સુરતમાં લાગેલી આગ બાદ તંત્ર સતત એક્શનમાં દેખાઈ રહ્યું છે. બચાવ કામગીરી અંગે ફાયરબ્રિગેડ પર પસ્તાળ પડ્યા બાદ તંત્રએ આકરા પગલાં લીધા છે. જવાબદાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તો માનવ અધિકાર પંચે પણ રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
1/10
સુરતની ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. દરેક શહેરમાં તાત્કાલિક ટ્યુશન ક્લાસિસ અને ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી થઈ રહી છે. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ છે.
2/10
લોકસભામાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રવિવારે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદીએ પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન રવિવારે સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગુજરાત પહોંચશે અને ત્યાર બાદ તે સીધા ખાનપુર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય જશે, ત્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
3/10
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ NDAએ નવી સરકાર રચવાની તૈયારી આદરી દીધી છે. દિલ્હીમાં યોજાયેલી સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કર્યુ હતું. આ પ્રસ્તાવને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો. બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.
4/10
ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી છે. જો કે મમતા બેનર્જીએ પક્ષ પ્રમુખ તરીકે કામ કરવાન ી ખાતરી આપી છે. રાજ્યમાં ટીએમસીના ખરાબ પ્રદર્શનને કારણે મમતા બેનર્જીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.
5/10
લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા રજૂઆત કરી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે,'અધ્યક્ષે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી, પંરતુ બાકીના સભ્યોએ આ માગ સર્વ સંમતિથી ફગાવી દીધી.'
6/10
માીક્રોસોફ્ટના કો ફાઉન્ડર અને વિશ્વા બીજા નંબરના પૈસાદાર બિઝનેસ મેન બિલ ગેટ્સે પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. બિલ ગેટ્સે મોદીની જીતને નોંધપાત્ર ગણાવી છે. બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર કહ્યું કે સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસને સારા બનાવવાની તમારી કટિબદ્ધતાથી ઘણાં લોકોના જીવનમાં સુધારો આવશે.
7/10
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવેલી ફિલ્મ આખરે 24મેના રિલીઝ થઇ. બૉક્સ ઑફિસ પર ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ રિલીઝ થઇ છે. જો કે ફિલ્મ પહેલા દિવસે માત્ર 2.88 કરોડની કમાણી કરી શકી છે.
8/10
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શનિવારે બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા. દર્શન બાદ મુકેશ અંબાણી ગીતાના પાઠમાં સામેલ થયા હતા. મુકેશ અંબાણીએ ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું.
9/10
વર્લ્ડ કપ 2019ની શરુઆત પહેલા જ ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન અને વિજય શંકર ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019 પહેલા ભારત ન્યુઝી લેન્ડ સામે અભ્યાસ મેચ રમી રહ્યું છે આ પહેલા ધવન અને વિજય પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. શિખર ધવનને હોઠ પર ઈજા થઈ હતી જ્યારે શિખર ધવનના ખભા પર ઈજા થઈ હતી.
10/10
ફોટોઝ વિશે
ચૂંટણી પરિણામ પછી શું છે રાજકીય સ્થિતિ, સુરતમાં આગ બાદ શું છે પ્રતિક્રિયા, વર્લ્ડ કપ માટે શું કરી રહી છે ટીમ ઈન્ડિયા, બોલીવુડમાં શું છે ખાસ, વાંચો આજના દિવસની તમામ અપડેટ્સ એક સાથે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK