વાંચો 8 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: May 09, 2019, 20:04 IST | Bhavin
 • ઉત્તર ગુજરાતના કડી ગામના લોર ગામમાં એક યુવકને ઘોડી પર બેસાડવાને લઈને વિવાદ થયો. જે બાદ સવર્ણ સમાજે અનુસૂચિત જાતિના 40 પરિવારોનો સામાજિક બહિષ્કાર કર્યો, જે બાદ ગામમાં તેમનું રહેવું મુશ્કેલ થઈ ગયુ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તારની આ ઘટના છે. જેમાં બે દિવસ પહેલા એ અનુસૂચિત જાતિના યુવકને ઘોડી પર બેસાડીને બેંડ વાજા સાથે તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગામના સવર્ણ સમાજના લોકો સાથે તેમની બોલાચાલી પણ થઈ.

  ઉત્તર ગુજરાતના કડી ગામના લોર ગામમાં એક યુવકને ઘોડી પર બેસાડવાને લઈને વિવાદ થયો. જે બાદ સવર્ણ સમાજે અનુસૂચિત જાતિના 40 પરિવારોનો સામાજિક બહિષ્કાર કર્યો, જે બાદ ગામમાં તેમનું રહેવું મુશ્કેલ થઈ ગયુ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તારની આ ઘટના છે. જેમાં બે દિવસ પહેલા એ અનુસૂચિત જાતિના યુવકને ઘોડી પર બેસાડીને બેંડ વાજા સાથે તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગામના સવર્ણ સમાજના લોકો સાથે તેમની બોલાચાલી પણ થઈ.

  1/10
 • રાજ્યમાં તુવેર કાંડ બાદ હવે ખાતરના કૌભાંડની આશંકા છે. જેતપુરના ખાતર ડેપોમાં ખાતરનું વજન ઓછું હોવાનો ારોપ મુકાયો છે. જોકે સાવચેતીના ભાગ રૂપે કૃષિ મંત્રી આર. સી ફળદુએ પહેલેથી જ તપાસના આદેશ આપી દીધા છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ અધિકારીઓ ને તપાસ કરવા સૂચના આપી છે. વિભાગના અધિકારીઓ પાસે બનાવ અંગેની મહિતો મંગાવી રાજ્ય સરકારમાં આ અંગેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. કૃષિ વિભાગે આ અંગેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપ્યો છે.

  રાજ્યમાં તુવેર કાંડ બાદ હવે ખાતરના કૌભાંડની આશંકા છે. જેતપુરના ખાતર ડેપોમાં ખાતરનું વજન ઓછું હોવાનો ારોપ મુકાયો છે. જોકે સાવચેતીના ભાગ રૂપે કૃષિ મંત્રી આર. સી ફળદુએ પહેલેથી જ તપાસના આદેશ આપી દીધા છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ અધિકારીઓ ને તપાસ કરવા સૂચના આપી છે. વિભાગના અધિકારીઓ પાસે બનાવ અંગેની મહિતો મંગાવી રાજ્ય સરકારમાં આ અંગેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. કૃષિ વિભાગે આ અંગેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપ્યો છે.

  2/10
 • રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમી ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

  રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમી ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

  3/10
 • આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે. રાજ્યમાં 35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ આવ્યો છે. પરીક્ષાના કેન્દ્રોની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા સ્થાને આવ્યું છે.

  આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે. રાજ્યમાં 35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ આવ્યો છે. પરીક્ષાના કેન્દ્રોની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા સ્થાને આવ્યું છે.

  4/10
 • સુપ્રીમ કોર્ટ 10મી મેના રોજ અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુનાવણી કરશે. પાંચ જજની બંધારણીય બેન્ચ આ મામલે સુનાવણી કરશે. છેલ્લે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીઓને આ કેસનો ઉકેલ લાવવા જવાબદારી સોંપી હતી. પક્ષકારોએ સજેસ્ટ કરેલા નામ પર વિચાર કર્યા બાદ ત્રણ સભ્યોની મધ્યસ્થતાની પેનલ તૈયાર કરવામાં આવી હતી. કોર્ટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરી હતી. આવતીકાલે આ મધ્યસ્થીઓએ શું ચર્ચા કરી તેનો પણ ખુલાસો થશે.

  સુપ્રીમ કોર્ટ 10મી મેના રોજ અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુનાવણી કરશે. પાંચ જજની બંધારણીય બેન્ચ આ મામલે સુનાવણી કરશે. છેલ્લે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીઓને આ કેસનો ઉકેલ લાવવા જવાબદારી સોંપી હતી. પક્ષકારોએ સજેસ્ટ કરેલા નામ પર વિચાર કર્યા બાદ ત્રણ સભ્યોની મધ્યસ્થતાની પેનલ તૈયાર કરવામાં આવી હતી. કોર્ટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરી હતી. આવતીકાલે આ મધ્યસ્થીઓએ શું ચર્ચા કરી તેનો પણ ખુલાસો થશે.

  5/10
 • દિલ્હીમાં ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માહોલ ગરમાયો છે. આપના દિલ્હી લોકસભા બેઠકના ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો છે. આતિશીનો આરોપ છે કે ગૌતમ ગંભીરે તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરેલા ચોપાનિયા વહેંચ્યા છે.


  દિલ્હીમાં ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માહોલ ગરમાયો છે. આપના દિલ્હી લોકસભા બેઠકના ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો છે. આતિશીનો આરોપ છે કે ગૌતમ ગંભીરે તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરેલા ચોપાનિયા વહેંચ્યા છે.

  6/10
 • નાપાક પાકિસ્તાન ફરી એકવાર નાપાક હરકત કરવા તૈયાર થઈ રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓની માહિતી પ્રમામે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સરહદ નજીક આતંકી કેમ્પોને સક્રિય કર્યા છે.  નિયંત્રણ રેખા પર આતંકી લોન્ચ પેડ ફરી સક્રિય થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 45 જેટલાં આતંકવાદીઓ લોન્ચપેડ પરથી ઘૂસણખોરીની તૈયારીઓ કરી રહ્યા છે.

  નાપાક પાકિસ્તાન ફરી એકવાર નાપાક હરકત કરવા તૈયાર થઈ રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓની માહિતી પ્રમામે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સરહદ નજીક આતંકી કેમ્પોને સક્રિય કર્યા છે.  નિયંત્રણ રેખા પર આતંકી લોન્ચ પેડ ફરી સક્રિય થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 45 જેટલાં આતંકવાદીઓ લોન્ચપેડ પરથી ઘૂસણખોરીની તૈયારીઓ કરી રહ્યા છે.

  7/10
 • સલમાન ખાન બોલીવુડની મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના દબંગ ખાન લગ્ન ક્યારે કરશે એ સવાલ વર્ષોથી ફેન્સ પૂછી રહ્યા છે. સલમાન ખાનના લગ્ન માટે ઈંતેજારીથી રાહ જોઈ રહ્યા છે. દરેક વખતે સલમાન ખાન લગ્નના સવાલને ગુપચાવી દે છે. સલમાન ખાનના લગ્ન વિશે ભલે કોઈ અંદાજ ન હોય, પરંતુ તે હવે પિતા બને તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના આધારે દાવો કર્યો છે કે સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

  સલમાન ખાન બોલીવુડની મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના દબંગ ખાન લગ્ન ક્યારે કરશે એ સવાલ વર્ષોથી ફેન્સ પૂછી રહ્યા છે. સલમાન ખાનના લગ્ન માટે ઈંતેજારીથી રાહ જોઈ રહ્યા છે. દરેક વખતે સલમાન ખાન લગ્નના સવાલને ગુપચાવી દે છે. સલમાન ખાનના લગ્ન વિશે ભલે કોઈ અંદાજ ન હોય, પરંતુ તે હવે પિતા બને તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના આધારે દાવો કર્યો છે કે સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

  8/10
 • આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફૅન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ફાઈનલી દયાભાભીનું પાત્ર શૉમાં ઝડપથી પાછું ફરી શકે છે. અને સારા સમાચાર એ પણ છે કે દિશા વાકાણી જ દયાબેનના રોલમાં પાછા ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દિશા વાકાણી 18 મેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર દેખાઈ શકે છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

  આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફૅન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ફાઈનલી દયાભાભીનું પાત્ર શૉમાં ઝડપથી પાછું ફરી શકે છે. અને સારા સમાચાર એ પણ છે કે દિશા વાકાણી જ દયાબેનના રોલમાં પાછા ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દિશા વાકાણી 18 મેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર દેખાઈ શકે છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

  9/10
 • અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં મુકેશ અંબાણીના 70 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. આ ટ્રેડ વૉરના કારણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં લગભગ 4 ટકા જેટલા ઘટ્યા છે.

  અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં મુકેશ અંબાણીના 70 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. આ ટ્રેડ વૉરના કારણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં લગભગ 4 ટકા જેટલા ઘટ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતથી લઈને રાષ્ટ્રીય રાજકારણ અને રમતગમતથી લઈ બોલીવુડના તમામ મહત્વની ઘટનાઓના સમાચાર વાંચો અહીં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK