વાંચો 8 વાગ્યા સુધીના સમાચાર એક ક્લિકમાં

Published: May 04, 2019, 19:53 IST | Bhavin
 • રાજ્યમાં ઉનાળો આકરા પાણીએ છે. ત્યારે જુદા જુદા વિસ્તારોમાં પાણીની સમસ્યાની બુમરાણઓ ઉઠી રહી છે. જો કે બીજી તરફ અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જિલ્લામાં પાણીની અછત નહીં સર્જાવાનું આશ્વાસન આપ્યું છે. ગુરુવારે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેસમીક્ષા બેઠક યોજી હતી.

  રાજ્યમાં ઉનાળો આકરા પાણીએ છે. ત્યારે જુદા જુદા વિસ્તારોમાં પાણીની સમસ્યાની બુમરાણઓ ઉઠી રહી છે. જો કે બીજી તરફ અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જિલ્લામાં પાણીની અછત નહીં સર્જાવાનું આશ્વાસન આપ્યું છે. ગુરુવારે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેસમીક્ષા બેઠક યોજી હતી.

  1/11
 • રાજ્યમાં પાણીની અછતને લઈને મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, મનુષ્ય અને પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. કલેક્ટરોને પણ સૂચના આપવાની આવી છે કે પાણી અલગ અલગ પહોચાડવામાં આવે છે જ્યારે પ્રત્યેક વ્યક્તિને 140 લીટર પાણી પહોચાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે આ સિવાય કોઈ પણ ખામી દેખાય તો અમારુ ધ્યાન દોરી શકો છો.

  રાજ્યમાં પાણીની અછતને લઈને મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, મનુષ્ય અને પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. કલેક્ટરોને પણ સૂચના આપવાની આવી છે કે પાણી અલગ અલગ પહોચાડવામાં આવે છે જ્યારે પ્રત્યેક વ્યક્તિને 140 લીટર પાણી પહોચાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે આ સિવાય કોઈ પણ ખામી દેખાય તો અમારુ ધ્યાન દોરી શકો છો.

  2/11
 • હવામાન વિભાગે રાજ્યમાં ફની વાવાઝોડાની અસર નહીં થવાની આગાહી કરી છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલી સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે.

  હવામાન વિભાગે રાજ્યમાં ફની વાવાઝોડાની અસર નહીં થવાની આગાહી કરી છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલી સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે.

  3/11
 • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એકવાર એક વ્યક્તિએ લાફો માર્યો છે. કેજરીવાલ પ્રચાર દરમિયાન રેલી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. કેજરીવાલ શનિવારે સાંજે મોતી નગરમાં એક રોડ શો કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. લાફો મારનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. લાફો મારનાર વ્યક્તિનું નામ સુરેશ હોવાનું સામે આવ્યું છે.

  દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એકવાર એક વ્યક્તિએ લાફો માર્યો છે. કેજરીવાલ પ્રચાર દરમિયાન રેલી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. કેજરીવાલ શનિવારે સાંજે મોતી નગરમાં એક રોડ શો કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. લાફો મારનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. લાફો મારનાર વ્યક્તિનું નામ સુરેશ હોવાનું સામે આવ્યું છે.

  4/11
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બિઝનેસ પાર્ટનર રહી ચૂકેલા યુલરિન મેકલાઈટ પર યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓફસેટ ડિફેન્સ કોન્ટરાક્ટ દ્વારા ફાયદો પહોંચાવડવાના કથિત ખુલાસા બાદ કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. મીડિયા રિપોર્ટના આધારે અરૂણ જેટલીએ કહ્યું કે આ એક એવા વ્યક્તિની વાત છે, જે ક્યારેક ડિફેન્સ ડીલ આગે વધારનાર બનવા ઈચ્છતો હતો, પરંતુ હવે દેશનો વડાપ્રધાન બનવા માગે છે.  

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બિઝનેસ પાર્ટનર રહી ચૂકેલા યુલરિન મેકલાઈટ પર યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓફસેટ ડિફેન્સ કોન્ટરાક્ટ દ્વારા ફાયદો પહોંચાવડવાના કથિત ખુલાસા બાદ કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. મીડિયા રિપોર્ટના આધારે અરૂણ જેટલીએ કહ્યું કે આ એક એવા વ્યક્તિની વાત છે, જે ક્યારેક ડિફેન્સ ડીલ આગે વધારનાર બનવા ઈચ્છતો હતો, પરંતુ હવે દેશનો વડાપ્રધાન બનવા માગે છે.

   

  5/11
 •  કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનો દાવો કર્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,અડધીથી વધારે સીટો પર ચૂંટણી પતી ગઈ છે અને એ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.આ ચૂંટણીમાં ખેડૂત,રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે'

   કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનો દાવો કર્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,અડધીથી વધારે સીટો પર ચૂંટણી પતી ગઈ છે અને એ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.આ ચૂંટણીમાં ખેડૂત,રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે'

  6/11
 • પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત ઈલેવન' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાત ઈલેવનનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને બાકીનું શૂટિંગ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. બાદમાં ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ થશે. આ સાથે જ ફિલ્મ ઓગસ્ટમાં સિલ્વર સ્ક્રીન પર આવવા માટે રેડી છે.

  પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત ઈલેવન' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાત ઈલેવનનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને બાકીનું શૂટિંગ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. બાદમાં ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ થશે. આ સાથે જ ફિલ્મ ઓગસ્ટમાં સિલ્વર સ્ક્રીન પર આવવા માટે રેડી છે.

  7/11
 • અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી રહી છે. ધીરે ધીરે અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મજબૂત બની રહી છે. ત્યારે ગુજરાતી કંપનીએ અફ્ઘાનિસ્તાનને 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિને રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં અમૂલ અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે. આ પહેલા અમૂલ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને પણ અમૂલ સ્પોન્સ કરી ચૂક્યુ છે.

  અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી રહી છે. ધીરે ધીરે અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મજબૂત બની રહી છે. ત્યારે ગુજરાતી કંપનીએ અફ્ઘાનિસ્તાનને 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિને રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં અમૂલ અફ્ઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે. આ પહેલા અમૂલ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને પણ અમૂલ સ્પોન્સ કરી ચૂક્યુ છે.

  8/11
 • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશને ‘સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019’ ની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ આઇપીએલની જેમ જ રમાશે. જેમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પહેલી સીઝન 14 મેથી 22 મે સુધીમાં રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં 5 ટીમો ભાગ લેશે. આ પાંચ ટીમો 10 મેચ રમશે અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો જોડાય તેવી આશા છે.

  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશને ‘સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019’ ની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ આઇપીએલની જેમ જ રમાશે. જેમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પહેલી સીઝન 14 મેથી 22 મે સુધીમાં રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં 5 ટીમો ભાગ લેશે. આ પાંચ ટીમો 10 મેચ રમશે અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો જોડાય તેવી આશા છે.

  9/11
 • IPL 2019માં પ્લેઓફની રેસમાંથી રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર ફેંકાઈ ચૂકી છે. દિલ્હી કેપિટલ્સ સામે પરાજય સાથે રાજસ્થાન રોયલ્સની દોડ સમાપ્ત થઈ ચૂકી છે. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને માત્ર 115 રનનો પડકાર આપ્યો હતો. જે દિલ્હીએ માત્ર 16.1 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો.

  IPL 2019માં પ્લેઓફની રેસમાંથી રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર ફેંકાઈ ચૂકી છે. દિલ્હી કેપિટલ્સ સામે પરાજય સાથે રાજસ્થાન રોયલ્સની દોડ સમાપ્ત થઈ ચૂકી છે. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને માત્ર 115 રનનો પડકાર આપ્યો હતો. જે દિલ્હીએ માત્ર 16.1 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો.

  10/11
 • તો બીજા મુકાબલામાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે. પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ મેચ મહત્વની છે. બેંગ્લોર પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ચૂક્યુ છે. જો કે બેંગ્લોર હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી શકે છે.


  તો બીજા મુકાબલામાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે. પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ મેચ મહત્વની છે. બેંગ્લોર પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ચૂક્યુ છે. જો કે બેંગ્લોર હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી શકે છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક ક્લિકમાં. રમત ગમતથી લઈ રાષ્ટ્રીય સુધી, રાજકારણથી લઈ બોલીવુડની તમામ અપડેટ્સ એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK