વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 27, 2019, 15:10 IST | Sheetal Patel
 • ભાજપે ગુજરાતમાંથી લોકસભા માટે વધુ ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ ત્રણેય બેઠકો પર નો રીપિટ થિઅરી અપનાવવામાં આવી છે. પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

  ભાજપે ગુજરાતમાંથી લોકસભા માટે વધુ ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ ત્રણેય બેઠકો પર નો રીપિટ થિઅરી અપનાવવામાં આવી છે. પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

  1/10
 • ચૂંટણી પહેલા ગુજરાતની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. કોસ્ટ ગાર્ડ અને એટીએસના અધિકારીઓએ 9 ઈરાનીઓને પકડ્યા છે. રાજ્યના પોરબંદરમાંથી ઈંડિયના કોસ્ટ ગાર્ડ્સ અને એટીએસએ સંયુક્ત ઑપરેશનમાં  ડ્રગ્સનું મોટું ક્ન્સાઈનમેન્ટ પકડ્યું છે. ATS- ICGની ટીમ અને ડ્રગ માફિયાઓ વચ્ચે આ દરમિયાન અથડામણ પણ થઈ. આ દરમિયાન ATSએ 9 ડ્રગ માફિયાઓની ધરપકડ કરી છે. જો કે તેમણે ડ્રગ જે જહાજમાં લઈને આવતા હતા તેને બોમ્બથી ઉડાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માફિયાઓ 100 કિલો ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. આ શિપમાં 500 કરોડની કિંમતનું ડ્રગ્સ હતું.

  ચૂંટણી પહેલા ગુજરાતની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. કોસ્ટ ગાર્ડ અને એટીએસના અધિકારીઓએ 9 ઈરાનીઓને પકડ્યા છે. રાજ્યના પોરબંદરમાંથી ઈંડિયના કોસ્ટ ગાર્ડ્સ અને એટીએસએ સંયુક્ત ઑપરેશનમાં  ડ્રગ્સનું મોટું ક્ન્સાઈનમેન્ટ પકડ્યું છે. ATS- ICGની ટીમ અને ડ્રગ માફિયાઓ વચ્ચે આ દરમિયાન અથડામણ પણ થઈ. આ દરમિયાન ATSએ 9 ડ્રગ માફિયાઓની ધરપકડ કરી છે. જો કે તેમણે ડ્રગ જે જહાજમાં લઈને આવતા હતા તેને બોમ્બથી ઉડાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માફિયાઓ 100 કિલો ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. આ શિપમાં 500 કરોડની કિંમતનું ડ્રગ્સ હતું.

  2/10
 • વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રના નામે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. જેમાં તેમણે અંતરિક્ષમાં એક ઉપગ્રહને તોડી પાડવામાં આવ્યો હોવાની જાણકારી આપી. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશાની શરૂઆતમાં જ કહ્યું કે, "ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિના રૂપમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ શક્તિ હતી. જે હવે ભારત પાસે છે. દરેક ભારતીય માટે આનાથી મોટી ગર્વની ક્ષણ કોઈ ન હોય શકે."

  વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રના નામે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. જેમાં તેમણે અંતરિક્ષમાં એક ઉપગ્રહને તોડી પાડવામાં આવ્યો હોવાની જાણકારી આપી. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશાની શરૂઆતમાં જ કહ્યું કે, "ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિના રૂપમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ શક્તિ હતી. જે હવે ભારત પાસે છે. દરેક ભારતીય માટે આનાથી મોટી ગર્વની ક્ષણ કોઈ ન હોય શકે."

  3/10
 • કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ Lok Sabha Election 2019ના હેઠળ ઉત્તર પ્રદેશની કમાન હવે પોતાના હાથમાં લઈ લીધી છે. તે દરેક જગ્યાએ રોડ શૉ કરી રહી છે. આ જ સિલસિલામાં પ્રિયંકા ગાંધીનો ચૂંટણીરથ આજે પોતાના ભાઈ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી ક્ષેત્ર અમેઠી સ્થિત મુસાફિરખાના એએચ ઈન્ટર કૉલેજ પહોંચી. એની વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા કેન્સર બીમારીથી પીડિત ઈન્હોના કસ્બા નિવાસી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સદસ્ય મો.લતીફના ઘરે પહોંચી અને તબિયતની હાલ જાણી. આ દરમિયાન એના પરિજનોથી મુલાકાત કરી. ત્યાંથી નીકળીને જગદીશપુર પહોંચી. કમરોલીના રોડ નંબર એક પર વાહનથી ઉત્તરની પ્રિયંકાએ રોડ શૉ કર્યો અને જનતા સાથે મુલાકાત કરી.

  કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ Lok Sabha Election 2019ના હેઠળ ઉત્તર પ્રદેશની કમાન હવે પોતાના હાથમાં લઈ લીધી છે. તે દરેક જગ્યાએ રોડ શૉ કરી રહી છે. આ જ સિલસિલામાં પ્રિયંકા ગાંધીનો ચૂંટણીરથ આજે પોતાના ભાઈ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી ક્ષેત્ર અમેઠી સ્થિત મુસાફિરખાના એએચ ઈન્ટર કૉલેજ પહોંચી. એની વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા કેન્સર બીમારીથી પીડિત ઈન્હોના કસ્બા નિવાસી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સદસ્ય મો.લતીફના ઘરે પહોંચી અને તબિયતની હાલ જાણી. આ દરમિયાન એના પરિજનોથી મુલાકાત કરી. ત્યાંથી નીકળીને જગદીશપુર પહોંચી. કમરોલીના રોડ નંબર એક પર વાહનથી ઉત્તરની પ્રિયંકાએ રોડ શૉ કર્યો અને જનતા સાથે મુલાકાત કરી.

  4/10
 • ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પાર્ટીમાં સ્વાગત કર્યું. ઉર્મિલાએ દિલ્હીમાં રાહુલ ગાંધીથી મળીને કૉંગ્રેસમાં સામેલ થઈ. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કૉંગ્રેસ ઉર્મિલાને મુંબઈ નૉર્થ સીટથી લોકસભા ચૂંટણી 2019માં ઉતારી શકે છે. જોકે કૉંગ્રેસ અને ઉર્મિલા તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

  ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પાર્ટીમાં સ્વાગત કર્યું. ઉર્મિલાએ દિલ્હીમાં રાહુલ ગાંધીથી મળીને કૉંગ્રેસમાં સામેલ થઈ. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કૉંગ્રેસ ઉર્મિલાને મુંબઈ નૉર્થ સીટથી લોકસભા ચૂંટણી 2019માં ઉતારી શકે છે. જોકે કૉંગ્રેસ અને ઉર્મિલા તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

  5/10
 • રાજકોટમાં મતદાતાઓને જાગૃત કરવા માટે વિરાણી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો. તેમણે એક રંગોળી બનાવીને મતદાન કરવાનો સંદેશો આપ્યો. વિદ્યાર્થીઓએ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે મતદાન કરવાનો સંદેશો આપ્યો. આ પ્રસંગે પોલીસ કમિશ્નર, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અને વિદ્યાર્થીઓને EVMના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું.

  રાજકોટમાં મતદાતાઓને જાગૃત કરવા માટે વિરાણી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો. તેમણે એક રંગોળી બનાવીને મતદાન કરવાનો સંદેશો આપ્યો. વિદ્યાર્થીઓએ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે મતદાન કરવાનો સંદેશો આપ્યો. આ પ્રસંગે પોલીસ કમિશ્નર, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અને વિદ્યાર્થીઓને EVMના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું.

  6/10
 • ૨૬૩ પ્રવાસીઓ સાથે મુંબઈથી સિંગાપોર આવતી સિંગાપોર ઍરલાઇન્સની ફ્લાઇટને બૉમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી, પરંતુ વિમાને ગઈ કાલે સવારે અહીંના ચાંગી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો એવું ઍરલાઇને કહ્યું હતું. મુંબઈથી સિંગાપોર જવા માટે ઊપડેલી ફ્લાઈટ SQ ૪૨૩ને બૉમ્બ હુમલાની ધમકી મળી હતી એને સિંગાપોર ઍરલાઇન્સે સમર્થન આપ્યું છે. વિમાને સ્થાનિક સમય મુજબ ગઈ કાલે સવારે લગભગ ૮ વાગ્યે સિંગાપોર ઍરપોર્ટ પર આગમન કર્યું હતું.

  ૨૬૩ પ્રવાસીઓ સાથે મુંબઈથી સિંગાપોર આવતી સિંગાપોર ઍરલાઇન્સની ફ્લાઇટને બૉમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી, પરંતુ વિમાને ગઈ કાલે સવારે અહીંના ચાંગી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો એવું ઍરલાઇને કહ્યું હતું. મુંબઈથી સિંગાપોર જવા માટે ઊપડેલી ફ્લાઈટ SQ ૪૨૩ને બૉમ્બ હુમલાની ધમકી મળી હતી એને સિંગાપોર ઍરલાઇન્સે સમર્થન આપ્યું છે. વિમાને સ્થાનિક સમય મુજબ ગઈ કાલે સવારે લગભગ ૮ વાગ્યે સિંગાપોર ઍરપોર્ટ પર આગમન કર્યું હતું.

  7/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી બાયોપિકનો પહેલો ડાયલોગ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે અને કહેતા જોવા મળી રહ્યા છે કે, હવે ચોકીદાર આવી ગયો છે. સંદીપ સિંહ ફિલ્મના પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડાયરેક્ટર છે. ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. આ ફિલ્મને સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. જ્યારે તેને ડાયરેક્ટ ઓમંગ કુમારે કરી છે. ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ થશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી બાયોપિકનો પહેલો ડાયલોગ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે અને કહેતા જોવા મળી રહ્યા છે કે, હવે ચોકીદાર આવી ગયો છે. સંદીપ સિંહ ફિલ્મના પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડાયરેક્ટર છે. ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. આ ફિલ્મને સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. જ્યારે તેને ડાયરેક્ટ ઓમંગ કુમારે કરી છે. ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ થશે.

  8/10
 • ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે કાલે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલી IPL-12ની 5મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી. ચેન્નઈની આ સતત બીજી જીત છે જ્યારે દિલ્હીને બે મેચોમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. મુકાબલો ભલે જ ચેન્નઈના નામે રહ્યો હોય પરંતુ મેચમાં ધોનીની દીકરી 'ઝીવા' છવાયેલી રહી. ઝીવા સતત પોતાના પપ્પા ધોનીને ચિયર કરતી દેખાઈ. ઝીવા પોતાની મૉમ સાક્ષીની સાથે સ્ટેડિયમમાં ઉછલ-કૂદ કરતા દેખાઈ રહી હતી. જેવી રીતે ડેડ ધોની મેદાનમાં આવ્યા તેમને જોઈને ઝીવા 'કમ ઓન પાપા' કહીને ચિયર કરતી દેખાઈ.

  ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે કાલે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલી IPL-12ની 5મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી. ચેન્નઈની આ સતત બીજી જીત છે જ્યારે દિલ્હીને બે મેચોમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. મુકાબલો ભલે જ ચેન્નઈના નામે રહ્યો હોય પરંતુ મેચમાં ધોનીની દીકરી 'ઝીવા' છવાયેલી રહી. ઝીવા સતત પોતાના પપ્પા ધોનીને ચિયર કરતી દેખાઈ. ઝીવા પોતાની મૉમ સાક્ષીની સાથે સ્ટેડિયમમાં ઉછલ-કૂદ કરતા દેખાઈ રહી હતી. જેવી રીતે ડેડ ધોની મેદાનમાં આવ્યા તેમને જોઈને ઝીવા 'કમ ઓન પાપા' કહીને ચિયર કરતી દેખાઈ.

  9/10
 • IPL 2019માં આજે કોલકાતા અને પંજાબ ટકરાશે. છઠ્ઠી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ચૂકી છે. તો પંજાબ રાજસ્થાનને હરાવી જીતની સાથે શરૂઆત કરી ચૂકી છે. ત્યારે આજની મેચમાં બંને ટીમો પોતાની જીતની યાત્રા જાળવી રાખવા પ્રયત્ન કરશે.

  IPL 2019માં આજે કોલકાતા અને પંજાબ ટકરાશે. છઠ્ઠી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ચૂકી છે. તો પંજાબ રાજસ્થાનને હરાવી જીતની સાથે શરૂઆત કરી ચૂકી છે. ત્યારે આજની મેચમાં બંને ટીમો પોતાની જીતની યાત્રા જાળવી રાખવા પ્રયત્ન કરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK