રમેશ પારેખઃ છ અક્ષરનું એવું નામ જેમાં લય,લાગણી અને છંદનું બ્રહ્માંડ આજે ય પડઘાય
Updated: 27th November, 2020 19:13 IST | Chirantana Bhatt
સંજય વૈદ્યે રમેશ પારેખને કૅમેરાના કચકડે કંડાર્યા અને સર્જકોની સિરીઝમાં તેમને ઇમોશન્સના બિરૂદ સાથે વર્ણવ્યા. તેમણે ફરી એકવાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના ખજાનામાંથી રમેશ પારેખની કેટલીક તસવીરો અને તેમને મળ્યાનો તથા ત્યાર પછી અચાનક જ તેમની વિદાયથી તેમને ગુમાવવાનો જે અનુભવ ટાંક્યો હતો તે પણ શૅર કર્યો છે. (તસવીર સંજય વૈદ્ય)
1/14
"એક સાંજે ગુજરાતી પાટનગર ગાંધીનગરની ટાઉનહોલની હળિયારી લોન, સાંજના ઢળતા સૂર્યના પ્રકાશથી જ વધુ લીલી છમ્મ લાગતી હતી તેમ નહોતું...લીલા છમ્મ વ્યક્તિત્વની હારી માત્રથી તૃણથી વૃક્ષ સુધી આખુંય ઉપવન હિલોળે ચઢ્યું'તું !" સંજય વૈદ્યના શબ્દો રમેશ પારેખ વિશે કંઇક આવું કહે છે અને પછી તે લખે છે કે, "જેની પાણીદાર આંખો કૅમેરાના લેન્સના લેન્સને અને લૅન્સમેનને આરપાર ઘાયલ કરી રહી હતી." (તસવીર સંજય વૈદ્ય)
2/14
સંજય વૈદ્યના શબ્દોમાં રઇસી એ રમેશ પારેખની કવિતાનો મિજાજ હતો. કવિતા તેમના માટે આરાધના હતી અને આબોદાના પણ હતી. શબ્દને એક ઉષ્ણતામાન આપ્યું રમેશ પારેખે. (તસવીર સંજય વૈદ્ય)
3/14
રમેશ પારેખે કવિતા સર્જન શરૂ કર્યું અને ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે ગુજરાતી કાવ્યપ્રેમીઓ પર છવાયા અને તેમની કવિતાયાત્રાને કોઇની ય સાડાબારી ન રહી. સંજય વૈદ્ય લખે છે કે ર.પા. એક હ્રદયનું નામ છે. એમના વિશે બધાએ બધું જ કહ્યું છે અને લાગે છે કે બધું કહી શકાયું નથી. વાવાઝોડું પી ગયેલા કવિ રમેશ પારેખના નિતાંત મૌનનાં મખમલી ક્લોઝપ્સ એટલે 'ઇમોશન્સ'. (તસવીર અને શબ્દ પ્રેરણા સંજય વૈદ્ય)
4/14
તેમના કુટુંબમાં કોઈ સાહિત્યકાર નહોતું થયું પણ તેમના મોટાભાઈ ભાવનગરની કોલેજમાં બે વર્ષ ભણ્યા,ત્યારે હરીન્દ્ર દવે તેમના સિનિયર હતા. રમેશ પારેખ પોતે કાન્તના કાવ્યોથી પ્રભાવિત થઇ કાવ્ય રચનાઓના છંદે ચઢ્યા. (તસવીરઃ રમેશ પારેખના નામનું ફેસબુક પેજ)
5/14
આહ્લલાદકતા શ્વાસમાં ભરી દે તેવી રચનાઓ કરનારા રમેશ પારેખે ૧૯૫૮ મા જીલ્લા પંચાયતમાં નોકરી સ્વીકારી. ઈશ્વર પેટલીકર ની નવલકથા, ‘ તરણા ઓથે ડુંગર” વાંચીને પ્રભાવિત થયેલા રમેશ પારેખે 1962 સુધી તો વાર્તાઓ લખી. તેમને પોતાની જ કવિતાઓથી સંતોષ નહોતો તો જાહેર ન કરતા પણ અનીલ જોશી સાથેની મૈત્રીએ આપણને ર.પામાંના કવિની ઓળખ ખિલી અને ખૂલીને ભેટમાં આપી. (તસવીર ચિરંતના ભટ્ટ)
6/14
છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં રમેશ પારેખે પોતાની કુશળતાના ભાવ રેડ્યા. (તસવીર: મિડ ડે ફોટોગ્રાફર) માણસનાં મન અને મેળાને રમેશ પારેખના આ શબ્દો જેટલો ન્યાય આપે છે તેટલો જવલ્લે જ કોઇએ આપ્યો હશે.
7/14
હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે.
8/14
શબ્દોમાં શ્વાસ પુરનારા આ એ જ કવિ છે જેણે આપણા બાળપણમાં આ ગીત પૂર્યું હતું, "હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં, લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં." (તસવીર ચિરંતના ભટ્ટ)
9/14
હ્રદય સોંસરવી ઉતરી જાય તેવી રચનાઓ કરનારા રમેશ પારેખના આયામો કળવા આસાન નથી. જેને કવિતાનો મિજાજ કહેવો પડે તેવા આ સર્જકે શબ્દો રમાડ્યા નથી પણ જીવાડ્યાં છે. (તસવીર ચિરંતના ભટ્ટ)
10/14
કશાકથી છૂટા પડ્યા પછીની વેદના હોય કે પછી લોક બોલીના લહેકા હોય બધું જ ર.પા.ની કવિતાઓમાં રણક્યું છે. (તસવીર ચિરંતના ભટ્ટ)
ભાવનાઓથી તરબતર કવિતાઓમાં વાસ્તવિકતા પણ આંખે ઉડીને વળગે એવું સર્જન એટલે ર.પા.નું સર્જન. (તસવીર ચિરંતના ભટ્ટ)
13/14
આ લખનારને એકવાર રમેશ પારેખને મળવાનો મોકો મળ્યો ત્યારે તેમણે કવિ મિજાજનો પરિચય આપતા કહ્યું કે શું પુછશો, શું વાત કરીશું. ત્યારે મેં એક જ સવાલ કર્યો હતો કે, "તમે રમેશ પારેખને ઓળખો છો?" આ એક સવાલ સાંભળીને એ કવિતાથી તરબતર આંખો હસી પડી હતી અને તેમણે મને કહ્યું કે, "સાવ નકામો માણસ છે, ચાલો બીજા વાત કરીએ" અને પછી એ ચર્ચા લાંબી ચાલી હતી. આ હતા રમેશ પારેખ. કવિ તમે સદેહે હોત તો તમારી કવિતાઓ જીવવાની મોજ કંઇ અલગ જ હોત. (તસવીર ચિરંતના ભટ્ટ)
14/14
ફોટોઝ વિશે
ગુજરાતી કવિતાઓમાં જેને રસ હોય તે રમેશ પારેખને ટાંક્યા વિના વાત કરી શકે તો જ નવાઇ.. 27 નવેમ્બર 1940ના રોજ અમરેલીમાં રમેશ પારેખનો જન્મ થયો હતો. કવિતાના આ પૌરૂષી રૂપને વધુ જાણીએ, જોઇએ તેમની કેટલીક દુર્લભ તસવીરો, વાંચીએ તેમની રચનાઓ..
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK