હાર્દિક પટેલ-કિંજલ થયા એકબીજાના, જુઓ લગ્નના ફોટોઝ

Jan 27, 2019, 15:56 IST
 • પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે તેની બાળપણની સાથી કિંજલ પરીખ સાથે પરણી ગયો છે. ગુજરાતના દિગસરમાં બંનેએ નિકટના સગાઓની હાજરીમાં સાત ફેરા લીધા. 

  પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે તેની બાળપણની સાથી કિંજલ પરીખ સાથે પરણી ગયો છે. ગુજરાતના દિગસરમાં બંનેએ નિકટના સગાઓની હાજરીમાં સાત ફેરા લીધા. 

  1/7
 • વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો. જ્યાં આજે અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાઈ ગઈ.

  વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો. જ્યાં આજે અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાઈ ગઈ.

  2/7
 • હાર્દિક અને કિંજલના હસ્તમેળાપ લાભ અને અમ્રત ચોઘડિયામાં થયા. સવારે 9થી 12ની વચ્ચે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે પરંપરા મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી અને હાર્દિકના સાસુ દ્વારા હાર્દિકનું નાક ખેંચવામાં આવ્યું હતું.

  હાર્દિક અને કિંજલના હસ્તમેળાપ લાભ અને અમ્રત ચોઘડિયામાં થયા. સવારે 9થી 12ની વચ્ચે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે પરંપરા મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી અને હાર્દિકના સાસુ દ્વારા હાર્દિકનું નાક ખેંચવામાં આવ્યું હતું.

  3/7
 • કિંજલ પહેલેથી જ હાર્દિકના ઘરે આવતી જાતી રહી છે. તે હાર્દિકની બહેન મોનિકા સાથે ભણતી હતી. કિંજલનો પરિવાર મૂળ સુરતનો છે, પરંતુ તેઓ વર્ષો પહેલા વિરમગામ આવી ગયા હતા. હાર્દિક અને કિંજલની દોસ્તી જોઈને સૌને લાગ્યું કે બંનેની જોડી જામશે.

  કિંજલ પહેલેથી જ હાર્દિકના ઘરે આવતી જાતી રહી છે. તે હાર્દિકની બહેન મોનિકા સાથે ભણતી હતી. કિંજલનો પરિવાર મૂળ સુરતનો છે, પરંતુ તેઓ વર્ષો પહેલા વિરમગામ આવી ગયા હતા. હાર્દિક અને કિંજલની દોસ્તી જોઈને સૌને લાગ્યું કે બંનેની જોડી જામશે.

  4/7
 • માર્ચ 2016માં જ્યારે હાર્દિક સુરત જેલમાં હતો ત્યારે કિંજલ સાથે તેમની સગાઈની જાહેરાત થઈ હતી. હાર્દિક અને અન્ય ચાર સામે ત્યારે રાજદ્રોહના આરોપમાં કાર્રવાઈ ચાલી રહી હતી. કિંજલે કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને હાલ ગાંધીનગરથી LLB કરી રહી છે.

  માર્ચ 2016માં જ્યારે હાર્દિક સુરત જેલમાં હતો ત્યારે કિંજલ સાથે તેમની સગાઈની જાહેરાત થઈ હતી. હાર્દિક અને અન્ય ચાર સામે ત્યારે રાજદ્રોહના આરોપમાં કાર્રવાઈ ચાલી રહી હતી. કિંજલે કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને હાલ ગાંધીનગરથી LLB કરી રહી છે.

  5/7
 • લગ્નની આગલી રાત્રે હાર્દિકના ઘરે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારના લોકો રાસ-ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. પોતાના લગ્નના રાસ-ગરબામાં હાર્દિક પટેલ આનંદપૂર્વ ગરબે રમ્યો હતો.

  લગ્નની આગલી રાત્રે હાર્દિકના ઘરે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારના લોકો રાસ-ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. પોતાના લગ્નના રાસ-ગરબામાં હાર્દિક પટેલ આનંદપૂર્વ ગરબે રમ્યો હતો.

  6/7
 • દિગસરમાં લગ્નવિધિના આગલા દિવસે વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે માંડવો રોપાયો હતો. બે દિવસ ચાલેલા લગ્ન પ્રસંગનો આજે બીજો દિવસ હતો. 

  દિગસરમાં લગ્નવિધિના આગલા દિવસે વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે માંડવો રોપાયો હતો. બે દિવસ ચાલેલા લગ્ન પ્રસંગનો આજે બીજો દિવસ હતો. 

  7/7
 • loading...

ફોટોઝ વિશે

પાટીદાર નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યો છે. બાળપણની મિત્ર કિંજલ સાથે આજે હાર્દિક પટેલે વતન દિગસરમાં પ્રભુતામાં પગલા પાડ્યા. ફોટોઝમાં જુઓ કેવો હતો હાર્દિકના લગ્નનો પ્રસંગ ? (તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK