વાંચો 8 વાગ્યા સુધીના સમાચાર એક ક્લિકમાં

Updated: May 05, 2019, 20:06 IST | Vikas Kalal
 • ફાની તોફાન જતું રહ્યું છે, પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ચૂક્યુ છે. લોકસભાની ચૂંટણીને લઈ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સામ સામે છે. ત્યારે હવે ફાની મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ચણભણ સામે આવી છે. શનિવારે તૃણમુલ કોંગ્રેસે ફાનીને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું. ત્યારે હવે પીએમઓના સૂત્રથી નવી વાત સામે આવી છે.

  ફાની તોફાન જતું રહ્યું છે, પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ચૂક્યુ છે. લોકસભાની ચૂંટણીને લઈ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સામ સામે છે. ત્યારે હવે ફાની મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ચણભણ સામે આવી છે. શનિવારે તૃણમુલ કોંગ્રેસે ફાનીને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું. ત્યારે હવે પીએમઓના સૂત્રથી નવી વાત સામે આવી છે.

  1/10
 • બંગાળની ખાડીથી ઉઠેલા વિનાશકારી વાવાઝોડા ફાનીથી પહોંચી વળવા ભારતની તૈયારીઓને જોતા સંયુક્ત રાષ્ટ્રએ વખાણ કર્યા છે. યૂનએન એજન્સી ફોર ડિજાસ્ટર રિસ્ક રિડક્શનના વાવાઝોડાના ચોક્કસ પૂર્વાનુમાન લગાવવા અને ખરા સમયે ચેતવણી જાહેર કરવા પર ભારતીય હવામાન વિભાગના વખાણ કર્યા છે. એજન્સીએ કહ્યું હતું કે, સમય રહેતા ચેતવણી જાહેર કરાતા લોકોને સુરક્ષિત સ્થાને પહોચાડવામાં ઘણી મદદ મળી હતી જેના કારણે મોટા નુકસાનથી બચી શકાયું હતું.

  બંગાળની ખાડીથી ઉઠેલા વિનાશકારી વાવાઝોડા ફાનીથી પહોંચી વળવા ભારતની તૈયારીઓને જોતા સંયુક્ત રાષ્ટ્રએ વખાણ કર્યા છે. યૂનએન એજન્સી ફોર ડિજાસ્ટર રિસ્ક રિડક્શનના વાવાઝોડાના ચોક્કસ પૂર્વાનુમાન લગાવવા અને ખરા સમયે ચેતવણી જાહેર કરવા પર ભારતીય હવામાન વિભાગના વખાણ કર્યા છે. એજન્સીએ કહ્યું હતું કે, સમય રહેતા ચેતવણી જાહેર કરાતા લોકોને સુરક્ષિત સ્થાને પહોચાડવામાં ઘણી મદદ મળી હતી જેના કારણે મોટા નુકસાનથી બચી શકાયું હતું.

  2/10
 • અમેરિકાએ ઈરાન પાસેથી તેલની ખરીદી કરવા ભારત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદી સંપૂર્ણ રીતે બંધ નથી કરી. પરંતુ આ વખતે જે રીતની સ્થિતિ બની છે તેના પરથી લાગી રહ્યું છે કે, આવનારા સમયમાં ઈરાન પાસેથી ભારત તેલની ખરીદી સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. સરકારી તેલ કંપનીઓ પહેલાથી જ ઈરાનથી તેલ ખરીદવાનો ઓર્ડર અટકાવી ચૂકી છે.

  અમેરિકાએ ઈરાન પાસેથી તેલની ખરીદી કરવા ભારત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદી સંપૂર્ણ રીતે બંધ નથી કરી. પરંતુ આ વખતે જે રીતની સ્થિતિ બની છે તેના પરથી લાગી રહ્યું છે કે, આવનારા સમયમાં ઈરાન પાસેથી ભારત તેલની ખરીદી સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. સરકારી તેલ કંપનીઓ પહેલાથી જ ઈરાનથી તેલ ખરીદવાનો ઓર્ડર અટકાવી ચૂકી છે.

  3/10
 • ફાની વાવાઝોડાને કારણે 400થી વધુ ગુજરાતીઓ ઓરિસ્સામાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. જો કે હવે સારા સમાચાર પણ આવ્યા છે. ફસાયેલા તમામ ગુજરાતીઓ સહી સલામત છે. આ માહિતી સામે આવ્યા બાદ ગુજરાત સરકારે ઓરિસ્સા અને રાયપુરના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરીને ફસાયેલા તમામ ગુજરાતીઓને પાછા લાવવાની વ્યવસ્થા કરી છે.

  ફાની વાવાઝોડાને કારણે 400થી વધુ ગુજરાતીઓ ઓરિસ્સામાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. જો કે હવે સારા સમાચાર પણ આવ્યા છે. ફસાયેલા તમામ ગુજરાતીઓ સહી સલામત છે. આ માહિતી સામે આવ્યા બાદ ગુજરાત સરકારે ઓરિસ્સા અને રાયપુરના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરીને ફસાયેલા તમામ ગુજરાતીઓને પાછા લાવવાની વ્યવસ્થા કરી છે.

  4/10
 •  બુટલેગરો તકનો લાભ લઇને પોલીસના સકંજામાંથી ભાગી જવાની એક સરખી મસ મોટી ફરીયાદોથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ. વોરા ચોંકી ઉઠ્યા હતા. જેને પગલે તેમણે સુનવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકાર પાસેથી આ પ્રકારની FRI નો એક વર્ષનો ડેટા મંગાવ્યો છે. માહિતી મળી હોવા છતાં મુખ્ય આરોપી કે બુટલેગર ફરાર હોવાની પોલીસ દ્વારા લાંબા સમયથી કરાતી ડિઝાઇન FIR નોંધવામાં આવતી હોવાનું હાઈકોર્ટે ટાક્યું હતું. હાઇકોર્ટે ડિઝાઇન FIRની ચકાસણી કે નિરીક્ષણના અભાવને લીધે પોલીસને આગામી 11મી જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

   બુટલેગરો તકનો લાભ લઇને પોલીસના સકંજામાંથી ભાગી જવાની એક સરખી મસ મોટી ફરીયાદોથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ. વોરા ચોંકી ઉઠ્યા હતા. જેને પગલે તેમણે સુનવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકાર પાસેથી આ પ્રકારની FRI નો એક વર્ષનો ડેટા મંગાવ્યો છે. માહિતી મળી હોવા છતાં મુખ્ય આરોપી કે બુટલેગર ફરાર હોવાની પોલીસ દ્વારા લાંબા સમયથી કરાતી ડિઝાઇન FIR નોંધવામાં આવતી હોવાનું હાઈકોર્ટે ટાક્યું હતું. હાઇકોર્ટે ડિઝાઇન FIRની ચકાસણી કે નિરીક્ષણના અભાવને લીધે પોલીસને આગામી 11મી જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

  5/10
 • કચ્છના પ્રવેશદ્રાર એવા સુરજબારી પુલ પાસે રેલવેના જુના પુલની સમારકામની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે માલગાડી રેલવે પુલ પરથી જઇ રહી હતી. રેલવે પુલ પરથી માલગાડી પસાર થતાં પુલ વાઇબ્રેટ થતાં કામગીરી કરતાં 7 મજૂરો ખાડીમાં ટ્રોલી રેફ્યુઝના પ્લેટફોર્મ પરથી સ્લીપર સાથે ખાડીમાં પટકાયા હતા. જેમાં 2 મજૂરોના નિપજતા ભાગદોડ મચી ગઇ હતી.

  કચ્છના પ્રવેશદ્રાર એવા સુરજબારી પુલ પાસે રેલવેના જુના પુલની સમારકામની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે માલગાડી રેલવે પુલ પરથી જઇ રહી હતી. રેલવે પુલ પરથી માલગાડી પસાર થતાં પુલ વાઇબ્રેટ થતાં કામગીરી કરતાં 7 મજૂરો ખાડીમાં ટ્રોલી રેફ્યુઝના પ્લેટફોર્મ પરથી સ્લીપર સાથે ખાડીમાં પટકાયા હતા. જેમાં 2 મજૂરોના નિપજતા ભાગદોડ મચી ગઇ હતી.

  6/10
 • મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર કામ કરી રહ્યા છે. આમિર ખાને પોતાના જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 1994માં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. જો કે આમિર ખાનની આ ફિલ્મ દિવાળી પર રિલીઝ નથી થવાની. આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાને ક્રિસમસ પર રિલીઝ કરી રહ્યા છે.

  મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર કામ કરી રહ્યા છે. આમિર ખાને પોતાના જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 1994માં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. જો કે આમિર ખાનની આ ફિલ્મ દિવાળી પર રિલીઝ નથી થવાની. આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાને ક્રિસમસ પર રિલીઝ કરી રહ્યા છે.

  7/10
 • તૈમુર અલી ખાન ક્યૂટનેસને કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂક્યો છે. તૈમુરના ફોટોઝ જોતજોતામાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે. તૈમુરની પોપ્યુલારિટીને કારણએ સૈફ અલી ખાન અને કરીના કપૂરના પાડોશીઓ પરેશાન થઈ રહ્યા છે. એટલે સુધી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છોટે નવાબની પોપ્યુલારિટીને મામલે પાડોશીએએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જો કે આ ફરિયાદ તૈમુર સામે નહીં પરંતુ પાપારાઝીઓ સામે કરવામાં આવી છે.

  તૈમુર અલી ખાન ક્યૂટનેસને કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂક્યો છે. તૈમુરના ફોટોઝ જોતજોતામાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે. તૈમુરની પોપ્યુલારિટીને કારણએ સૈફ અલી ખાન અને કરીના કપૂરના પાડોશીઓ પરેશાન થઈ રહ્યા છે. એટલે સુધી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છોટે નવાબની પોપ્યુલારિટીને મામલે પાડોશીએએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જો કે આ ફરિયાદ તૈમુર સામે નહીં પરંતુ પાપારાઝીઓ સામે કરવામાં આવી છે.

  8/10
 • સુપર સન-ડેમાં પહેલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. કિંગ્સ ઈલેવને ચેન્નાઈને 6 વિકેટે હાર આપી હતી. ધમાકેદાર જીત સાથે પંજાબ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે જો મુંબઈ સામે કોલકાતા હારશે તો પંજાબ પ્લે ઓફ રમી શકશે. 

  સુપર સન-ડેમાં પહેલી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. કિંગ્સ ઈલેવને ચેન્નાઈને 6 વિકેટે હાર આપી હતી. ધમાકેદાર જીત સાથે પંજાબ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે જો મુંબઈ સામે કોલકાતા હારશે તો પંજાબ પ્લે ઓફ રમી શકશે. 

  9/10
 • આજે મુંબઈના વાનખેડે મેદાન પર iplના પ્લેઓફ પહેલાની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. એક તરફ મુંબઈ પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂક્યું છે જ્યારે કોલકાતા આ મેચ જીતે તો કોલકાતા પંજાબને પાછળ મુકી પ્લેઓફમાં સ્થાન મેળવશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  આજે મુંબઈના વાનખેડે મેદાન પર iplના પ્લેઓફ પહેલાની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. એક તરફ મુંબઈ પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂક્યું છે જ્યારે કોલકાતા આ મેચ જીતે તો કોલકાતા પંજાબને પાછળ મુકી પ્લેઓફમાં સ્થાન મેળવશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક સાથે, એક જ ક્લિક પર. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK