વાંચો 8 વાગ્યા સુધીના સમાચાર એક ક્લિકમાં

Updated: May 06, 2019, 19:41 IST | Vikas Kalal
 • આમ તો ફાની નામનું વાવાઝોડુ આવીને જતુ રહ્યું પરંતુ રાજકારણ છોડતું ગયું. મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક માટે ના કહ્યા પછી નરેન્દ્ર મોદીએ તેને મુદ્દો બનાવ્યો છે. સોમવારે પશ્ચિમ બંગાળની તામલુકમાં રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પીડ બ્રેકર દીદીએ વાવાઝોડા પર પણ રાજકારણ રમ્યું. દીદીએ મારો ફોન ન ઉપાડ્યો અને સામે ફોન પર ન કર્યો.'

  આમ તો ફાની નામનું વાવાઝોડુ આવીને જતુ રહ્યું પરંતુ રાજકારણ છોડતું ગયું. મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક માટે ના કહ્યા પછી નરેન્દ્ર મોદીએ તેને મુદ્દો બનાવ્યો છે. સોમવારે પશ્ચિમ બંગાળની તામલુકમાં રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પીડ બ્રેકર દીદીએ વાવાઝોડા પર પણ રાજકારણ રમ્યું. દીદીએ મારો ફોન ન ઉપાડ્યો અને સામે ફોન પર ન કર્યો.'

  1/10
 • લોકસભા ચૂંટણી 2019ના 5માં ચરણમાં સોમવારે 7 રાજ્યોમાં 51 સીટો માટે મતદાન સંપૂર્ણ થયું છે. લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 60.93 ટકા મતદાન નોંધાયુ હતુ જમાં યુપી સહિત અન્ય 6 રાજ્યોની 51 સીટો માટે મતદાન થયું હતું. 5માં તબક્કામાં ભાજપ અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગેલી છે. આ તબક્કામાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ માટે લોકો મતદાન કર્યું હતું.

  લોકસભા ચૂંટણી 2019ના 5માં ચરણમાં સોમવારે 7 રાજ્યોમાં 51 સીટો માટે મતદાન સંપૂર્ણ થયું છે. લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 60.93 ટકા મતદાન નોંધાયુ હતુ જમાં યુપી સહિત અન્ય 6 રાજ્યોની 51 સીટો માટે મતદાન થયું હતું. 5માં તબક્કામાં ભાજપ અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગેલી છે. આ તબક્કામાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ માટે લોકો મતદાન કર્યું હતું.

  2/10
 • 7મેથી શરુ થનારી હિમાલયમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ચારધાર યાત્રા લોકો માટે ખુબ મહત્વ રાખે છે. લોકોનું માનવું છે કે આ ચાર ધામની યાત્રા કરવાથી જીવનના બધા જ દુ:ખો, તકલીફ દૂર થાય છે અને જીવન મોક્ષ તરફ જાય છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે જ્યારે 12 જ્યોતિર્લિંગમાં સામેલ કેદારનાથ ધામના દરવાજા 9 મે અને ભૂ-વૈકૂંઠ બદરીનાથ ધામના દરવાજા 10મેના ખોલવામાં આવશે.

  7મેથી શરુ થનારી હિમાલયમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ચારધાર યાત્રા લોકો માટે ખુબ મહત્વ રાખે છે. લોકોનું માનવું છે કે આ ચાર ધામની યાત્રા કરવાથી જીવનના બધા જ દુ:ખો, તકલીફ દૂર થાય છે અને જીવન મોક્ષ તરફ જાય છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે જ્યારે 12 જ્યોતિર્લિંગમાં સામેલ કેદારનાથ ધામના દરવાજા 9 મે અને ભૂ-વૈકૂંઠ બદરીનાથ ધામના દરવાજા 10મેના ખોલવામાં આવશે.

  3/10
 • ગુજરાતમાં આવેલી રાય,આર.કે.,પારૂલ તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે

  ગુજરાતમાં આવેલી રાય,આર.કે.,પારૂલ તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે

  4/10
 • ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારો પર દરેક ચૂંટણીમાં પાર્ટી ફંડના પૈસા બચાવવાનો આરોપ લાગે છે. ખુદ કાર્યકર્તાઓનો આરોપ હોય છે કે ઉમેદવાર પાર્ટી પાસેથી મળેલા તમામ પૈસા ખર્ચ નથી કરતા. કેટલાક ઉમેદવારો એવા હોય છે કે, જે ચૂંટણીમાં હારના ડરથી પાર્ટી ફંડના પુરા પૈસા ખર્ચ નથી કરતા અને ચૂંટણી ખર્ચની નિયત સીમામાં મળેલા પૈસાને પણ બચાવવાનો પ્રયાસ કરે છે.

  ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારો પર દરેક ચૂંટણીમાં પાર્ટી ફંડના પૈસા બચાવવાનો આરોપ લાગે છે. ખુદ કાર્યકર્તાઓનો આરોપ હોય છે કે ઉમેદવાર પાર્ટી પાસેથી મળેલા તમામ પૈસા ખર્ચ નથી કરતા. કેટલાક ઉમેદવારો એવા હોય છે કે, જે ચૂંટણીમાં હારના ડરથી પાર્ટી ફંડના પુરા પૈસા ખર્ચ નથી કરતા અને ચૂંટણી ખર્ચની નિયત સીમામાં મળેલા પૈસાને પણ બચાવવાનો પ્રયાસ કરે છે.

  5/10
 • રુસમાં એક પેસેન્જર વિમાનમાં ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા 41 લોકો જીવતા સળગી ગયા હતા. આ 41 લોકોમાં 2 બાળકો પર મૃત્યુ પામ્યા છે. વિમાનમાં આગ લાગવાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિમાનની ભયાનક આગ જોઈ શકાય છે. ઉડાન દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી જે ફેલાતા 41 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગતાની સાથે જ પાયલટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

  રુસમાં એક પેસેન્જર વિમાનમાં ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા 41 લોકો જીવતા સળગી ગયા હતા. આ 41 લોકોમાં 2 બાળકો પર મૃત્યુ પામ્યા છે. વિમાનમાં આગ લાગવાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિમાનની ભયાનક આગ જોઈ શકાય છે. ઉડાન દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી જે ફેલાતા 41 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગતાની સાથે જ પાયલટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

  6/10
 • સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

  સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

  7/10
 • બૉબી દેઓલ તેની આગામી વેબ-સિરીઝને લઈને ખૂબ ઉત્સાહી છે. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ‘ક્લાસ ઑફ ‘83’ને પ્રોડ્યુસ કરવાનો છે. અતુલ સભરવાલ એને ડિરેક્ટ કરવાનો છે. આ વેબ-સિરીઝ એક એવા પોલીસની છે જે ટ્રેઇનર બને છે. તેના સ્ટુડન્ટ્સ સન્માન અને આદર્શ દેશ પ્રત્યેના સમર્પણની આંટીઘૂંટીમાં જકડાઈ જાય છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

  બૉબી દેઓલ તેની આગામી વેબ-સિરીઝને લઈને ખૂબ ઉત્સાહી છે. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ‘ક્લાસ ઑફ ‘83’ને પ્રોડ્યુસ કરવાનો છે. અતુલ સભરવાલ એને ડિરેક્ટ કરવાનો છે. આ વેબ-સિરીઝ એક એવા પોલીસની છે જે ટ્રેઇનર બને છે. તેના સ્ટુડન્ટ્સ સન્માન અને આદર્શ દેશ પ્રત્યેના સમર્પણની આંટીઘૂંટીમાં જકડાઈ જાય છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

  8/10
 • IPL મેન્સની 12મી સીઝન પ્લઓફ સુધી પહોચી ગઈ છે ત્યારે સોમવારથી મહિલા IPLની પહેલી સીઝન શરુ થઈ રહી છે. આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે જેમા વેલોસિટી, સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે ચાર મેચ રમાશે. સુપરનોવાની કેપ્ટનશીપ હરમનપ્રીત કરશે અને ટ્રૈબલેજર્સની કેપ્ટનશીપ સ્મૃતિ મંધાના કરશે જ્યારે વેલોસિટીની કેપ્ટનશીપ અનુભવી પ્લેયક મિતાલી રાજ કરશે. આ ટુર્નામેન્ટની શરુઆત 6મેના સોમવારથી થશે. સીઝનની પહેલી મેચ સુપરનોવા અને ટ્રૈબલેજરસ્ વચ્ચે રમાશે

  IPL મેન્સની 12મી સીઝન પ્લઓફ સુધી પહોચી ગઈ છે ત્યારે સોમવારથી મહિલા IPLની પહેલી સીઝન શરુ થઈ રહી છે. આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે જેમા વેલોસિટી, સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે ચાર મેચ રમાશે. સુપરનોવાની કેપ્ટનશીપ હરમનપ્રીત કરશે અને ટ્રૈબલેજર્સની કેપ્ટનશીપ સ્મૃતિ મંધાના કરશે જ્યારે વેલોસિટીની કેપ્ટનશીપ અનુભવી પ્લેયક મિતાલી રાજ કરશે. આ ટુર્નામેન્ટની શરુઆત 6મેના સોમવારથી થશે. સીઝનની પહેલી મેચ સુપરનોવા અને ટ્રૈબલેજરસ્ વચ્ચે રમાશે

  9/10
 • iplની 12મી સીઝનનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. બધી જ ટીમો 14-14 મેચ રમી ચૂકી છે અને નક્કી થઈ ગયુ છે કઈ ટીમ પ્લેઓફમાં ટકરાશે અને કઈ ટીમ ટુર્નામેન્ટથી બહાર થઈ છે. iplની 12મી સીઝનમાં ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ 18-18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચ્યું છે જ્યારે પહેલીવાર એવુ બન્યું છે કે કોઈ ટીમ 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચી છે. સનરાઈઝર્સે ટીમ માત્ર 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.

  iplની 12મી સીઝનનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. બધી જ ટીમો 14-14 મેચ રમી ચૂકી છે અને નક્કી થઈ ગયુ છે કઈ ટીમ પ્લેઓફમાં ટકરાશે અને કઈ ટીમ ટુર્નામેન્ટથી બહાર થઈ છે. iplની 12મી સીઝનમાં ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ 18-18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચ્યું છે જ્યારે પહેલીવાર એવુ બન્યું છે કે કોઈ ટીમ 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચી છે. સનરાઈઝર્સે ટીમ માત્ર 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક સાથે, એક જ ક્લિક પર. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK