વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જાણો શું બન્યું આજના દિવસમાં?

Published: Apr 22, 2019, 19:47 IST | Falguni Lakhani
 • લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતી કાલે અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોનું ભવિષ્ય EVMમાં કેદ થશે.

  લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતી કાલે અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોનું ભવિષ્ય EVMમાં કેદ થશે.

  1/10
 • આવતીકાલે ગુજરાતમાં એપ્રિલે થવા જઈ રહ્યું છે. ગાંધીનગર, આણંદ, અમરેલી સહિતની દસ હૉટ બેઠકો એવી છે, જેના પર તમામ લોકોને નજર છે. મહિલા આરક્ષણનો દાવો કરનારી કોંગ્રેસે એક જ મહિલાની ટિકિટ આપી છે. જ્યારે ભાજપે છ મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન ન્યાય યોજના, રોજગાર, રાફેર અને ખેડૂતોના મુદ્દા પર જોર આપ્યું પરંતુ આ તમામ મુદ્દાઓ પર મોદી ભારે પડતા નજર આવી રહ્યા છે.

  આવતીકાલે ગુજરાતમાં એપ્રિલે થવા જઈ રહ્યું છે. ગાંધીનગર, આણંદ, અમરેલી સહિતની દસ હૉટ બેઠકો એવી છે, જેના પર તમામ લોકોને નજર છે. મહિલા આરક્ષણનો દાવો કરનારી કોંગ્રેસે એક જ મહિલાની ટિકિટ આપી છે. જ્યારે ભાજપે છ મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન ન્યાય યોજના, રોજગાર, રાફેર અને ખેડૂતોના મુદ્દા પર જોર આપ્યું પરંતુ આ તમામ મુદ્દાઓ પર મોદી ભારે પડતા નજર આવી રહ્યા છે.

  2/10
 • ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 પહેલા સરકારે પાટીદારો પર દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારે અમદાવાદના રામોલમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના મામલામાં પાંચ પાટીદારોની સામે કેસ દાખલ કરાવ્યા હતા. હવે આ કેસ પાછા લેવા માટે સરકારે એડિશનલ સેશન ન્યાયાધીશની સામે આવેદન કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.

  ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 પહેલા સરકારે પાટીદારો પર દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારે અમદાવાદના રામોલમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના મામલામાં પાંચ પાટીદારોની સામે કેસ દાખલ કરાવ્યા હતા. હવે આ કેસ પાછા લેવા માટે સરકારે એડિશનલ સેશન ન્યાયાધીશની સામે આવેદન કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.

  3/10
 • દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો પડ્યો છે. તેમના ચુંટણીના ફોર્મમાં ભુલ હોવાની થયેલી રીટ પર ગુજરાત હાઇકોર્ટે તેમની 2017ની વિધાન સભાની ચુંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. તેને પબુભાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનવણી હવે સપ્ટેમ્બરમાં કરવાનો આદેશ આપ્યો છે. દ્વારકાના વિધાનસભા 2017માં વિજેતા પબુભા માણેક દ્વારકા વિધાનસભાને જીત્યા હતા જેમના ઉમેદવારી પત્ર સામે પ્રશ્ન ઉઠ્યા હતા અને હાઈકોર્ટમાં સુનાવણીમાં પબુભાના ધારાસભ્ય પદ રદ્દ કરાયું હતું. જો કે પબુભાએ કહ્યું હતું કે, તેમને ન્યાયતંત્ર પર પૂરે પૂરો વિશ્વાસ છે.

  દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો પડ્યો છે. તેમના ચુંટણીના ફોર્મમાં ભુલ હોવાની થયેલી રીટ પર ગુજરાત હાઇકોર્ટે તેમની 2017ની વિધાન સભાની ચુંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. તેને પબુભાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનવણી હવે સપ્ટેમ્બરમાં કરવાનો આદેશ આપ્યો છે. દ્વારકાના વિધાનસભા 2017માં વિજેતા પબુભા માણેક દ્વારકા વિધાનસભાને જીત્યા હતા જેમના ઉમેદવારી પત્ર સામે પ્રશ્ન ઉઠ્યા હતા અને હાઈકોર્ટમાં સુનાવણીમાં પબુભાના ધારાસભ્ય પદ રદ્દ કરાયું હતું. જો કે પબુભાએ કહ્યું હતું કે, તેમને ન્યાયતંત્ર પર પૂરે પૂરો વિશ્વાસ છે.

  4/10
 • જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ વડાપ્રધાન મોદીના પરમાણુ બોમ્બ વાળા નિવેદન પર પલટવાર કર્યો છે. મુફ્તીએ કહ્યું કે જો ભારતે પરમાણુ બોમ્બ દીવાળી માટે નથી રાખ્યા તો પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બ ઈદ માટે નથી રાખ્યા.

  જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ વડાપ્રધાન મોદીના પરમાણુ બોમ્બ વાળા નિવેદન પર પલટવાર કર્યો છે. મુફ્તીએ કહ્યું કે જો ભારતે પરમાણુ બોમ્બ દીવાળી માટે નથી રાખ્યા તો પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બ ઈદ માટે નથી રાખ્યા.

  5/10
 • શ્રીલંકામાં થયેલા હુમલાઓમાં સાત ભારતીયોના મોત થયા છે. જેમાં કર્ણાટકની JDS પાર્ટીના ચાર નેતાઓનો સમાવેશ થાય છે. આજે ફરી એકવાર શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ થયો. બોમ્બને ડિફ્યૂઝ કરતી વખતે આ ઘટના બની. શ્રીલંકામાં આજને વધુ કેટલાક બોમ્બ પણ મળી આવ્યા . ગઈકાલે બનેલી ઘટનામાં કુલ મૃત્યુઆંક 290 પર પહોંચ્યો છે.

  શ્રીલંકામાં થયેલા હુમલાઓમાં સાત ભારતીયોના મોત થયા છે. જેમાં કર્ણાટકની JDS પાર્ટીના ચાર નેતાઓનો સમાવેશ થાય છે. આજે ફરી એકવાર શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ થયો. બોમ્બને ડિફ્યૂઝ કરતી વખતે આ ઘટના બની. શ્રીલંકામાં આજને વધુ કેટલાક બોમ્બ પણ મળી આવ્યા . ગઈકાલે બનેલી ઘટનામાં કુલ મૃત્યુઆંક 290 પર પહોંચ્યો છે.

  6/10
 • IPLના ફાઈનલ માટેના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. IPLનો ફાઈનલ મુકાબલો સામાન્ય રીતે છેલ્લી સિઝનની વિજેતા ટીમના ગ્રાઉન્ડમાં કરાવવાનો હોય છે. જેથી ફાઈનલ ચેન્નઈમાં રમાવાનું હતું. જો કે તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને BCCIને ચેપૉક સ્ટેડિયમને I,J અને K સ્ટેન્ડને ખોલવાની અનુમતિ ન આપતા ફાઈનલને હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  IPLના ફાઈનલ માટેના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. IPLનો ફાઈનલ મુકાબલો સામાન્ય રીતે છેલ્લી સિઝનની વિજેતા ટીમના ગ્રાઉન્ડમાં કરાવવાનો હોય છે. જેથી ફાઈનલ ચેન્નઈમાં રમાવાનું હતું. જો કે તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને BCCIને ચેપૉક સ્ટેડિયમને I,J અને K સ્ટેન્ડને ખોલવાની અનુમતિ ન આપતા ફાઈનલને હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  7/10
 • IPLમાં હાલ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મુકાબલો જયપુરમાં થઈ રહ્યો છે. બંને ટીમની નજર આ મેચ જીતીને પ્લેઑફની રેસમાં બની રહેવા પર છે. રાજસ્થાનની સામે દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  IPLમાં હાલ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મુકાબલો જયપુરમાં થઈ રહ્યો છે. બંને ટીમની નજર આ મેચ જીતીને પ્લેઑફની રેસમાં બની રહેવા પર છે. રાજસ્થાનની સામે દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  8/10
 • સલમાન ખાનના પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ “ભારત” નું ટ્રેલર સોમવારે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ભારત ફિલમના ટ્રેલરની કરોડો લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ટ્રેલર રીલિઝની ગણતરીની મીનીટોમાં લાખો લોકોએ જોયુ હતું અને પસંદ કર્યું હતું. ફિલ્મ પાંચ જૂને રિલીઝ થઈ રહી છે.

  સલમાન ખાનના પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ “ભારત” નું ટ્રેલર સોમવારે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ભારત ફિલમના ટ્રેલરની કરોડો લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ટ્રેલર રીલિઝની ગણતરીની મીનીટોમાં લાખો લોકોએ જોયુ હતું અને પસંદ કર્યું હતું. ફિલ્મ પાંચ જૂને રિલીઝ થઈ રહી છે.

  9/10
 • દુનિયાની સૌથી વધુ જોવામાં આવનાર ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સનો બીજો એપિસોડ ઓન એર થતા પહેલા જ લીક થઈ ગયો છે. જેનાથી મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા પણ આ ટીવી સીરિઝનો પહેલો એપિસોડ રીલિઝ થતા પહેલા જ લીક થઈ ગયો હતો.

  દુનિયાની સૌથી વધુ જોવામાં આવનાર ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સનો બીજો એપિસોડ ઓન એર થતા પહેલા જ લીક થઈ ગયો છે. જેનાથી મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા પણ આ ટીવી સીરિઝનો પહેલો એપિસોડ રીલિઝ થતા પહેલા જ લીક થઈ ગયો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો, આજના આખા દિવસ દરમિયાન શું બન્યું. વાંચો તમામ મહત્વના સમાચારો માત્ર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK