આ છે આજના દિવસની એ ઘટનાઓ જે તમારે જાણવી છે જરૂરી

Updated: Jun 04, 2019, 20:15 IST | Vikas Kalal
 • મોદી સરકાર ફરી એકવાર સરકાર બનાવ્યા પછી બજેટની તૈયારી કરી રહી છે. મોદી સરકાર 5 જૂલાઈએ બજેટ રજૂ કરશે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી વિઝિટર્સ અને મીડિયા સીમાની બહાર થઈ જશે. મોદી સરકાર ફેબ્રુઆરીમાં અંતરીમ બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ સરકાર બનાવ્યા પછી મોદી સરકાર સંપૂર્ણ બજેટ પ્રસ્તુત કરશે.

  મોદી સરકાર ફરી એકવાર સરકાર બનાવ્યા પછી બજેટની તૈયારી કરી રહી છે. મોદી સરકાર 5 જૂલાઈએ બજેટ રજૂ કરશે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી વિઝિટર્સ અને મીડિયા સીમાની બહાર થઈ જશે. મોદી સરકાર ફેબ્રુઆરીમાં અંતરીમ બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ સરકાર બનાવ્યા પછી મોદી સરકાર સંપૂર્ણ બજેટ પ્રસ્તુત કરશે.

  1/10
 • સોમવારથી જૉરહાટ એરબેસેથી ઉડ્ડયન પછી ભારતીય વાયુસેનાનું વિમાન એએન -32 ગુમ થયુ હતું . આ વિમાન બપોરે 12.25 વાગ્યે ઉડ્ડયન ભરી હતી અને છેલ્લી વાર બપોરે એક વાગ્યે વિમાનથી સંપર્ક થયો હતો. અત્યાર સુધી વિમાન વિશે કોઈ માહિતી મળી નથી. વાયુસેના અનુસાર વિમાનમાં 8 ક્રૂ અને 5 મુસાફરો હતા.

  સોમવારથી જૉરહાટ એરબેસેથી ઉડ્ડયન પછી ભારતીય વાયુસેનાનું વિમાન એએન -32 ગુમ થયુ હતું . આ વિમાન બપોરે 12.25 વાગ્યે ઉડ્ડયન ભરી હતી અને છેલ્લી વાર બપોરે એક વાગ્યે વિમાનથી સંપર્ક થયો હતો. અત્યાર સુધી વિમાન વિશે કોઈ માહિતી મળી નથી. વાયુસેના અનુસાર વિમાનમાં 8 ક્રૂ અને 5 મુસાફરો હતા.

  2/10
 • અગામી 48 કલાકમાં ચોમાસું કેરળમાં પ્રવેશે તેવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણમાંથી આવનારા પવનોના કારણે ચોમાસાને આગળ વધવા અને તેને મજબૂત થવામાં મદદ મળી રહી છે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમસાનો પ્રથમ વરસાદ 1 જૂનની આસપાસ આવે છે

  અગામી 48 કલાકમાં ચોમાસું કેરળમાં પ્રવેશે તેવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણમાંથી આવનારા પવનોના કારણે ચોમાસાને આગળ વધવા અને તેને મજબૂત થવામાં મદદ મળી રહી છે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમસાનો પ્રથમ વરસાદ 1 જૂનની આસપાસ આવે છે

  3/10
 • અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી રૂપિયા 7 કરોડની કિંમતનું 24 કિલો સોનું ઝડપાયું છે. સોનું બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. આજે સવારે આવેલી દુબઇની ફલાઇટમાં એક પેસેન્જર આવ્યો હતો. કાર્ગોની ટ્રોલી રાખવામાં આવે છે, ત્યાં એરકાર્ગોનું કામ કરતા એક શખ્સને તેણે બોક્સ આપ્યું હતું, ત્યારે જ કસ્ટમના અધિકારીઓએ જીગ્નેશ નામના શખ્સને સોના સાથે ઝડપી લીધો હતો. 

  અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી રૂપિયા 7 કરોડની કિંમતનું 24 કિલો સોનું ઝડપાયું છે. સોનું બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. આજે સવારે આવેલી દુબઇની ફલાઇટમાં એક પેસેન્જર આવ્યો હતો. કાર્ગોની ટ્રોલી રાખવામાં આવે છે, ત્યાં એરકાર્ગોનું કામ કરતા એક શખ્સને તેણે બોક્સ આપ્યું હતું, ત્યારે જ કસ્ટમના અધિકારીઓએ જીગ્નેશ નામના શખ્સને સોના સાથે ઝડપી લીધો હતો. 

  4/10
 • સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 વિર્ધાર્થીઓ ભડથું થયા બાદ રાજ્યમાં તમામ શહેરોમાં ટ્યુનશ ક્લાસીસમાં તવાઇ લાગી ગઇ છે. ત્યારે આજે જુનાગઢ ટ્યુશન ક્લાસીસને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ ફાયરસેફટીના મુદ્દે 14 ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત સામે આવી છે કે મનપા દ્વારા તપાસ કર્યા વગર જ આ મંજૂરી આપવામાં આવી છે અને તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનપા દ્વારા હોટેલ ઉપર ચાલતા ટ્યુશન ક્લાસને પણ મંજૂરી આપવામાં આવી છે.

  સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 વિર્ધાર્થીઓ ભડથું થયા બાદ રાજ્યમાં તમામ શહેરોમાં ટ્યુનશ ક્લાસીસમાં તવાઇ લાગી ગઇ છે. ત્યારે આજે જુનાગઢ ટ્યુશન ક્લાસીસને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ ફાયરસેફટીના મુદ્દે 14 ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત સામે આવી છે કે મનપા દ્વારા તપાસ કર્યા વગર જ આ મંજૂરી આપવામાં આવી છે અને તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનપા દ્વારા હોટેલ ઉપર ચાલતા ટ્યુશન ક્લાસને પણ મંજૂરી આપવામાં આવી છે.

  5/10
 • WWDC 2019 દરમિયાન Apple એ iphone અને iPod માટે નવી ઓપરેટિંગ સિસ્ટમનું નવુ વર્ઝન iOS 13 ને લોન્ચ કર્યો છે. નવા આઈઓએસમાં ઘણા નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવા iOSમાં ડાર્ક મોડ, નવા Apple map experience, ફોટો એપમાં એન્હાન્સમેન્ટ અને અન્ય ઘણા ફિચર્સને ઉમેરવામાં આવ્યા છે. iOS 13 ડેવલપર્સ માટે પ્રીવ્યૂના ભાગ રુપે ઉપલબ્ધ છે. પરંતુ આ ફિચર્સ યૂઝર્સ માટે ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. iOS યૂઝર્સને આ મહિનાના અંત સુધીમાં પબ્લિક બીટા વર્ઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  WWDC 2019 દરમિયાન Apple એ iphone અને iPod માટે નવી ઓપરેટિંગ સિસ્ટમનું નવુ વર્ઝન iOS 13 ને લોન્ચ કર્યો છે. નવા આઈઓએસમાં ઘણા નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવા iOSમાં ડાર્ક મોડ, નવા Apple map experience, ફોટો એપમાં એન્હાન્સમેન્ટ અને અન્ય ઘણા ફિચર્સને ઉમેરવામાં આવ્યા છે. iOS 13 ડેવલપર્સ માટે પ્રીવ્યૂના ભાગ રુપે ઉપલબ્ધ છે. પરંતુ આ ફિચર્સ યૂઝર્સ માટે ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. iOS યૂઝર્સને આ મહિનાના અંત સુધીમાં પબ્લિક બીટા વર્ઝન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  6/10
 •  હ્રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર-30નું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ફિલ્મમાં હ્રિતિક રોશન શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફિલ્મના ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં હ્રિતિક ગરીબ બાળકોને શિક્ષણ આપતો જોવા મળશે

   હ્રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર-30નું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ફિલ્મમાં હ્રિતિક રોશન શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફિલ્મના ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં હ્રિતિક ગરીબ બાળકોને શિક્ષણ આપતો જોવા મળશે

  7/10
 • જો બોલીવુડના ટ્રેડ સોર્સની વાત માનીએ તો ધૂમ 4ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મના મેકર્સ શાહરુખ ખાનને ધૂમની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનાવવા ઈચ્છી રહ્યા છે. શાહરુખ ખાન 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ એક પણ ફિલ્મ નથી કરી રહ્યા. ધૂમનો પહેલો ભાગ 2004માં રિલીઝ થયો હતો, જેમાં જ્હોન અબ્રાહલમ લીડ રોલમાં હતો. તો ફિલ્મની સિક્વલમાં હ્રિતિક રોશનને કાસ્ટ કરાયા હતા. જ્યારે 2013માં આવેલી ધૂમ 3માં આમીર ખાને ગ્રે શેડનો રોલ કર્યો હતો.

  જો બોલીવુડના ટ્રેડ સોર્સની વાત માનીએ તો ધૂમ 4ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મના મેકર્સ શાહરુખ ખાનને ધૂમની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનાવવા ઈચ્છી રહ્યા છે. શાહરુખ ખાન 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ એક પણ ફિલ્મ નથી કરી રહ્યા. ધૂમનો પહેલો ભાગ 2004માં રિલીઝ થયો હતો, જેમાં જ્હોન અબ્રાહલમ લીડ રોલમાં હતો. તો ફિલ્મની સિક્વલમાં હ્રિતિક રોશનને કાસ્ટ કરાયા હતા. જ્યારે 2013માં આવેલી ધૂમ 3માં આમીર ખાને ગ્રે શેડનો રોલ કર્યો હતો.

  8/10
 • વર્લ્ડ કપ 2019માં આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે રમાઈ રહી છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 8 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા છે. શ્રીલંકાની ટીમની બેટિંગ અફઘાનિસ્તાન બોલરો સામે લાચાર જોવા મળી હતી જો કે વરસાદે મેચની મજા બગાડી હતી. વરસાદના કારણે ગેમ રોકવામાં આવી છે.

  વર્લ્ડ કપ 2019માં આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે રમાઈ રહી છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 8 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા છે. શ્રીલંકાની ટીમની બેટિંગ અફઘાનિસ્તાન બોલરો સામે લાચાર જોવા મળી હતી જો કે વરસાદે મેચની મજા બગાડી હતી. વરસાદના કારણે ગેમ રોકવામાં આવી છે.

  9/10
 •  ICC વર્લ્ડ કપ 2019ની શરુઆતમાં જ 2 હાર સાથે સાઉથ આફ્રિકા પ્રેશરમાં છે ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ડેલ સ્ટેનની ખભાની ઈજા હજુ સુધી સારી થઈ નથી જેના કારણે સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટમાંથી બહાર થવુ પડી રહ્યું છે. 5 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે જેમાં સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.

   ICC વર્લ્ડ કપ 2019ની શરુઆતમાં જ 2 હાર સાથે સાઉથ આફ્રિકા પ્રેશરમાં છે ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ડેલ સ્ટેનની ખભાની ઈજા હજુ સુધી સારી થઈ નથી જેના કારણે સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટમાંથી બહાર થવુ પડી રહ્યું છે. 5 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે જેમાં સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શું આજે આખો દિવસ સમાચાર નથી વાંચ્યા ? દિવસની ઘટનાઓ નથી ખબર ? તો ચિંતા ન કરો અહીં વાંચો એક ક્લિકે આજના દિવસની તમામ ઘટનાઓ જે જાણવી જરૂરી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK