8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 22, 2019, 19:44 IST | Bhavin
 • પાકિસ્તાનની બડાશ પાકિસ્તાની સૈન્યએ પુલવામા હુમલા બાદ છેક શુક્રવારે પોતાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સૈન્યના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પત્રકારો સાથે વાતચીત કરીને પુલવામા હુમલે પોતાનું નિવેદન આપ્યું. ગફૂરે કહ્યું કે અમે યુદ્ધની તૈયારી નથી કરી રહ્યા, પરંતુ ભારત ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન યુદ્ધની શરૂઆત નથી કરી રહ્યું, પરંતુ જો સામેથી યુદ્ધ થશે તો અમે જવાબ આપીશું.

  પાકિસ્તાનની બડાશ

  પાકિસ્તાની સૈન્યએ પુલવામા હુમલા બાદ છેક શુક્રવારે પોતાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સૈન્યના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પત્રકારો સાથે વાતચીત કરીને પુલવામા હુમલે પોતાનું નિવેદન આપ્યું. ગફૂરે કહ્યું કે અમે યુદ્ધની તૈયારી નથી કરી રહ્યા, પરંતુ ભારત ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન યુદ્ધની શરૂઆત નથી કરી રહ્યું, પરંતુ જો સામેથી યુદ્ધ થશે તો અમે જવાબ આપીશું.

  1/10
 • સચિને કહ્યું રમવું જોઈએ ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરે પણ હવે પાકિસ્તાન સાથે મેચ રમવા પર નિવેદન આપ્યું છે. સચિન તેન્ડુલકરે પાકિસ્તાન સાથે મેચ રમવા પર ભાર મૂક્યો છે. શુક્રવારે સચિને નિવેદન આપ્યું કે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ન રમીને તેમને 2 પોઈન્ટ આપી ન શકાય, કારણ કે ક્રિકેટના આ મહાકુંભમાં આમ કરવાથી પાકિસ્તાનને જ ફાયદો થશે. તેન્ડુલકરે પણ સુનિલ ગાવસ્કરના નિવેદનને ટેકો આપ્યો છે. સચિને કહ્યું કે વર્લ્ડ કપમાં 16 જૂને રમાનારી મેચમાં પાકિસ્તાનને હરાવવું જ વધુ યોગ્ય છે. પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી પાકિસ્તાન સામે મેચ ન રમવા માગ ઉઠી રહી છે.

  સચિને કહ્યું રમવું જોઈએ

  ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરે પણ હવે પાકિસ્તાન સાથે મેચ રમવા પર નિવેદન આપ્યું છે. સચિન તેન્ડુલકરે પાકિસ્તાન સાથે મેચ રમવા પર ભાર મૂક્યો છે. શુક્રવારે સચિને નિવેદન આપ્યું કે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ન રમીને તેમને 2 પોઈન્ટ આપી ન શકાય, કારણ કે ક્રિકેટના આ મહાકુંભમાં આમ કરવાથી પાકિસ્તાનને જ ફાયદો થશે. તેન્ડુલકરે પણ સુનિલ ગાવસ્કરના નિવેદનને ટેકો આપ્યો છે. સચિને કહ્યું કે વર્લ્ડ કપમાં 16 જૂને રમાનારી મેચમાં પાકિસ્તાનને હરાવવું જ વધુ યોગ્ય છે. પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી પાકિસ્તાન સામે મેચ ન રમવા માગ ઉઠી રહી છે.

  2/10
 • ઝડપાયા જૈશના આતંકી યૂપી એસટીએસને આજે મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વહેલી સવારે સહારનપુરના દેવબંદથી શાહનવાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. તેઓ એક સાથી પણ પકડાયા છે. આ બંને જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે. તેઓ યુવાનોને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરાવવાના કામમાં લાગ્યા હતા.

  ઝડપાયા જૈશના આતંકી

  યૂપી એસટીએસને આજે મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વહેલી સવારે સહારનપુરના દેવબંદથી શાહનવાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. તેઓ એક સાથી પણ પકડાયા છે. આ બંને જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે. તેઓ યુવાનોને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરાવવાના કામમાં લાગ્યા હતા.

  3/10
 • એસટીની હડતાળ યથાવત્ એસટી કર્મચારીઓની હડતાલના પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે એસટી યુનિયનમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાલના બીજા દિવસે એસટી યુનિયનનું કહેવું છે કે એમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર હાથે કરીને ઘર્ષણનું વાતાવરણ ઉભું કરી રહી છે. જો અમને સહકાર નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશું. એસટી બસના કર્મચારીઓની હડતાલ બાદ સરકારે ખાનગી વાહનોની સુવિધા ચાલુ કરી છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને મોટા બસ ટ્રાન્સપોર્ટર્સ સાથે બેઠક કરી વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે.

  એસટીની હડતાળ યથાવત્


  એસટી કર્મચારીઓની હડતાલના પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે એસટી યુનિયનમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાલના બીજા દિવસે એસટી યુનિયનનું કહેવું છે કે એમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર હાથે કરીને ઘર્ષણનું વાતાવરણ ઉભું કરી રહી છે. જો અમને સહકાર નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશું. એસટી બસના કર્મચારીઓની હડતાલ બાદ સરકારે ખાનગી વાહનોની સુવિધા ચાલુ કરી છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને મોટા બસ ટ્રાન્સપોર્ટર્સ સાથે બેઠક કરી વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે.

  4/10
 • શિક્ષકોની હડતાળ સમાપ્ત શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે. સામે શિક્ષકોએ પણ હડતાળ સમાપ્ત થયાની જાહેરાત કરી છે.

  શિક્ષકોની હડતાળ સમાપ્ત

  શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે. સામે શિક્ષકોએ પણ હડતાળ સમાપ્ત થયાની જાહેરાત કરી છે.

  5/10
 • વયમર્યાદામાં છૂટછાટ બિનઅનામત વર્ગને હવે વયમર્યાદામાં પણ છૂટ મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા બિન અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. સરકારના આ નિર્ણયને કારણે 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાજ્ય સરકાર બિન અનામત વર્ગના લોકોને એસસી, એસટીની જેમ વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી હતી. આ મામલે સરકાર બિન અનામત વર્ગના લોકો સાથે ચર્ચા પણ કરી રહી હતી. સાથે જ 10 ટકા અનામત મળે છે, તો અન્ય અનામતની જેમ વયમર્યાદામાં પણ લાભ મળે તેવી માગ ઉઠી હતી.

  વયમર્યાદામાં છૂટછાટ

  બિનઅનામત વર્ગને હવે વયમર્યાદામાં પણ છૂટ મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા બિન અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. સરકારના આ નિર્ણયને કારણે 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાજ્ય સરકાર બિન અનામત વર્ગના લોકોને એસસી, એસટીની જેમ વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી હતી. આ મામલે સરકાર બિન અનામત વર્ગના લોકો સાથે ચર્ચા પણ કરી રહી હતી. સાથે જ 10 ટકા અનામત મળે છે, તો અન્ય અનામતની જેમ વયમર્યાદામાં પણ લાભ મળે તેવી માગ ઉઠી હતી.

  6/10
 • સ્વાઈન ફ્લૂનો સપાટો રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સ્વાઈન ફ્લૂના ભરડામાં છે. છેલ્લા 12 કલાકમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા છે. તો 53 દિવસમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 50 લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા બે દિવસમાં જેતલસરના 60 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો રાજકોટમાં 65 વર્ષીય વૃદ્ધા સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા.

  સ્વાઈન ફ્લૂનો સપાટો

  રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સ્વાઈન ફ્લૂના ભરડામાં છે. છેલ્લા 12 કલાકમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા છે. તો 53 દિવસમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 50 લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા બે દિવસમાં જેતલસરના 60 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો રાજકોટમાં 65 વર્ષીય વૃદ્ધા સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા.

  7/10
 • ઝડપાઈ હથિયારોની ફેક્ટરી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા ભીષણ ફિદાઇન હુમલા બાદ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સરહદે હાઈ અલર્ટની પરિસ્થિતિ વચ્ચે પૂર્વ કચ્છના અબડાસા તાલુકાના અંતરિયાળ બોહા અને રાયધણઝર ગામના સીમાડે વાડીની ઓરડીમાં દેશી બંદૂક-દારૂગોળો બનાવવાનું મિની કારખાનું ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોઠારા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ હિતેન્દ્ર ગઢવીને દેશી હથિયારના કારખાના વિશે બાતમી મળતાં ઇન્ચાર્જ PSI એસ. એ. ગઢવી સહિતના કાફલાએ ગઈ રાત્રે દસ વાગ્યે નૂરમામદ ઈશાક હિંગોરાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

  ઝડપાઈ હથિયારોની ફેક્ટરી

  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા ભીષણ ફિદાઇન હુમલા બાદ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સરહદે હાઈ અલર્ટની પરિસ્થિતિ વચ્ચે પૂર્વ કચ્છના અબડાસા તાલુકાના અંતરિયાળ બોહા અને રાયધણઝર ગામના સીમાડે વાડીની ઓરડીમાં દેશી બંદૂક-દારૂગોળો બનાવવાનું મિની કારખાનું ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોઠારા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ હિતેન્દ્ર ગઢવીને દેશી હથિયારના કારખાના વિશે બાતમી મળતાં ઇન્ચાર્જ PSI એસ. એ. ગઢવી સહિતના કાફલાએ ગઈ રાત્રે દસ વાગ્યે નૂરમામદ ઈશાક હિંગોરાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

  8/10
 • ઓપનિંગ સેરેમની રદ IPL ની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચ 2019થી થઇ રહી છે. પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર ભારત દેશ હાલ શહિદ થયેલી 40થી વધુ જવાનોના પરિવારોના દુખમાં સાથ દઇ રહ્યો છે. ત્યારે 23 માર્ચથી શરૂ થનાર ઇન્ડિયાન પ્રીમિયર લીગને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઇન્ડિયાન પ્રીમિયર લીગની ઓપનીંગ સેરેમની નહી કરવાનો ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલમની કમીટીએ લીધો છે.

  ઓપનિંગ સેરેમની રદ

  IPL ની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચ 2019થી થઇ રહી છે. પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર ભારત દેશ હાલ શહિદ થયેલી 40થી વધુ જવાનોના પરિવારોના દુખમાં સાથ દઇ રહ્યો છે. ત્યારે 23 માર્ચથી શરૂ થનાર ઇન્ડિયાન પ્રીમિયર લીગને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઇન્ડિયાન પ્રીમિયર લીગની ઓપનીંગ સેરેમની નહી કરવાનો ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલમની કમીટીએ લીધો છે.

  9/10
 • ચંદા કોચર સામે લૂકઆઉટ સર્ક્યુલર વીડિયોકૉન લોન મામલામાં CBIએ ICICI બેન્કના પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને વીડિયોકૉન સમૂહના વેણુગોપાલ ધૂતની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. આ પહેલા ઈડી મની લૉન્ડ્રિંન્ગના કથિત મામલામાં તેમની સામે કેસ દાખલ કરી ચુકી છે. અંગ્રેજી અખબાર ધ ઈકૉનોમિક ટાઈમ્સના પ્રમાણે આ પહેલી વાર છે કે જ્યારે ચંદા કોચરની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે ચંદા કોચરના પતિ દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

  ચંદા કોચર સામે લૂકઆઉટ સર્ક્યુલર

  વીડિયોકૉન લોન મામલામાં CBIએ ICICI બેન્કના પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને વીડિયોકૉન સમૂહના વેણુગોપાલ ધૂતની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. આ પહેલા ઈડી મની લૉન્ડ્રિંન્ગના કથિત મામલામાં તેમની સામે કેસ દાખલ કરી ચુકી છે. અંગ્રેજી અખબાર ધ ઈકૉનોમિક ટાઈમ્સના પ્રમાણે આ પહેલી વાર છે કે જ્યારે ચંદા કોચરની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે ચંદા કોચરના પતિ દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

પુલવામા પર પાકિસ્તાની સૈન્યનું નિવેદન, પાક. સામેની મેચ પર શું બોલ્યા સચિન, એસટીની હડતાળથી હાલાકી સહિતના તમામ સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK