લોકસભા ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર જીતનો ઉત્સવ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પણ 2014ની જેમ તમામ 26 સીટો પર જીત મેળવી દેખાઈ રહી છે ત્યારે રાજકોટના એક સીએનજી પંપના માલિકે એનોખી ઉજવણી કરી હતી. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ભવ્ય વિજયના ભાગ રૂપે શહેરમાં સવારે 11 થી રાત્રીના 11 વાગ્યા સુધી ઓટો રિક્ષા ચાલકોને ફ્રિમાં CNG આપ્યું હતું. રાજકોટ પેટ્રોલ ડિલર એસોસિએશનના પ્રમુખે આ અનોખી ઉજવણી રાજકોટ શહેરમાં કરી હતી.