સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Mar 28, 2019, 19:50 IST | Falguni Lakhani
 • વડાપ્રધાન મોદીએ જમ્મૂમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. PM મોદીએ સવાલ કર્યો કે શું આ એ જ કોંગ્રેસ છે જેમાં નેતાજીએ આઝાદ ભારતની કલ્પના કરી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાની રેલીમાં નેશનલ કૉંફ્રેંસ અને પીડીપી પર પણ નિશાન સાધ્યું.

  વડાપ્રધાન મોદીએ જમ્મૂમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. PM મોદીએ સવાલ કર્યો કે શું આ એ જ કોંગ્રેસ છે જેમાં નેતાજીએ આઝાદ ભારતની કલ્પના કરી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાની રેલીમાં નેશનલ કૉંફ્રેંસ અને પીડીપી પર પણ નિશાન સાધ્યું.

  1/9
 • લોકસભા પહેલા ગુજરાતમાં કોંગ્રેસને બેવડો ફટકો પડવા જઈ રહ્યો છે. પાર્ટી બદલવાનો અને સમર્થન આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસની કોઈ પક્ષ પાસેથી સમર્થન મેળવવાની આશાઓ પર પણ પાણી ફરી રહ્યું છે. NCPએ રાજ્યની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ આદિવાસી બેલ્ટમાં મજબૂત પકડ ધરાવતી પાર્ટી BTPએ પણ ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો છે.

  લોકસભા પહેલા ગુજરાતમાં કોંગ્રેસને બેવડો ફટકો પડવા જઈ રહ્યો છે. પાર્ટી બદલવાનો અને સમર્થન આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસની કોઈ પક્ષ પાસેથી સમર્થન મેળવવાની આશાઓ પર પણ પાણી ફરી રહ્યું છે. NCPએ રાજ્યની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ આદિવાસી બેલ્ટમાં મજબૂત પકડ ધરાવતી પાર્ટી BTPએ પણ ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો છે.

  2/9
 • ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટું નામ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ પક્ષ સામે બળવો પોકાર્યો છે. પોતાની જગ્યાએ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય રતનસિંહને ભાજપે ટિકિટ આપતા પ્રભાતસિંહ નારાજ થયા છે. અને સમર્થકો સાથેની બેઠકમાં પહેલી એપ્રિલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

  ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટું નામ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ પક્ષ સામે બળવો પોકાર્યો છે. પોતાની જગ્યાએ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય રતનસિંહને ભાજપે ટિકિટ આપતા પ્રભાતસિંહ નારાજ થયા છે. અને સમર્થકો સાથેની બેઠકમાં પહેલી એપ્રિલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

  3/9
 • દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ થવાના હતા. તેમના તરફથી આધિકારીક જાહેરાત પણ થઈ ગઈ હતી. પણ અત્યારે આ વાત ટળી ગઈ છે. હવે સિન્હા 6 એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે. આજનો કાર્યક્રમ રદ્દ થયા બાદ સિન્હાએ રાહુલ ગાંધી સાથે મુલાાકાત કરી હતી. અને તે બાદ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે.

  દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ થવાના હતા. તેમના તરફથી આધિકારીક જાહેરાત પણ થઈ ગઈ હતી. પણ અત્યારે આ વાત ટળી ગઈ છે. હવે સિન્હા 6 એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે. આજનો કાર્યક્રમ રદ્દ થયા બાદ સિન્હાએ રાહુલ ગાંધી સાથે મુલાાકાત કરી હતી. અને તે બાદ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે.

  4/9
 • ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે. હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યુ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે.હાલ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરી 1500થી 2000ના ભાવે વેચાઈ રહી છે.

  ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે. હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યુ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે.હાલ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરી 1500થી 2000ના ભાવે વેચાઈ રહી છે.

  5/9
 • હંદવાડા અને શોપિયા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ અથડામણમાં સેનાને મોટી સફળતા મળી હતી. સુરક્ષા જવાનોએ જમ્મુના શોપિયાના કેલ્લર વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.

  હંદવાડા અને શોપિયા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ અથડામણમાં સેનાને મોટી સફળતા મળી હતી. સુરક્ષા જવાનોએ જમ્મુના શોપિયાના કેલ્લર વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.

  6/9
 • અભિનેત્રી કંગના રનૌત પોતાના આખાબોલા સ્વભાવને કારણે જાણીતી છે. હ્રિતિક રોશનથી લઈને ફિલ્મોના વિવાદમાં તેમનું નામ ઉછળી ચૂક્યુ છે. હવે કંગનાએ ફરી એકવાર કરણ જોહર સહિત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિરુદ્ધ ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. કંગનાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ લોકો હંમેશા પોતાનામાં જ લિપ્ત રહે છે, અને તેમને દેશ સાથે કોઈ લેવા દેવા નથી.

  અભિનેત્રી કંગના રનૌત પોતાના આખાબોલા સ્વભાવને કારણે જાણીતી છે. હ્રિતિક રોશનથી લઈને ફિલ્મોના વિવાદમાં તેમનું નામ ઉછળી ચૂક્યુ છે. હવે કંગનાએ ફરી એકવાર કરણ જોહર સહિત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિરુદ્ધ ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. કંગનાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ લોકો હંમેશા પોતાનામાં જ લિપ્ત રહે છે, અને તેમને દેશ સાથે કોઈ લેવા દેવા નથી.

  7/9
 • અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે જ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે 100 કરોડથી વધુનું કલેક્શન કરી આ વર્ષની સૌથી વહેલાં શતકનો આંકડો પાર કરનાર ફિલ્મ બની છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે એટલે કે બુધવારે લગભગ 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી અને હવે ફિલ્મની કુલ કમાણી 100 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે.

  અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે જ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે 100 કરોડથી વધુનું કલેક્શન કરી આ વર્ષની સૌથી વહેલાં શતકનો આંકડો પાર કરનાર ફિલ્મ બની છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે એટલે કે બુધવારે લગભગ 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી અને હવે ફિલ્મની કુલ કમાણી 100 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે.

  8/9
 • IPLમાં હાલનો મુકાબલો બેંગ્લોર અને મુંબઈ વચ્ચે છે. જેમાં બેંગ્લોરે ટૉસ જીતીની ફિલ્ડિંગ લીધી છે. આ મેચ બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જે બંને ટીમ માટે મહત્વની છે. કારણ કે બંને ટીમો પોતાનો પહેલો મેચ હારી ચુકી છે.

  IPLમાં હાલનો મુકાબલો બેંગ્લોર અને મુંબઈ વચ્ચે છે. જેમાં બેંગ્લોરે ટૉસ જીતીની ફિલ્ડિંગ લીધી છે. આ મેચ બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જે બંને ટીમ માટે મહત્વની છે. કારણ કે બંને ટીમો પોતાનો પહેલો મેચ હારી ચુકી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK