વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: Jun 01, 2019, 14:50 IST | Sheetal Patel
 • કોંગ્રેસના નવા ચુંટાયેલા સાંસદોની પહેલી બેઠકમાં શુક્રવારે સોનિયા ગાંધી(sonia gandhi)ને સંસદીય દળના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે રાહુલ ગાંધી(rahul gandhi) કહી ચુક્યા છે કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતા. બીજી વાર સંસદીય દળના નેતા ચુંટાયા બાદ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના પક્ષમાં મતદાન કરનારા લોકોને ધન્યવાદ કર્યો.

  કોંગ્રેસના નવા ચુંટાયેલા સાંસદોની પહેલી બેઠકમાં શુક્રવારે સોનિયા ગાંધી(sonia gandhi)ને સંસદીય દળના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે રાહુલ ગાંધી(rahul gandhi) કહી ચુક્યા છે કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતા. બીજી વાર સંસદીય દળના નેતા ચુંટાયા બાદ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના પક્ષમાં મતદાન કરનારા લોકોને ધન્યવાદ કર્યો.

  1/10
 • રક્ષા મંત્રી રાજનાથ સિંહે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. તે દરમિયાન એમની સાથે રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક પણ હાજર રહ્યા. તે દરમિયાન રાજનાથ સિંહે રક્ષા મંત્રાલયના ઑફિસરો અને ત્રણ સેનાના પ્રમુખો સાથે પહેલી બેઠક કરી. રક્ષા મંત્રાલયનો ચાર્જ સંભળવાથી પહેલા રાજનાથ સિંહ નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા. નેશનલ વૉર મેમોરિયલમાં રાજનાથ સિંહે જવાનોને નમન કર્યું. 

  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. તે દરમિયાન એમની સાથે રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક પણ હાજર રહ્યા. તે દરમિયાન રાજનાથ સિંહે રક્ષા મંત્રાલયના ઑફિસરો અને ત્રણ સેનાના પ્રમુખો સાથે પહેલી બેઠક કરી. રક્ષા મંત્રાલયનો ચાર્જ સંભળવાથી પહેલા રાજનાથ સિંહ નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા. નેશનલ વૉર મેમોરિયલમાં રાજનાથ સિંહે જવાનોને નમન કર્યું. 

  2/10
 • ગુજરાતના એશિયાઈ સિંહોની ડણક હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સાંભળવા મળશે. સિંહોને ત્યાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત હવે ગુજરાતથી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એશિયાટિક લાયન મોકલવામાં આવશે. જેના બદલામાં ગુજરાતને હિપોપોટેમ, રીંછ અને વ્હાઈટ બેંગોલ ટાઈગર જેવા જાનવરો મળશે.

  ગુજરાતના એશિયાઈ સિંહોની ડણક હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સાંભળવા મળશે. સિંહોને ત્યાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત હવે ગુજરાતથી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એશિયાટિક લાયન મોકલવામાં આવશે. જેના બદલામાં ગુજરાતને હિપોપોટેમ, રીંછ અને વ્હાઈટ બેંગોલ ટાઈગર જેવા જાનવરો મળશે.

  3/10
 • સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં આગ લાગવાની ઘટનામાં પીડિતના પિતા હાઈકોર્ટ પહોંચ્યા છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના મૃતકોમાંથી એકના પિતા જયસુખલાલ ગજેરાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે શુક્રવારે હાઈકોર્ટમાં સુરત મહનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ખાસ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી કાયદાકીય પગલા લેવાની માંગ કરી છે. જેના પર આવતા અઠવાડિયે સુનાવણી થાય તેવી શક્યતાઓ છે.

  સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં આગ લાગવાની ઘટનામાં પીડિતના પિતા હાઈકોર્ટ પહોંચ્યા છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના મૃતકોમાંથી એકના પિતા જયસુખલાલ ગજેરાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે શુક્રવારે હાઈકોર્ટમાં સુરત મહનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ખાસ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી કાયદાકીય પગલા લેવાની માંગ કરી છે. જેના પર આવતા અઠવાડિયે સુનાવણી થાય તેવી શક્યતાઓ છે.

  4/10
 • રાજ્યભરમાં લોકો ગરમીથી તપી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ઑરેન્જ અલર્ટ યથાવત રહેશે. તો ત્રીજા દિવસે યલો અલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ માટે આ વાતાવરણ પૉઝિટિવ હોવાનું હવામાન વિભાગનું માનવું છે.

  રાજ્યભરમાં લોકો ગરમીથી તપી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ઑરેન્જ અલર્ટ યથાવત રહેશે. તો ત્રીજા દિવસે યલો અલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ માટે આ વાતાવરણ પૉઝિટિવ હોવાનું હવામાન વિભાગનું માનવું છે.

  5/10
 • પોતાના જમાનાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક અને જાણીતા અભિનેતા સુનીલ દત્તની પત્ની નરગિસનો આજે પહેલી જૂને જન્મદિવસ છે. નરગિસે પોતાના અભિનય દ્વારા દર્શકોના દીલ પર રાજ કર્યું અને સિનેમાને પણ એવી ઊંચાઇએ પહોંચાડ્યું કે આજે પણ તેને આ કારણે યાદ કરવામાં આવે છે. નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા પણ રાજ કપૂર સાથે તેની નિકટતા તે સમયે પણ ચર્ચામાં હતી. પણ જ્યારે સુનીલ દત્તે પોતાની પરવાહ કર્યા વગર નરગિસને બચાવી ત્યારે નરગિસને અનુભવ થયો કે સુનીલ જ તેના જીવનસાથી છે. માર્ચ 1958માં નરગિસ દત્ત અને સુનીલ દત્તે લગ્ન કર્યા હતા. બન્નેને ત્રણ બાળકો સંજય, પ્રિયા અને નમ્રતા છે.

  પોતાના જમાનાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક અને જાણીતા અભિનેતા સુનીલ દત્તની પત્ની નરગિસનો આજે પહેલી જૂને જન્મદિવસ છે. નરગિસે પોતાના અભિનય દ્વારા દર્શકોના દીલ પર રાજ કર્યું અને સિનેમાને પણ એવી ઊંચાઇએ પહોંચાડ્યું કે આજે પણ તેને આ કારણે યાદ કરવામાં આવે છે. નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા પણ રાજ કપૂર સાથે તેની નિકટતા તે સમયે પણ ચર્ચામાં હતી. પણ જ્યારે સુનીલ દત્તે પોતાની પરવાહ કર્યા વગર નરગિસને બચાવી ત્યારે નરગિસને અનુભવ થયો કે સુનીલ જ તેના જીવનસાથી છે. માર્ચ 1958માં નરગિસ દત્ત અને સુનીલ દત્તે લગ્ન કર્યા હતા. બન્નેને ત્રણ બાળકો સંજય, પ્રિયા અને નમ્રતા છે.

  6/10
 • અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી ટીવી એક્ટ્રેસ મૌની રૉય હાલ વિવાદમાં છે. મૌની, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'બોલે ચૂડિયા'માં નજર આવવાની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે મૌનીને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મમા પ્રોડ્યૂસર રાજેશ ભાટિયાએ એના પર અનપ્રોફેશનલ થવાનો આરોપ લગાવ્યો છે.

  અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી ટીવી એક્ટ્રેસ મૌની રૉય હાલ વિવાદમાં છે. મૌની, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'બોલે ચૂડિયા'માં નજર આવવાની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે મૌનીને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મમા પ્રોડ્યૂસર રાજેશ ભાટિયાએ એના પર અનપ્રોફેશનલ થવાનો આરોપ લગાવ્યો છે.

  7/10
 • સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ભારત ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જો વાત કરીએ પહેલા દિવસના કલેક્શનની તો અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ 30 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.

  સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ભારત ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જો વાત કરીએ પહેલા દિવસના કલેક્શનની તો અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ 30 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.

  8/10
 • 2015ના વર્લ્ડ કપની રનર્સ-અપ ન્યુ ઝીલૅન્ડની ટીમ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં ખરાબ ફૉર્મ અને અન્ય વિવાદનો સામનો કરી રહેલી શ્રીલંકાની ટીમ સામે મુકાબલો કરશે. શ્રીલંકાએ વર્લ્ડ કપની તૈયારી માટે ગયા મહિને સ્કોટલૅન્ડ સામે બે વન-ડેની સિરીઝ રમી હતી જેમાં પહેલી મૅચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી મૅચમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 322 રન બનાવીને 35 રનથી વિજય મેળવ્યો હતો.

  2015ના વર્લ્ડ કપની રનર્સ-અપ ન્યુ ઝીલૅન્ડની ટીમ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં ખરાબ ફૉર્મ અને અન્ય વિવાદનો સામનો કરી રહેલી શ્રીલંકાની ટીમ સામે મુકાબલો કરશે. શ્રીલંકાએ વર્લ્ડ કપની તૈયારી માટે ગયા મહિને સ્કોટલૅન્ડ સામે બે વન-ડેની સિરીઝ રમી હતી જેમાં પહેલી મૅચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી મૅચમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 322 રન બનાવીને 35 રનથી વિજય મેળવ્યો હતો.

  9/10
 • ચીનના એક પગલાંથી અમેરિકાની વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ચીને અમેરિકાના સામાનો પર લાગનારો ટેરિફ વધારી દીધો છે. જણાવી દઈએ કે ચીન અવિશ્વસનીય વિદેશી કંપીઓને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીમાં છે. વિશ્લેષકોનું માનવું છે તે એની પાછળને હેતુ હુવેઈ પર પ્રતિબંધ લાગનારા અમેરિકા અને વિદેશી ફર્મોને દંડ આપવાનો છે. 

  ચીનના એક પગલાંથી અમેરિકાની વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ચીને અમેરિકાના સામાનો પર લાગનારો ટેરિફ વધારી દીધો છે. જણાવી દઈએ કે ચીન અવિશ્વસનીય વિદેશી કંપીઓને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીમાં છે. વિશ્લેષકોનું માનવું છે તે એની પાછળને હેતુ હુવેઈ પર પ્રતિબંધ લાગનારા અમેરિકા અને વિદેશી ફર્મોને દંડ આપવાનો છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK