રાજકોટઃધોળકિયા સ્કૂલમાં ફી વધારાને લઈ વાલીઓનો હોબાળો, જુઓ ફોટોઝ

Apr 10, 2019, 19:51 IST
  • મોરબી રોડ પર આવેલી કે.કે. ધોળકિયા સ્કૂલના સંચાલકોએ ફીમાં જોરદાર વધારો કરી દેતાં તેના વિરોધમાં આજે વિધાર્થીઓ, વાલીઓ અને એનએસયુઆઈના આગેવાનો–કાર્યકરો મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચી ગયા હતા.

    મોરબી રોડ પર આવેલી કે.કે. ધોળકિયા સ્કૂલના સંચાલકોએ ફીમાં જોરદાર વધારો કરી દેતાં તેના વિરોધમાં આજે વિધાર્થીઓ, વાલીઓ અને એનએસયુઆઈના આગેવાનો–કાર્યકરો મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચી ગયા હતા.

    1/7
  • શાળા સંચાલકોનું વલણ અકકડ રહેતા વાલીઓ રોષે ભરાયા હતા અને ખુરશીઓની ફેંકાફેંકી કરી રામધૂન બોલાવતાં ભારે ધમાચકડી મચી જવા પામી હતી.

    શાળા સંચાલકોનું વલણ અકકડ રહેતા વાલીઓ રોષે ભરાયા હતા અને ખુરશીઓની ફેંકાફેંકી કરી રામધૂન બોલાવતાં ભારે ધમાચકડી મચી જવા પામી હતી.

    2/7
  • રાજકોટમાં બુધવારે બપોરે 12:15 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની બહાર આવતી વિગતો મુજબ ધોળકિયા સ્કૂલના સંચાલકોએ કરેલી ફીના વિરોધમાં ૧૦૦ જેટલા વાલીઓનું ટોળું શાળાએ પહોંચ્યું હતું.

    રાજકોટમાં બુધવારે બપોરે 12:15 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની બહાર આવતી વિગતો મુજબ ધોળકિયા સ્કૂલના સંચાલકોએ કરેલી ફીના વિરોધમાં ૧૦૦ જેટલા વાલીઓનું ટોળું શાળાએ પહોંચ્યું હતું.

    3/7
  • વિધાર્થીઓ અને વાલીઓના ટોળાની સાથોસાથ એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો પણ પહોંચી ગયા હતા. શાળા સંચાલકોએ ટોળાના બદલે પાંચ–પાંચ વ્યકિતઓને અંદર આવવા માટે બોલાવ્યા હતા. પરંતુ ચર્ચાના બદલે ધમાચકડી વધુ થવા પામી હતી. 

    વિધાર્થીઓ અને વાલીઓના ટોળાની સાથોસાથ એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો પણ પહોંચી ગયા હતા. શાળા સંચાલકોએ ટોળાના બદલે પાંચ–પાંચ વ્યકિતઓને અંદર આવવા માટે બોલાવ્યા હતા. પરંતુ ચર્ચાના બદલે ધમાચકડી વધુ થવા પામી હતી. 

    4/7
  • એનએસયુઆઈના અને વાલીઓના જણાવ્યા મુજબ આ સ્કૂલમાં વિધાર્થીઓને ભણાવવા માટે કવોલિફાઈડ સ્ટાફ નથી. પાકિગ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તો બ્લોક થઈ જાય છે. આ બાબતે જો તાત્કાલીક યોગ્ય કરવામાં નહીં આવે તો અને ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

    એનએસયુઆઈના અને વાલીઓના જણાવ્યા મુજબ આ સ્કૂલમાં વિધાર્થીઓને ભણાવવા માટે કવોલિફાઈડ સ્ટાફ નથી. પાકિગ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તો બ્લોક થઈ જાય છે. આ બાબતે જો તાત્કાલીક યોગ્ય કરવામાં નહીં આવે તો અને ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

    5/7
  • આજે શાળા સંચાલકો સમક્ષ એનએસયુઆઈના સૂરજ ડેર, રોહિત રાજપૂત, અભિ તલાટિયા, માનવ સોલંકી, મોહિત ડવ સહિતના વિધાર્થી, આગેવાનો જોડાયા હતા.

    આજે શાળા સંચાલકો સમક્ષ એનએસયુઆઈના સૂરજ ડેર, રોહિત રાજપૂત, અભિ તલાટિયા, માનવ સોલંકી, મોહિત ડવ સહિતના વિધાર્થી, આગેવાનો જોડાયા હતા.

    6/7
  • ઉલ્લેખનીય છે કે સ્કુલમાં ફી વધારાનો મામલો રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ, સુરત સહીતના શહેરોમાં પણ ઉગ્ર બન્યો છે. ત્યારે વિધાર્થીઓ અને વાલીઓની ચીંતામાં વધારો થયો છે.

    ઉલ્લેખનીય છે કે સ્કુલમાં ફી વધારાનો મામલો રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ, સુરત સહીતના શહેરોમાં પણ ઉગ્ર બન્યો છે. ત્યારે વિધાર્થીઓ અને વાલીઓની ચીંતામાં વધારો થયો છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ફી વધારા મામલે રાજકોટમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ફી વધારાના વિરોધમાં વાલીઓએ NSUIના નેતાઓની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.. (તસવીર સૌજન્યઃ બિપીન ટંકારિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK