આ છે આજના દિવસની એ ઘટનાઓ જે તમારે જાણવી છે જરૂરી

Published: May 29, 2019, 19:51 IST | Bhavin
 • પદનામિત વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન આ વખતે સૌથી વધુ મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ગુરૂવારે સાંજે થનારા આ શપથ સમારોહમાં 6500 લોકો હાજર રહેશે. જેમાં 14 દેશના પ્રમુખો, અનેક દેશોના દૂત, બુદ્ધિજીવીઓ, રાજનૈતિક કાર્યકર્તાઓ, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, સિનેમા જગતની હસ્તીઓ સામેલ થશે.

  પદનામિત વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન આ વખતે સૌથી વધુ મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ગુરૂવારે સાંજે થનારા આ શપથ સમારોહમાં 6500 લોકો હાજર રહેશે. જેમાં 14 દેશના પ્રમુખો, અનેક દેશોના દૂત, બુદ્ધિજીવીઓ, રાજનૈતિક કાર્યકર્તાઓ, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, સિનેમા જગતની હસ્તીઓ સામેલ થશે.

  1/10
 • ગુજરાતમાં ભારત સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરતો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદો સંસદ અને રાજ્યસભામાં પાસર કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરનાર ગુજરાતમાં 23 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જો કે લોકસભા ચૂંટણીના કારણે આદર્શ આચારસંહિતા અમલમાં હતી. જે સમાપ્ત થયા બાદ સરકારે આ કાયદાને લાગૂ કરવાની જાહેરાત કરી છે. બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આાગામી સત્રથી જ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરિંગના ઉચ્ચે અભ્યાસમાં 10 ટકા EBCનો અમલ કરવામાં આવશે.

  ગુજરાતમાં ભારત સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરતો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદો સંસદ અને રાજ્યસભામાં પાસર કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરનાર ગુજરાતમાં 23 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જો કે લોકસભા ચૂંટણીના કારણે આદર્શ આચારસંહિતા અમલમાં હતી. જે સમાપ્ત થયા બાદ સરકારે આ કાયદાને લાગૂ કરવાની જાહેરાત કરી છે. બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આાગામી સત્રથી જ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરિંગના ઉચ્ચે અભ્યાસમાં 10 ટકા EBCનો અમલ કરવામાં આવશે.

  2/10
 • અમદાવાદમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ડોક્ટર્સને જ ટીબી થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની જાણીતી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના 17 ડોક્ટરો બીમાર હોવાના અહેવાલ છે. વાડીલાલ સારાભાઈ એટલે કે વી. એસ. હોસ્પિટલ વારંવાર વિવાદોમાં સપડાતી હોય છે. પરંતુ આ વખતે તો હોસ્પિટલના 17 જેટલા ડોક્ટરોને જ ટીબી થયો હોવાના અહેવાલ છે.

  અમદાવાદમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ડોક્ટર્સને જ ટીબી થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની જાણીતી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના 17 ડોક્ટરો બીમાર હોવાના અહેવાલ છે. વાડીલાલ સારાભાઈ એટલે કે વી. એસ. હોસ્પિટલ વારંવાર વિવાદોમાં સપડાતી હોય છે. પરંતુ આ વખતે તો હોસ્પિટલના 17 જેટલા ડોક્ટરોને જ ટીબી થયો હોવાના અહેવાલ છે.

  3/10
 • અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી અમદાવાદના એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી અમદાવાદના એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  4/10
 • એક તરફ અમૂલ ડેરીએ દૂધના ભાવ વધારતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ અમૂલે મહત્વની જાહેરાત કરી છે. અમૂલ ડેરીએ બનાસકાંઠા અને હિંમતનગરમાં બે નવા પ્લાન્ટને વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. સાથે જ અમૂલે 2 વર્ષમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં 1200 કરોડ રૂપિયાનું રોકાણની પણ જાહેરાત કરી છે. અમૂલે દેશભરમાં જુદા જુદા સ્થળોએ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે યોજના તૈયાર કરી છે.

  એક તરફ અમૂલ ડેરીએ દૂધના ભાવ વધારતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ અમૂલે મહત્વની જાહેરાત કરી છે. અમૂલ ડેરીએ બનાસકાંઠા અને હિંમતનગરમાં બે નવા પ્લાન્ટને વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. સાથે જ અમૂલે 2 વર્ષમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં 1200 કરોડ રૂપિયાનું રોકાણની પણ જાહેરાત કરી છે. અમૂલે દેશભરમાં જુદા જુદા સ્થળોએ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે યોજના તૈયાર કરી છે.

  5/10
 • ઉનાળો તેની ચરમસીમા પર છે. જબરજસ્ત ગરમીને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા જાતભાતના ઉપાયો છતાંય તાપ દઝાડી રહ્યો છે. દૂર દૂર સુધી હજી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે હવામાન વિભાગ પણ ગજરાતમાં વરસાદ ક્યારથી પડશે તે અંગે મગનું નામ મરી નથી પાડી રહ્યા. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું શરૂ થાય ત્યાર બાદ જ ગુજરાતમાં ક્યારથી વરસાદ પડશે તેનો અંદાજ લગાવી શકાય.

  ઉનાળો તેની ચરમસીમા પર છે. જબરજસ્ત ગરમીને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા જાતભાતના ઉપાયો છતાંય તાપ દઝાડી રહ્યો છે. દૂર દૂર સુધી હજી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે હવામાન વિભાગ પણ ગજરાતમાં વરસાદ ક્યારથી પડશે તે અંગે મગનું નામ મરી નથી પાડી રહ્યા. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું શરૂ થાય ત્યાર બાદ જ ગુજરાતમાં ક્યારથી વરસાદ પડશે તેનો અંદાજ લગાવી શકાય.

  6/10
 • કેન્યામાંથી પોલીસે મૂળ ગુજરાતી પતિ પત્નીને તાત્કાલિક અસરથી હકાલ પટ્ટી કરી છે. પોતની પુત્રી સાથે ગેર વર્તણૂંક કરવા બદલ કેન્યાની સરકારે આ ગુજરાતી યુગલને ડિપોર્ટ કરી દીધું છે. કેન્યાના ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન પ્રમાણે પુત્રીને હેરાન કરવાના ગુનાસર આ કપલની કેન્યામાંથી હકાલ પટ્ટી કરાઈ છે.

  કેન્યામાંથી પોલીસે મૂળ ગુજરાતી પતિ પત્નીને તાત્કાલિક અસરથી હકાલ પટ્ટી કરી છે. પોતની પુત્રી સાથે ગેર વર્તણૂંક કરવા બદલ કેન્યાની સરકારે આ ગુજરાતી યુગલને ડિપોર્ટ કરી દીધું છે. કેન્યાના ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન પ્રમાણે પુત્રીને હેરાન કરવાના ગુનાસર આ કપલની કેન્યામાંથી હકાલ પટ્ટી કરાઈ છે.

  7/10
 • મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બનેલા એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં લોકસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ ચર્ચામાં આવી ગયા હતા. અને હવે ચૂંટણી જીત્યા બાદ પણ તેઓ સમાચારોમાં ચમકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ બંને એક્ટ્રેસનો એક ટિકટોક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસ બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે.

  મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બનેલા એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં લોકસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ ચર્ચામાં આવી ગયા હતા. અને હવે ચૂંટણી જીત્યા બાદ પણ તેઓ સમાચારોમાં ચમકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ બંને એક્ટ્રેસનો એક ટિકટોક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસ બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે.

  8/10
 • બીમારી સામે લડી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અરૂણ જેટલીએ પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે. પત્રમાં અરૂણ જેટલીએ લખ્યું છે,'છેલ્લા 18 મહિનાથી બીમાર છું, મારી તબિયત ખરાબ છે. એટલે મને મંત્રીપદ આપવા પર વિચાર ન કરો.' અરૂણ જેટલીએ પત્રમાં લખ્યું છે,'તમારી આગેવાનીમાં 5 વર્ષ કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. આ પહેલા પણ મને NDA સરકારમાં જવાબદારી અપાઈ હતી. સરકાર ઉપરાંત સંગઠન અને વિપક્ષના નેતા તરીકે મને મહત્વની જવાબદારી સોંપાઈ હતી. હવે મને કશું નથી જોઈતું.'

  બીમારી સામે લડી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અરૂણ જેટલીએ પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શૅર કર્યો છે. પત્રમાં અરૂણ જેટલીએ લખ્યું છે,'છેલ્લા 18 મહિનાથી બીમાર છું, મારી તબિયત ખરાબ છે. એટલે મને મંત્રીપદ આપવા પર વિચાર ન કરો.' અરૂણ જેટલીએ પત્રમાં લખ્યું છે,'તમારી આગેવાનીમાં 5 વર્ષ કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. આ પહેલા પણ મને NDA સરકારમાં જવાબદારી અપાઈ હતી. સરકાર ઉપરાંત સંગઠન અને વિપક્ષના નેતા તરીકે મને મહત્વની જવાબદારી સોંપાઈ હતી. હવે મને કશું નથી જોઈતું.'

  9/10
 • આવતીકાલથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે રાત્રે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30થી 10.30 વાગ્યા સુધી લંડનમાં વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે. આ કાર્યક્રમ બકિંઘમ પેલેસ પાસે આવેલા લંડન મૉલમાં યોજાશે. ઉદઘાટન સમારોહમાં ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવાર સામેલ થશે. 

  આવતીકાલથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે રાત્રે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30થી 10.30 વાગ્યા સુધી લંડનમાં વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે. આ કાર્યક્રમ બકિંઘમ પેલેસ પાસે આવેલા લંડન મૉલમાં યોજાશે. ઉદઘાટન સમારોહમાં ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવાર સામેલ થશે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શું આજે આખો દિવસ સમાચાર નથી વાંચ્યા ? દિવસની ઘટનાઓ નથી ખબર ? તો ચિંતા ન કરો અહીં વાંચો એક ક્લિકે આજના દિવસની તમામ ઘટનાઓ જે જાણવી જરૂરી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK