આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 20, 2019, 14:59 IST | Sheetal Patel
 • ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi હવે 24 મે એ રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે 23 મેએ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે અને એક્ઝિટ પોલ આ વાતનો સંકેત આપી રહ્યા છે કે ફરીથી વડપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. એ વાતને ધ્યાનમાં રાખતા વિવેક ઑબરોયે PM Narendra Modiનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં વિવેક ઑબરોય શંખ વગાડતા દેખાઈ રહ્યા છે.

  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi હવે 24 મે એ રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે 23 મેએ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે અને એક્ઝિટ પોલ આ વાતનો સંકેત આપી રહ્યા છે કે ફરીથી વડપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. એ વાતને ધ્યાનમાં રાખતા વિવેક ઑબરોયે PM Narendra Modiનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં વિવેક ઑબરોય શંખ વગાડતા દેખાઈ રહ્યા છે.

  1/10
 • રાજસ્થાનના ચર્ચિત કાળિયાર શિકાર મામલે સૈફ સહિત સ્ટાર્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કાળિયાર શિકાર મામલે રાજસ્થાન હાઈકોર્ટે સૈફ અલી ખાન સહિત સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બૂ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે.

  રાજસ્થાનના ચર્ચિત કાળિયાર શિકાર મામલે સૈફ સહિત સ્ટાર્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કાળિયાર શિકાર મામલે રાજસ્થાન હાઈકોર્ટે સૈફ અલી ખાન સહિત સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બૂ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે.

  2/10
 • અમદાવાદ એરપોર્ટ પર હવે ઈમિગ્રેશન સરળ બન્યું છે. અહીં નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી વિદેશ યાત્રા કરતા યાત્રિકો માટે સારા સમાચાર છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર્સની સંખ્યા વધારવામાં આવી છે. બે નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે જેથી એકસાથે કુલ 14 મુસાફરોની ઈમિગ્રેશેન પ્રોસેસ થઈ શકશે. સાથે જ ઈમિગ્રેશનની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

  અમદાવાદ એરપોર્ટ પર હવે ઈમિગ્રેશન સરળ બન્યું છે. અહીં નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી વિદેશ યાત્રા કરતા યાત્રિકો માટે સારા સમાચાર છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર્સની સંખ્યા વધારવામાં આવી છે. બે નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે જેથી એકસાથે કુલ 14 મુસાફરોની ઈમિગ્રેશેન પ્રોસેસ થઈ શકશે. સાથે જ ઈમિગ્રેશનની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

  3/10
 • હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા કપિલ શર્મા જલ્દી લોકપ્રિય કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શૉ' સિવાય હવે એક બીજી વસ્તુમાં વ્યસ્ત થવાના છે. કપિલ શર્માના ખાનગી જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. માહિતી અનુસાર કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા જલ્દી પિતા બનવાના છે.

  હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા કપિલ શર્મા જલ્દી લોકપ્રિય કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શૉ' સિવાય હવે એક બીજી વસ્તુમાં વ્યસ્ત થવાના છે. કપિલ શર્માના ખાનગી જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. માહિતી અનુસાર કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા જલ્દી પિતા બનવાના છે.

  4/10
 • રાજ્ય સરકારે જૂની સોસાયટી અને ઈમારતોના રીડેવલપમેન્ટને મંજૂરી આપી છે. શહેરની અનેક એવી સોસાયટીઓ છે જે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે. જૂની સોસાયટીઓ, જેમાંથી અનેક તો શહેરની ઓળખ સમાન છે તેઓ હવે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે. અમદાવાદમાં લગભગ 800 એની સોસાયટીએ પુનઃનિર્માણ માટે બિલ્ડરનો સંપર્ક સાધવાની શરૂઆત કરી છે. પહેલી મેએ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી.

  રાજ્ય સરકારે જૂની સોસાયટી અને ઈમારતોના રીડેવલપમેન્ટને મંજૂરી આપી છે. શહેરની અનેક એવી સોસાયટીઓ છે જે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે. જૂની સોસાયટીઓ, જેમાંથી અનેક તો શહેરની ઓળખ સમાન છે તેઓ હવે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે. અમદાવાદમાં લગભગ 800 એની સોસાયટીએ પુનઃનિર્માણ માટે બિલ્ડરનો સંપર્ક સાધવાની શરૂઆત કરી છે. પહેલી મેએ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી.

  5/10
 • અમદાવાદ પોલીસ શરૂ કરી છે પાઠશાળા જે આપે છે બાળકોને શિક્ષણ. મસ્તીની સાથે આપે છે જ્ઞાન. 'પોલીસની પાઠશાળા'..સાંભળામાં થોડું અલગ લાગે પરંતુ આ દ્રશ્યો અમદાવાદના છે. જ્યાં પોલીસ કર્મચારીઓએ ઉપાડી છે બાળકોને ભણાવવાની જવાબદારી. એજ્યુકેશન ફોર ઑલના સંકલ્પ સાથે અમદાવાદ પોલીસ આ ઉમદા કાર્ય કરી રહી છે.

  અમદાવાદ પોલીસ શરૂ કરી છે પાઠશાળા જે આપે છે બાળકોને શિક્ષણ. મસ્તીની સાથે આપે છે જ્ઞાન. 'પોલીસની પાઠશાળા'..સાંભળામાં થોડું અલગ લાગે પરંતુ આ દ્રશ્યો અમદાવાદના છે. જ્યાં પોલીસ કર્મચારીઓએ ઉપાડી છે બાળકોને ભણાવવાની જવાબદારી. એજ્યુકેશન ફોર ઑલના સંકલ્પ સાથે અમદાવાદ પોલીસ આ ઉમદા કાર્ય કરી રહી છે.

  6/10
 • ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિરૂદ્ધ સતત હંમેશા નિવેદન આપનારા યોગી આદિત્યનાથના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે લોકસભા ચૂંટણી દરમિયાન હદ પાર કરી લીધી. સરકારે સતત અસ્વસ્થતા કરી રહેલા મંત્રીને સીએમ યોગી આદિત્યનાથે બરતરફ કરવાની ભલામણ કરી છે. 

  ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિરૂદ્ધ સતત હંમેશા નિવેદન આપનારા યોગી આદિત્યનાથના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે લોકસભા ચૂંટણી દરમિયાન હદ પાર કરી લીધી. સરકારે સતત અસ્વસ્થતા કરી રહેલા મંત્રીને સીએમ યોગી આદિત્યનાથે બરતરફ કરવાની ભલામણ કરી છે. 

  7/10
 • તામિલનાડુથી ટ્રિચીથી ઉડાન ભરીને સિંગાપોર જઈ રહેલા વિમાનની ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના કાર્ગોમાં ધુમાડો દેખાયા બાદ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

  તામિલનાડુથી ટ્રિચીથી ઉડાન ભરીને સિંગાપોર જઈ રહેલા વિમાનની ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના કાર્ગોમાં ધુમાડો દેખાયા બાદ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

  8/10
 • લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણીપંચના આદેશથી ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી 909 પોસ્ટ હટાવવામાં આવી હતી. ફેસબુક પરથી ૬૫૦, ટ્વિટર પરથી ૨૨૦, શૅર ચૅટ પરથી ૩૧, યુટ્યુબબ પરથી પાંચ અને વૉટ્સઍપ પરથી ત્રણ પોસ્ટ વાંધાજનક જણાતાં એને ચલણમાંથી હટાવવામાં આવી હોવાનું ચૂંટણીપંચના ડિરેક્ટર જનરલ (કમ્યુનિકેશન્સ) ધીરેન્દ્ર ઓઝાએ સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ બાદ જણાવ્યું હતું.

  લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણીપંચના આદેશથી ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી 909 પોસ્ટ હટાવવામાં આવી હતી. ફેસબુક પરથી ૬૫૦, ટ્વિટર પરથી ૨૨૦, શૅર ચૅટ પરથી ૩૧, યુટ્યુબબ પરથી પાંચ અને વૉટ્સઍપ પરથી ત્રણ પોસ્ટ વાંધાજનક જણાતાં એને ચલણમાંથી હટાવવામાં આવી હોવાનું ચૂંટણીપંચના ડિરેક્ટર જનરલ (કમ્યુનિકેશન્સ) ધીરેન્દ્ર ઓઝાએ સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ બાદ જણાવ્યું હતું.

  9/10
 • એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ છે. નિફ્ટી 284.15 અંકો સાથે 11,691 પોઈન્ટ પર ખુલ્યું હતુ જ્યારે સેન્સેક્સ 888.91 પોઈન્ટના વધારા સાથે 38,819.68 પોઈન્ટ પર ખુલ્યુ હતું. જણાવી જઈએ કે શૅર માર્કેટની તેજીનો અંદાજો સિંગાપોરમાં SGX નિફ્ટીના કારોબાર સાથે જ મળી ગયો હતો. સિંગાપોરમાં SGX નિફ્ટી 2.28 ટકા એટલે કે 261 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.

  એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ છે. નિફ્ટી 284.15 અંકો સાથે 11,691 પોઈન્ટ પર ખુલ્યું હતુ જ્યારે સેન્સેક્સ 888.91 પોઈન્ટના વધારા સાથે 38,819.68 પોઈન્ટ પર ખુલ્યુ હતું. જણાવી જઈએ કે શૅર માર્કેટની તેજીનો અંદાજો સિંગાપોરમાં SGX નિફ્ટીના કારોબાર સાથે જ મળી ગયો હતો. સિંગાપોરમાં SGX નિફ્ટી 2.28 ટકા એટલે કે 261 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ચૂંટણીની શું છે અપડેટ ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK