આ છે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર

Published: May 16, 2019, 19:45 IST | Bhavin
 • રાજ્યની રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર. કે યુનિવર્સિટી સહિત રાજ્યની કેટલીક યુનિવર્સિટીના કૃષિ અંગેના અભ્યાસક્રમો માન્ય ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલે વાલીઓને સલાહ આપતા કહ્યું છે કે આ યુનિવર્છેસિટીમાં પ્રવેશ ન લો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ખાનગી યુનિવર્સિટીના કૃષિ અભ્યાસક્રમો ગેરલાયક ઠર્યા હોવાથી વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.  

  રાજ્યની રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર. કે યુનિવર્સિટી સહિત રાજ્યની કેટલીક યુનિવર્સિટીના કૃષિ અંગેના અભ્યાસક્રમો માન્ય ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલે વાલીઓને સલાહ આપતા કહ્યું છે કે આ યુનિવર્છેસિટીમાં પ્રવેશ ન લો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ખાનગી યુનિવર્સિટીના કૃષિ અભ્યાસક્રમો ગેરલાયક ઠર્યા હોવાથી વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

   

  1/10
 • રાજકોટ મહાનગર પાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં જો હવે કોઈ જાહેરમાં થૂંકશે તો દંડ ભોગવવો પડશે. રાજકોટ મહાનગર પાલિકાએ જાહેરનામામાં દંડનો પણ ઉલ્લેખ કર્યો છે. આ જાહેરનામા પ્રમાણે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત થૂંક્તો પકડાશે તો તેને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જો બીજી વખત ઝડપાશે તો 500 રૂપિયા અને ત્રીજી વખત ઝડપાશે તો રૂપિયા 750નો દંડ ફટકારવામાં આવશે.

  રાજકોટ મહાનગર પાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં જો હવે કોઈ જાહેરમાં થૂંકશે તો દંડ ભોગવવો પડશે. રાજકોટ મહાનગર પાલિકાએ જાહેરનામામાં દંડનો પણ ઉલ્લેખ કર્યો છે. આ જાહેરનામા પ્રમાણે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત થૂંક્તો પકડાશે તો તેને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જો બીજી વખત ઝડપાશે તો 500 રૂપિયા અને ત્રીજી વખત ઝડપાશે તો રૂપિયા 750નો દંડ ફટકારવામાં આવશે.

  2/10
 • પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય હત્યા કેસમાં મહિનાઓ બાદ પણ આરોપી પકડાયા નથી. ન તો પોલીસ આ મામલે કોઈ મજબૂત ખુલાસો કરી શકી છે. જો કે ચિરાગ પટેલના મૃત્યુના મહિનાઓ બાદ હવે તેનો ખોવાયેલો મોબાઈ ફોન મળી આવ્યો છે. ચિરાગ પટેલનો ખોવાયેલો ફોન કઠવાડના યુવક પાસેથી મળી આવ્યો છે. યુવકે પોલીસ તપાસમાં આપેલી માહિતી પ્રમાણે આ કઠવાડાનો આ યુવક વહેલી સવારે ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે બિનવારસી ફોન જોયો અને લઈ લીધો.

  પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય હત્યા કેસમાં મહિનાઓ બાદ પણ આરોપી પકડાયા નથી. ન તો પોલીસ આ મામલે કોઈ મજબૂત ખુલાસો કરી શકી છે. જો કે ચિરાગ પટેલના મૃત્યુના મહિનાઓ બાદ હવે તેનો ખોવાયેલો મોબાઈ ફોન મળી આવ્યો છે. ચિરાગ પટેલનો ખોવાયેલો ફોન કઠવાડના યુવક પાસેથી મળી આવ્યો છે. યુવકે પોલીસ તપાસમાં આપેલી માહિતી પ્રમાણે આ કઠવાડાનો આ યુવક વહેલી સવારે ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે બિનવારસી ફોન જોયો અને લઈ લીધો.

  3/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ તબક્કાના મતદાન પહેલા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. યુપીના મઉમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધો. મમતા બેનર્જી અને માયાવતી પર એક સાથે નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું મમતા બેનર્જી યુપીવાળાઓને બહારના લોકો કહે છે, પરંતુ બસપા પ્રમુખ માયાવતી તેમનું સમર્થન કરી રહ્યાં છે. માયાવતીને યુપીવાળાની ચિંતા નથી પરંતુ તે ખુરસીના ખેલમાં જ વ્યસ્ત છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ તબક્કાના મતદાન પહેલા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. યુપીના મઉમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધો. મમતા બેનર્જી અને માયાવતી પર એક સાથે નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું મમતા બેનર્જી યુપીવાળાઓને બહારના લોકો કહે છે, પરંતુ બસપા પ્રમુખ માયાવતી તેમનું સમર્થન કરી રહ્યાં છે. માયાવતીને યુપીવાળાની ચિંતા નથી પરંતુ તે ખુરસીના ખેલમાં જ વ્યસ્ત છે.

  4/10
 • સીબીઆઈએ દિલ્હીની અદાલતમાં બોફોર્સ મામલાની તપાસ માટે આપેલું પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. CBIએ રાજનૈતિક રૂપથી સંવેદનશીલ 64 કરોડ રૂપિયાના બોફોર્સ કાંડ મામલે આગળ તપાસની અનુમતિ માંગી છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્પયને કહેવામાં આવ્યું કે સીબીઆઈ પોતાની અરજી પાછી લેવા માંગે છે. આ પહેલા સીબીઆઈએ મામલાની આગળ તપાસ કરવાની મંજૂરી માંગવા માટે ટ્રાયલ કોર્ટ પાસે ગયા હતા.

  સીબીઆઈએ દિલ્હીની અદાલતમાં બોફોર્સ મામલાની તપાસ માટે આપેલું પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. CBIએ રાજનૈતિક રૂપથી સંવેદનશીલ 64 કરોડ રૂપિયાના બોફોર્સ કાંડ મામલે આગળ તપાસની અનુમતિ માંગી છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્પયને કહેવામાં આવ્યું કે સીબીઆઈ પોતાની અરજી પાછી લેવા માંગે છે. આ પહેલા સીબીઆઈએ મામલાની આગળ તપાસ કરવાની મંજૂરી માંગવા માટે ટ્રાયલ કોર્ટ પાસે ગયા હતા.

  5/10
 • પશ્ચિમ બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તૂટવાનો મામલો ગરમાઈ રહ્યો છે.  ભાજપ અને તૃણુમૂલમાં આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનડાવવાનો વાયદો કર્યો. વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું. મોદીના નિવેદન પર પલટવાર કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 5 વર્ષમાં રામ મંદિર તો બનાવી ન શક્યા અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માગો છો.

  પશ્ચિમ બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તૂટવાનો મામલો ગરમાઈ રહ્યો છે.  ભાજપ અને તૃણુમૂલમાં આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનડાવવાનો વાયદો કર્યો. વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું. મોદીના નિવેદન પર પલટવાર કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 5 વર્ષમાં રામ મંદિર તો બનાવી ન શક્યા અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માગો છો.

  6/10
 • ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત જાહેર કરી દીધો છે. અભિનેતા કમલ હાસનના પહેલા હિન્દુ આતંકવાદીવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકરે કહ્યું કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને રહેશે. ગોડસેને આતંકવાદી કહેનારા લોકોને પોતાનામાં પણ એક નજર કરી લેવી જોઈએ.

  ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત જાહેર કરી દીધો છે. અભિનેતા કમલ હાસનના પહેલા હિન્દુ આતંકવાદીવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકરે કહ્યું કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને રહેશે. ગોડસેને આતંકવાદી કહેનારા લોકોને પોતાનામાં પણ એક નજર કરી લેવી જોઈએ.

  7/10
 • અમેરિકાની સરકારે ઈમિગ્રેશન લોમાં ફરીએકવાર ફેરફાર કર્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકામાં આવનારાઓમાં માત્ર એવા લોકોને જ મોકો મળવો જોઇએ જેઓ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હોવાની સાથે સાથે પોતાના સબ્જેક્ટમાં માહેર હોય. તેઓની પાસે સારી નોકરીની ઓફર હોવી પણ જરૂરી છે. ટ્રમ્પ સસ્તા દરે કામ કરનારાઓના નામે બેકાર વિદેશીઓની ભીડ અમેરિકામાં એકઠી કરવા નથી ઇચ્છતા. 

  અમેરિકાની સરકારે ઈમિગ્રેશન લોમાં ફરીએકવાર ફેરફાર કર્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકામાં આવનારાઓમાં માત્ર એવા લોકોને જ મોકો મળવો જોઇએ જેઓ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હોવાની સાથે સાથે પોતાના સબ્જેક્ટમાં માહેર હોય. તેઓની પાસે સારી નોકરીની ઓફર હોવી પણ જરૂરી છે. ટ્રમ્પ સસ્તા દરે કામ કરનારાઓના નામે બેકાર વિદેશીઓની ભીડ અમેરિકામાં એકઠી કરવા નથી ઇચ્છતા. 

  8/10
 • અદાણીની કોલ માઈનનો વિરોધ ઓસ્ટ્રેલિયામાં વકરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં અદાણીની કોલ માઈનનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અદાણીની કોલસાની ખાણ સામે હજારો નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટથી વિરોધ કરી રહ્યા છે. 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ આ મુદ્દો મહત્વનો ભાગ ભજવશે.

  અદાણીની કોલ માઈનનો વિરોધ ઓસ્ટ્રેલિયામાં વકરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં અદાણીની કોલ માઈનનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અદાણીની કોલસાની ખાણ સામે હજારો નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટથી વિરોધ કરી રહ્યા છે. 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ આ મુદ્દો મહત્વનો ભાગ ભજવશે.

  9/10
 • કેરળના કસારાગોડમાં એક ક્રિકેટ મેચમાં એવો નજારો સર્જાયો જે આજ સુધી ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું. કસારા ગોડ અને વાયનાડ અન્ડર 19 યુવતીઓની ક્રિકેટ મેચમાં એક ટીમના બધા જ ખેલાડીઓ 0 રનમાં ઓલાઉટ થઈ ગયા. વાયનાડ સામે બેટિંગ કરતા કસારાગોડની તમામ મહિલા બેટ્સમેનો શૂન્ય રને આઉટ થઈ ગયા.

  કેરળના કસારાગોડમાં એક ક્રિકેટ મેચમાં એવો નજારો સર્જાયો જે આજ સુધી ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું. કસારા ગોડ અને વાયનાડ અન્ડર 19 યુવતીઓની ક્રિકેટ મેચમાં એક ટીમના બધા જ ખેલાડીઓ 0 રનમાં ઓલાઉટ થઈ ગયા. વાયનાડ સામે બેટિંગ કરતા કસારાગોડની તમામ મહિલા બેટ્સમેનો શૂન્ય રને આઉટ થઈ ગયા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસના સમાચાર ચૂકાઈ ગયા છે ? તો અહીં ક્લિક કરો અને આજના તમામ સમાચાર એક સાથે વાંચો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK