વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચારો એક સાથે

Published: May 18, 2019, 19:57 IST | Bhavin
 • રાજ્યમાં અત્યારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત રાજ્યના સંખ્યાબંધ વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા છે. શનિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાન પલટો આવ્યો અને ધૂળની આંધી ઉઠી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું થયું હતું. 

  રાજ્યમાં અત્યારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત રાજ્યના સંખ્યાબંધ વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા છે. શનિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાન પલટો આવ્યો અને ધૂળની આંધી ઉઠી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું થયું હતું. 

  1/11
 • સાવરકુંડલામાં માવઠું થયું છે. એક તરફ આખું ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે સાવરકુંડલામાં માવઠું થયું છે. અચાનક થયેલા માવઠાંને કારણે વાતાવરણ બદલાયું છે. ગરમીનો પારો ઘટ્યો છે. લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. એક તરફથી ગરમીથી રાહત મળી છે, બીજી તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુક્સાન પહોંચી શકે છે.

  સાવરકુંડલામાં માવઠું થયું છે. એક તરફ આખું ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે સાવરકુંડલામાં માવઠું થયું છે. અચાનક થયેલા માવઠાંને કારણે વાતાવરણ બદલાયું છે. ગરમીનો પારો ઘટ્યો છે. લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. એક તરફથી ગરમીથી રાહત મળી છે, બીજી તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુક્સાન પહોંચી શકે છે.

  2/11
 • મોરબીની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કથગરાના પુત્રનું કલકત્તામાં મોત થયું છે. કલકત્તામાં વિશાલ કગથરાને અકસ્માત નડ્યો હતો જેમાં તેનું મોત થયું છે. લલિત કથગરા રાજકોટ લોકસભા બેઠકના કૉન્ગ્રેસ ઉમેદવાર છે. મળતી માહિતી અનુસાર લલિત કથગરાનો પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા ત્યારે તેમની વોલ્વો બસનો એક ટ્રક સાથે ભયાનક અક્સ્માત થયો હતો. અકસ્માતમાં વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

  મોરબીની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કથગરાના પુત્રનું કલકત્તામાં મોત થયું છે. કલકત્તામાં વિશાલ કગથરાને અકસ્માત નડ્યો હતો જેમાં તેનું મોત થયું છે. લલિત કથગરા રાજકોટ લોકસભા બેઠકના કૉન્ગ્રેસ ઉમેદવાર છે. મળતી માહિતી અનુસાર લલિત કથગરાનો પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા ત્યારે તેમની વોલ્વો બસનો એક ટ્રક સાથે ભયાનક અક્સ્માત થયો હતો. અકસ્માતમાં વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

  3/11
 • લોકસભાની ચૂંટણી માટે રવિવારે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. તો ગુરુવારે એટલે કે 23મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

  લોકસભાની ચૂંટણી માટે રવિવારે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. તો ગુરુવારે એટલે કે 23મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

  4/11
 • પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19મી મેના રોજ એટલે કે રવિવારે બદ્રીનાથના પ્રવાસે છે. લોકસભાની ચૂંટણીનો મેરેથોન પ્રચાર કર્યા બાદ પીએમ મોદીએ શનિવારે બાબા કેદારનાથના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ બાબા કેદારનાથની પૂજા અર્ચના કરી. સાથે જ અહીંના વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી.

  પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19મી મેના રોજ એટલે કે રવિવારે બદ્રીનાથના પ્રવાસે છે. લોકસભાની ચૂંટણીનો મેરેથોન પ્રચાર કર્યા બાદ પીએમ મોદીએ શનિવારે બાબા કેદારનાથના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ બાબા કેદારનાથની પૂજા અર્ચના કરી. સાથે જ અહીંના વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી.

  5/11
 • પીએમ મોદી શનિવારે કેદારનાથના પ્રવાસે છે. કેદારનાથ બાબાના દર્શન કરીને પીએમ મોદીએ પૂજા અર્ચના કરી. સાથે જ કેદારનાથના વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત પીએમ મોદી સેફ હાઉસમાં આરામ કર્યા બાદ વરસાદ વચ્ચે પણ ચાલીને ધ્યાન ગુફા પહોંચ્યા. પીએમ મોદીએ ધ્યાન ગુફામાં થોડો સમય વીતાવી સાધના કરી હતી.

  પીએમ મોદી શનિવારે કેદારનાથના પ્રવાસે છે. કેદારનાથ બાબાના દર્શન કરીને પીએમ મોદીએ પૂજા અર્ચના કરી. સાથે જ કેદારનાથના વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત પીએમ મોદી સેફ હાઉસમાં આરામ કર્યા બાદ વરસાદ વચ્ચે પણ ચાલીને ધ્યાન ગુફા પહોંચ્યા. પીએમ મોદીએ ધ્યાન ગુફામાં થોડો સમય વીતાવી સાધના કરી હતી.

  6/11
 • ચંદ્રાબાબુ નાયડુએ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. ચૂંટણી પરિણામ પહેલા જ ચંદ્રાબાબુ નાયડુ વિપક્ષને એક કરવાના મિશન પર નીકળ્યા છે. જે અંતર્ગત તેમણે આજે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. 

  ચંદ્રાબાબુ નાયડુએ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. ચૂંટણી પરિણામ પહેલા જ ચંદ્રાબાબુ નાયડુ વિપક્ષને એક કરવાના મિશન પર નીકળ્યા છે. જે અંતર્ગત તેમણે આજે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. 

  7/11
 • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું તેમને પોતાના જ પીએસઓ તરફથી જાનનો ખતરો છે. પોતાના ચોંકાવનારા નિવેદનમાં કેજરીવાલે કહ્યું કે, તેમની સુરક્ષામાં લાગેલા તમામ પોલીસકર્મી ભાજપને કરે છે અને તેમને ડર છે કે, આ લોકો બીજેપીના ઈશારા પર તેમને મારી પણ શકે છે.

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું તેમને પોતાના જ પીએસઓ તરફથી જાનનો ખતરો છે. પોતાના ચોંકાવનારા નિવેદનમાં કેજરીવાલે કહ્યું કે, તેમની સુરક્ષામાં લાગેલા તમામ પોલીસકર્મી ભાજપને કરે છે અને તેમને ડર છે કે, આ લોકો બીજેપીના ઈશારા પર તેમને મારી પણ શકે છે.

  8/11
 • કમલ હસને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કમલ હસને ટ્વિટ કરીને કહ્યું,'હિન્દુ શબ્દ ભારતનો નથી. આ શબ્દ આપણને મુઘલોએ આપ્યો અને બાદમાં અંગ્રેજોએ પોતાના રાજ દરમિયાન તેને પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે, પહેલી સદીના તમિળ ભારતના અલવર (વૈષ્ણવ) અને નયનાર (શૈવ) પંરપરાએ પણ ક્યારેય ધર્મ માટે હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો.'

  કમલ હસને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કમલ હસને ટ્વિટ કરીને કહ્યું,'હિન્દુ શબ્દ ભારતનો નથી. આ શબ્દ આપણને મુઘલોએ આપ્યો અને બાદમાં અંગ્રેજોએ પોતાના રાજ દરમિયાન તેને પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે, પહેલી સદીના તમિળ ભારતના અલવર (વૈષ્ણવ) અને નયનાર (શૈવ) પંરપરાએ પણ ક્યારેય ધર્મ માટે હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો.'

  9/11
 • કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર થયા છે. પુલવામા જિલ્લાના અવંતિપોરામાં મારવામાં આવેલા ત્રણ આતંકવાદીઓ હિજબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા. જયારે શોપેરમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ કરવાની હજુ બાકી છે.

  કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર થયા છે. પુલવામા જિલ્લાના અવંતિપોરામાં મારવામાં આવેલા ત્રણ આતંકવાદીઓ હિજબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા. જયારે શોપેરમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ કરવાની હજુ બાકી છે.

  10/11
 • બોલીવુડના દબંગ ખાન સલમાન ખાને ટ્વિટર હેન્ડલ પર હમ દિલ દે ચૂકે સનમનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને સલમાન ખાને શર્મીન શેહગલને શુભેચ્છાઓ પાઠવી છે. સલમાન ખાને શૅર કરેલો આ થ્રો બેક ફોટો હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાનનો છે.

  બોલીવુડના દબંગ ખાન સલમાન ખાને ટ્વિટર હેન્ડલ પર હમ દિલ દે ચૂકે સનમનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને સલમાન ખાને શર્મીન શેહગલને શુભેચ્છાઓ પાઠવી છે. સલમાન ખાને શૅર કરેલો આ થ્રો બેક ફોટો હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાનનો છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક સાથે. રાજકારણથી લઈને રમતગમત, પોલિટિક્સથી લઈને સ્થાનિક ઘટનાઓ સુધીના તમામ સમાચાર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK