રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 09, 2019, 19:30 IST | Falguni Lakhani
 • વડાપ્રધાન મોદીના અરુણાચલ પ્રવાસનો ચીને વિરોધ કરી રહ્યું છે. ચીને કહ્યુંકે ભારતીય નેતૃત્વએ એવી કોઈ પણ કાર્રવાઈથી દૂર રહેવું જોઈએ જે સીમાના પ્રશ્નોને જટિલ બનાવે છે. જો કે ભારતે પણ ચીનના વિરોધનો સણસણતો જવાબ આપ્યો છે. ભારતે પલટવાર કરતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે.

  વડાપ્રધાન મોદીના અરુણાચલ પ્રવાસનો ચીને વિરોધ કરી રહ્યું છે. ચીને કહ્યુંકે ભારતીય નેતૃત્વએ એવી કોઈ પણ કાર્રવાઈથી દૂર રહેવું જોઈએ જે સીમાના પ્રશ્નોને જટિલ બનાવે છે. જો કે ભારતે પણ ચીનના વિરોધનો સણસણતો જવાબ આપ્યો છે. ભારતે પલટવાર કરતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે.

  1/10
 • સારધા ચીટફંડ ગોટાળાની તપાસને લઈને CBI પશ્ચિમ બંગાળના કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરી રહી છે આ માટે સીબીઆઈના ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ દસ સભ્યોની સમિતિની રચના કરી છે. રાજીવ કુમાર શુક્રવારે મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચ્યા. એક અધિકારીએ અહીં જણાવ્યું કે અહીં સીબીઆઈ કાર્યાલયમાં અને અન્ય એક અજ્ઞાત સ્થળે સીબીઆઈનું દળ પૂછપરછ કરશે.

  સારધા ચીટફંડ ગોટાળાની તપાસને લઈને CBI પશ્ચિમ બંગાળના કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરી રહી છે આ માટે સીબીઆઈના ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ દસ સભ્યોની સમિતિની રચના કરી છે. રાજીવ કુમાર શુક્રવારે મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચ્યા. એક અધિકારીએ અહીં જણાવ્યું કે અહીં સીબીઆઈ કાર્યાલયમાં અને અન્ય એક અજ્ઞાત સ્થળે સીબીઆઈનું દળ પૂછપરછ કરશે.

  2/10
 • ઉત્તરપ્રદેશના ગામડાઓમાં ધમધમી રહેલી દેશી શરાબની ભઠ્ઠીઓએ પોતાને રંગ બતાવ્યો છે. ઝેરી શરાબના કારણે મોતનો સિલસિલો ચાલુ જ છે. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 61 સુધી પહોંચી ગઈ છે. અનેકની હાલત  હજુ પણ ગંભીર છે.

  ઉત્તરપ્રદેશના ગામડાઓમાં ધમધમી રહેલી દેશી શરાબની ભઠ્ઠીઓએ પોતાને રંગ બતાવ્યો છે. ઝેરી શરાબના કારણે મોતનો સિલસિલો ચાલુ જ છે. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 61 સુધી પહોંચી ગઈ છે. અનેકની હાલત  હજુ પણ ગંભીર છે.

  3/10
 • ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સી અને ટોચના અધિકારીઓએ ભારતની સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી દીધી છે. સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારોની સુરક્ષા મામલે તેમને હાજર થવા સમન્સ આપ્યા હતા. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી કમિટીએ 1 ફેબ્રુઆરીએ સત્તાવાર પત્ર લખીને ટ્વિટરને સમન્સ આપ્યા હતા. સંસદય સમિતિની આ બેઠક 7 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ ટ્વિટરના સીઈઓ અને અધિકારીઓના લીધે તેને 11 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાઈ છે.

  ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સી અને ટોચના અધિકારીઓએ ભારતની સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી દીધી છે. સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારોની સુરક્ષા મામલે તેમને હાજર થવા સમન્સ આપ્યા હતા. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી કમિટીએ 1 ફેબ્રુઆરીએ સત્તાવાર પત્ર લખીને ટ્વિટરને સમન્સ આપ્યા હતા. સંસદય સમિતિની આ બેઠક 7 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ ટ્વિટરના સીઈઓ અને અધિકારીઓના લીધે તેને 11 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાઈ છે.

  4/10
 • લોકસભા ચૂંટણીમાં હવે ફિલ્મી રંગો પણ ઉમેરાયા છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગલી બોયનું ગીત આઝાદી ભાજપ અને કોંગ્રેસ બંનેને એટલું પસંદ આવી ગયું છે કે બંનેએ એ જ તર્જ પર પોતાનું પણ ગીત બનાવી નાખ્યું છે. પહેલા કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કરી તેનાથી આઝાદી માંગી તો તેના જવાબમાં ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે.

  લોકસભા ચૂંટણીમાં હવે ફિલ્મી રંગો પણ ઉમેરાયા છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગલી બોયનું ગીત આઝાદી ભાજપ અને કોંગ્રેસ બંનેને એટલું પસંદ આવી ગયું છે કે બંનેએ એ જ તર્જ પર પોતાનું પણ ગીત બનાવી નાખ્યું છે. પહેલા કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કરી તેનાથી આઝાદી માંગી તો તેના જવાબમાં ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે.

  5/10
 • લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવામાં લાગ્યા છે. ભાજપનો ગઢ ગણાતા રાજ્ય ગુજરાતમાં ગાબડું પાડવાની કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે કેટલીક બેઠકો પરથી સંભવિત ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. અને તેમને પોતાના વિસ્તારોમાં પ્રચાર તેજ કરવાનું કહ્યું છે.

  લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવામાં લાગ્યા છે. ભાજપનો ગઢ ગણાતા રાજ્ય ગુજરાતમાં ગાબડું પાડવાની કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે કેટલીક બેઠકો પરથી સંભવિત ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. અને તેમને પોતાના વિસ્તારોમાં પ્રચાર તેજ કરવાનું કહ્યું છે.

  6/10
 • રાજ્યના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ છે. આ વાત ખુદ તેમણે નડિયાદમાં કરી છે. ચૂંટણી વિશેના મીડિયાના સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને અમે આત્મવિશ્વાસ સાથે આવનારી ચૂંટણી જીતીશું.'

  રાજ્યના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ છે. આ વાત ખુદ તેમણે નડિયાદમાં કરી છે. ચૂંટણી વિશેના મીડિયાના સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને અમે આત્મવિશ્વાસ સાથે આવનારી ચૂંટણી જીતીશું.'

  7/10
 • હિન્દુત્વ વાદી નેતા તરીકે જાણીતા પ્રવીણ તોગડિયાએ પોતાની નવી રાજનૈતિક પાર્ટીની ઘોષણા કરી છે. આ પાર્ટી હવે હિન્દુસ્તાન નિર્માણ પાર્ટીના નામથી ઓળખાશે. આ પાર્ટી હિન્દુત્વની હિમાયત કરશે અને રામ મંદિર પાર્ટીનો મુખ્ય એજન્ડા રહેશે તેવી પણ ઘોષણા કરવામાં આવી છે. આ પાર્ટીનું સૂત્ર 'ભરોસો-અબ કી બાર પબ્લિક કી સરકાર' છે.

  હિન્દુત્વ વાદી નેતા તરીકે જાણીતા પ્રવીણ તોગડિયાએ પોતાની નવી રાજનૈતિક પાર્ટીની ઘોષણા કરી છે. આ પાર્ટી હવે હિન્દુસ્તાન નિર્માણ પાર્ટીના નામથી ઓળખાશે. આ પાર્ટી હિન્દુત્વની હિમાયત કરશે અને રામ મંદિર પાર્ટીનો મુખ્ય એજન્ડા રહેશે તેવી પણ ઘોષણા કરવામાં આવી છે. આ પાર્ટીનું સૂત્ર 'ભરોસો-અબ કી બાર પબ્લિક કી સરકાર' છે.

  8/10
 • પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલ સાથે પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી અભિનેત્રી માધુરી દીક્ષિતે રાજકારણમાં જોડાવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. માધુરીએ કહ્યું કે તેમની પુણેથી ચૂંટણી લડવાની વાત ખોટી છે અને તે એમના માટે એવી જ છે જાણે કે તે કોઈ કૉમેડી કરી રહી છે. થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે માધુરી પુણેથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

  પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલ સાથે પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી અભિનેત્રી માધુરી દીક્ષિતે રાજકારણમાં જોડાવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. માધુરીએ કહ્યું કે તેમની પુણેથી ચૂંટણી લડવાની વાત ખોટી છે અને તે એમના માટે એવી જ છે જાણે કે તે કોઈ કૉમેડી કરી રહી છે. થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે માધુરી પુણેથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

  9/10
 • આ વર્ષે લોકસભા ચૂંટણી છે. દેશમાં રાજનૈતિક માહોલ ગરમ થઈ રહ્યો છે અને મોટા પડદા પર રાજનીતિના દિગ્ગજોને લાવવાની તૈયારી. વડાપ્રધાન મોદી પર વિવેક ઓબેરોયને લઈને ફિલ્મ બનવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેના પહેલા રાહુલ ગાંધી બનેલી ફિલ્મ રિલીઝ થઈ જશે.

  આ વર્ષે લોકસભા ચૂંટણી છે. દેશમાં રાજનૈતિક માહોલ ગરમ થઈ રહ્યો છે અને મોટા પડદા પર રાજનીતિના દિગ્ગજોને લાવવાની તૈયારી. વડાપ્રધાન મોદી પર વિવેક ઓબેરોયને લઈને ફિલ્મ બનવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેના પહેલા રાહુલ ગાંધી બનેલી ફિલ્મ રિલીઝ થઈ જશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK