IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી

Published: May 15, 2019, 12:47 IST | Bhavin
  • મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલ 2019ની ટ્રોફી લઈને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે રસાકસીભરી ફાઈનલમાં ચેન્નાઈને 1 વિકેટે હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી હતી.

    મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલ 2019ની ટ્રોફી લઈને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે રસાકસીભરી ફાઈનલમાં ચેન્નાઈને 1 વિકેટે હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી હતી.

    1/11
  • ટુર્નામેન્ટ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનું સિટીમાં જોરદાર સ્વાગત થયું હતું. ઓપન બસમાં ખેલાડીઓની ટૂર કરવામાં આવી હતી. તો નીતા અંબાણીએ આઈપીએલની ટ્રોફીને એન્ટિલિયામાં રાધાકૃષ્ણના મંદિરમાં પણ અર્પણ કરી હતી. 

    ટુર્નામેન્ટ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનું સિટીમાં જોરદાર સ્વાગત થયું હતું. ઓપન બસમાં ખેલાડીઓની ટૂર કરવામાં આવી હતી. તો નીતા અંબાણીએ આઈપીએલની ટ્રોફીને એન્ટિલિયામાં રાધાકૃષ્ણના મંદિરમાં પણ અર્પણ કરી હતી. 

    2/11
  • આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં નીતા અંબાણી પ્રાર્થના રૂમમાં ટ્રોફી લઈ જતા દેખાયા હતા. ટ્રોફીને ભગવાન સાથે મૂકીને તેઓ જય શ્રી ક્રિષ્ના બોલી રહ્યા હતા.

    આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં નીતા અંબાણી પ્રાર્થના રૂમમાં ટ્રોફી લઈ જતા દેખાયા હતા. ટ્રોફીને ભગવાન સાથે મૂકીને તેઓ જય શ્રી ક્રિષ્ના બોલી રહ્યા હતા.

    3/11
  • મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પોતાન ખેલાડીઓને પરિવારની જેમ જ રાખવા માટે જાણીતા છે.

    મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પોતાન ખેલાડીઓને પરિવારની જેમ જ રાખવા માટે જાણીતા છે.

    4/11
  • મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ટીમના માલિક નીતા અંબાણીએ પુત્ર આકાશ અંબાણીને મધર્સ ડેની ખાસ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ કહ્યું હતું.

    મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ટીમના માલિક નીતા અંબાણીએ પુત્ર આકાશ અંબાણીને મધર્સ ડેની ખાસ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ કહ્યું હતું.

    5/11
  • ઉલ્લેખનીય છે કે મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ છે. પરંતુ આકાશ અંબાણી ટીમના ખેલાડીઓ, ઓફિશિયલ્સ અને મેનેજમેન્ટને પૂરતી સુવિધા મળે તેનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા બે વર્ષથી આકાશ અંબાણી મમ્મી સાથે આ કામ સંભાળી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ છે. પરંતુ આકાશ અંબાણી ટીમના ખેલાડીઓ, ઓફિશિયલ્સ અને મેનેજમેન્ટને પૂરતી સુવિધા મળે તેનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા બે વર્ષથી આકાશ અંબાણી મમ્મી સાથે આ કામ સંભાળી રહ્યા છે.

    6/11
  • નીતા અંબાણી 2010થી મુંબઈ ઈન્ડિયન્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેઓ દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને ફેમિલી મેમ્બરની જેમ જ રાખે છે.

    નીતા અંબાણી 2010થી મુંબઈ ઈન્ડિયન્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેઓ દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને ફેમિલી મેમ્બરની જેમ જ રાખે છે.

    7/11
  • દિલ્હી કેપિટલ્સ સામે હારથી શરૂઆત થયા બાદ નીતા અંબાણીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમને એન્ટિલિયામાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.

    દિલ્હી કેપિટલ્સ સામે હારથી શરૂઆત થયા બાદ નીતા અંબાણીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમને એન્ટિલિયામાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.

    8/11
  • મુંબઈ ઈન્ડિયન્સની વિક્ટરી પરેડમાં નીતા અંબાણી પણ ખુલ્લી બસમાં દેખાયા હતા. મલિંગા અને મહેલા જયવર્દને પણ ટ્રોફી સાથે લોકોનું અભિવાદન કરતા દેખાયા હતા.

    મુંબઈ ઈન્ડિયન્સની વિક્ટરી પરેડમાં નીતા અંબાણી પણ ખુલ્લી બસમાં દેખાયા હતા. મલિંગા અને મહેલા જયવર્દને પણ ટ્રોફી સાથે લોકોનું અભિવાદન કરતા દેખાયા હતા.

    9/11
  • સોમવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઓપન બસમાં સાઉથ મુંબઈમાં વિક્ટરી પરેડ કરી હતી. એન્ટિલિયાથી ટ્રાઈડન્ટ હોટેલ સુધી આ વિક્ટરી પરેડ યોજાઈ હતી.

    સોમવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઓપન બસમાં સાઉથ મુંબઈમાં વિક્ટરી પરેડ કરી હતી. એન્ટિલિયાથી ટ્રાઈડન્ટ હોટેલ સુધી આ વિક્ટરી પરેડ યોજાઈ હતી.

    10/11
  • ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ 12 વર્ષમાં 4 વાર ટાઈટલ જીતનારી એક માત્ર ટીમ છે. ચેન્નાઈ પાસે ધોની જેવા કરિશ્માઈ કેપ્ટન હોવા છતાંય ટીમ 3 જ વખત ટ્રોફી જીતી શકી છે.

    ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ 12 વર્ષમાં 4 વાર ટાઈટલ જીતનારી એક માત્ર ટીમ છે. ચેન્નાઈ પાસે ધોની જેવા કરિશ્માઈ કેપ્ટન હોવા છતાંય ટીમ 3 જ વખત ટ્રોફી જીતી શકી છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને ભગવાન સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જુઓ ફોટોઝ (Image Courtesy : Yogen Shah)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK