બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: May 03, 2019, 14:54 IST | Falguni Lakhani
 • ફૅની વાવાઝોડું જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ઓરિસ્સાના તટ સાથે ટકરાયા બાદ ફૅનીએ કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં તેના કારણે 6 લોકોનાં મોત થઈ ચુક્યા છે. સ્થિતિને જોતા ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના 4 જિલ્લામાંથી આચારસંહિતા હટાવી લીધી છે. જેનો ટ્રેન વ્યવહાર પર પણ ભારે ખરાબ અસર પડી છે.

  ફૅની વાવાઝોડું જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ઓરિસ્સાના તટ સાથે ટકરાયા બાદ ફૅનીએ કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં તેના કારણે 6 લોકોનાં મોત થઈ ચુક્યા છે. સ્થિતિને જોતા ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના 4 જિલ્લામાંથી આચારસંહિતા હટાવી લીધી છે. જેનો ટ્રેન વ્યવહાર પર પણ ભારે ખરાબ અસર પડી છે.

  1/10
 • લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં પોતાના ચૂંટણી અભિયાન અંતર્ગત રાજસ્થઆન પહોંચ્યા. જ્યાં તેમણે લોકોને સંબોધન કરતા કહ્યું કે હવે મસૂદ પાકિસ્તાનમાં મોજ નહીં કરી શકે.

  લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં પોતાના ચૂંટણી અભિયાન અંતર્ગત રાજસ્થઆન પહોંચ્યા. જ્યાં તેમણે લોકોને સંબોધન કરતા કહ્યું કે હવે મસૂદ પાકિસ્તાનમાં મોજ નહીં કરી શકે.

  2/10
 • વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ ડેટ સામે આવી છે. નિર્માતાઓએ તેની નવી રિલીઝ ડેટની જાણકારી આપી છે. હવે આ ફિલ્મ 24 મે ના દિવસે રિલીઝ થશે. એટલે કે 23 મે એ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે પછી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

  વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ ડેટ સામે આવી છે. નિર્માતાઓએ તેની નવી રિલીઝ ડેટની જાણકારી આપી છે. હવે આ ફિલ્મ 24 મે ના દિવસે રિલીઝ થશે. એટલે કે 23 મે એ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે પછી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

  3/10
 • ગોરખપુરથી ભાજપના ઉમેદવાર અને જાણીતા અભિનેતા  રવિ કિશનનું ઉમેદવારી પત્રક રદ્દ થઈ શકે છે. મામલો એવો છે કે કુશીનગરના એક યુવકે જિલ્લા ચૂંટણી અધિકારીને રવિ કિશનની શૈક્ષણિક યોગ્યતાને લઈને ફરિયાદ કરી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

  ગોરખપુરથી ભાજપના ઉમેદવાર અને જાણીતા અભિનેતા  રવિ કિશનનું ઉમેદવારી પત્રક રદ્દ થઈ શકે છે. મામલો એવો છે કે કુશીનગરના એક યુવકે જિલ્લા ચૂંટણી અધિકારીને રવિ કિશનની શૈક્ષણિક યોગ્યતાને લઈને ફરિયાદ કરી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

  4/10
 • સુરતની બે બહેનો સાથે દુષ્કર્મના આરોપો સાબિત થયા બાદ હવે નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલના બેરેક નંબર સી-6માં રાખવામાં આવ્યા છે. અને તેમનો કેદી નંબર 1750 છે. નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન નહીં મળે, પરંતુ જેલનું જ જમવાનું મળશે. આજીવન કેદની સજા મળ્યા બાદ નારાયણ સાંઈને નવી બેરેક અને નવો કેદી નંબર મળ્યો છે.

  સુરતની બે બહેનો સાથે દુષ્કર્મના આરોપો સાબિત થયા બાદ હવે નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલના બેરેક નંબર સી-6માં રાખવામાં આવ્યા છે. અને તેમનો કેદી નંબર 1750 છે. નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન નહીં મળે, પરંતુ જેલનું જ જમવાનું મળશે. આજીવન કેદની સજા મળ્યા બાદ નારાયણ સાંઈને નવી બેરેક અને નવો કેદી નંબર મળ્યો છે.

  5/10
 • આ ઉનાળો ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે. મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

  આ ઉનાળો ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે. મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

  6/10
 • નાણા મંત્રાલયે આ નાણાંકીય વર્ષમાં અર્થ વ્યવસ્થા સુસ્ત રહી શકે તેવું અનુમાન કર્યું છે. નાણા મંત્રાલયના માર્ચના માસિક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2018-19માં ભારતની અર્થવ્યવસ્થા થોડી ધીમી થઈ છે. આ મંદી માટે ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અને સુસ્ત નિકાસ જેવા કારણો જવાબદાર છે.

  નાણા મંત્રાલયે આ નાણાંકીય વર્ષમાં અર્થ વ્યવસ્થા સુસ્ત રહી શકે તેવું અનુમાન કર્યું છે. નાણા મંત્રાલયના માર્ચના માસિક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2018-19માં ભારતની અર્થવ્યવસ્થા થોડી ધીમી થઈ છે. આ મંદી માટે ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અને સુસ્ત નિકાસ જેવા કારણો જવાબદાર છે.

  7/10
 • અભિનેતા ઋષિ કપૂર કેન્સર સામેની જીતનો જંગ જીતી ગયા છે. શુક્રવારે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભગવાનની દયાથી હવે હું કેન્સર મુક્ત છું. ઋષિ કપૂર બોન મેરો ટ્રાન્સપ્લાંટ કરાવ્યા બાદ બે મહિના બાદ ભારત પાછા ફરશે.

  અભિનેતા ઋષિ કપૂર કેન્સર સામેની જીતનો જંગ જીતી ગયા છે. શુક્રવારે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભગવાનની દયાથી હવે હું કેન્સર મુક્ત છું. ઋષિ કપૂર બોન મેરો ટ્રાન્સપ્લાંટ કરાવ્યા બાદ બે મહિના બાદ ભારત પાછા ફરશે.

  8/10
 • એવેન્જર્સ એન્ડગેમે પહેલા અઠવાડિયામાં ધુઆંધાર કમાણી કરી છે. એક અઠવાડિયાના અંતે ફિલ્મ 260 કરોડનું કલેક્શન કરી લીધું છે. અને ગ્રૉસ કલેક્શનની જો વાત કરવામાં આવે તો તે 310 કરોડ છે. એવેન્જર્સ બોક્સ ઑફિસ પર સફળતાનો નવો અધ્યાય આલેખી રહી છે.

  એવેન્જર્સ એન્ડગેમે પહેલા અઠવાડિયામાં ધુઆંધાર કમાણી કરી છે. એક અઠવાડિયાના અંતે ફિલ્મ 260 કરોડનું કલેક્શન કરી લીધું છે. અને ગ્રૉસ કલેક્શનની જો વાત કરવામાં આવે તો તે 310 કરોડ છે. એવેન્જર્સ બોક્સ ઑફિસ પર સફળતાનો નવો અધ્યાય આલેખી રહી છે.

  9/10
 • બે વખતની ચેમ્પિયન કોલકાતા અને પંજાબ વચ્ચે આજે IPLમાં મરણિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. બંને માટે આજનો જંગ જીતવો જરૂરી છે. પ્લે-ઑફમાં સ્થાન મેળવવા માટે આ મેચ મહત્વની

  બે વખતની ચેમ્પિયન કોલકાતા અને પંજાબ વચ્ચે આજે IPLમાં મરણિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. બંને માટે આજનો જંગ જીતવો જરૂરી છે. પ્લે-ઑફમાં સ્થાન મેળવવા માટે આ મેચ મહત્વની

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK