વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જાણો શું બન્યું આજના દિવસમાં?

Published: May 07, 2019, 19:48 IST | Falguni Lakhani
 • લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં ગુજરાત ATSએ મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ કરી છે. દિલ્હીમા ગુડગાંવથી વિનોદની ધરપકડ કરવામાં આવી છે. વિનોદ અને વિરેન્દ્ર માથુર વચ્ચે એક કરોડમાં સોદો થયો હતો.

  લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં ગુજરાત ATSએ મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ કરી છે. દિલ્હીમા ગુડગાંવથી વિનોદની ધરપકડ કરવામાં આવી છે. વિનોદ અને વિરેન્દ્ર માથુર વચ્ચે એક કરોડમાં સોદો થયો હતો.

  1/10
 • અમદાવાદને શિસ્તમાં લાવવા અને લોકોને કાયદાનું સઘન પાલન કરાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસે હાથ મિલાવ્યા છે. શહેરમાં સૌપ્રથમવાર JET એટલે કે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જે શહેર પર સતત નજર રાખશે.

  અમદાવાદને શિસ્તમાં લાવવા અને લોકોને કાયદાનું સઘન પાલન કરાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસે હાથ મિલાવ્યા છે. શહેરમાં સૌપ્રથમવાર JET એટલે કે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જે શહેર પર સતત નજર રાખશે.

  2/10
 • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે પશ્ચિમ બંગાળમાં આવે છે અને ટોળાબાજીનું નિવેદન આપે છે ત્યારે હું તેમને લોકતંત્રની થપ્પડ લગાવવા ઈચ્છું છું.

  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે પશ્ચિમ બંગાળમાં આવે છે અને ટોળાબાજીનું નિવેદન આપે છે ત્યારે હું તેમને લોકતંત્રની થપ્પડ લગાવવા ઈચ્છું છું.

  3/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફૉલો થતા રાજનેતા છે.  ફેસબુક, ટ્વિટ્ટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા રાહુલ ગાંધી કરતા સાડા નવ ગણા વધારે છે. સોશિયલ મીડિયા પર PM મોદીના 110, 912, 648 ફૉલોઅર્સ છે જ્યારે રાહુલ ગાંધીના માત્ર 1 કરોડ 20 લાખ છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફૉલો થતા રાજનેતા છે.  ફેસબુક, ટ્વિટ્ટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા રાહુલ ગાંધી કરતા સાડા નવ ગણા વધારે છે. સોશિયલ મીડિયા પર PM મોદીના 110, 912, 648 ફૉલોઅર્સ છે જ્યારે રાહુલ ગાંધીના માત્ર 1 કરોડ 20 લાખ છે.

  4/10
 • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન આપવાની માંગને ફ્રાન્સે સમર્થન આપ્યું છે. ફ્રાન્સ સાથે ભારતને જર્મની, બ્રાઝિલ અને જાપાને પણ સમર્થન આપ્યું છે. જેના કારણે UNSCમાં ભારતને સ્થાન મળવાની શક્યતાઓ મજબૂત બની છે.

  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન આપવાની માંગને ફ્રાન્સે સમર્થન આપ્યું છે. ફ્રાન્સ સાથે ભારતને જર્મની, બ્રાઝિલ અને જાપાને પણ સમર્થન આપ્યું છે. જેના કારણે UNSCમાં ભારતને સ્થાન મળવાની શક્યતાઓ મજબૂત બની છે.

  5/10
 • CJI રંજન ગોગોઈને યૌન ઉત્પીડનના આરોપમાં ક્લીન ચીટ મળ્યા બાદ ફરિયાદ કરનાર મહિલાએ તપાસની રીપોર્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટની 3 ન્યાયાધીશોની પેનલે CJI રંજન ગોગોઈને ક્લીન ચીટ આપી હતી. પેનલે એ આધાર પર ક્લીનચીટ આપી હતી કે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી મળ્યા.

  CJI રંજન ગોગોઈને યૌન ઉત્પીડનના આરોપમાં ક્લીન ચીટ મળ્યા બાદ ફરિયાદ કરનાર મહિલાએ તપાસની રીપોર્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટની 3 ન્યાયાધીશોની પેનલે CJI રંજન ગોગોઈને ક્લીન ચીટ આપી હતી. પેનલે એ આધાર પર ક્લીનચીટ આપી હતી કે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી મળ્યા.

  6/10
 • Cyclone Faniના અસરથી હજી રાજ્યો બહાર નથી આવ્યા ત્યાં મોસમ વિભાગે ફરી એકવાર યલો વેધર વૉર્નિંગ આપી છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વીકએન્ડમાં મોસમનો મિજાજ લોકોને પરેશાન કરી શકે છે. જેના કારણે હિમાચલ પ્રદેશ, દિલ્હી NCR સહિતના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

  Cyclone Faniના અસરથી હજી રાજ્યો બહાર નથી આવ્યા ત્યાં મોસમ વિભાગે ફરી એકવાર યલો વેધર વૉર્નિંગ આપી છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વીકએન્ડમાં મોસમનો મિજાજ લોકોને પરેશાન કરી શકે છે. જેના કારણે હિમાચલ પ્રદેશ, દિલ્હી NCR સહિતના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

  7/10
 • આજે અખાત્રીજના મોકો પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આજે સોનું 50 રૂપિયા સસ્તુ થઈને 32, 670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. સોનાની કિંમતમાં ઘટાડાનું કારણ બુલિયના માર્કેટમાં તેની સુસ્ત માંગને માનવામાં આવી રહ્યું છે.

  આજે અખાત્રીજના મોકો પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આજે સોનું 50 રૂપિયા સસ્તુ થઈને 32, 670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. સોનાની કિંમતમાં ઘટાડાનું કારણ બુલિયના માર્કેટમાં તેની સુસ્ત માંગને માનવામાં આવી રહ્યું છે.

  8/10
 • બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત અને ઋતિક રોશન ફરી એકવાર સામસામે આવી શકે છે, પરંતુ મોટા પડદા પર. રાજકુમાર રાવ અને કંગના રણૌતની ફિલ્મ મેંટલ હૈ ક્યા? પહેલા 21 જૂને રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. આ ફિલ્મ હવે 26 જૂલાઈએ રિલીઝ થશે. પરંતુ મહત્વની વાત એ છે કે આ દિવસે ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 પણ રિલીઝ થવા જઈ રહી છે. આ હિસાબે બંને એકબીજા સાથે ટકરાશે.

  બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત અને ઋતિક રોશન ફરી એકવાર સામસામે આવી શકે છે, પરંતુ મોટા પડદા પર. રાજકુમાર રાવ અને કંગના રણૌતની ફિલ્મ મેંટલ હૈ ક્યા? પહેલા 21 જૂને રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. આ ફિલ્મ હવે 26 જૂલાઈએ રિલીઝ થશે. પરંતુ મહત્વની વાત એ છે કે આ દિવસે ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 પણ રિલીઝ થવા જઈ રહી છે. આ હિસાબે બંને એકબીજા સાથે ટકરાશે.

  9/10
 • IPLનો પહેલો ક્વૉલિફાયર મેચ શરૂ થઈ ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને રોહિત શર્માની ટીમ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મેચથી આ સીઝનના પહેલા ફાઈનલિસ્ટ મળી જશે.

  IPLનો પહેલો ક્વૉલિફાયર મેચ શરૂ થઈ ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને રોહિત શર્માની ટીમ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મેચથી આ સીઝનના પહેલા ફાઈનલિસ્ટ મળી જશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું? પ્રદેશ-દેશ-વિદેશ-ક્રિકેટ-રાજકારણની તમામ હલચલ એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK