સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 11, 2019, 19:57 IST | Vikas Kalal
 • દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થયુ હતું . કુલ 91 બેઠક માટે મતદાન થયુ હતુ જેમા 5 વાગ્યા સુધી મણીપુરમાં 78.20 ટકા, આસામમાં 68 ટકા, લક્ષ્યદ્વીપમાં 65.9 ટકા, તેલાંગાણા 60.57 ટકા, મેઘાલયમાં 62 ટકા મતદાન નોંધાયુ હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં 59.77 અને બિહારમાં 50.26 ટકા મતદાન નોંધાયું હતું.

  દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થયુ હતું . કુલ 91 બેઠક માટે મતદાન થયુ હતુ જેમા 5 વાગ્યા સુધી મણીપુરમાં 78.20 ટકા, આસામમાં 68 ટકા, લક્ષ્યદ્વીપમાં 65.9 ટકા, તેલાંગાણા 60.57 ટકા, મેઘાલયમાં 62 ટકા મતદાન નોંધાયુ હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં 59.77 અને બિહારમાં 50.26 ટકા મતદાન નોંધાયું હતું.

  1/10
 • કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે નામાંકન દાખલ કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની વાત સામે આવી હતી. અમેઠી કલેક્ટર ઓફિસ બહાર મીડિયા સાથે વાત કરતી વખતે તેમની પર લીલા કલરની લેસર લાઈટ જોવા મળી હતી. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ વાતની માહિતી આપી હતી. પત્રમાં દાવો કર્યો છે કે તેમના નામાકંન ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલાનો ખતરો છે.

  કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે નામાંકન દાખલ કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની વાત સામે આવી હતી. અમેઠી કલેક્ટર ઓફિસ બહાર મીડિયા સાથે વાત કરતી વખતે તેમની પર લીલા કલરની લેસર લાઈટ જોવા મળી હતી. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ વાતની માહિતી આપી હતી. પત્રમાં દાવો કર્યો છે કે તેમના નામાકંન ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલાનો ખતરો છે.

  2/10
 • લોકસભા ચૂંટણીની શરુઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું વોટિંગ પતી ગયું છે. આવનારા તબક્કાને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. ક્રિકેટર માંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે આજે જમ્મૂ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીને લઈને સભા કરી હતી. આ જનસભા દરમિયાન ગૌતમ ગંભીરે જમ્મૂ કાશ્મીરની મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી પર હમલો બોલ્યો હતો.

  લોકસભા ચૂંટણીની શરુઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું વોટિંગ પતી ગયું છે. આવનારા તબક્કાને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. ક્રિકેટર માંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે આજે જમ્મૂ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીને લઈને સભા કરી હતી. આ જનસભા દરમિયાન ગૌતમ ગંભીરે જમ્મૂ કાશ્મીરની મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી પર હમલો બોલ્યો હતો.

  3/10
 • યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચોથી વખત રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યુ. આ પહેલાં તેઓએ રોડ શો કર્યો, આ દરમિયાન રાહુલ-પ્રિયંકા પણ તેમની સાથે જ હતા. રાયબરેલી સીટ પર સપા-બસપા ગઠબંધન દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. આ સીટ પર  6 મેના  મતદાન થશે. સોનિયા ગાંધી રાયવબરેલીથી 2009 અને 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. 

  યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચોથી વખત રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યુ. આ પહેલાં તેઓએ રોડ શો કર્યો, આ દરમિયાન રાહુલ-પ્રિયંકા પણ તેમની સાથે જ હતા. રાયબરેલી સીટ પર સપા-બસપા ગઠબંધન દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. આ સીટ પર  6 મેના  મતદાન થશે. સોનિયા ગાંધી રાયવબરેલીથી 2009 અને 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. 

  4/10
 • રાજકોટમાં કિસાન સંઘ દ્વારા મહારેલીનું આયોજન કર્યું હતું. કિસાન સંઘ દ્વારા પાકના વીમાના પ્રશ્નોને લઈને મહારેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જો કે ખેડૂતોને આ રેલી માટે પરવાનગી મળી ન હતી. સુરક્ષાના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસને પરવાનગી ન હોવા છતા કિસાન સંઘે આ રેલી યોજી હતી જેના કારણે 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી

  રાજકોટમાં કિસાન સંઘ દ્વારા મહારેલીનું આયોજન કર્યું હતું. કિસાન સંઘ દ્વારા પાકના વીમાના પ્રશ્નોને લઈને મહારેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જો કે ખેડૂતોને આ રેલી માટે પરવાનગી મળી ન હતી. સુરક્ષાના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસને પરવાનગી ન હોવા છતા કિસાન સંઘે આ રેલી યોજી હતી જેના કારણે 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી

  5/10
 •  હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી ઝાપટાં પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરવાસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે. જેને લઈ આગામી 15મી એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનું વાતાવરણ બદલાઈ શકે છે.

   હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી ઝાપટાં પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરવાસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે. જેને લઈ આગામી 15મી એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનું વાતાવરણ બદલાઈ શકે છે.

  6/10
 • રાજ્યમાં પબજી પર પ્રતિબંધ બાદ હાઇ કોર્ટમાં પબજી પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે પબજી પરથી પ્રતિબંધ હટાવવામાં કોઈપણ પ્રકારનો જાહેરહિત નથી. રાજ્યમાં પ્રતિબંધ મૂકાવાનું મુખ્ય કારણ એ હતું કે લોકોમાં અને ખાસ તો યુવાનોમાં પબજીની લત લાગી હોવાથી તેમના વ્યવહારમાં અસર પડી રહી છે. આ કારણ આપતાં જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી પર પ્રતિબંધ મૂકાયો હતો.

  રાજ્યમાં પબજી પર પ્રતિબંધ બાદ હાઇ કોર્ટમાં પબજી પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે પબજી પરથી પ્રતિબંધ હટાવવામાં કોઈપણ પ્રકારનો જાહેરહિત નથી. રાજ્યમાં પ્રતિબંધ મૂકાવાનું મુખ્ય કારણ એ હતું કે લોકોમાં અને ખાસ તો યુવાનોમાં પબજીની લત લાગી હોવાથી તેમના વ્યવહારમાં અસર પડી રહી છે. આ કારણ આપતાં જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી પર પ્રતિબંધ મૂકાયો હતો.

  7/10
 • કંગના રનોટની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ઍક્શન-ડ્રામા છે. કંગનાએ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી હતી. ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મની ãસ્ક્રપ્ટ પર તે ઘણા સમયથી કામ કરી રહી હતી અને હવે તેણે એ ફાઇનલ કરી દીધી છે. આ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતા પર આધારિત છે.

  કંગના રનોટની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ઍક્શન-ડ્રામા છે. કંગનાએ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી હતી. ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મની ãસ્ક્રપ્ટ પર તે ઘણા સમયથી કામ કરી રહી હતી અને હવે તેણે એ ફાઇનલ કરી દીધી છે. આ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતા પર આધારિત છે.

  8/10
 • છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે મોટા પડદાના સફળ કલાકારો નાના પડદા તરફ જઇ રહ્યા છે અને ત્યા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ત્યારે આવું જ કઇક હવે બોલીવુડની બેબો એટલે કરીના કપુર કરવા જઇ રહી છે. જોકે તે નાના પડે મોડી પડી છે પરંતુ નાના પડદા પર જે હવે જલવો દેખાડવા માટે તૈયાર થઇ ગઇ છે.

  છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે મોટા પડદાના સફળ કલાકારો નાના પડદા તરફ જઇ રહ્યા છે અને ત્યા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ત્યારે આવું જ કઇક હવે બોલીવુડની બેબો એટલે કરીના કપુર કરવા જઇ રહી છે. જોકે તે નાના પડે મોડી પડી છે પરંતુ નાના પડદા પર જે હવે જલવો દેખાડવા માટે તૈયાર થઇ ગઇ છે.

  9/10
 • જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો થવા જઈ રહ્યો છે. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે આ સીઝનમાં બીજીવાર સામ સામે આવશે. પહેલી મેચમાં ચેન્નાઈની ધોની બ્રિગેડે રોયલ્સને હાર આપી હતી. ટોસ જીતીને ચેન્નાઈએ રાજસ્થાનને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.

  જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો થવા જઈ રહ્યો છે. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે આ સીઝનમાં બીજીવાર સામ સામે આવશે. પહેલી મેચમાં ચેન્નાઈની ધોની બ્રિગેડે રોયલ્સને હાર આપી હતી. ટોસ જીતીને ચેન્નાઈએ રાજસ્થાનને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK