વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 02, 2019, 14:40 IST | Bhavin
 • આખરે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે તમામનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વર્ષની મહેનત બાદ આ ઘોષણાપત્ર તૈયાર થયું છે. ન્યાય,રોજગારી, ખેડૂતો, ગરીબો અને સ્વાસ્થ્ય એમ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે.

  આખરે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો.
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે તમામનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વર્ષની મહેનત બાદ આ ઘોષણાપત્ર તૈયાર થયું છે. ન્યાય,રોજગારી, ખેડૂતો, ગરીબો અને સ્વાસ્થ્ય એમ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે.

  1/9
 • દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક બોલાવી છે, જેમાં શીલા દિક્ષીતને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા થઈ શકે છે.

  દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક બોલાવી છે, જેમાં શીલા દિક્ષીતને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા થઈ શકે છે.

  2/9
 • કાશ્મીર પાસેની પાકિસ્તાન સરહદ (LoC) પર ફરી યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. રાજૌરીથી પુંછ સુધી પાકિસ્તાન સેના દ્રારા સોમવારે દિવસભર થયેલા ગોળીબારનો ભારતીય સેનાએ મોડી સાંજે જડબાતોડ જવાબ આપ્યો હતો. પુંછ સેક્ટરમાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરતા પાકની 8 ચોકીઓનો ખાતમો કરી દીધો હતો. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.

  કાશ્મીર પાસેની પાકિસ્તાન સરહદ (LoC) પર ફરી યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. રાજૌરીથી પુંછ સુધી પાકિસ્તાન સેના દ્રારા સોમવારે દિવસભર થયેલા ગોળીબારનો ભારતીય સેનાએ મોડી સાંજે જડબાતોડ જવાબ આપ્યો હતો. પુંછ સેક્ટરમાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરતા પાકની 8 ચોકીઓનો ખાતમો કરી દીધો હતો. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.

  3/9
 • રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું. સભા બાદ કલેક્ટર કચેરીએ મોહન કુંડારીયાએ સીએમની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રમેશ ધડુકે જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. રાજકોટ સભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની દલાલી કરનાર કોંગ્રેસ તો બીજી તરફ ત્રાસવાદીનો ખાત્મો કરનારા મોદી છે. આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે, જો આડાઅવળું થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

  રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું. સભા બાદ કલેક્ટર કચેરીએ મોહન કુંડારીયાએ સીએમની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રમેશ ધડુકે જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. રાજકોટ સભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની દલાલી કરનાર કોંગ્રેસ તો બીજી તરફ ત્રાસવાદીનો ખાત્મો કરનારા મોદી છે. આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે, જો આડાઅવળું થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

  4/9
 • ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ તરફથી પણ હાર્દિક પટેલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટ હાર્દિકની સજા માફ કરવાની અરજી ફગાવી દીધી હતી. જે બાદ હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની આ અરજીનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીની તારીખ 4 એપ્રિલ નિયત કરી છે. મહત્વનું છે કે ચાર એપ્રિલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આમ, હાર્દિકનું લોકસભા લડવાનું સ્વપ્ન તૂટતું દેખાઈ રહ્યું છે.

  ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ તરફથી પણ હાર્દિક પટેલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટ હાર્દિકની સજા માફ કરવાની અરજી ફગાવી દીધી હતી. જે બાદ હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની આ અરજીનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીની તારીખ 4 એપ્રિલ નિયત કરી છે. મહત્વનું છે કે ચાર એપ્રિલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આમ, હાર્દિકનું લોકસભા લડવાનું સ્વપ્ન તૂટતું દેખાઈ રહ્યું છે.

  5/9
 • કેરી બજારમાં આવવાની સાથે સાથે કેરીનો નાશ કરવાની ઘટનાઓ પણ શરૂ થઈ ચૂકી છે. સુરતના આરોગ્ય વિભાગે કાર્બાઈડથી પકવાતી કેરીનો જથ્થો જપ્ત કર્યો છે. અત્યાર સુધી 350 કિલો કારબાઈટ કેરી જપ્ત કરાઈ 40 કિલો થી વધુ કારબાઈટ મળી આવ્યું જપ્ત કરાયેલ કેરી નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

  કેરી બજારમાં આવવાની સાથે સાથે કેરીનો નાશ કરવાની ઘટનાઓ પણ શરૂ થઈ ચૂકી છે. સુરતના આરોગ્ય વિભાગે કાર્બાઈડથી પકવાતી કેરીનો જથ્થો જપ્ત કર્યો છે. અત્યાર સુધી 350 કિલો કારબાઈટ કેરી જપ્ત કરાઈ 40 કિલો થી વધુ કારબાઈટ મળી આવ્યું જપ્ત કરાયેલ કેરી નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

  6/9
 • ગુજરાતથી દર્શનયાત્રાએ ગયેલી બસને ઝારખંડમાં અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે તો 12 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, મળતી માહિતી પ્રમાણે જગન્નાથ પુરીથી વારણસી જઈ રહી હતી. સોમવારે મોડી રાત્રે બસને ડિવાઈડરને અથડાયા બાદ પલટી ગઈ હતી. જેમાં જૂનાગઢના રીટાબહેન નામની મહિલાનું મોત નીપજ્યું છે.

  ગુજરાતથી દર્શનયાત્રાએ ગયેલી બસને ઝારખંડમાં અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે તો 12 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, મળતી માહિતી પ્રમાણે જગન્નાથ પુરીથી વારણસી જઈ રહી હતી. સોમવારે મોડી રાત્રે બસને ડિવાઈડરને અથડાયા બાદ પલટી ગઈ હતી. જેમાં જૂનાગઢના રીટાબહેન નામની મહિલાનું મોત નીપજ્યું છે.

  7/9
 • ફાઈનલી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની રોમ-કોમ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અજય દેવગણના બર્થ ડેના દિવસે જ આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જુહુના એક મલ્ટીપ્લેક્સમાં આ ટ્રેલર લૉન્ચ કરાયું. ટ્રેલરમાં અજય દેવગણ આશિષ નામના 50 વર્ષના બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે. જેને 26 વર્ષની આયશા એટલે કે રકુલ પ્રીત સિંહ સાથે પ્રેમ થઈ જાય છે. તબુ અજયની એક્સ વાઈફના કિરદારમાં છે. આશિષને બે સંતાનો છે જે આયશાની ઉંમરની નજીકના છે. આ ફિલ્મમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

  ફાઈનલી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની રોમ-કોમ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અજય દેવગણના બર્થ ડેના દિવસે જ આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જુહુના એક મલ્ટીપ્લેક્સમાં આ ટ્રેલર લૉન્ચ કરાયું. ટ્રેલરમાં અજય દેવગણ આશિષ નામના 50 વર્ષના બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે. જેને 26 વર્ષની આયશા એટલે કે રકુલ પ્રીત સિંહ સાથે પ્રેમ થઈ જાય છે. તબુ અજયની એક્સ વાઈફના કિરદારમાં છે. આશિષને બે સંતાનો છે જે આયશાની ઉંમરની નજીકના છે. આ ફિલ્મમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

  8/9
 • ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં આજે પિંક સીટી જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. મહત્વની વાત એ છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં મજબુત ગણાતી બેંગ્લોરની ટીમનું ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં આજે પિંક સીટી જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. મહત્વની વાત એ છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં મજબુત ગણાતી બેંગ્લોરની ટીમનું ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

વાંચો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું છે, અજય દેવગણે જન્મ દિવસે શું કર્યું, IPLમાં આજે કોણ ટકરાશે સહિતના તમામ સમાચાર એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK