવી છે.

  5/9
 • વિશ્વની જાણીતી લૉ કોસ્ટ એરલાઈન્સ એર એશિયાએ અમદાવાદના મુસાફરોને ભેટ આપી છે. એર એશિયાએ અમદાવાદથી બેંગકોકની મુસાફર માટે સસ્તા ભાડાની જાહેરાત કરી છે. હવે મુસાફરો બેંગકોક સુધી માત્ર 5,699 રૂપિયમાાં જ મુસાફરી કરી શક્શે.

  વિશ્વની જાણીતી લૉ કોસ્ટ એરલાઈન્સ એર એશિયાએ અમદાવાદના મુસાફરોને ભેટ આપી છે. એર એશિયાએ અમદાવાદથી બેંગકોકની મુસાફર માટે સસ્તા ભાડાની જાહેરાત કરી છે. હવે મુસાફરો બેંગકોક સુધી માત્ર 5,699 રૂપિયમાાં જ મુસાફરી કરી શક્શે.

  6/9
 • એક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મૉમ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો સાથે સાથે ફિલ્મ ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી હતી. દર્શકોના વખાણ વચ્ચે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને હીટ રહી હતી. ભારત પછી મૉમને ચીનમાં 10મેના રિલીઝ કરવામાં આવી હતી અને ચીનમાં પણ ફિલ્મનું પરફોર્મન્સ જોરદાર રહ્યું હતું. આ પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂને ચીનમાં ધૂમ કમાણી કરી હતી જો કે બિઝનેસ મામલે મૉમે અંધાધૂનને પાછળ મુકી દીધી છે. ચીનમાં અંધાધૂનનું ફર્સ્ટ ડે ક્લેક્શન 7 કરોડ 33 લાખ હતું જ્યારે મૉમે પહેલા દિવસે 11 કરોડનું કલેક્શન કર્યું હતું.

  એક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મૉમ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો સાથે સાથે ફિલ્મ ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી હતી. દર્શકોના વખાણ વચ્ચે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને હીટ રહી હતી. ભારત પછી મૉમને ચીનમાં 10મેના રિલીઝ કરવામાં આવી હતી અને ચીનમાં પણ ફિલ્મનું પરફોર્મન્સ જોરદાર રહ્યું હતું. આ પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂને ચીનમાં ધૂમ કમાણી કરી હતી જો કે બિઝનેસ મામલે મૉમે અંધાધૂનને પાછળ મુકી દીધી છે. ચીનમાં અંધાધૂનનું ફર્સ્ટ ડે ક્લેક્શન 7 કરોડ 33 લાખ હતું જ્યારે મૉમે પહેલા દિવસે 11 કરોડનું કલેક્શન કર્યું હતું.

  7/9
 • બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ  પોતાના વિશે થયેલી વાયરલ વાતોને નકારી છે.  સોશિયલ મીડિયા પર આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. શબાના આઝમી વિશે એવા ન્યૂઝ વાયરલ થયા હતા કે, જો દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો તે દેશ છોડી દેશે.

  બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ  પોતાના વિશે થયેલી વાયરલ વાતોને નકારી છે.  સોશિયલ મીડિયા પર આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. શબાના આઝમી વિશે એવા ન્યૂઝ વાયરલ થયા હતા કે, જો દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો તે દેશ છોડી દેશે.

  8/9
 • ipl 2019 સીઝનની ફાઈનલ કાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાશે. ફરી એકવાર બન્ને દિગ્ગજ ટીમ મુંબઈ અને ચેન્નાઈ આમને સામને થશે. ચેન્નાઈ અને મુંબઈ બન્ને આઈપીએલના 3-3 ટાઈટલ જીતી ચૂક્યા છે. કંઈ ટીમ ચોથુ ટાઈટલ પોતાના નામે કરે છે જોવાનું રહેશે.

  ipl 2019 સીઝનની ફાઈનલ કાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાશે. ફરી એકવાર બન્ને દિગ્ગજ ટીમ મુંબઈ અને ચેન્નાઈ આમને સામને થશે. ચેન્નાઈ અને મુંબઈ બન્ને આઈપીએલના 3-3 ટાઈટલ જીતી ચૂક્યા છે. કંઈ ટીમ ચોથુ ટાઈટલ પોતાના નામે કરે છે જોવાનું રહેશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ ઘટનાઓ મહત્વની રહી? વાંચો આ તમામ સમાચારો એકસાથે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK