આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: May 19, 2019, 15:13 IST | Sheetal Patel
 • દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાંથી મુંબઈનાં એક વેપારીને કિડનેપ કરવામાં આવ્યા હતા. આ વેપારી દિલ્હીનાં લક્ષ્મીનગરનાં એક મકાનમાંથી સુરક્ષિત આઝાદ કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 6 કલાકની મહેનત પછી 6 અપહરણકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે મરીન એન્જિનિયરીંગ કંપનીનાં 64 વર્ષનાં મેનેજીંગ ડિરેક્ટરને દિલ્હીની ચાણક્યપુરી વિસ્તારનાં એક હોટલમાંથી એક મહિલાની મદદથી કિડનેપ કરવામાં આવ્યાં હતાં. જેણે 30 લાખની રકમ માંગી હતી. 

  દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાંથી મુંબઈનાં એક વેપારીને કિડનેપ કરવામાં આવ્યા હતા. આ વેપારી દિલ્હીનાં લક્ષ્મીનગરનાં એક મકાનમાંથી સુરક્ષિત આઝાદ કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 6 કલાકની મહેનત પછી 6 અપહરણકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે મરીન એન્જિનિયરીંગ કંપનીનાં 64 વર્ષનાં મેનેજીંગ ડિરેક્ટરને દિલ્હીની ચાણક્યપુરી વિસ્તારનાં એક હોટલમાંથી એક મહિલાની મદદથી કિડનેપ કરવામાં આવ્યાં હતાં. જેણે 30 લાખની રકમ માંગી હતી. 

  1/10
 • લોકસભા ચૂંટણી 2019 પોતાના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યા છે. આજે રવિવારે 17મા લોકસભાના માટે થઈ રહેલી ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી. બપોરે 1 વાગ્યા સુધી 39.58% મતદાન થયું છે. 

  લોકસભા ચૂંટણી 2019 પોતાના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યા છે. આજે રવિવારે 17મા લોકસભાના માટે થઈ રહેલી ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી. બપોરે 1 વાગ્યા સુધી 39.58% મતદાન થયું છે. 

  2/10
 • વાહનની નંબર પ્લેટમાં ગોલમાલ કર્યા હોવાની ચર્ચા સામે આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ લગાવી દીધી હતી. જેની જાણ ઈ-મેમોને લીધે થતાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ અમદાવાદમાં નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવાની કામગારી ચાલી રહી છે. આવામાં એક ઇ-મેમોને લીધે નંબર પ્લેટમાં ગોલમાલ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ પોતાની કારમાં લગાડી હતી. ઘરે ઇ-મેમો આવ્યા બાદ મૂળ કાર માલિકને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

  વાહનની નંબર પ્લેટમાં ગોલમાલ કર્યા હોવાની ચર્ચા સામે આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ લગાવી દીધી હતી. જેની જાણ ઈ-મેમોને લીધે થતાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ અમદાવાદમાં નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવાની કામગારી ચાલી રહી છે. આવામાં એક ઇ-મેમોને લીધે નંબર પ્લેટમાં ગોલમાલ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ પોતાની કારમાં લગાડી હતી. ઘરે ઇ-મેમો આવ્યા બાદ મૂળ કાર માલિકને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

  3/10
 • અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

  અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

  4/10
 • લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી જગ્યાએથી હિંસાના બનાવ બન્યા છે. બિહારના પટનામાં પણ એક હિંસક ઘટના બની છે. બિહાર સરકારના મંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના સુરક્ષાકર્મીઓએ મીડિયા કર્મીઓ સાથે મારપીટ કરી છે. તેજપ્રતાપની ગાડી નીચે એક કેમેરામેનનો પગ આવી ગયો હતો. ત્યારપછી જ્યારે વિરોધ કરવામાં આવ્યો તો તેજપ્રતાપના સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓ ઉપર જ હુમલો કરી દીધો હતો.

  લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી જગ્યાએથી હિંસાના બનાવ બન્યા છે. બિહારના પટનામાં પણ એક હિંસક ઘટના બની છે. બિહાર સરકારના મંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના સુરક્ષાકર્મીઓએ મીડિયા કર્મીઓ સાથે મારપીટ કરી છે. તેજપ્રતાપની ગાડી નીચે એક કેમેરામેનનો પગ આવી ગયો હતો. ત્યારપછી જ્યારે વિરોધ કરવામાં આવ્યો તો તેજપ્રતાપના સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓ ઉપર જ હુમલો કરી દીધો હતો.

  5/10
 • રાજસ્થાનમાં નાગૌર જિલ્લાનાી રાજકીય જવાહરલાલ નેહરૂ હૉસ્પિટલની મધર એન્ડ ચાઇલ્ડ વિંગમાં વિશ્વની દુર્લભ બીમારી ધરાવતું કોલોડિયન બેબી જન્મ્યુ છે. બાળકની હાથ અને પગની આંગળીઓ પરસ્પર જોડાયેલી હોવાની સાથે સાથે આખા શરીર પર જાણે પ્લાસ્ટિક જેવી સ્કિનની લેયર ચડેલી હતી. ડૉક્ટર્સનું કહેવું છે કે આ બીમારી છ લાખ બાળકોમાંથી એક બાળકને થાય છે. એમાં ટરમીટોસિસ હોય છે, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ધીમે ધીમે કેટલાય પ્રકારની તકલીફો વધે છે. બાળક અત્યારે ડૉક્ટર્સની દેખરેખમાં છે.

  રાજસ્થાનમાં નાગૌર જિલ્લાનાી રાજકીય જવાહરલાલ નેહરૂ હૉસ્પિટલની મધર એન્ડ ચાઇલ્ડ વિંગમાં વિશ્વની દુર્લભ બીમારી ધરાવતું કોલોડિયન બેબી જન્મ્યુ છે. બાળકની હાથ અને પગની આંગળીઓ પરસ્પર જોડાયેલી હોવાની સાથે સાથે આખા શરીર પર જાણે પ્લાસ્ટિક જેવી સ્કિનની લેયર ચડેલી હતી. ડૉક્ટર્સનું કહેવું છે કે આ બીમારી છ લાખ બાળકોમાંથી એક બાળકને થાય છે. એમાં ટરમીટોસિસ હોય છે, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ધીમે ધીમે કેટલાય પ્રકારની તકલીફો વધે છે. બાળક અત્યારે ડૉક્ટર્સની દેખરેખમાં છે.

  6/10
 • મહારાષ્ટ્રમાં 1972થી અત્યાર સુધીનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. પાણીની એવી તંગી અનુભવાઈ રહી છે કે ગામોમાં લોકો કિચડ જેવું ગંદુ પાણી કપડાથી ચાળીને પીવા મજબૂર છે. રાજ્યમાં 151 તાલુકા દુષ્કાળ પ્રભાવિત જાહેર થયા છે. રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી 4,714 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના જળાશયોમાં 14 ટકા પાણી બચ્યું છે. હવે તે પણ ઈમર્જન્સી સ્તર પર પહોંચી રહ્યું છે. 

  મહારાષ્ટ્રમાં 1972થી અત્યાર સુધીનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. પાણીની એવી તંગી અનુભવાઈ રહી છે કે ગામોમાં લોકો કિચડ જેવું ગંદુ પાણી કપડાથી ચાળીને પીવા મજબૂર છે. રાજ્યમાં 151 તાલુકા દુષ્કાળ પ્રભાવિત જાહેર થયા છે. રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી 4,714 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના જળાશયોમાં 14 ટકા પાણી બચ્યું છે. હવે તે પણ ઈમર્જન્સી સ્તર પર પહોંચી રહ્યું છે. 

  7/10
 • શનિવારે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું પોસ્ટર રિલીઝ થયું અને તેના થોડાંક જ કલાકમાં ડિરેક્ટર રાઘવ લૉરેન્સે ફિલ્મ છોડવાની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે.. રાઘવે આ નિર્ણય પાછળ કોઇક કારણ જણાવ્યું છે. જો કે તેણે એ પણ ચોખ્ખું કહી દીધું છે કે અક્ષયથી તેને કોઇ તકલીફ નથી. રાઘવે લક્ષ્મી બૉમ્બને છોડવાની જાહેરાત ટ્વિટર દ્વારા કરી. તેણે એક નોટ લખી જેમાં પોતાની વાત જણાવી. આ નોટ પરથી લાગે છે કે રાઘવ ફિલ્મના ક્રિએટિવ નિર્ણયોથી ખુશ નથી. તેણે એ પણ આરોપ મૂક્યો છે કે ફિલ્મનો ફર્સ્ટ લૂક માટે પણ તેની સાથે કોઈપણ સલાહ કર્યા વગર જ રિલીઝ કરી દેવાયો.

  શનિવારે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું પોસ્ટર રિલીઝ થયું અને તેના થોડાંક જ કલાકમાં ડિરેક્ટર રાઘવ લૉરેન્સે ફિલ્મ છોડવાની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે.. રાઘવે આ નિર્ણય પાછળ કોઇક કારણ જણાવ્યું છે. જો કે તેણે એ પણ ચોખ્ખું કહી દીધું છે કે અક્ષયથી તેને કોઇ તકલીફ નથી. રાઘવે લક્ષ્મી બૉમ્બને છોડવાની જાહેરાત ટ્વિટર દ્વારા કરી. તેણે એક નોટ લખી જેમાં પોતાની વાત જણાવી. આ નોટ પરથી લાગે છે કે રાઘવ ફિલ્મના ક્રિએટિવ નિર્ણયોથી ખુશ નથી. તેણે એ પણ આરોપ મૂક્યો છે કે ફિલ્મનો ફર્સ્ટ લૂક માટે પણ તેની સાથે કોઈપણ સલાહ કર્યા વગર જ રિલીઝ કરી દેવાયો.

  8/10
 •  ભારતની મહિલા સ્પ્રિન્ટર દૂતીચંદે લેસ્બિયન સંબંધનો સ્વીકાર કર્યો છે. સમલૈંગિક સંબંધો સ્વીકારનારી દૂતી ચંદ ભારતની પહેલી મહિલા એથ્લિટ છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે આ સ્વીકાર કર્યો છે. દૂતી ચંદે સ્વીકાર્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે. જો કે પોતાની પાર્ટનર વિશે દૂતીચંદે વધુ કોઈ માહિતી નથી આપી.

   ભારતની મહિલા સ્પ્રિન્ટર દૂતીચંદે લેસ્બિયન સંબંધનો સ્વીકાર કર્યો છે. સમલૈંગિક સંબંધો સ્વીકારનારી દૂતી ચંદ ભારતની પહેલી મહિલા એથ્લિટ છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે આ સ્વીકાર કર્યો છે. દૂતી ચંદે સ્વીકાર્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે. જો કે પોતાની પાર્ટનર વિશે દૂતીચંદે વધુ કોઈ માહિતી નથી આપી.

  9/10
 • લાંબા સમયથી આર્થિક સંકટથી લડી રહેલી પાકિસ્તાનમાં હવે મંદી જેવી હાલત બની ગઈ છે. વીતેલા સપ્તાહમાં પાકિસ્તાનના શૅર બજારમાં 2.4%થી વધારેનો ઘટાડો રહ્યો અને રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો. વીતેલા શુક્રવાારે પાકિસ્તાન શૅર બજારની બેન્ચમાર્ક કરાચી સ્ટૉક એક્સચેન્જ (KSE-100)ના શૅર 805 અંક લગભગ તૂટીને 33 હજાર 166 ના સ્તર પર બંધ થયું. 

  લાંબા સમયથી આર્થિક સંકટથી લડી રહેલી પાકિસ્તાનમાં હવે મંદી જેવી હાલત બની ગઈ છે. વીતેલા સપ્તાહમાં પાકિસ્તાનના શૅર બજારમાં 2.4%થી વધારેનો ઘટાડો રહ્યો અને રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો. વીતેલા શુક્રવાારે પાકિસ્તાન શૅર બજારની બેન્ચમાર્ક કરાચી સ્ટૉક એક્સચેન્જ (KSE-100)ના શૅર 805 અંક લગભગ તૂટીને 33 હજાર 166 ના સ્તર પર બંધ થયું. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ચૂંટણીની શું છે અપડેટ ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK