વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: 29th May, 2019 14:59 IST | Sheetal Patel
 • બીમારી સામે લડી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અરૂણ જેટલીએ પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે. પત્રમાં અરૂણ જેટલીએ લખ્યું છે,'છેલ્લા 18 મહિનાથી બીમાર છું, મારી તબિયત ખરાબ છે. એટલે મને મંત્રીપદ આપવા પર વિચાર ન કરો.'

  બીમારી સામે લડી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અરૂણ જેટલીએ પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે. પત્રમાં અરૂણ જેટલીએ લખ્યું છે,'છેલ્લા 18 મહિનાથી બીમાર છું, મારી તબિયત ખરાબ છે. એટલે મને મંત્રીપદ આપવા પર વિચાર ન કરો.'

  1/11
 • આખરે મોદી મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા નવી કેબિનેટનો ફૉર્મ્યુલા તૈયાર થઈ ગયો છે. જે અમિત શાહ સાથે મળીને બનાવવામાં આવી છે. નવા મંત્રીમંડળના ગુરૂવારે આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહ પહેલા મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi) અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ(amit shah) વચ્ચે લાંબી બેઠક થઈ. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મંત્રીમંડળના ભવિષ્યના સ્વરૂપને લઈને આખી યોજના બનાવવામાં આવી છે. બુધવારે સાંજ સુધીમાં ભાવી મંત્રીઓને તેની જાણકારી આપી દેવામાં આવશે.

  આખરે મોદી મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા નવી કેબિનેટનો ફૉર્મ્યુલા તૈયાર થઈ ગયો છે. જે અમિત શાહ સાથે મળીને બનાવવામાં આવી છે. નવા મંત્રીમંડળના ગુરૂવારે આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહ પહેલા મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi) અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ(amit shah) વચ્ચે લાંબી બેઠક થઈ. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મંત્રીમંડળના ભવિષ્યના સ્વરૂપને લઈને આખી યોજના બનાવવામાં આવી છે. બુધવારે સાંજ સુધીમાં ભાવી મંત્રીઓને તેની જાણકારી આપી દેવામાં આવશે.

  2/11
 • વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા છે. મહેમાનો માટે હળવું જમવાનું અને નાસ્તો રાખવામાં આવશે. નાસ્તો શાકાહારી હશે. જેમાં સમોસા, રાજભોગથી લઈને લેમન ટાર્ટ હશે. જ્યારે ભોજન શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું હશે. તમામ ભોજન રાષ્ટ્રપતિના રસોડામાં જ બનાવવામાં આવશે.

  વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા છે. મહેમાનો માટે હળવું જમવાનું અને નાસ્તો રાખવામાં આવશે. નાસ્તો શાકાહારી હશે. જેમાં સમોસા, રાજભોગથી લઈને લેમન ટાર્ટ હશે. જ્યારે ભોજન શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું હશે. તમામ ભોજન રાષ્ટ્રપતિના રસોડામાં જ બનાવવામાં આવશે.

  3/11
 • ગરમીથી ત્રાસી ગયેલા લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ મુજબ આ વર્ષે કેરળમાં 6 જૂને વરસાદનું આગમન થશે. કેરળમાં વરસાદના આગમન બાદ જ ગુજરાતમાં ક્યારે વરસાદ શરૂ થશે તેનો અંદાજો લગાવી શકાશે.

  ગરમીથી ત્રાસી ગયેલા લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ મુજબ આ વર્ષે કેરળમાં 6 જૂને વરસાદનું આગમન થશે. કેરળમાં વરસાદના આગમન બાદ જ ગુજરાતમાં ક્યારે વરસાદ શરૂ થશે તેનો અંદાજો લગાવી શકાશે.

  4/11
 • લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને મળેલી પ્રચંડ જીત બાદ ટાઈમ મેગેઝિને યૂ-ટર્ન માર્યો છે. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવનારા ટાઈમ મેગેઝિનનો પોઈન્ટ ઓફ વ્યૂ હવે પરિણામો આવ્યા બાદ બદલાઈ ગયો છે. હવે ટાઈમે તેમને ભારતને જોડનારા સૌથી મોટા નેતા ગણાવ્યા છે.

  લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને મળેલી પ્રચંડ જીત બાદ ટાઈમ મેગેઝિને યૂ-ટર્ન માર્યો છે. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવનારા ટાઈમ મેગેઝિનનો પોઈન્ટ ઓફ વ્યૂ હવે પરિણામો આવ્યા બાદ બદલાઈ ગયો છે. હવે ટાઈમે તેમને ભારતને જોડનારા સૌથી મોટા નેતા ગણાવ્યા છે.

  5/11
 • લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીની જીતને સાઉથ સ્ટાર રજનીકાંતે પ્રચંડ જીત ગણાવી છે. આ સાથે જ રજનીકાંતે રાહુલ ગાંધીને રાજીનામું ન આપવાની સલાહ આપી છે. મીડિયા સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીની જીત એક વ્યક્તિની જીત હોય તો તે નરેન્દ્ર મોદી છે. આ જીત એક કરિશ્માઈ નેતાની જીત છે, પરંતુ કોન્ગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ રાજીનામું આપવું જોઈએ નહી તેમણે લડવું જોઈએ.

  લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીની જીતને સાઉથ સ્ટાર રજનીકાંતે પ્રચંડ જીત ગણાવી છે. આ સાથે જ રજનીકાંતે રાહુલ ગાંધીને રાજીનામું ન આપવાની સલાહ આપી છે. મીડિયા સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીની જીત એક વ્યક્તિની જીત હોય તો તે નરેન્દ્ર મોદી છે. આ જીત એક કરિશ્માઈ નેતાની જીત છે, પરંતુ કોન્ગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ રાજીનામું આપવું જોઈએ નહી તેમણે લડવું જોઈએ.

  6/11
 • જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેમાં એક આતંકી ઠાર થયો છે. ઘાટીમાંથી આતંકનો સફાયો કરવા માટેનો પ્રયાસ ચાલુ છે. સુરક્ષાદળો આતંકીઓનો સફાયો કરવાના મિશન પર લાગ્યા છે. જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેના મુહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો છે. હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. 

  જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેમાં એક આતંકી ઠાર થયો છે. ઘાટીમાંથી આતંકનો સફાયો કરવા માટેનો પ્રયાસ ચાલુ છે. સુરક્ષાદળો આતંકીઓનો સફાયો કરવાના મિશન પર લાગ્યા છે. જમ્મૂ-કશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જેના મુહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો છે. હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. 

  7/11
 • અમદાવાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. શહેરની શાળાઓને 10 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. સવારે વસ્ત્રાલમાં અને સાંજે એસ. જી. હાઈવે પર બે બેઠકો કરવામાં આવી. જેમાં શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા. જેમને શાળામાં ફાયર સેફ્ટી માટેના તમામ પગલાઓ લેવાનું કહેવામાં આવ્યું.

  અમદાવાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. શહેરની શાળાઓને 10 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. સવારે વસ્ત્રાલમાં અને સાંજે એસ. જી. હાઈવે પર બે બેઠકો કરવામાં આવી. જેમાં શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા. જેમને શાળામાં ફાયર સેફ્ટી માટેના તમામ પગલાઓ લેવાનું કહેવામાં આવ્યું.

  8/11
 • સસરા વીરૂના નિધન બાદ હવે કાજોલના માતાની તબિયન બગડી છે. તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અજય દેવગણ(ajay devgan)ના પિતા એટલે કે કાજોલ(kajol)ના સસરા વીરૂ દેવગણના નિધનથી દેવગણ પરિવાર હજુ બહાર નથી આવ્યો કે તેમની સામે વધુ એક પરેશાની આવી ગઈ છે. વીરૂ દેવગણના નિધન બાદ હવે કાજોલની માતા તનૂજા મુખર્જીની તબિયત બગડી છે. મંગળવારે કાજોલને મુંબઈના લીલાવતી હૉસ્પિટલની બહાર જોવા મળી હતી.

  સસરા વીરૂના નિધન બાદ હવે કાજોલના માતાની તબિયન બગડી છે. તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અજય દેવગણ(ajay devgan)ના પિતા એટલે કે કાજોલ(kajol)ના સસરા વીરૂ દેવગણના નિધનથી દેવગણ પરિવાર હજુ બહાર નથી આવ્યો કે તેમની સામે વધુ એક પરેશાની આવી ગઈ છે. વીરૂ દેવગણના નિધન બાદ હવે કાજોલની માતા તનૂજા મુખર્જીની તબિયત બગડી છે. મંગળવારે કાજોલને મુંબઈના લીલાવતી હૉસ્પિટલની બહાર જોવા મળી હતી.

  9/11
 • બોલીવુડની ગલીઓમાં અત્યારે પ્રેમની ખૂબ વાતો થઈ રહી છે. કારણ કે અનેક સિતારાઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ લિસ્ટમાં રણબીર કપૂર(ranbir kapoor) અને આલિયા ભટ્ટ(alia bhatt)નું નામ પણ જોડાઈ ગયું છે. બંનેને એકસાથે કારમાં સ્પોટ કરવામાં આવ્યો. ખાસ વાત એ છે કે, આ વખતે જ્યારે મીડિયાના કેમેરામેન તસવીરો લઈ રહ્યા હતા ત્યારે રણબીરની કારમાં બેઠેલી આલિયાએ પોતાનો ચહેરો છુપાવી લીધો.

  બોલીવુડની ગલીઓમાં અત્યારે પ્રેમની ખૂબ વાતો થઈ રહી છે. કારણ કે અનેક સિતારાઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ લિસ્ટમાં રણબીર કપૂર(ranbir kapoor) અને આલિયા ભટ્ટ(alia bhatt)નું નામ પણ જોડાઈ ગયું છે. બંનેને એકસાથે કારમાં સ્પોટ કરવામાં આવ્યો. ખાસ વાત એ છે કે, આ વખતે જ્યારે મીડિયાના કેમેરામેન તસવીરો લઈ રહ્યા હતા ત્યારે રણબીરની કારમાં બેઠેલી આલિયાએ પોતાનો ચહેરો છુપાવી લીધો.

  10/11
 • Bigg Boss 13ની તૈયારીઓ શરૂ થઈ ઘઈ છે. બિહગ બૉસ 13ને લઈને સતત સમાચાર આવી રહ્યા છે. જાણકારી મુજબ બિગ બૉસ 13ની શરૂઆત માધુરી દીક્ષિતના રિયલ્ટી શૉ ડાન્સ દિવાને 2 સમાપ્ત થતા થઈ જશે. સમાચાર મુજબ બિગ બૉસ 13ની શરૂઆત આ વર્ષે 29 સપ્ટેમ્બરથી થઈ જશે અને આ શૉ 12 જાન્યુઆરી 2020 સુધી ચાલશે.

  Bigg Boss 13ની તૈયારીઓ શરૂ થઈ ઘઈ છે. બિહગ બૉસ 13ને લઈને સતત સમાચાર આવી રહ્યા છે. જાણકારી મુજબ બિગ બૉસ 13ની શરૂઆત માધુરી દીક્ષિતના રિયલ્ટી શૉ ડાન્સ દિવાને 2 સમાપ્ત થતા થઈ જશે. સમાચાર મુજબ બિગ બૉસ 13ની શરૂઆત આ વર્ષે 29 સપ્ટેમ્બરથી થઈ જશે અને આ શૉ 12 જાન્યુઆરી 2020 સુધી ચાલશે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

First Published: 29th May, 2019 14:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK