આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Published: May 17, 2019, 14:58 IST | Bhavin
 • અમદાવાદ પોલીસે શરૂ કરેલી ડ્રાઈવ અને તેમને મળી રહેલા જનતાના સહયોગના કારણે શહેરની સૌથી મોટી સમસ્યામાં રાહત મળી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે. જેમાં હવે ધીમ-ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જે પ્રમાણે કાયદાનું પાલન, ટ્રાફિકના નિયમોનું પાલન અને ડ્રાઈવ AMC અને અમદાવાદના લોકોના સતત ટેકાના કારણે ટ્રાફિક કંટ્રોલ રૂમને મળતા ટ્રાફિક જામના મેસેજ સરેરાશ 720 થી ઘટીને 364 થઈ ગયા છે.

  અમદાવાદ પોલીસે શરૂ કરેલી ડ્રાઈવ અને તેમને મળી રહેલા જનતાના સહયોગના કારણે શહેરની સૌથી મોટી સમસ્યામાં રાહત મળી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે. જેમાં હવે ધીમ-ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જે પ્રમાણે કાયદાનું પાલન, ટ્રાફિકના નિયમોનું પાલન અને ડ્રાઈવ AMC અને અમદાવાદના લોકોના સતત ટેકાના કારણે ટ્રાફિક કંટ્રોલ રૂમને મળતા ટ્રાફિક જામના મેસેજ સરેરાશ 720 થી ઘટીને 364 થઈ ગયા છે.

  1/10
 • એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યા બીજી તરફ રાજકોટમાં ભરઉનાળે પાણીની રેલમછેલ થઈ. રાજકોટના ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું. આટલું બધું પાણી વેડફાતું હોવા છતા તંત્રને જાણે કાંઈ ખબર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાખો લિટર પાણી વેડફાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ઉનાળામાં એક તો સ્થાનિકોને પુરો પાણીનો પુરવઠો નથી મળી રહ્યો ત્યારે જ પાઈપ લાઈનમાં ભંગાણ થતા તંત્ર ઉંધા માથે જોવા મળ્યું. આ ભંગાણને રીપેર કરતા 24 કલાક જેટલો સમય લાગવાની શક્યતા છે.  

  એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યા બીજી તરફ રાજકોટમાં ભરઉનાળે પાણીની રેલમછેલ થઈ. રાજકોટના ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું. આટલું બધું પાણી વેડફાતું હોવા છતા તંત્રને જાણે કાંઈ ખબર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાખો લિટર પાણી વેડફાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ઉનાળામાં એક તો સ્થાનિકોને પુરો પાણીનો પુરવઠો નથી મળી રહ્યો ત્યારે જ પાઈપ લાઈનમાં ભંગાણ થતા તંત્ર ઉંધા માથે જોવા મળ્યું. આ ભંગાણને રીપેર કરતા 24 કલાક જેટલો સમય લાગવાની શક્યતા છે.

   

  2/10
 • ગાંધીનગરમાં સિરીયલ કિલિંગ કેસમાં નવો ખુલાસો થયો છે. 3 - 3 હત્યાના આ કેસમાં રાની નામના કિન્નરની કોઈ સંડોવણી ન હોવાનું સામે આવ્યું છે.  અત્યાર સુધી જે કિન્નરને સિરિયલ કિલર માનવામાં આવતો હતો તેની સાથે એટીએસએ પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાઇ રહ્યો છે તે હજી પોલીસ પકડથી દૂર છે. 

  ગાંધીનગરમાં સિરીયલ કિલિંગ કેસમાં નવો ખુલાસો થયો છે. 3 - 3 હત્યાના આ કેસમાં રાની નામના કિન્નરની કોઈ સંડોવણી ન હોવાનું સામે આવ્યું છે.  અત્યાર સુધી જે કિન્નરને સિરિયલ કિલર માનવામાં આવતો હતો તેની સાથે એટીએસએ પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાઇ રહ્યો છે તે હજી પોલીસ પકડથી દૂર છે. 

  3/10
 • અમદાવાદના સેટેલાીટ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે કાળુભાઈ ધોબી નામના યુવકનો ઈસનપુર બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે.  

  અમદાવાદના સેટેલાીટ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે કાળુભાઈ ધોબી નામના યુવકનો ઈસનપુર બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે.

   

  4/10
 • ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં સવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવાયું હતું. ગુજરાતના હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જેને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે

  ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં સવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવાયું હતું. ગુજરાતના હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જેને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે

  5/10
 • લાંબા ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીની અંતિમ રેલીને સંબોધન કર્યું. પીએમ ોદીએ છેલ્લી રેલી શુક્રવારે મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને છેલ્લી સભા ખરગોનમાં કરી રહ્યો છું. સાથે જ પીએમ મોદીએ પોતાનો નારો આપ્યો કે ફરી એક વાર મોદી સરકાર, આ વખતે 300ને પાર.

  લાંબા ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીની અંતિમ રેલીને સંબોધન કર્યું. પીએમ ોદીએ છેલ્લી રેલી શુક્રવારે મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને છેલ્લી સભા ખરગોનમાં કરી રહ્યો છું. સાથે જ પીએમ મોદીએ પોતાનો નારો આપ્યો કે ફરી એક વાર મોદી સરકાર, આ વખતે 300ને પાર.

  6/10
 • ગોડસે વિવાદ પર આખરે અમિત શાહે સામે આવવું પડ્યું છે. ભાજપના નેતાઓના બફાટ બાદ અમિત શાહે ડેમેજ કંટ્રોલ માટે આગળ આવવું પડ્યું છે. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.

  ગોડસે વિવાદ પર આખરે અમિત શાહે સામે આવવું પડ્યું છે. ભાજપના નેતાઓના બફાટ બાદ અમિત શાહે ડેમેજ કંટ્રોલ માટે આગળ આવવું પડ્યું છે. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.

  7/10
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં પીએમ મોદી પર કટાક્ષ કરી નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, "તમે દુનિયાના સૌથી ઉમદા અભિનેતાને પોતાના PM બનાવી દીધા છે. આનાથી સારૂ હોત કે તમે અમિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવી દીધા હોત. તમારા માટે કોઈએ કંઈ કરવાનું તો હતું નહીં."

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં પીએમ મોદી પર કટાક્ષ કરી નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, "તમે દુનિયાના સૌથી ઉમદા અભિનેતાને પોતાના PM બનાવી દીધા છે. આનાથી સારૂ હોત કે તમે અમિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવી દીધા હોત. તમારા માટે કોઈએ કંઈ કરવાનું તો હતું નહીં."

  8/10
 • શ્રીનગર અને અવંતીપૂરા એરબેઝનેને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ખાનગી સુરક્ષા એજન્સી તરફથી મળતી માહિતીને આધારે બન્ને એરબેઝની સુરક્ષા વધારવામાં આવી છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને એરબેઝના આસપાસ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એરબેઝની ચારે તરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી આ માહિતી મળી હતી ત્યાર બાદ સુરક્ષા જવાનોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. આ પહેલા આ અઠવાડિયામાં જ આર્મીકેમ્પની બહાર એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી.  

  શ્રીનગર અને અવંતીપૂરા એરબેઝનેને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ખાનગી સુરક્ષા એજન્સી તરફથી મળતી માહિતીને આધારે બન્ને એરબેઝની સુરક્ષા વધારવામાં આવી છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને એરબેઝના આસપાસ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એરબેઝની ચારે તરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી આ માહિતી મળી હતી ત્યાર બાદ સુરક્ષા જવાનોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. આ પહેલા આ અઠવાડિયામાં જ આર્મીકેમ્પની બહાર એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી.

   

  9/10
 • પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની સ્થિતિ વચ્ચે મમતા બેનર્જીની સરકારને ઝટકો મળ્યો છે.  સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડ મામલે રાજીવ કુમારની ધરપકડ અને તેમની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવા મામલે સ્ટે પાછો લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને આગોતરા જામીન માટે સાત દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે. પરંતુ જો સાત દિવસમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન ન મળે તો સીબીઆઈ સાત દિવસ પછી તેમની ધરપકડ કરી શકે છે.

  પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની સ્થિતિ વચ્ચે મમતા બેનર્જીની સરકારને ઝટકો મળ્યો છે.  સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડ મામલે રાજીવ કુમારની ધરપકડ અને તેમની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવા મામલે સ્ટે પાછો લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને આગોતરા જામીન માટે સાત દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે. પરંતુ જો સાત દિવસમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન ન મળે તો સીબીઆઈ સાત દિવસ પછી તેમની ધરપકડ કરી શકે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ચૂંટણીની શું છે અપડેટ ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK