સાંજે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 19, 2019, 20:15 IST | Vikas Kalal
 • લોકસભા ચૂંટણીના 7 તબક્કાઓ પૈકી 2 તબક્કા થઈ ચુક્યા છે આવનારા ચરણ માટે રાજકીય પાર્ટી એક પછી એક સભાનું આયોજન કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સભા યોજી હતી જેમાં કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમણે 5 વર્ષમાં 1,500 નિયમ ખતમ કર્યા.

  લોકસભા ચૂંટણીના 7 તબક્કાઓ પૈકી 2 તબક્કા થઈ ચુક્યા છે આવનારા ચરણ માટે રાજકીય પાર્ટી એક પછી એક સભાનું આયોજન કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સભા યોજી હતી જેમાં કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમણે 5 વર્ષમાં 1,500 નિયમ ખતમ કર્યા.

  1/10
 • ભાગેડુ લલિત મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ લંડનની કોર્ટમાં જશે. ભાગેડુ લલિત મોદીએ લખ્યું હતું કે, કોંગ્રેસ પરિવાર છેલ્લા 50 વર્ષોથી દેશને લૂટતો આવ્યો છે.

  ભાગેડુ લલિત મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ લંડનની કોર્ટમાં જશે. ભાગેડુ લલિત મોદીએ લખ્યું હતું કે, કોંગ્રેસ પરિવાર છેલ્લા 50 વર્ષોથી દેશને લૂટતો આવ્યો છે.

  2/10
 •  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રચાર માટે આવશે. નરેન્દ્ર મોદી 21 એપ્રિલે 3 ત્રણ સભા કશે ત્યાર બાદ 22 એપ્રિલ આચાર સહિંતા લાગુ થાય તે પહેલા પ્રચાર કરશે અને 23 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ માટે મતદાન આપીને દિલ્હી પરત ફરશે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રચાર માટે આવશે. નરેન્દ્ર મોદી 21 એપ્રિલે 3 ત્રણ સભા કશે ત્યાર બાદ 22 એપ્રિલ આચાર સહિંતા લાગુ થાય તે પહેલા પ્રચાર કરશે અને 23 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ માટે મતદાન આપીને દિલ્હી પરત ફરશે.

  3/10
 • અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટ પર ગુજરાત સ્ટેટ કોર્પોરેશનની ગાડીના  બ્રેક ફેલ થતા બસને અકસ્માત નડ્યો છે. અંબાજી થી ભાભર જતી બસમાં 70 મુસાફરો પૈકી 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ડ્રાઈવરની સૂજબુઝના કારણે મોટો અક્માત થતા રહ્યો હતો.

  અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટ પર ગુજરાત સ્ટેટ કોર્પોરેશનની ગાડીના  બ્રેક ફેલ થતા બસને અકસ્માત નડ્યો છે. અંબાજી થી ભાભર જતી બસમાં 70 મુસાફરો પૈકી 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ડ્રાઈવરની સૂજબુઝના કારણે મોટો અક્માત થતા રહ્યો હતો.

  4/10
 • વડોદરામાં દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. મતદાન દિવસે વડોદરાના 357 મતદાન મથકો પર 357 સ્વયંસેવકો દિવ્યાંગની સેવામાં હાજર રહેશે. દિવ્યાંગોને ખાસ તકલીફના પડે તે માટે આ પગલા લેવામાં આવ્યા છે. વડાદરામાં 8,000 જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયા હતા જેમની માટે આ કાર્યકરો સેવામાં રહેશે.

  વડોદરામાં દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. મતદાન દિવસે વડોદરાના 357 મતદાન મથકો પર 357 સ્વયંસેવકો દિવ્યાંગની સેવામાં હાજર રહેશે. દિવ્યાંગોને ખાસ તકલીફના પડે તે માટે આ પગલા લેવામાં આવ્યા છે. વડાદરામાં 8,000 જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયા હતા જેમની માટે આ કાર્યકરો સેવામાં રહેશે.

  5/10
 • ગુજરાતના સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલ સભામાં એક શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો હતો. ચાલુ સભામાં ભાષણ આપી રહેલા હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે લાફો માર્યો હતો જેના કારણે ભારે ચકચાર મચી છે. આ બાબતને સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી અને ગૃહ વિભાગના આદેશના આધારે હાર્દિક પટેલને સિક્યોરિટી ગાર્ડ આપવાની જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારની આ જાહેરાતે ફગાવી હતી અને સિક્યોરિટી ગાર્ડ લેવાની ના પાડી.

  ગુજરાતના સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલ સભામાં એક શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો હતો. ચાલુ સભામાં ભાષણ આપી રહેલા હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે લાફો માર્યો હતો જેના કારણે ભારે ચકચાર મચી છે. આ બાબતને સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી અને ગૃહ વિભાગના આદેશના આધારે હાર્દિક પટેલને સિક્યોરિટી ગાર્ડ આપવાની જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારની આ જાહેરાતે ફગાવી હતી અને સિક્યોરિટી ગાર્ડ લેવાની ના પાડી.

  6/10
 • ટાટા સ્ટીલની સહયોગી કંપની ટાટા સ્પાંજ આયરન લિમિટેડ તેની ઓફિસ બદલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની ઓફિસ ઓડિશા થી કોલકાતા લાવવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપે નેનો કારની યોજનાને લઈને થયેલી દૂરીને ભુલાવીને રાજ્ય સરકારની નજીક જઈ રહ્યા છે. કંપનીએ નામ ટાટા સ્ટીલ લાંગ પ્રોડક્ટ્સ લિમિટેડ કરવાની વાત પણ કરી છે. ઉદ્યોગ ક્ષેત્રને જાણનારા લોકસભા ચૂંટણી દરમિયાન આ રીતને જાહેરાતને મમતા બેનર્જી સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

  ટાટા સ્ટીલની સહયોગી કંપની ટાટા સ્પાંજ આયરન લિમિટેડ તેની ઓફિસ બદલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની ઓફિસ ઓડિશા થી કોલકાતા લાવવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપે નેનો કારની યોજનાને લઈને થયેલી દૂરીને ભુલાવીને રાજ્ય સરકારની નજીક જઈ રહ્યા છે. કંપનીએ નામ ટાટા સ્ટીલ લાંગ પ્રોડક્ટ્સ લિમિટેડ કરવાની વાત પણ કરી છે. ઉદ્યોગ ક્ષેત્રને જાણનારા લોકસભા ચૂંટણી દરમિયાન આ રીતને જાહેરાતને મમતા બેનર્જી સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

  7/10
 • આશરે 3.81 લાખ કરોડ રુપિયાના નેટવર્થ રાખનારા મુકેશ અંબાણી એશિયાના સૌથી અમિર વ્યક્તિ છે. ગયા વર્ષે જુલાઈમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર અને ચેરમેન જેક માને નેટવર્થ મામલે પાછળ છોડી દીધા છે. આ વર્ષે જાન્યુઆરીમાં મેગેઝિન ધ ઈકોનોમિસ્ટે લખ્યુ હતું કે, અંબાણી જિયો દ્વારા ભારતમાં જેક મા કે જેફ બેજોસ બનવા પર ફોકસ કરી રહ્યા છે.

  આશરે 3.81 લાખ કરોડ રુપિયાના નેટવર્થ રાખનારા મુકેશ અંબાણી એશિયાના સૌથી અમિર વ્યક્તિ છે. ગયા વર્ષે જુલાઈમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર અને ચેરમેન જેક માને નેટવર્થ મામલે પાછળ છોડી દીધા છે. આ વર્ષે જાન્યુઆરીમાં મેગેઝિન ધ ઈકોનોમિસ્ટે લખ્યુ હતું કે, અંબાણી જિયો દ્વારા ભારતમાં જેક મા કે જેફ બેજોસ બનવા પર ફોકસ કરી રહ્યા છે.

  8/10
 • હેરાફેરી અને તેની સિક્વલ ફિર હેરા ફેરી બંને ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની તિકડીએ દર્શકોના મનમાં સ્થાન જમાવી દીધું. બાદમાં લાંબા સમય સુધી આ ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેચી ચર્ચા હતી. હવે આખરે 19 વર્ષ બાદ પ્રિયદર્શન, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે કામ કરવા તૈયાર છે. હેરા ફેરીના ત્રીજા ભાગ સાથે અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી ફરી એકવાર 19 વર્ષ પછી પ્રિયદર્શન સાથે મળીને ખુશીનો પટારો લઇને આવી રહી છે.

  હેરાફેરી અને તેની સિક્વલ ફિર હેરા ફેરી બંને ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની તિકડીએ દર્શકોના મનમાં સ્થાન જમાવી દીધું. બાદમાં લાંબા સમય સુધી આ ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેચી ચર્ચા હતી. હવે આખરે 19 વર્ષ બાદ પ્રિયદર્શન, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે કામ કરવા તૈયાર છે. હેરા ફેરીના ત્રીજા ભાગ સાથે અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી ફરી એકવાર 19 વર્ષ પછી પ્રિયદર્શન સાથે મળીને ખુશીનો પટારો લઇને આવી રહી છે.

  9/10
 • કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર આ સીઝનની 35મી મેચ રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર આ સીઝનની 35મી મેચ રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યારસુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK