વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Published: Apr 30, 2019, 19:37 IST | Falguni Lakhani
 • સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે તેને એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. નારાયણ સાંઈની સાથે આરોપી ગંગાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.  અને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાધક હનુમાનને પણ 10 વર્ષની સજા કરવામાં આવી છે.

  સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે તેને એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. નારાયણ સાંઈની સાથે આરોપી ગંગાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.  અને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાધક હનુમાનને પણ 10 વર્ષની સજા કરવામાં આવી છે.

  1/10
 • ગુજરાતમાં ઉનાળા વચ્ચે ઘેરા થતા જઈ રહેલા જળ સંકટને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે. CMએ કહ્યું કે ઘરેલું વપરાશ માટે સરકારે 31 જુલાઈ સુધી પાણી ચાલે તેટલા પાણીનું આયોજન કરીને રાખ્યું છે જેથી રાજ્યની જનતાએ ચિંતા કરવાની જરૂર નથી.

  ગુજરાતમાં ઉનાળા વચ્ચે ઘેરા થતા જઈ રહેલા જળ સંકટને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે. CMએ કહ્યું કે ઘરેલું વપરાશ માટે સરકારે 31 જુલાઈ સુધી પાણી ચાલે તેટલા પાણીનું આયોજન કરીને રાખ્યું છે જેથી રાજ્યની જનતાએ ચિંતા કરવાની જરૂર નથી.

  2/10
 • ગુજરાત સરકારના ખાનગી  સોસાયટી રી ડેવલપમેન્ટ બિલને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યપાલે આ બિલને મંજૂર કર્યું છે. જે બાદ હવે 25 વર્ષ જૂની સોસાયટીઓને રીડેલપ કરી શકાશે. જેના માટે સોસાયટીના 75 ટકા માલિકોની સંમતિ જરૂરી રહેશે.

  ગુજરાત સરકારના ખાનગી  સોસાયટી રી ડેવલપમેન્ટ બિલને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યપાલે આ બિલને મંજૂર કર્યું છે. જે બાદ હવે 25 વર્ષ જૂની સોસાયટીઓને રીડેલપ કરી શકાશે. જેના માટે સોસાયટીના 75 ટકા માલિકોની સંમતિ જરૂરી રહેશે.

  3/10
 • રાફેલ ડીલ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને ચાર મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી છ મેના રોજ થશે.

  રાફેલ ડીલ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને ચાર મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી છ મેના રોજ થશે.

  4/10
 • વડાપ્રધાન મોદીની સામે આપવામાં આવેલા રાહુલ ગાંધીના 'ચોકીદાર જ ચોર છે'ના નિવેદનને લઈને તેમની પરેશાનીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટની અવમાનનાના મામલામાં મંગળવારે સુનાવણી થઈ. જે દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીએ આપેલા એફિડેવિટની ભાષા પર નારાજગી વ્યક્ત કરી.  આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.

  વડાપ્રધાન મોદીની સામે આપવામાં આવેલા રાહુલ ગાંધીના 'ચોકીદાર જ ચોર છે'ના નિવેદનને લઈને તેમની પરેશાનીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટની અવમાનનાના મામલામાં મંગળવારે સુનાવણી થઈ. જે દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીએ આપેલા એફિડેવિટની ભાષા પર નારાજગી વ્યક્ત કરી.  આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.

  5/10
 • દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સમય સમય પર દેવાદારોના નામ જાહેર કરશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનના એક ટોચના અધિકારીએ સોમવારે આ વાત કરી. સુપ્રીમ કોર્ટે RBIએ બેંકો ની તપાસનો રીપોર્ટ અને દેવાદારોના નામોનો ખુલાસો કરવાના આદેશનું સ્વાગત કરતા AIBEAના મહાસચિવ સી. એચ. વેંકટચલમે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે બેંકોના ફસાયેલા ઋણ મુદ્દે AIBEAના વલણ પર મહોર લગાવી છે.

  દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સમય સમય પર દેવાદારોના નામ જાહેર કરશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનના એક ટોચના અધિકારીએ સોમવારે આ વાત કરી. સુપ્રીમ કોર્ટે RBIએ બેંકો ની તપાસનો રીપોર્ટ અને દેવાદારોના નામોનો ખુલાસો કરવાના આદેશનું સ્વાગત કરતા AIBEAના મહાસચિવ સી. એચ. વેંકટચલમે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે બેંકોના ફસાયેલા ઋણ મુદ્દે AIBEAના વલણ પર મહોર લગાવી છે.

  6/10
 • રણવીર સિંહે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને લઈને ચર્ચા જાગી છે કે તે ફિલ્મ '83માં તેનો લૂક હોઈ શકે છે.કબીરના ખાનના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ '83માં રણવીર સિંહ કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની કાસ્ટમાં રણવીર સિંહ સાથે, સુનિલ ગાવસ્કરના પાત્રમાં તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથના પાત્રમાં સાકિબ સલીમ, બલવિંદર સંધુના પાત્રમાં એમ્મી વિર્ક સહિતના જાણતી કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં હાર્દિ સંધૂ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે.

  રણવીર સિંહે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને લઈને ચર્ચા જાગી છે કે તે ફિલ્મ '83માં તેનો લૂક હોઈ શકે છે.કબીરના ખાનના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ '83માં રણવીર સિંહ કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની કાસ્ટમાં રણવીર સિંહ સાથે, સુનિલ ગાવસ્કરના પાત્રમાં તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથના પાત્રમાં સાકિબ સલીમ, બલવિંદર સંધુના પાત્રમાં એમ્મી વિર્ક સહિતના જાણતી કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં હાર્દિ સંધૂ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે.

  7/10
 • ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની સ્ટુડન્ટ ઑફ ધ યરની જાહેરાત થઈ ત્યારથી ચર્ચામાં છે. અને હવે તેનું વધુ એક ગીત હૂક અપ સોંગ સામે આવ્યું છે. આ ગીતમાં આલિયા ભટ્ટ પણ છે.

  ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની સ્ટુડન્ટ ઑફ ધ યરની જાહેરાત થઈ ત્યારથી ચર્ચામાં છે. અને હવે તેનું વધુ એક ગીત હૂક અપ સોંગ સામે આવ્યું છે. આ ગીતમાં આલિયા ભટ્ટ પણ છે.

  8/10
 • IPLમાં અત્યારે RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. બેંગ્લોરે સામે રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  IPLમાં અત્યારે RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. બેંગ્લોરે સામે રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  9/10
 • એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એમેઝોન પેની પર્સન ટૂ પર્સન પેમેન્ટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેની મદદથી તેમને બેંક ટૂ બેંક પૈસા ટ્રાન્સફર કરી શકાશે. સાથે ગ્રાહકો બિલ, રેન્ટ અને અલગ અલગ દૈનિક ખર્ચાઓની પણ ચુકવણી કરી શકશે.

  એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એમેઝોન પેની પર્સન ટૂ પર્સન પેમેન્ટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેની મદદથી તેમને બેંક ટૂ બેંક પૈસા ટ્રાન્સફર કરી શકાશે. સાથે ગ્રાહકો બિલ, રેન્ટ અને અલગ અલગ દૈનિક ખર્ચાઓની પણ ચુકવણી કરી શકશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? જાણો એક જ ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK