સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 13, 2019, 19:59 IST | Vikas Kalal
 •  ફ્રાન્સના રાષ્ટ્રીય ન્યુઝ પેપર લે મોંડે દાવો કર્યો છે કે, ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીના 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ વાતને નકારી છે અને કહ્યું હતું કે આ મામલાનું સમાધાન ફ્રાન્સના કાયદા અને તેમના નિયમો અનુસાર કરવામાં આવ્યું છે.

   ફ્રાન્સના રાષ્ટ્રીય ન્યુઝ પેપર લે મોંડે દાવો કર્યો છે કે, ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીના 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ વાતને નકારી છે અને કહ્યું હતું કે આ મામલાનું સમાધાન ફ્રાન્સના કાયદા અને તેમના નિયમો અનુસાર કરવામાં આવ્યું છે.

  1/10
 • કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપનો કમાન્ડર શાહજહાં પણ સામેલ હતો. મળતી માહિતી અનુસાર 2-3 આતંકીઓ ગહંડ વિસ્તારમાં છુપાયા હતા. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટીમ અને એસઓજીના જવાનો સામેલ રહ્યા હતા. સૈન્યના જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

  કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપનો કમાન્ડર શાહજહાં પણ સામેલ હતો. મળતી માહિતી અનુસાર 2-3 આતંકીઓ ગહંડ વિસ્તારમાં છુપાયા હતા. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટીમ અને એસઓજીના જવાનો સામેલ રહ્યા હતા. સૈન્યના જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

  2/10
 • ભારતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. 2014ની ચુંટણીની જેમ આ વખતની લોકસભાની ચુંટણીમાં પણ સોશિયલ મીડિયાનો રોલ મહત્વનો બની ગયો છે. સાત તબક્કાઓ પૈકી પહેલા તબક્કાની ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 4.56 કરોડ જેટલા ટ્વીટ કરવામાં આવ્યા છે. ગુરુવારે પહેલા તબક્કાના મતદાન પછી ટ્વિટર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે આ ટ્વીટ્સમાં સૌથી વધુ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટમાં મેન્શન કરાયા છે.

  ભારતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. 2014ની ચુંટણીની જેમ આ વખતની લોકસભાની ચુંટણીમાં પણ સોશિયલ મીડિયાનો રોલ મહત્વનો બની ગયો છે. સાત તબક્કાઓ પૈકી પહેલા તબક્કાની ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 4.56 કરોડ જેટલા ટ્વીટ કરવામાં આવ્યા છે. ગુરુવારે પહેલા તબક્કાના મતદાન પછી ટ્વિટર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે આ ટ્વીટ્સમાં સૌથી વધુ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટમાં મેન્શન કરાયા છે.

  3/10
 • ચૂંટણી પહેલા PG મેડિકલના વિધાર્થીઓ પાસે 10 લાખ રુપિયાના લેવાતા બોન્ડની પ્રથા ગુજરાત હાઈકોર્ટ દ્વાર રદ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા આ બોન્ડ લેવાની પ્રથાને ગેરબંધારણીય અને ગેરવાજબી ગણાવતા તેને રદ્દ કરી છે. આ બોન્ડ અનુસાર કોઈ પણ PG મેડિકલ વિદ્યાર્થીને પાસ થયા પછી ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત સેવા આપવી પડે છે જો આ નિયમનો ભંગ થાય તો વિદ્યાર્થીને સરકારને 10 લાખ રુપિયા જમા કરાવવાના હતા.

  ચૂંટણી પહેલા PG મેડિકલના વિધાર્થીઓ પાસે 10 લાખ રુપિયાના લેવાતા બોન્ડની પ્રથા ગુજરાત હાઈકોર્ટ દ્વાર રદ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા આ બોન્ડ લેવાની પ્રથાને ગેરબંધારણીય અને ગેરવાજબી ગણાવતા તેને રદ્દ કરી છે. આ બોન્ડ અનુસાર કોઈ પણ PG મેડિકલ વિદ્યાર્થીને પાસ થયા પછી ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત સેવા આપવી પડે છે જો આ નિયમનો ભંગ થાય તો વિદ્યાર્થીને સરકારને 10 લાખ રુપિયા જમા કરાવવાના હતા.

  4/10
 • રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા સાથે રાજકોટ શહેર જિલ્લા NSUIના પ્રમુખ જયકીશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે.

  રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા સાથે રાજકોટ શહેર જિલ્લા NSUIના પ્રમુખ જયકીશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે.

  5/10
 • રાજકોટના જિલ્લાના જસદણના કનેસરા ગામમાં મત માંગવા માટે ગયેલા કુંવરજી બાવળિયાને મહિલાઓએ પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી. પાણીના ધાંધિયાથી કંટાળેલી મહિલાઓએ પાણી પુરવઠા મંત્રીને ઘેરી લીધા અને રજૂઆત કરી. ત્યારબાદ બાવળિયા અને ભરત બોઘરાએ સ્થાનિક મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

  રાજકોટના જિલ્લાના જસદણના કનેસરા ગામમાં મત માંગવા માટે ગયેલા કુંવરજી બાવળિયાને મહિલાઓએ પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી. પાણીના ધાંધિયાથી કંટાળેલી મહિલાઓએ પાણી પુરવઠા મંત્રીને ઘેરી લીધા અને રજૂઆત કરી. ત્યારબાદ બાવળિયા અને ભરત બોઘરાએ સ્થાનિક મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

  6/10
 •  ટેસ્લાના CEO એલન મસ્ક અને ટ્વીટ્ટર વચ્ચે કેટલો સારો મેળ છે તેવી શંકા કરતા લોકોમાં હવે વૉરન બફેટ પણ જોડાયા છે. બર્કશાયર હાથવેના CEO બફેટે કહ્યું કે, "તે નોંધપાત્ર વ્યક્તિ છે. પરંતુ હું આ રીતે કમ્યુનિકેશન કરવાની જરૂરિયાતને નથી જોઈ રહ્યો." યાહૂ ફાયનાન્સ સાથેના એક ઈન્ટરવ્યૂમાં બફેટે આ વાત કરી. તેમણે પોતાની અને એલન મસ્કની ટ્વીટ કરવાની આદતની સરખામણી કરી અને કહ્યું કે તે ટ્વિટ્ટર પર એટલા માટે જ છે કારણ કે તેને કોઈ મિત્રએ કહ્યું હતું કે, તેણી મસ્કના બદલે સાઈન અપ કરશે અને તેના બદલે પોસ્ટ પણ કરશે.

   ટેસ્લાના CEO એલન મસ્ક અને ટ્વીટ્ટર વચ્ચે કેટલો સારો મેળ છે તેવી શંકા કરતા લોકોમાં હવે વૉરન બફેટ પણ જોડાયા છે. બર્કશાયર હાથવેના CEO બફેટે કહ્યું કે, "તે નોંધપાત્ર વ્યક્તિ છે. પરંતુ હું આ રીતે કમ્યુનિકેશન કરવાની જરૂરિયાતને નથી જોઈ રહ્યો." યાહૂ ફાયનાન્સ સાથેના એક ઈન્ટરવ્યૂમાં બફેટે આ વાત કરી. તેમણે પોતાની અને એલન મસ્કની ટ્વીટ કરવાની આદતની સરખામણી કરી અને કહ્યું કે તે ટ્વિટ્ટર પર એટલા માટે જ છે કારણ કે તેને કોઈ મિત્રએ કહ્યું હતું કે, તેણી મસ્કના બદલે સાઈન અપ કરશે અને તેના બદલે પોસ્ટ પણ કરશે.

  7/10
 •  શું તમને ખબર છે આલિયા ભટ્ટ આ વખતે ચૂંટણી નહી આપી શકે કારણે કે આલિયા ભટ્ટની પાસે નથી ભારતની નાગરિકતા. આલિયા ભટ્ટ પાસે તેની માતા સોની રાજધાનની જેમ જ બ્રિટનની નાગરિકતા છે. આલિયા ભટ્ટે આ વાતનો ખુલાસો તેના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો

   શું તમને ખબર છે આલિયા ભટ્ટ આ વખતે ચૂંટણી નહી આપી શકે કારણે કે આલિયા ભટ્ટની પાસે નથી ભારતની નાગરિકતા. આલિયા ભટ્ટ પાસે તેની માતા સોની રાજધાનની જેમ જ બ્રિટનની નાગરિકતા છે. આલિયા ભટ્ટે આ વાતનો ખુલાસો તેના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો

  8/10
 • વાનખેડના મેદાન પર રમાયેલ મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલાના અંતે રાજસ્થાને જીત મેળવી છે. બટલરના 89 રનના કારણે એકતરફી મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં આવી હતી. જો કે રાજસ્થાને મેચ પોતાના નામે કરી હતી વાનખેડના મેદાન પર રમાયેલ મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલાના અંતે રાજસ્થાને જીત મેળવી છે. બટલરના 89 રનના કારણે એકતરફી મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં આવી હતી. જો કે રાજસ્થાને મેચ પોતાના નામે કરી હતી

  વાનખેડના મેદાન પર રમાયેલ મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલાના અંતે રાજસ્થાને જીત મેળવી છે. બટલરના 89 રનના કારણે એકતરફી મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં આવી હતી. જો કે રાજસ્થાને મેચ પોતાના નામે કરી હતી

  વાનખેડના મેદાન પર રમાયેલ મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલાના અંતે રાજસ્થાને જીત મેળવી છે. બટલરના 89 રનના કારણે એકતરફી મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં આવી હતી. જો કે રાજસ્થાને મેચ પોતાના નામે કરી હતી

  9/10
 • મોહાલીના મેદાન પર આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે. એકતરફ અશ્વિન તેની 5મી જીત મેળવવા મેદાન પર આવશે જ્યારે વિરાટ કોહલી હજુ પણ ટીમની પહેલી જીતને શોઘી રહ્યા છે.  વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  મોહાલીના મેદાન પર આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે. એકતરફ અશ્વિન તેની 5મી જીત મેળવવા મેદાન પર આવશે જ્યારે વિરાટ કોહલી હજુ પણ ટીમની પહેલી જીતને શોઘી રહ્યા છે.  વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK