આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 17, 2019, 14:57 IST | Bhavin
 • 2014ની ચૂંટણી સમયે ચાવાળા બાદ હવે 2019માં ભાજપ ચૌકીદાર શબ્દનો ઉપયોગ કરી રહી છે. જનસભાઓમાં પોતાની જાતને દેશના ચોકીદાર ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતા શનિવારે મૈં ભી ચૌકીદાર વીડિયો જાહેર કરીને કેમ્પેઈન શરૂ કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ પોતાના નામની આગળ જ ચોકીદાર લગાવી દીધું છે.

  2014ની ચૂંટણી સમયે ચાવાળા બાદ હવે 2019માં ભાજપ ચૌકીદાર શબ્દનો ઉપયોગ કરી રહી છે. જનસભાઓમાં પોતાની જાતને દેશના ચોકીદાર ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતા શનિવારે મૈં ભી ચૌકીદાર વીડિયો જાહેર કરીને કેમ્પેઈન શરૂ કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ પોતાના નામની આગળ જ ચોકીદાર લગાવી દીધું છે.

  1/10
 • લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર વાગી ચૂકી છે. મળતી માહિતી પ્રમાણે બિહારમાં પટનાસાહિબ બેઠક પરથી શત્રુઘ્નસિંહના બદલે રવિશંકર પ્રસાદનું નામ જાહેર થઈ શકે છે. તો ભાજપ અને જેડીયુ વચ્ચે પણ કઈ બેઠક પર કોણ લડશે તે નક્કી થઈ ચૂક્યુ છે. બિહારમાં ભાજપ શિવહર, મધુબની, દરભંગા, ઉજિયાપુર, બેગુસરાય, પટના સાહિબ, સાસારામ, ઔરંગાબાદ, અરસિયા બેઠક પરથી ચૂંટણી લડશે.

  લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર વાગી ચૂકી છે. મળતી માહિતી પ્રમાણે બિહારમાં પટનાસાહિબ બેઠક પરથી શત્રુઘ્નસિંહના બદલે રવિશંકર પ્રસાદનું નામ જાહેર થઈ શકે છે. તો ભાજપ અને જેડીયુ વચ્ચે પણ કઈ બેઠક પર કોણ લડશે તે નક્કી થઈ ચૂક્યુ છે. બિહારમાં ભાજપ શિવહર, મધુબની, દરભંગા, ઉજિયાપુર, બેગુસરાય, પટના સાહિબ, સાસારામ, ઔરંગાબાદ, અરસિયા બેઠક પરથી ચૂંટણી લડશે.

  2/10
 • ગોવામાં ફરી એકવાર સીએમ મનોહર પાર્રિકરના બદલે નવા મુખ્યપ્રધાન અંગે ચર્ચા શરૂ થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ પણ પર્રિકરના સ્થાને અન્ય કોઈ નેતાને ગોવાની જવાબદારી સોંપાય તેવી ચર્ચા ચાલતી હોવાનું સ્વીકાર્યું છે. જો કે આ મામલે નિર્ણય આજે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં લેવાશે. માઈકલ લોબોએ કહ્યું કે સીએમ પાર્રિકરના સ્વાસ્થ્યને લઈ પક્ષના નેતાઓ અને ધારાસભ્યો ચિંતિત છે. આજે પક્ષના વરિષ્ઠ નેતાઓ ગોવા પહોંચી રહ્યા છે, ત્યારે બેઠકમાં નવા સીએમ અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં ગોવા ફોર્વડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમંટક પાર્ટી સાથે ગઠબંધન અંગે પણ ચર્ચા થશે.

  ગોવામાં ફરી એકવાર સીએમ મનોહર પાર્રિકરના બદલે નવા મુખ્યપ્રધાન અંગે ચર્ચા શરૂ થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ પણ પર્રિકરના સ્થાને અન્ય કોઈ નેતાને ગોવાની જવાબદારી સોંપાય તેવી ચર્ચા ચાલતી હોવાનું સ્વીકાર્યું છે. જો કે આ મામલે નિર્ણય આજે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં લેવાશે. માઈકલ લોબોએ કહ્યું કે સીએમ પાર્રિકરના સ્વાસ્થ્યને લઈ પક્ષના નેતાઓ અને ધારાસભ્યો ચિંતિત છે. આજે પક્ષના વરિષ્ઠ નેતાઓ ગોવા પહોંચી રહ્યા છે, ત્યારે બેઠકમાં નવા સીએમ અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં ગોવા ફોર્વડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમંટક પાર્ટી સાથે ગઠબંધન અંગે પણ ચર્ચા થશે.

  3/10
 • આવતીકાલે દેશને પહેલા લોકપાલ મળશે. જસ્ટિસ પી. સી. ઘોષને દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પિનાકી ચંદ્ર ઘોષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રહી ચૂક્યા છે. પી. સી. ઘોષના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે થશે. હાલ ઘોષ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે 2013માં લોકપાલ અને લોકાયુક્ત વિધેયક પસાર કરાયું હતું.

  આવતીકાલે દેશને પહેલા લોકપાલ મળશે. જસ્ટિસ પી. સી. ઘોષને દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પિનાકી ચંદ્ર ઘોષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રહી ચૂક્યા છે. પી. સી. ઘોષના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે થશે. હાલ ઘોષ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે 2013માં લોકપાલ અને લોકાયુક્ત વિધેયક પસાર કરાયું હતું.

  4/10
 • મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ચીને ફરી રંગ બદલ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ચીનનું કહેવું છે, 'આ મામલાનો વહેલી તકે ઉકેલ આવી જશે. મસૂદ અઝહર પર લાવવામાં આવેલો પ્રસ્તાવ સમગ્રપણે ફગાવી નથી દેવામાં આવ્યો, અમે તેની પર વાત કરી રહ્યા છીએ.' ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓહુઈએ કહ્યું કે, UNSC 1267 યાદીમાં મસૂદ અઝહરને રાખવાના મામલે ઉકેલ ટૂંક સમયમાં આવશે. આ મામલો ટેકનિકલ છે અને અમે તેની પર વાત કરી રહ્યા છીએ. મારી પર વિશ્વાસ રાખો આ મામલો ટૂંક સમયમાં ઉકેલાશે. ત

  મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ચીને ફરી રંગ બદલ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ચીનનું કહેવું છે, 'આ મામલાનો વહેલી તકે ઉકેલ આવી જશે. મસૂદ અઝહર પર લાવવામાં આવેલો પ્રસ્તાવ સમગ્રપણે ફગાવી નથી દેવામાં આવ્યો, અમે તેની પર વાત કરી રહ્યા છીએ.' ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓહુઈએ કહ્યું કે, UNSC 1267 યાદીમાં મસૂદ અઝહરને રાખવાના મામલે ઉકેલ ટૂંક સમયમાં આવશે. આ મામલો ટેકનિકલ છે અને અમે તેની પર વાત કરી રહ્યા છીએ. મારી પર વિશ્વાસ રાખો આ મામલો ટૂંક સમયમાં ઉકેલાશે. ત

  5/10
 • ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં થશે. રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી પ્રદેશ ભાજપના નેતાઓની બેઠક યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારોના નામની આખરી યાદી તૈયાર કરાશે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી અને પ્રભારી ઓમ માથુર ભાગ લઈ રહ્યા છે.

  ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં થશે. રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી પ્રદેશ ભાજપના નેતાઓની બેઠક યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારોના નામની આખરી યાદી તૈયાર કરાશે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી અને પ્રભારી ઓમ માથુર ભાગ લઈ રહ્યા છે.

  6/10
 • ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલની ફીને લઇને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે શહેરની કેલોરેક્સ સ્કુલમાં ફીના કારણે વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાનો વિવાદ સામે આવ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે સ્કુલે ફીની માહિતી ખોટી આપી હતી. અમદાવાદ શહેરમાં આવેલી કેલોરેક્સ સ્કુલે ગઇકાલે એટલે કે શનિવારે બાકી ફી મુદ્રે વિદ્યાર્થીઓના પરિણામો રોકી દેવાયા હતા. જેને પગલે વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓના કહેવા પ્રમાણે ફી રેગ્યુલેશન કમિટી 2016-17 ફીને લઇને સ્કુલે ખોટી માહિતી આપી હતી. FRC એ નોટિસ આપવા છતાં સ્કુલે ફી ના નિયમો નેવે મુકી દીધા હતા. શનિવારે કેલોરેક્સ સ્કુલમાં પ્રી-પ્રાઇમરી વર્ગના વિદ્યાર્થીઓના પરીણામો આપવાના હતા. દરમ્યાન સ્કુલ તરફથી કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની ફી બાકી છે તેમને પરીણામો આપવામાં નહી આવે.

  ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલની ફીને લઇને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે શહેરની કેલોરેક્સ સ્કુલમાં ફીના કારણે વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાનો વિવાદ સામે આવ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે સ્કુલે ફીની માહિતી ખોટી આપી હતી. અમદાવાદ શહેરમાં આવેલી કેલોરેક્સ સ્કુલે ગઇકાલે એટલે કે શનિવારે બાકી ફી મુદ્રે વિદ્યાર્થીઓના પરિણામો રોકી દેવાયા હતા. જેને પગલે વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓના કહેવા પ્રમાણે ફી રેગ્યુલેશન કમિટી 2016-17 ફીને લઇને સ્કુલે ખોટી માહિતી આપી હતી. FRC એ નોટિસ આપવા છતાં સ્કુલે ફી ના નિયમો નેવે મુકી દીધા હતા. શનિવારે કેલોરેક્સ સ્કુલમાં પ્રી-પ્રાઇમરી વર્ગના વિદ્યાર્થીઓના પરીણામો આપવાના હતા. દરમ્યાન સ્કુલ તરફથી કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની ફી બાકી છે તેમને પરીણામો આપવામાં નહી આવે.

  7/10
 • મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનને લઇને મહત્વની વાત સામે આવી છે. બુલેટ ટ્રેનના અમદાવાદ-મુંબઇ રૂટમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા ગામ ઝરોલી સુધીના રૂટ પરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મળથી માહિતી મુજબ બંને રાજ્યની બોર્ડર પર આવેલ ઝરોલી ગામ સુધીના રૂટ પર એલિવેટેડ કોરિડોર, ડેપો, બ્રિજ, સ્ટેશનનું કાર્ય નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને 230 કિલો મીટરથી વધુના રૂટ પર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ આ તમામ કાર્ય માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને આ ટેન્ડરની અંતિમ તારીખ 15 જુલાઇ રાખવામાં આવી છે.

  મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનને લઇને મહત્વની વાત સામે આવી છે. બુલેટ ટ્રેનના અમદાવાદ-મુંબઇ રૂટમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા ગામ ઝરોલી સુધીના રૂટ પરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મળથી માહિતી મુજબ બંને રાજ્યની બોર્ડર પર આવેલ ઝરોલી ગામ સુધીના રૂટ પર એલિવેટેડ કોરિડોર, ડેપો, બ્રિજ, સ્ટેશનનું કાર્ય નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને 230 કિલો મીટરથી વધુના રૂટ પર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ આ તમામ કાર્ય માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને આ ટેન્ડરની અંતિમ તારીખ 15 જુલાઇ રાખવામાં આવી છે.

  8/10
 • ઈંડોનેશિયાના પૂર્વ વિસ્તાર પાપુઆમાં ભારે વરસાદ પછી એકાએક પૂર આવવાથી લગભગ 50 લોકોના મૃત્યુ થયા છે. તો સંખ્યાબંધ લોકો લાપતા બન્યા છે. પૂર આવ્યા બાદ બચવા માટે પાપુઆમાં લોકોએ નાસભાગ મચાવી હોવાની માહિતી સ્થાનિક અધિકારીએ આપી છે. આ અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે જયપુરા જિલ્લાના કેટલાક ગામડાઓમાં લગભગ સાંજે 6 વાગ્યે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 59 લોકો ઘાયલ થયા છે.

  ઈંડોનેશિયાના પૂર્વ વિસ્તાર પાપુઆમાં ભારે વરસાદ પછી એકાએક પૂર આવવાથી લગભગ 50 લોકોના મૃત્યુ થયા છે. તો સંખ્યાબંધ લોકો લાપતા બન્યા છે. પૂર આવ્યા બાદ બચવા માટે પાપુઆમાં લોકોએ નાસભાગ મચાવી હોવાની માહિતી સ્થાનિક અધિકારીએ આપી છે. આ અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે જયપુરા જિલ્લાના કેટલાક ગામડાઓમાં લગભગ સાંજે 6 વાગ્યે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 59 લોકો ઘાયલ થયા છે.

  9/10
 • બોલીવુડ એક્ટર સલમાન ખાન હવે પોતાની ચેનલ લોન્ચ કરે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ સલમાન ખાન કંઈક મોટું આયોજન કરી રહ્યા છે. હાલ સલમાન ખાનની પ્રોડક્શન કંપની SKTV બેનર અંતર્ગત કપિલ શર્મા શોની નવી સિઝન પ્રોડ્યુસ કરી રહી છે. તો સલમાન ખાન ફિલ્મ્સના બેનર અંતર્ગત ફિલ્મો પણ પ્રોડ્યુસ કરાઈ રહી છે. હવે સલમાન ખાનની કંપની વધુ કેટલાક ટીવી શો પ્રોડ્યુસ કરવા પર ધ્યાન આપી રહી છે. 

  બોલીવુડ એક્ટર સલમાન ખાન હવે પોતાની ચેનલ લોન્ચ કરે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ સલમાન ખાન કંઈક મોટું આયોજન કરી રહ્યા છે. હાલ સલમાન ખાનની પ્રોડક્શન કંપની SKTV બેનર અંતર્ગત કપિલ શર્મા શોની નવી સિઝન પ્રોડ્યુસ કરી રહી છે. તો સલમાન ખાન ફિલ્મ્સના બેનર અંતર્ગત ફિલ્મો પણ પ્રોડ્યુસ કરાઈ રહી છે. હવે સલમાન ખાનની કંપની વધુ કેટલાક ટીવી શો પ્રોડ્યુસ કરવા પર ધ્યાન આપી રહી છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

સલમાન ખાનનો શું છે નવો પ્લાન, લોકસભાની ચૂંટણી પર શું છે અપડેટ, કેવી છે મનોહર પાર્રિકરની તબિયત, વાંચો તમામ ક્ષેત્રના આજના મહત્વના સમાચારો એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK