વાંચો ત્રણ વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Published: May 02, 2019, 14:48 IST | Falguni Lakhani
 • ફૅની વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના કિનારે પહોંચવાની તૈયારીમાં છે. આ તોફાનની અસર ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડથી લઈને ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરી સુધી જોવા મળશે. ઓરિસ્સાને હાલ હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. કિનારા પાસે રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  ફૅની વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના કિનારે પહોંચવાની તૈયારીમાં છે. આ તોફાનની અસર ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડથી લઈને ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરી સુધી જોવા મળશે. ઓરિસ્સાને હાલ હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. કિનારા પાસે રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  1/10
 • મસૂદ અઝહર પર લાગેલા પ્રતિબંધને નાણામંત્રી અરૂણ જેટલીએ રાષ્ટ્રીય ગૌરવ ગણાવ્યું છે. સાથે તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા. જેટલીએ મસૂદ પરના પ્રતિબંધને વડાપ્રધાનની કૂટનૈતિક સફળતા ગણાવ્યો.

  મસૂદ અઝહર પર લાગેલા પ્રતિબંધને નાણામંત્રી અરૂણ જેટલીએ રાષ્ટ્રીય ગૌરવ ગણાવ્યું છે. સાથે તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા. જેટલીએ મસૂદ પરના પ્રતિબંધને વડાપ્રધાનની કૂટનૈતિક સફળતા ગણાવ્યો.

  2/10
 • હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં સાપ લઈને બેઠેલા દેખાઈ રહ્યા છે. પ્રિંયકા ગાંધી સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી મદારી પાસે પહોંચ્યા. પ્રિયંકાની આસપાસ લોકોનું ટોળુ એક્ઠું થઈ ગયું. પ્રિયંકા ગાંધીએ મદારી સાથે થોડીવાર વાતો કરી. અને જોત જોતમાં સાપને હાથમાં પણ ઉપાડ્યા.

  હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં સાપ લઈને બેઠેલા દેખાઈ રહ્યા છે. પ્રિંયકા ગાંધી સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી મદારી પાસે પહોંચ્યા. પ્રિયંકાની આસપાસ લોકોનું ટોળુ એક્ઠું થઈ ગયું. પ્રિયંકા ગાંધીએ મદારી સાથે થોડીવાર વાતો કરી. અને જોત જોતમાં સાપને હાથમાં પણ ઉપાડ્યા.

  3/10
 • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

  ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

  4/10
 • રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

  રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

  5/10
 • જો તમે લૉ ગાર્ડનની ખાઉ ગલીને મિસ કરી રહ્યા હોવ તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. આ દિવાળી સુધીમાં લૉ ગાર્ડનની ખાઉ ગલી નવા અંદાજમાં તૈયાર થઈ જશે, અને તે પણ સ્માર્ટ અવતારમાં.AMC કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરીને લૉ ગાર્ડનની નવી 'સ્માર્ટ' ખાઉ ગલીનો પ્લાન શેર કર્યો છે. લૉ ગાર્ડનની આર્ટિસ્ટ ઈમ્પ્રેશન શેર કરી છે. જેમાં જોવા મળે છે કે લૉ ગાર્ડનની ખાઉ ગલી કેવી દેખાશે.

  જો તમે લૉ ગાર્ડનની ખાઉ ગલીને મિસ કરી રહ્યા હોવ તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. આ દિવાળી સુધીમાં લૉ ગાર્ડનની ખાઉ ગલી નવા અંદાજમાં તૈયાર થઈ જશે, અને તે પણ સ્માર્ટ અવતારમાં.AMC કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરીને લૉ ગાર્ડનની નવી 'સ્માર્ટ' ખાઉ ગલીનો પ્લાન શેર કર્યો છે. લૉ ગાર્ડનની આર્ટિસ્ટ ઈમ્પ્રેશન શેર કરી છે. જેમાં જોવા મળે છે કે લૉ ગાર્ડનની ખાઉ ગલી કેવી દેખાશે.

  6/10
 • વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. એમ.એસ. યુનિવર્સિટી મોટા ભાગે પોલિટીક્સને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે બુધવારે આ એમ.એસ. યુનિવર્સિટી ફરી ચર્ચાના ચકડોળે ચળી હતી. જ્યા વિજિલન્સની ટીમ અને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કરવામાં આવ્યું હતું.

  વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. એમ.એસ. યુનિવર્સિટી મોટા ભાગે પોલિટીક્સને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે બુધવારે આ એમ.એસ. યુનિવર્સિટી ફરી ચર્ચાના ચકડોળે ચળી હતી. જ્યા વિજિલન્સની ટીમ અને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કરવામાં આવ્યું હતું.

  7/10
 • હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ જાણે ભારતીય બોક્સ ઑફિસ પર તમામ રેકોર્ડ્સ તોડવાનું મન બનાવી લીધું છે. ફિલ્મે સતત છઠ્ઠા દિવસે પણ સારી કમાણી કરતા 244 કરોડ સુધી કલેક્શન પહોંચાડી દીધું છે.

  હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ જાણે ભારતીય બોક્સ ઑફિસ પર તમામ રેકોર્ડ્સ તોડવાનું મન બનાવી લીધું છે. ફિલ્મે સતત છઠ્ઠા દિવસે પણ સારી કમાણી કરતા 244 કરોડ સુધી કલેક્શન પહોંચાડી દીધું છે.

  8/10
 • ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર વન'ની રીમેકની ચર્ચા ઘણા દિવસોથી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરૂણ ધવન લીડ રોલમાં છે. અને હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

  ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર વન'ની રીમેકની ચર્ચા ઘણા દિવસોથી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરૂણ ધવન લીડ રોલમાં છે. અને હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

  9/10
 • મુકેશ અંબાણીની માલિકીની મુંબઈની ટીમને ધુરંધર બૅટ્સમૅન ડેવિડ વૉર્નર વગરની હૈદરાબાદની ટીમને આજે વાનખેડે સ્ટેડિયમમાં હરાવવા માટે ખાસ કોઈ મુશ્કેલી નડવી ન જોઈએ. જો મુંબઈ આજની મૅચ જીતશે તો એ પ્લે-ઑફમાં પહોંચી જશે અને હૈદરાબાદ જીતશે તો ત્રીજા ક્રમે પહોંચી જશે. મુંબઈ માટે આજની મૅચ ખૂબ મહત્વની છે, કારણ કે અત્યારે એ મજબૂત પૉઝિશનમાં છે અને જો મૅચ હાર્યું તો ચોથા ક્રમની રસાકસીમાં બીજી ટીમો સાથે હરીફાઈ કરવી પડશે. મુંબઈએ હાલમાં ચેન્નઈને ૧૭.૪ ઓવરમાં ૧૦૯ રનમાં ઑલઆઉટ કરીને ૪૬ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. બોલરો ગજબના ફૉર્મમાં છે. મલિન્ગા, પંડ્યા બ્રધર્સ, બુમરાહ દરેક જણે ચેન્નઈ સામે પોતાનું બેસ્ટ પર્ફોર્મ કર્યું હતું.

  મુકેશ અંબાણીની માલિકીની મુંબઈની ટીમને ધુરંધર બૅટ્સમૅન ડેવિડ વૉર્નર વગરની હૈદરાબાદની ટીમને આજે વાનખેડે સ્ટેડિયમમાં હરાવવા માટે ખાસ કોઈ મુશ્કેલી નડવી ન જોઈએ. જો મુંબઈ આજની મૅચ જીતશે તો એ પ્લે-ઑફમાં પહોંચી જશે અને હૈદરાબાદ જીતશે તો ત્રીજા ક્રમે પહોંચી જશે. મુંબઈ માટે આજની મૅચ ખૂબ મહત્વની છે, કારણ કે અત્યારે એ મજબૂત પૉઝિશનમાં છે અને જો મૅચ હાર્યું તો ચોથા ક્રમની રસાકસીમાં બીજી ટીમો સાથે હરીફાઈ કરવી પડશે. મુંબઈએ હાલમાં ચેન્નઈને ૧૭.૪ ઓવરમાં ૧૦૯ રનમાં ઑલઆઉટ કરીને ૪૬ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. બોલરો ગજબના ફૉર્મમાં છે. મલિન્ગા, પંડ્યા બ્રધર્સ, બુમરાહ દરેક જણે ચેન્નઈ સામે પોતાનું બેસ્ટ પર્ફોર્મ કર્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો બપોરના ત્રણ વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર. એક જ ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK