સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Mar 30, 2019, 19:55 IST | Vikas Kalal
 • જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં CRPFની 6-7 બસો હતી અને આશરે 40 જવાનો હતા. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું.

  જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં CRPFની 6-7 બસો હતી અને આશરે 40 જવાનો હતા. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ એલર્ટ આપ્યું હતું.

  1/10
 • દાયકા જૂની દુશ્મનીના કારણે પંજાબમાં થયેલી ડ્રગ ઈન્સ્પેક્ટરની હત્યાએ તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે. દુશ્મનીના કારણે એક શખ્સે ઝોનલ લાઈસન્સિંગ ઓથૉરિટીના પદ પર તહેનાત મહિલા અધિકારી નેહા શૌરીની હત્યા કરી દીધી. નેહાએ 2009માં ડ્રગ ઈન્સ્પેક્ટરના પદ પર હતા ત્યારે આરોપીની દવાની દુકાનનું લાઈસન્સ કેન્સલ કરી નાખ્યું હતું

  દાયકા જૂની દુશ્મનીના કારણે પંજાબમાં થયેલી ડ્રગ ઈન્સ્પેક્ટરની હત્યાએ તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે. દુશ્મનીના કારણે એક શખ્સે ઝોનલ લાઈસન્સિંગ ઓથૉરિટીના પદ પર તહેનાત મહિલા અધિકારી નેહા શૌરીની હત્યા કરી દીધી. નેહાએ 2009માં ડ્રગ ઈન્સ્પેક્ટરના પદ પર હતા ત્યારે આરોપીની દવાની દુકાનનું લાઈસન્સ કેન્સલ કરી નાખ્યું હતું

  2/10
 • EDએ હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની ૧૧ લક્ઝુરિયસ કારની હરાજીનો કૉન્ટ્રૅક્ટ મેટલ ઍન્ડ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને સોંપ્યો છે. ટૂંક સમયમાં રોલ્સ રૉયસ, મર્સિડીઝ અને પૉર્શે જેવી અતિ વૈભવી કારોની હરાજી યોજવામાં આવશે.

  EDએ હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની ૧૧ લક્ઝુરિયસ કારની હરાજીનો કૉન્ટ્રૅક્ટ મેટલ ઍન્ડ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને સોંપ્યો છે. ટૂંક સમયમાં રોલ્સ રૉયસ, મર્સિડીઝ અને પૉર્શે જેવી અતિ વૈભવી કારોની હરાજી યોજવામાં આવશે.

  3/10
 • વડાપ્રધાન મોદીએ શનિવારે પૂર્વોતરમાં ચૂંટણીનો આગાઝ કરી દીધો છે. આજે તેઓ અરુણાચલ પ્રદેશના એલોમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પાછલી સરકારો પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં એલોની જમીન પર પહેલી વાર કોઈ વડાપ્રધાને પગ મુક્યો છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકાર આવ્યા બાદ વડાપ્રધાને પૂર્વોત્તરના 30થી વધારે પ્રવાસ કર્યા છે.

  વડાપ્રધાન મોદીએ શનિવારે પૂર્વોતરમાં ચૂંટણીનો આગાઝ કરી દીધો છે. આજે તેઓ અરુણાચલ પ્રદેશના એલોમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પાછલી સરકારો પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં એલોની જમીન પર પહેલી વાર કોઈ વડાપ્રધાને પગ મુક્યો છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકાર આવ્યા બાદ વડાપ્રધાને પૂર્વોત્તરના 30થી વધારે પ્રવાસ કર્યા છે.

  4/10
 •  પહેલી વાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી દાખલ કરી હતી. આ દરમિયાન અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિય ગડકરી, શિવેસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને લોજપાના અધ્યક્ષ રામવિલાસ પાસવાન જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા

   પહેલી વાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી દાખલ કરી હતી. આ દરમિયાન અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિય ગડકરી, શિવેસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને લોજપાના અધ્યક્ષ રામવિલાસ પાસવાન જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા

  5/10
 • મોબાઈલ ટેક્નોલોજીમાં સતત બદલાવ કરી રહેલા ચીના શાંઘાઈએ દાવો કર્યો છે કે, શાંઘાઈ 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગિગાબાઈટ નેટવર્ક વાળુ વિશ્વનું પહેલુ શહેર બન્યું છે. 5G આવનારા સમય માટે મોબાઈલની દુનિયામાં મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. 5G 4Gની સરખામણીએ 10 થી 100 ગણી ડાઉનલોડ સ્પીડ આપશે.

  મોબાઈલ ટેક્નોલોજીમાં સતત બદલાવ કરી રહેલા ચીના શાંઘાઈએ દાવો કર્યો છે કે, શાંઘાઈ 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગિગાબાઈટ નેટવર્ક વાળુ વિશ્વનું પહેલુ શહેર બન્યું છે. 5G આવનારા સમય માટે મોબાઈલની દુનિયામાં મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. 5G 4Gની સરખામણીએ 10 થી 100 ગણી ડાઉનલોડ સ્પીડ આપશે.

  6/10
 • બ્રેગ્જિટને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ બ્રેગ્જિટ ડીલના પ્રસ્તાવ મુક્યો હતો. જોકે બ્રિટનના સાંસદોએ શુક્રવારે વડાપ્રધાનનો આ પ્રસ્તાવ ફરી ત્રીજીવાર ફગાવી દીધો હતો. સાંસદોના હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટેનમાં યુરોપિયન સંઘથી 286 વોટોના બદલે 344 મતોથી ફગાવવામાં આવ્યો હતો

  બ્રેગ્જિટને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ બ્રેગ્જિટ ડીલના પ્રસ્તાવ મુક્યો હતો. જોકે બ્રિટનના સાંસદોએ શુક્રવારે વડાપ્રધાનનો આ પ્રસ્તાવ ફરી ત્રીજીવાર ફગાવી દીધો હતો. સાંસદોના હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટેનમાં યુરોપિયન સંઘથી 286 વોટોના બદલે 344 મતોથી ફગાવવામાં આવ્યો હતો

  7/10
 • PUBG મોબાઈલનું લેટેસ્ટ બીટા વર્ઝન 0.12.0 જાહેર આવી ગયું છે. આ નવા અપડેટ સાથે જ ગેમના નવા ફિચર્સ ગેમ સાથે જોડાઈ ગયા છે. સાથે જ તમને નવો ડાર્કેસ્ટ નાઈટ મોડ મળશે જેમાં નવી નવી હરીફાઈઓ પણ રાખવામાં આવી છે જેના દ્વારા કોસ્મેટિક આઈટમ્સ પણ જીતી શકો છો. આ સિવાય લિક્વિડ નાઈટ્રોજન ગ્રેનેડ, જંમ્પિંગ જોમ્બિંગ અને જોમ્બી ડોગ્સ પણ આ વર્ઝનમાં મળશે. એન્ડ્રોઈડ વર્ઝન માટે આ લેટેસ્ટ 0.12.0 વર્ઝનની સાઈજ 1.2 જીબી છે.

  PUBG મોબાઈલનું લેટેસ્ટ બીટા વર્ઝન 0.12.0 જાહેર આવી ગયું છે. આ નવા અપડેટ સાથે જ ગેમના નવા ફિચર્સ ગેમ સાથે જોડાઈ ગયા છે. સાથે જ તમને નવો ડાર્કેસ્ટ નાઈટ મોડ મળશે જેમાં નવી નવી હરીફાઈઓ પણ રાખવામાં આવી છે જેના દ્વારા કોસ્મેટિક આઈટમ્સ પણ જીતી શકો છો. આ સિવાય લિક્વિડ નાઈટ્રોજન ગ્રેનેડ, જંમ્પિંગ જોમ્બિંગ અને જોમ્બી ડોગ્સ પણ આ વર્ઝનમાં મળશે. એન્ડ્રોઈડ વર્ઝન માટે આ લેટેસ્ટ 0.12.0 વર્ઝનની સાઈજ 1.2 જીબી છે.

  8/10
 • PL 2019માં રમાઈ રહેલી મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 8 બોલ બાકી રહેતાની સાથે જ પંજાબે મેચ પર કબજો કર્યો હતો. લોકેશ રાહુલ, ગેલ અને મયંક અગ્રવાલની તોફાની ઈનિંગની મદદથી પંજાબે મેચ આસાનીથી જીતી હતી.

  PL 2019માં રમાઈ રહેલી મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 8 બોલ બાકી રહેતાની સાથે જ પંજાબે મેચ પર કબજો કર્યો હતો. લોકેશ રાહુલ, ગેલ અને મયંક અગ્રવાલની તોફાની ઈનિંગની મદદથી પંજાબે મેચ આસાનીથી જીતી હતી.

  9/10
 • IPL 2019  હેપ્પી વિકેન્ડની બીજી મેચમાં  દિલ્હી કેપિટલ્સ સામનો કરશે કોલકાતા નાઈટ રાઈડર્સનો. મેચમાં રિષભ પંત,રબાડા, નિતિશ રાણા, રસેલ પર ખાસ નજર રહેશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  IPL 2019  હેપ્પી વિકેન્ડની બીજી મેચમાં  દિલ્હી કેપિટલ્સ સામનો કરશે કોલકાતા નાઈટ રાઈડર્સનો. મેચમાં રિષભ પંત,રબાડા, નિતિશ રાણા, રસેલ પર ખાસ નજર રહેશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK