નિસર્ગ વાવાઝોડામાં મુંબઇની તાસીર, હાજીઅલી હોય કે સીલિંક બધું તરબોળ

Updated: Jun 04, 2020, 13:34 IST | Chirantana Bhatt
 • બુધવારે અલીબાગને કાંઠે ટકરાયેલા નિસર્ગને કારણે ઝાડવાં મૂળિયાં સોતાં ઉખડી ગયાં હતા અને આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. લોકો વરસાદ માણવા માસ્ક પહેરીને પણ નીકળ્યા હતા.

  બુધવારે અલીબાગને કાંઠે ટકરાયેલા નિસર્ગને કારણે ઝાડવાં મૂળિયાં સોતાં ઉખડી ગયાં હતા અને આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. લોકો વરસાદ માણવા માસ્ક પહેરીને પણ નીકળ્યા હતા.

  1/20
 • વાવાઝોડાની લેન્ડફોલ પ્રોસેસ અંદાજે 12.30ની આસપાસ ચાલુ થઇ અને ત્રણથી ચાર કલાકમાં પુરી થઇ હતી. કઇ રીતે આ સ્ટ્રીટ ડૉગ્ઝ લપાઇને એક જ છાપરાં નીચે બેઠા છે.

  વાવાઝોડાની લેન્ડફોલ પ્રોસેસ અંદાજે 12.30ની આસપાસ ચાલુ થઇ અને ત્રણથી ચાર કલાકમાં પુરી થઇ હતી. કઇ રીતે આ સ્ટ્રીટ ડૉગ્ઝ લપાઇને એક જ છાપરાં નીચે બેઠા છે.

  2/20
 • દરિયા કાંઠે હોડકાંઓ મોજાંની થપાટો અને વરસાદમાં ભીંજાતા રહ્યા હતા અને માછીમારોને IMDએ પાછા બોલાવી લીધા હતા.

  દરિયા કાંઠે હોડકાંઓ મોજાંની થપાટો અને વરસાદમાં ભીંજાતા રહ્યા હતા અને માછીમારોને IMDએ પાછા બોલાવી લીધા હતા.

  3/20
 • વાઇરસ અને વાવાઝોડું બંન્નેને પગલે ગેટ-વે ઑફ ઇન્ડિયા સાવ ખાલીખમ હતો.મુંબઇ પોલીસે 144 લાગુ કરી હતી.

  વાઇરસ અને વાવાઝોડું બંન્નેને પગલે ગેટ-વે ઑફ ઇન્ડિયા સાવ ખાલીખમ હતો.મુંબઇ પોલીસે 144 લાગુ કરી હતી.

  4/20
 • મલાડનું અરાંગલ વિલેજ આમ બંધ કરી દેવાયું હતું જેથી વાવાઝોડાથી થતા નુકસાનથી બચી શકાય.

  મલાડનું અરાંગલ વિલેજ આમ બંધ કરી દેવાયું હતું જેથી વાવાઝોડાથી થતા નુકસાનથી બચી શકાય.

  5/20
 • BMC, NDRF અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમ્સ સતત કાર્યરત રહી હતી જેથી કોઇપણ હોનારત ટાળી શકાય. વળી જે દર્દીઓને હંગામી હૉસ્પિટલમાંથી સ્થળાંતરિત કરાયા હતા તેમની પણ તપાસ અને સારવાર પણ નીયમિત રીતે કરાઇ હતી.

  BMC, NDRF અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમ્સ સતત કાર્યરત રહી હતી જેથી કોઇપણ હોનારત ટાળી શકાય. વળી જે દર્દીઓને હંગામી હૉસ્પિટલમાંથી સ્થળાંતરિત કરાયા હતા તેમની પણ તપાસ અને સારવાર પણ નીયમિત રીતે કરાઇ હતી.

  6/20
 • શરૂઆતમાં તો મૂળિયાં સોતાં ઝાડ ઉખડવાનાં સમાચારો આવ્યા હતા અને સાઉથ મુંબઇ, સેન્ટ્રલ મુંબઇ, કાલાચોકી, ભાયખલ્લા, બાન્દ્રા વગેરે સ્થળોએથી આવા સમાચાર આવ્યા હતા. લોકોએ છાપરે ઢાંકેલી તાડપત્રીઓ પણ ઉડી ગઇ હતી.

  શરૂઆતમાં તો મૂળિયાં સોતાં ઝાડ ઉખડવાનાં સમાચારો આવ્યા હતા અને સાઉથ મુંબઇ, સેન્ટ્રલ મુંબઇ, કાલાચોકી, ભાયખલ્લા, બાન્દ્રા વગેરે સ્થળોએથી આવા સમાચાર આવ્યા હતા. લોકોએ છાપરે ઢાંકેલી તાડપત્રીઓ પણ ઉડી ગઇ હતી.

  7/20
 • શહેરનાં મ્યુનિસિપલ કમિશનરે વર્સોવા બીચ, સિફેસ વગેરેની મુલાકાત લીધી હતી.

  શહેરનાં મ્યુનિસિપલ કમિશનરે વર્સોવા બીચ, સિફેસ વગેરેની મુલાકાત લીધી હતી.

  8/20
 • 577 માછીમારોનાં હોડકાંને પાલઘર કાંઠેથી પાછા બોલાવાયા હતા.

  577 માછીમારોનાં હોડકાંને પાલઘર કાંઠેથી પાછા બોલાવાયા હતા.

  9/20
 • મુંબઇ પોલીસનાં કર્મચારીઓ આખા શહેરમાં સતત કાર્યરત હતા. આ સાઉથ મુંબઇ નરીમાન પોઇન્ટની તસવીર છે.

  મુંબઇ પોલીસનાં કર્મચારીઓ આખા શહેરમાં સતત કાર્યરત હતા. આ સાઉથ મુંબઇ નરીમાન પોઇન્ટની તસવીર છે.

  10/20
 • આ ટેણિયાને તેની મમ્મી વરસાદ અને વાઇરસથી બચાવવા આ રીતે લઇને બહાર નીકળી હતી.

  આ ટેણિયાને તેની મમ્મી વરસાદ અને વાઇરસથી બચાવવા આ રીતે લઇને બહાર નીકળી હતી.

  11/20
 • પોલીસે બાન્દ્રા વર્લી સી લિંક પર બપોર બાદ અવરજવર બંધ કરી દીધી હતી.

  પોલીસે બાન્દ્રા વર્લી સી લિંક પર બપોર બાદ અવરજવર બંધ કરી દીધી હતી.

  12/20
 • મુંબઇ એરપોર્ટ પર ફ્લાઇટ્સની આવન-જાવન પણ બંધ કરવામાં આવી હતી.

  મુંબઇ એરપોર્ટ પર ફ્લાઇટ્સની આવન-જાવન પણ બંધ કરવામાં આવી હતી.

  13/20
 • એક જ કુટુંબનાં ત્રણ જણને સિમેન્ટ બ્લોક પડવાથી ઇજા થઇ હતી. આ સાંતાક્રુઝમાં બનેલી ઘટના હતી.

  એક જ કુટુંબનાં ત્રણ જણને સિમેન્ટ બ્લોક પડવાથી ઇજા થઇ હતી. આ સાંતાક્રુઝમાં બનેલી ઘટના હતી.

  14/20
 •  બાન્દ્રા બેન્ડસ્ટેડનાં કાંઠે રહેતા અનેક લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાયું હતું.

   બાન્દ્રા બેન્ડસ્ટેડનાં કાંઠે રહેતા અનેક લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાયું હતું.

  15/20
 •  ઠેર ઠેર પાણી ભરાયાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

   ઠેર ઠેર પાણી ભરાયાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

  16/20
 •  પાવર ટ્રાન્સફોર્મર પડવાથી એક 58 વર્ષિય પ્રોઢનું મોત થયું હતું.

   પાવર ટ્રાન્સફોર્મર પડવાથી એક 58 વર્ષિય પ્રોઢનું મોત થયું હતું.

  17/20
 •  નિસર્ગથી રાયગઢમાં બહુ નુકસાન થયું હતું અને મુંબઇમાં આખો દિવસ વરસાદ ગોરંભાયેલો રહ્યો હતો.

   નિસર્ગથી રાયગઢમાં બહુ નુકસાન થયું હતું અને મુંબઇમાં આખો દિવસ વરસાદ ગોરંભાયેલો રહ્યો હતો.

  18/20
 •  શરદ પવારે પણ પોતાની પાર્ટીનાં લોકોને કહ્યુ હતું કે જરૂરિયાતમંદોને મદદ કરવી. આ હાજી અલીનું દ્રશ્ય છે.

   શરદ પવારે પણ પોતાની પાર્ટીનાં લોકોને કહ્યુ હતું કે જરૂરિયાતમંદોને મદદ કરવી. આ હાજી અલીનું દ્રશ્ય છે.

  19/20
 •  આ બ્લૉક કરાયેલ સિ-લિંકનું એન્ટ્રન્સ છે.

   આ બ્લૉક કરાયેલ સિ-લિંકનું એન્ટ્રન્સ છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

નિસર્ગ વાવાઝોડાએ અલીબાગમાં લેન્ડફોલન કર્યો અને પછી આસપાસનાં વિસ્તારોમાં વિનાશની નિશાનીઓ મુકીને આગળ નીકળી ગયું. કાંઠાનાં શહેરને તો નિસર્ગનો પ્રકોપ વેઠવો પડ્યો પણ મુંબઇ પર નિસર્ગે બહુ ત્રાસ ન વરસાવ્યો. હા જો કે મૂળ સોતાં ઝાડ ચોક્કસ ઉખડી ગયાં અને કાર્સ વગેરેને ડેમેજ પણ થયું પણ તે સિવાય મુંબઇની જિંદગી તરબોળ, ઘનઘોર અને વાઇરસની અસરમાં જેવી છે તેવી જ રહી.

(તસવીરો સમીર માર્કેંડે, સતેજ શિંદે, સુરેશ કારકેરા, નિમેશ દવે, બિપીન કોકાટે, શાદાબ ખાન, પ્રદિપ ધીવર, અતુલ કાંબલે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK