સાંજે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 20, 2019, 20:02 IST | Vikas Kalal
 • ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની પોસ્ટીંગ કરવામાં આવી છે. હાલ તેમને એક પીસ સ્ટેશન ટ્રાંસફર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનથી પરત ફર્યા પછી અભિનંદનને સતત જૈશ-એ-મહોમ્મદ તરફથી ધમકીઓ મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અભિનંદનની પોસ્ટીંગ વેસ્ટર્ન સેક્ટરમાં થઈ શકે છે.

  ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની પોસ્ટીંગ કરવામાં આવી છે. હાલ તેમને એક પીસ સ્ટેશન ટ્રાંસફર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનથી પરત ફર્યા પછી અભિનંદનને સતત જૈશ-એ-મહોમ્મદ તરફથી ધમકીઓ મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અભિનંદનની પોસ્ટીંગ વેસ્ટર્ન સેક્ટરમાં થઈ શકે છે.

  1/10
 • લોકસભાની અમેઠી બેઠક રોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહી છે પહેલા સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાત અને હવે રાહુલની નાગરિકતા. નામાંકન ભરતાની સાથે રાહુલ પાસે ભારતની નાગરિકતા હોવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.  રાહુલ ગાંધીને આ માટે 22 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેમા રાહુલે તેમની નાગરિકતા સાબિત કરવાની રહેશે.

  લોકસભાની અમેઠી બેઠક રોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહી છે પહેલા સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાત અને હવે રાહુલની નાગરિકતા. નામાંકન ભરતાની સાથે રાહુલ પાસે ભારતની નાગરિકતા હોવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.  રાહુલ ગાંધીને આ માટે 22 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેમા રાહુલે તેમની નાગરિકતા સાબિત કરવાની રહેશે.

  2/10
 •  માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી અધિકારી અને કલેક્ટરે નોટિસ મોકલી છે. પ્રજ્ઞા ઠાકુરને આ નોટિસ 26/11 હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને સામે કરેલી ટિપ્પણીનું સ્પષ્ટીકરણ આપવા માટે મોકલવામાં આવી છે. સાથે ઈન્દોરમાં કોંગ્રેસના નેતાએ સાધ્વી સામે ફરિયાદ પણ કરી છે.

   માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી અધિકારી અને કલેક્ટરે નોટિસ મોકલી છે. પ્રજ્ઞા ઠાકુરને આ નોટિસ 26/11 હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને સામે કરેલી ટિપ્પણીનું સ્પષ્ટીકરણ આપવા માટે મોકલવામાં આવી છે. સાથે ઈન્દોરમાં કોંગ્રેસના નેતાએ સાધ્વી સામે ફરિયાદ પણ કરી છે.

  3/10
 •  ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પીવાના પાણીની તંગી થઈ છે. અહીંયા આમ તો પ્રશાસન પાણીની કોઈપણ સમસ્યા નહીં થવાનો દાવો કરે છે, પરંતુ જમીનની વાસ્તવિકતા કઈ અલગ જ છે. ગરમીની શરૂઆતમાં જ શહેરના કેટલાક ક્ષેત્રોમાં પાણી નથી મળી રહ્યું, સામાન્ય લોકો પાણી માટે તરસી રહ્યા છે. એવામાં એક વિસ્તારની મહિલાઓએ શહેરના વૉર્ડ ઑફિસના બહાર માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે.

   ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પીવાના પાણીની તંગી થઈ છે. અહીંયા આમ તો પ્રશાસન પાણીની કોઈપણ સમસ્યા નહીં થવાનો દાવો કરે છે, પરંતુ જમીનની વાસ્તવિકતા કઈ અલગ જ છે. ગરમીની શરૂઆતમાં જ શહેરના કેટલાક ક્ષેત્રોમાં પાણી નથી મળી રહ્યું, સામાન્ય લોકો પાણી માટે તરસી રહ્યા છે. એવામાં એક વિસ્તારની મહિલાઓએ શહેરના વૉર્ડ ઑફિસના બહાર માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે.

  4/10
 • અમદાવાદના એક IPS અધિકારીની પત્નીના એકાઉન્ટમાંથી 1.37 લાખની ડિજિટલ રીતે ચોરી કરનાર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ચોરોની દિલ્હીથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 3 શખ્સોની ધરપકડ કરી છે જેમના નામ શ્રદ્ધાનંદ, નમન શર્મા અને વિવેક જુયાલ હોવાનું જાણવા મળેલ છે. તમામ આરોપીઓની ધરપકડ દિલ્હી નોઈડાથી કરવામાં આવી હતી.

  અમદાવાદના એક IPS અધિકારીની પત્નીના એકાઉન્ટમાંથી 1.37 લાખની ડિજિટલ રીતે ચોરી કરનાર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ચોરોની દિલ્હીથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 3 શખ્સોની ધરપકડ કરી છે જેમના નામ શ્રદ્ધાનંદ, નમન શર્મા અને વિવેક જુયાલ હોવાનું જાણવા મળેલ છે. તમામ આરોપીઓની ધરપકડ દિલ્હી નોઈડાથી કરવામાં આવી હતી.

  5/10
 •  રાજકોટમાં ફરી એકવાર સોનીબજારના સોની કારીગરના ભોગ બન્યા છે. રાજકોટના ભક્તિનગર સર્કલ જોડે મયૂરપાર્કમાં રહેતા સોની  મનદીપભાઈએ 13 દિવસ પહેલા જ 2 કારીગર રાખ્યા હતા. માત્ર 13 દિવસની નોકરીમાં આ બન્ને કારીગરો મનદીપભાઈને 16.40 લાખનો ચૂનો લગાડીને ગાયબ થઈ ગયા છે. મનદીપભાઈ સોનાના ઘરેણા ઘડવા હુગલીના બે કારીગરોને પોતાને ત્યા નોકરી પર રાખ્યા હતા.

   રાજકોટમાં ફરી એકવાર સોનીબજારના સોની કારીગરના ભોગ બન્યા છે. રાજકોટના ભક્તિનગર સર્કલ જોડે મયૂરપાર્કમાં રહેતા સોની  મનદીપભાઈએ 13 દિવસ પહેલા જ 2 કારીગર રાખ્યા હતા. માત્ર 13 દિવસની નોકરીમાં આ બન્ને કારીગરો મનદીપભાઈને 16.40 લાખનો ચૂનો લગાડીને ગાયબ થઈ ગયા છે. મનદીપભાઈ સોનાના ઘરેણા ઘડવા હુગલીના બે કારીગરોને પોતાને ત્યા નોકરી પર રાખ્યા હતા.

  6/10
 • આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા જેટના કર્મચારીઓની મદદે સોશિયલ મીડિયા આવ્યું છે. અનેક નાના મોટા કારોબારીઓ ટ્વિટ્ટરના માધ્યમથી તેમને નોકરી આપવાની ઑફર કરી રહ્યા છે. એરલાઈન્સના સ્ટાફને નોકરી આપવા માટે 

  આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા જેટના કર્મચારીઓની મદદે સોશિયલ મીડિયા આવ્યું છે. અનેક નાના મોટા કારોબારીઓ ટ્વિટ્ટરના માધ્યમથી તેમને નોકરી આપવાની ઑફર કરી રહ્યા છે. એરલાઈન્સના સ્ટાફને નોકરી આપવા માટે 

  7/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ પછી હવે વેબ સીરિઝ પર પણ બૅન મુકવામાં આવ્યો છે. ચૂંટણીની પહેલા રિલીઝ થનારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર ચૂંટણી પુરી ન થાય ત્યા સુધી બૅન મુકવામાં આવ્યો હતો. જો કે હવે ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદી આધારિત વેબ સિરીઝ પર પણ બૅન મુકવાના આદેશ આપ્યા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ પછી હવે વેબ સીરિઝ પર પણ બૅન મુકવામાં આવ્યો છે. ચૂંટણીની પહેલા રિલીઝ થનારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર ચૂંટણી પુરી ન થાય ત્યા સુધી બૅન મુકવામાં આવ્યો હતો. જો કે હવે ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદી આધારિત વેબ સિરીઝ પર પણ બૅન મુકવાના આદેશ આપ્યા છે.

  8/10
 • IPLની આ સીઝનની ત્રીજી જીત રાજસ્થાન રોયલ્સે પોતાના નામે કરી છે. મુંબઈએ આપેલા 162ના ટાર્ગેટને સ્ટીવ સ્મિથ અને યુવા બેટ્સમેન રિયાન પરાગની પાર્ટનરશિપે જીત અપાવી હતી. રાજસ્થાને આ જીત સાથે સીઝનમાં બની રહેવાની આશા હજુ જીવંત રાખી છે.

  IPLની આ સીઝનની ત્રીજી જીત રાજસ્થાન રોયલ્સે પોતાના નામે કરી છે. મુંબઈએ આપેલા 162ના ટાર્ગેટને સ્ટીવ સ્મિથ અને યુવા બેટ્સમેન રિયાન પરાગની પાર્ટનરશિપે જીત અપાવી હતી. રાજસ્થાને આ જીત સાથે સીઝનમાં બની રહેવાની આશા હજુ જીવંત રાખી છે.

  9/10
 • સુપર શનિવારમાં આજે બીજો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. બન્ને ટીમો માટે પોઈન્ટ ટેબલમાં ઉપર આવવા માટે મહત્વની મેચ માનવામાં આવી રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

  સુપર શનિવારમાં આજે બીજો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. બન્ને ટીમો માટે પોઈન્ટ ટેબલમાં ઉપર આવવા માટે મહત્વની મેચ માનવામાં આવી રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યારસુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK