સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 08, 2019, 19:58 IST | Vikas Kalal
 •  વચગાળાના બજેટમાં સરકારે મોટી રાહત આપ્યા બાદ ફરી એકવાર બીજેપી સરકારે તેના ઘોષણા પત્રમાં વધુ છૂટ આપવાનો વાયદો આપીને ચુંટણી પહેલા મતદારોને લલચાવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા બીજેપીના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હમણા જ બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે અને જો સરકાર પાછી આવશે તો ટેક્સ સ્લેબના બદલાવ કરવામાં આવશે અને ટેક્સ છૂટ આપવા માટે સરકારે વાયદો કર્યો છે

   વચગાળાના બજેટમાં સરકારે મોટી રાહત આપ્યા બાદ ફરી એકવાર બીજેપી સરકારે તેના ઘોષણા પત્રમાં વધુ છૂટ આપવાનો વાયદો આપીને ચુંટણી પહેલા મતદારોને લલચાવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા બીજેપીના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હમણા જ બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે અને જો સરકાર પાછી આવશે તો ટેક્સ સ્લેબના બદલાવ કરવામાં આવશે અને ટેક્સ છૂટ આપવા માટે સરકારે વાયદો કર્યો છે

  1/10
 • કોંગ્રેસે સોમવારે જાહેર કરાયેલા ભાજપના સંકલ્પ પત્રને જુઠ્ઠાણાનો ભરમાર ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે, ભાજપનું ઘોષણા પત્રમાં માત્ર હવામાં કરાયેલા વાયદા સમાન છે. ભાજપ ચૂંટણીઓમાં જે વાયદા કરે છે તે પૂરા કરી શકતી નથી અને તેમનું ઘોષણા પત્ર બાજુમાં રહી જાય છે. વડાપ્રધાન પોતાને ક્યારેક ચા વાળો તો ક્યારેક ચોકીદાર તો ક્યારેક ફકીર અને કામદાર કહીને લોકોને ભ્રમિત કરે છે.

  કોંગ્રેસે સોમવારે જાહેર કરાયેલા ભાજપના સંકલ્પ પત્રને જુઠ્ઠાણાનો ભરમાર ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે, ભાજપનું ઘોષણા પત્રમાં માત્ર હવામાં કરાયેલા વાયદા સમાન છે. ભાજપ ચૂંટણીઓમાં જે વાયદા કરે છે તે પૂરા કરી શકતી નથી અને તેમનું ઘોષણા પત્ર બાજુમાં રહી જાય છે. વડાપ્રધાન પોતાને ક્યારેક ચા વાળો તો ક્યારેક ચોકીદાર તો ક્યારેક ફકીર અને કામદાર કહીને લોકોને ભ્રમિત કરે છે.

  2/10
 • ભાગેડુ વેપારી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અદાલતે માલ્યાના પ્રત્યાર્પણન વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. એટલે હવે વિજય માલ્યાને ભારત લાવવાની સંભાવના વધી ગઈ છે. આ પહેલા ભારતીય એજન્સીઓએ આ મામલે સતત બ્રિટનની સરકાર પર દબાણ વધાર્યું છે. સીબીઆઈ અને ઈડીએ અદાલતમાં માલ્યા વિરુદ્ધ મજબૂત પૂરાવા રજૂ કર્યા છે.

  ભાગેડુ વેપારી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અદાલતે માલ્યાના પ્રત્યાર્પણન વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. એટલે હવે વિજય માલ્યાને ભારત લાવવાની સંભાવના વધી ગઈ છે. આ પહેલા ભારતીય એજન્સીઓએ આ મામલે સતત બ્રિટનની સરકાર પર દબાણ વધાર્યું છે. સીબીઆઈ અને ઈડીએ અદાલતમાં માલ્યા વિરુદ્ધ મજબૂત પૂરાવા રજૂ કર્યા છે.

  3/10
 • રાહુલ ગાંધી આજે ફરી ચર્ચાનો મુદ્રો બન્યો છે. સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટે દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સમન્સ મોકલવામાં આવ્યું છે. સોમવારે મેટ્રો કોર્ટ દ્વારા અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક (ADC)દ્વારા દાખલ કરાયેલ માનહાનિના મામલે 27 મેના અદાલતમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.

  રાહુલ ગાંધી આજે ફરી ચર્ચાનો મુદ્રો બન્યો છે. સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટે દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સમન્સ મોકલવામાં આવ્યું છે. સોમવારે મેટ્રો કોર્ટ દ્વારા અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક (ADC)દ્વારા દાખલ કરાયેલ માનહાનિના મામલે 27 મેના અદાલતમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.

  4/10
 • રાજ્યમાં દારૂબંધીના બણગા વચ્ચે દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ચૂંટણી પહેલા વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવવા પ્રયાસો કરવાના દાવા કરી રહી છે. ત્યારે ચિલોડા-હિંમતનગર હાઈવે પરથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.

  રાજ્યમાં દારૂબંધીના બણગા વચ્ચે દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ચૂંટણી પહેલા વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવવા પ્રયાસો કરવાના દાવા કરી રહી છે. ત્યારે ચિલોડા-હિંમતનગર હાઈવે પરથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.

  5/10
 • ગુજરાતમાં ફરી એકવાર જળસંકટ સર્જાય તેવી શક્યતા છે. ઉનાળાના પ્રારંભે જ રાજ્યમાં પાણીની ઘટ પડી શકે છે. રાજ્યના 204 જશાળયમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ખરાબ છે. આ ત્રણેય વિસ્તારના જળાશયોમાં જળસ્તર 18 ટકા કરતા પણ ઓછું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 17.73 ટકા જ પાણી વધ્યું છે.

  ગુજરાતમાં ફરી એકવાર જળસંકટ સર્જાય તેવી શક્યતા છે. ઉનાળાના પ્રારંભે જ રાજ્યમાં પાણીની ઘટ પડી શકે છે. રાજ્યના 204 જશાળયમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ખરાબ છે. આ ત્રણેય વિસ્તારના જળાશયોમાં જળસ્તર 18 ટકા કરતા પણ ઓછું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 17.73 ટકા જ પાણી વધ્યું છે.

  6/10
 • શોર્ટ સર્કિટના કારણે કોમ્પલેક્સના 8માં માળની એક ઓફિસમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેલાઈને 8માં માળથી 5માં માળ સુધી પહોચી હતી પરંતુ આગ વધુ ફેલાય તે પહેલા તેની પર કાબૂ મેળવી લેવાયો હતો.

  શોર્ટ સર્કિટના કારણે કોમ્પલેક્સના 8માં માળની એક ઓફિસમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેલાઈને 8માં માળથી 5માં માળ સુધી પહોચી હતી પરંતુ આગ વધુ ફેલાય તે પહેલા તેની પર કાબૂ મેળવી લેવાયો હતો.

  7/10
 • શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'કબીર સિંહ' ને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા શાહિદ કપૂરે કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જ્યારે આજે ફિલ્મ કબીર સિંહનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. સાઉથની રિમેક કબીર સિંહના ટીઝરમાં શાહિદ કપૂરનો ઈન્ટેન્સ લૂક જોવા મળી રહ્યો છે.

  શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'કબીર સિંહ' ને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા શાહિદ કપૂરે કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જ્યારે આજે ફિલ્મ કબીર સિંહનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. સાઉથની રિમેક કબીર સિંહના ટીઝરમાં શાહિદ કપૂરનો ઈન્ટેન્સ લૂક જોવા મળી રહ્યો છે.

  8/10
 • ન્યૂઝીલેન્ડ સહિતના દેશો વર્લ્ડકપ માટે ટીમ પણ પસંદ કરી ચૂક્યા છે. ત્યારે 15 એપ્રિલે હવે ટીમ ઈન્ડિયા પણ જાહેર થશે. મુંબઈમાં બીસીસીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરશે. વર્લ્ડ કપ માટે દુનિયાના ક્રિકેટ રમતા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ત્યારે પસંદગી સમિતિ આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહી છે.

  ન્યૂઝીલેન્ડ સહિતના દેશો વર્લ્ડકપ માટે ટીમ પણ પસંદ કરી ચૂક્યા છે. ત્યારે 15 એપ્રિલે હવે ટીમ ઈન્ડિયા પણ જાહેર થશે. મુંબઈમાં બીસીસીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરશે. વર્લ્ડ કપ માટે દુનિયાના ક્રિકેટ રમતા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ત્યારે પસંદગી સમિતિ આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહી છે.

  9/10
 • IPL 2019: સુપર મન્ડેમા પંજાબની ટીમ સામે હૈદરાબાદની ટીમ ટકરાશે.  મોહાલીમાં એકતરફ ગેલ અને સામે વૉર્નરની ઈનિંગ જોવાની રહેશે. પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લેવાનો નિર્ણય કર્યો છે.

  IPL 2019: સુપર મન્ડેમા પંજાબની ટીમ સામે હૈદરાબાદની ટીમ ટકરાશે.  મોહાલીમાં એકતરફ ગેલ અને સામે વૉર્નરની ઈનિંગ જોવાની રહેશે. પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લેવાનો નિર્ણય કર્યો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK