આ છે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર

Published: May 15, 2019, 19:52 IST | Bhavin
 • ઉત્તર ગુજરાતમાં દલિતોને વરઘોડો કાઢવા બાબતે થયેલા હુમલાના બનાવો બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. ગઈકાલે જ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકારી કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી આપીને દલિત મહાસંમેલનની જાહેરાત કરી હતી. ત્યારે રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિતોને પણ વરઘોડા કાઢવાનો અધિકાર છે. સરકાર દલિતો સાથે હર હંમેશ છે અને રહેશે.

  ઉત્તર ગુજરાતમાં દલિતોને વરઘોડો કાઢવા બાબતે થયેલા હુમલાના બનાવો બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. ગઈકાલે જ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકારી કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી આપીને દલિત મહાસંમેલનની જાહેરાત કરી હતી. ત્યારે રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિતોને પણ વરઘોડા કાઢવાનો અધિકાર છે. સરકાર દલિતો સાથે હર હંમેશ છે અને રહેશે.

  1/10
 • રાજ્યના 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓ જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 21 મેના રોજ દસમા ધોરણનું પરિણામ આવશે. જેને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. શિક્ષણમંત્રી આધિકારીક રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ મળી જશે.

  રાજ્યના 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓ જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 21 મેના રોજ દસમા ધોરણનું પરિણામ આવશે. જેને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. શિક્ષણમંત્રી આધિકારીક રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ મળી જશે.

  2/10
 • પાણીની તીવ્ર ખેંચ અને પાકના નુકસાનથી પીડિત મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં આગામી ચોમાસામાં પણ વરસાદની ખેંચ રહેશે તેમ જ મુંબઈમાં વરસાદનું આગમન સામાન્ય કરતાં પાંચ કે છ દિવસ મોડું થશે એવી આગાહી દેશની ખાનગી ક્ષેત્રની મોસમ સંશોધન કંપની સ્કાયમેટ દ્વારા મંગળવારે કરવામાં આવી છે. આ વર્ષે પણ વિદર્ભ અને મરાઠવાડા તેમ જ ઉત્તર કર્ણાટકમાં વરસાદની ખેંચ રહેશે. મુંબઈમાં ચોમસું એના સામાન્ય આગમન ૧૦ જૂનને બદલે પાંચ કે છ દિવસ મોડું રહે એવી શક્યતા છે.

  પાણીની તીવ્ર ખેંચ અને પાકના નુકસાનથી પીડિત મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં આગામી ચોમાસામાં પણ વરસાદની ખેંચ રહેશે તેમ જ મુંબઈમાં વરસાદનું આગમન સામાન્ય કરતાં પાંચ કે છ દિવસ મોડું થશે એવી આગાહી દેશની ખાનગી ક્ષેત્રની મોસમ સંશોધન કંપની સ્કાયમેટ દ્વારા મંગળવારે કરવામાં આવી છે. આ વર્ષે પણ વિદર્ભ અને મરાઠવાડા તેમ જ ઉત્તર કર્ણાટકમાં વરસાદની ખેંચ રહેશે. મુંબઈમાં ચોમસું એના સામાન્ય આગમન ૧૦ જૂનને બદલે પાંચ કે છ દિવસ મોડું રહે એવી શક્યતા છે.

  3/10
 • 2020માં ભારતમાં ફીફા અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. સુત્રો મુજબ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં પણ રમાશે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સંચાલક મંડળ FIFA સેમિફાઈનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજવા તૈયારી દર્શાવી છે. ફીફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓ મદદ કરવાની તૈયારી બતાવી હતી. અમદાવાદમાં જો આ પ્રકારનું આયોજન થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટૂર્નામેન્ટનું યજમાન બનશે.


  2020માં ભારતમાં ફીફા અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. સુત્રો મુજબ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં પણ રમાશે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સંચાલક મંડળ FIFA સેમિફાઈનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજવા તૈયારી દર્શાવી છે. ફીફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓ મદદ કરવાની તૈયારી બતાવી હતી. અમદાવાદમાં જો આ પ્રકારનું આયોજન થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટૂર્નામેન્ટનું યજમાન બનશે.

  4/10
 • ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ ન મળતાં કોલેજોએ કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30 હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.

  ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ ન મળતાં કોલેજોએ કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30 હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.

  5/10
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે રોડ શો કરી રહ્યા છે. વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં પ્રિયંકા ગાંધી આ મેગા શૉને ઐતિહાસિક બનાવવા મથી રહ્યા હતા. સાંજે સાડા છ વાગ્યાથી આ રોડ શો શરૂ થયો છે. રોડ શોના સમાપન બાદ પ્રિયંકા ગાંધી શ્રીકાશી વિશ્વનાથ અને બાબા કાલ ભૈરવ મંદિરમાં દર્શન પૂજા કરશે.

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે રોડ શો કરી રહ્યા છે. વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં પ્રિયંકા ગાંધી આ મેગા શૉને ઐતિહાસિક બનાવવા મથી રહ્યા હતા. સાંજે સાડા છ વાગ્યાથી આ રોડ શો શરૂ થયો છે. રોડ શોના સમાપન બાદ પ્રિયંકા ગાંધી શ્રીકાશી વિશ્વનાથ અને બાબા કાલ ભૈરવ મંદિરમાં દર્શન પૂજા કરશે.

  6/10
 • પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર હુમલા બાદ સીએમ મમતા બેનર્જીએ કોલકાતામાં પગપાળા માર્ચ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. મમતા બેનર્જીએ ભાજપ પર જબરજસ્ત પ્રહાર કર્યા. ભાજપને ચેતવણી આપતા કહ્યું કે,'તમારા લોકોનું નસીબ સારુ છે કે હું અહીં શાંત બેઠી છું, નહીં તો એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસ અને તમારા ઘર પર કબજો કરી શકું છું.'

  પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર હુમલા બાદ સીએમ મમતા બેનર્જીએ કોલકાતામાં પગપાળા માર્ચ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. મમતા બેનર્જીએ ભાજપ પર જબરજસ્ત પ્રહાર કર્યા. ભાજપને ચેતવણી આપતા કહ્યું કે,'તમારા લોકોનું નસીબ સારુ છે કે હું અહીં શાંત બેઠી છું, નહીં તો એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસ અને તમારા ઘર પર કબજો કરી શકું છું.'

  7/10
 • ખુફિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાને આ વખતે નેપાળ બોર્ડર પરથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં જ ત્રણ આતંકી નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવામાં સફળ રહ્યાં છે. ઘૂસણખોરી કરી ત્રણ આતંકી નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યા છે. આતંકીઓને બાંદીપોરા સુધી પહોંચાડવાનું કામ સાઝિદ મીર ઉર્ફ હૈદર નામના આતંકીએ પોતાના અન્ય આતંકી સાથીઓ સાથે કર્યું છે.

  ખુફિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાને આ વખતે નેપાળ બોર્ડર પરથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં જ ત્રણ આતંકી નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવામાં સફળ રહ્યાં છે. ઘૂસણખોરી કરી ત્રણ આતંકી નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યા છે. આતંકીઓને બાંદીપોરા સુધી પહોંચાડવાનું કામ સાઝિદ મીર ઉર્ફ હૈદર નામના આતંકીએ પોતાના અન્ય આતંકી સાથીઓ સાથે કર્યું છે.

  8/10
 • UBA બેંકે ઋણના લગભગ 182 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરવા માટે માલ્યાના આલીશાન કૉર્નવાલ ટેરેસ અપાર્ટમેન્ટને કબજે કરવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની હતી. બ્રિટિશ હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના જજ સિમૉન બાર્કરના ન્યાયિક સહમતિ આદેશના પ્રમાણે બંને પક્ષોમાં સમજૂતી થઈ જવાના કારણે મામલાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

  UBA બેંકે ઋણના લગભગ 182 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરવા માટે માલ્યાના આલીશાન કૉર્નવાલ ટેરેસ અપાર્ટમેન્ટને કબજે કરવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની હતી. બ્રિટિશ હાઈકોર્ટના ચાંસરી ડિવિઝનના જજ સિમૉન બાર્કરના ન્યાયિક સહમતિ આદેશના પ્રમાણે બંને પક્ષોમાં સમજૂતી થઈ જવાના કારણે મામલાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

  9/10
 • આરોહી પટેલની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં માધુરી દીક્ષીતની યાદ તાજી કરાશે. વિજયગિરી બાવાની આ ફિલ્મમાં ફરી એકવાર 90ના દાયકાની માધુરી દિક્ષીતની ઝલક તાજી થશે. ફિલ્મમાં એક ખાસ પાત્ર છે, જે માધુરી દીક્ષીતની આઈકોનિક મોમેન્ટ્સ ઈશશશ, માર ડાલા અને ધખ ધક ગર્લની મોમેન્ટસ યાદ કરાવશે. આ પાત્ર હેપ્પી ભાવસાર ભજવી રહ્યા છે.  

  આરોહી પટેલની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં માધુરી દીક્ષીતની યાદ તાજી કરાશે. વિજયગિરી બાવાની આ ફિલ્મમાં ફરી એકવાર 90ના દાયકાની માધુરી દિક્ષીતની ઝલક તાજી થશે. ફિલ્મમાં એક ખાસ પાત્ર છે, જે માધુરી દીક્ષીતની આઈકોનિક મોમેન્ટ્સ ઈશશશ, માર ડાલા અને ધખ ધક ગર્લની મોમેન્ટસ યાદ કરાવશે. આ પાત્ર હેપ્પી ભાવસાર ભજવી રહ્યા છે.

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? જાણો એક જ ક્લિકમાં..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK