8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: May 01, 2019, 19:26 IST | Bhavin
 • ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીનનું વલણ નરમ પડ્યા બાદ UN એ આતંકી મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. જે ભારત માટે મોટી સફળતા કહેવાય. ભારત છેલ્લાં ઘણા સમયથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળી છે. મહત્વની વાત એ છે કે ચીનનું વલણ આતંકી મસૂદને લઈને નરમ પડતુ જોવાં મળ્યું હતું અને ચીને વીટો પરત લઇ લીધો હતો.

  ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીનનું વલણ નરમ પડ્યા બાદ UN એ આતંકી મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. જે ભારત માટે મોટી સફળતા કહેવાય. ભારત છેલ્લાં ઘણા સમયથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળી છે. મહત્વની વાત એ છે કે ચીનનું વલણ આતંકી મસૂદને લઈને નરમ પડતુ જોવાં મળ્યું હતું અને ચીને વીટો પરત લઇ લીધો હતો.

  1/10
 • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. ગઢચિરોલીમાં નક્સલીએ પોલીસના વાહન પર હુમલો કર્યો છે. બુધવારે IED બ્લાસ્ટ કરીને પોલીસના વાહનને નિશાન બનાવ્યું જેમાં 16 પોલીસ કર્મીઓ શહીદ થયા છે.

  મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. ગઢચિરોલીમાં નક્સલીએ પોલીસના વાહન પર હુમલો કર્યો છે. બુધવારે IED બ્લાસ્ટ કરીને પોલીસના વાહનને નિશાન બનાવ્યું જેમાં 16 પોલીસ કર્મીઓ શહીદ થયા છે.

  2/10
 • ઉનાળો આકરો થઈ રહ્યો છે. ત્યારે પ્રાણીઓ માટે કાંકરિયા ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને તેમના ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સિંહ અને વાઘનો ખોરાક ઘટાડીને 3 કિલો કરી નાખવામાં આવ્યો છે. વાનરોને તરબૂચ અને શક્કરટેટી ખવડાવવામાં આવી રહ્યા છે. જેથી તેઓ હાઈડ્રેટેડ રહે.

  ઉનાળો આકરો થઈ રહ્યો છે. ત્યારે પ્રાણીઓ માટે કાંકરિયા ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને તેમના ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સિંહ અને વાઘનો ખોરાક ઘટાડીને 3 કિલો કરી નાખવામાં આવ્યો છે. વાનરોને તરબૂચ અને શક્કરટેટી ખવડાવવામાં આવી રહ્યા છે. જેથી તેઓ હાઈડ્રેટેડ રહે.

  3/10
 • ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મી મેના રોજ જાહેર થશે. ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ફાર્મસી અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી સવારે 8.00 વાગ્યાથી પરિણામ મેળવી શકશે.

  ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મી મેના રોજ જાહેર થશે. ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ફાર્મસી અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી સવારે 8.00 વાગ્યાથી પરિણામ મેળવી શકશે.

  4/10
 • ખૂંખાર આતંકી સંગઠન ISISએ ભારતમાં લોહિયાળ હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી છે. શ્રીલંકામાં થયેલા હુમલા બાદ ISISનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકી સંગઠનનું આગળનું નિશાન ભારત અને બાંગ્લાદેશ હોવાની ચેતવણી આપવામાં આવી છે

  ખૂંખાર આતંકી સંગઠન ISISએ ભારતમાં લોહિયાળ હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી છે. શ્રીલંકામાં થયેલા હુમલા બાદ ISISનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકી સંગઠનનું આગળનું નિશાન ભારત અને બાંગ્લાદેશ હોવાની ચેતવણી આપવામાં આવી છે

  5/10
 • પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત ટિપ્પણી કરવા બદલ નવજોતસિંહ સિદ્ધુને ઈસીએ નોટિસ ફટકારી છે. ઈસીએ નોટિસ આપીને સિદ્ધુ પાસેથી ગુરુવાર સાંજ સુધીમાં જવાબ માગ્યો છે. સિદ્ધુએ 17 એપ્રિલે અમદાવાદમાં એક રેલી દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ ખાનગી ટિપ્પણી કરી હતી.

  પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત ટિપ્પણી કરવા બદલ નવજોતસિંહ સિદ્ધુને ઈસીએ નોટિસ ફટકારી છે. ઈસીએ નોટિસ આપીને સિદ્ધુ પાસેથી ગુરુવાર સાંજ સુધીમાં જવાબ માગ્યો છે. સિદ્ધુએ 17 એપ્રિલે અમદાવાદમાં એક રેલી દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ ખાનગી ટિપ્પણી કરી હતી.

  6/10
 • એપ્રિલમાં સરકારને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)થી 1.13 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તે અત્યાર સુધીનું સૌથી વધુ કલેકશન છે. અગાઉનો રેકોર્ડ આ વર્ષના માર્ચ મહીનાનો છે. ત્યારે જીએસટીમાંથી 1.06 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. જુલાઈ 2017માં જીએસટી લાગુ થયો હતો.

  એપ્રિલમાં સરકારને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)થી 1.13 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તે અત્યાર સુધીનું સૌથી વધુ કલેકશન છે. અગાઉનો રેકોર્ડ આ વર્ષના માર્ચ મહીનાનો છે. ત્યારે જીએસટીમાંથી 1.06 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. જુલાઈ 2017માં જીએસટી લાગુ થયો હતો.

  7/10
 • વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી રહેલા તેજબહાદુરને ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજબહાદુર યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરી છે. BSFના આ પૂર્વ જવાન હવે ચૂંટણી નહીં લડી શકે. તેજબહાદુર યાદવના ઉમેદવારી પત્રમાં ગરબડ સામે આવી હતી. તેજબહાદુરને વધુ એક પ્રમાણ પત્ર જમા કરાવવા કહેવાયું હતું, પરંતુ તે પ્રમાણપત્ર જમા ન કરાવી શક્યા. પરિણામે તેજબહાદુરની ઉમદેવારી રદ કરી દેવાઈ છે.

  વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી રહેલા તેજબહાદુરને ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજબહાદુર યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરી છે. BSFના આ પૂર્વ જવાન હવે ચૂંટણી નહીં લડી શકે. તેજબહાદુર યાદવના ઉમેદવારી પત્રમાં ગરબડ સામે આવી હતી. તેજબહાદુરને વધુ એક પ્રમાણ પત્ર જમા કરાવવા કહેવાયું હતું, પરંતુ તે પ્રમાણપત્ર જમા ન કરાવી શક્યા. પરિણામે તેજબહાદુરની ઉમદેવારી રદ કરી દેવાઈ છે.

  8/10
 • દુનિયાના મોટા અને મોંઘા શહેરોનો ભૂલી જાઓ, ભવિષ્ય તો ભારતનું જ છે. ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રીસર્ચ પ્રમાણે 2019 થી 2035 સુધીની વાત કરીએ તો દુનિયાના સૌથી વિકસતા શહેરોમાં સુરત પહેલું હશે. અને આ તમામ શહેરો ભારતના જ હશે. આ યાદીમાં રાજકોટ સાતમાં સ્થાને છે.ડાયમંડ સિટી સુરતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી ઉંચો છે. સાથે ત્યાં IT સેક્ટર પણ હવે સારી રીતે વિકાસ પામી રહ્યું છે. 2019 થી 2035ના ગાળામાં સુરતનો GDP 9.2 ટકા રહેશે. 

  દુનિયાના મોટા અને મોંઘા શહેરોનો ભૂલી જાઓ, ભવિષ્ય તો ભારતનું જ છે. ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રીસર્ચ પ્રમાણે 2019 થી 2035 સુધીની વાત કરીએ તો દુનિયાના સૌથી વિકસતા શહેરોમાં સુરત પહેલું હશે. અને આ તમામ શહેરો ભારતના જ હશે. આ યાદીમાં રાજકોટ સાતમાં સ્થાને છે.ડાયમંડ સિટી સુરતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી ઉંચો છે. સાથે ત્યાં IT સેક્ટર પણ હવે સારી રીતે વિકાસ પામી રહ્યું છે. 2019 થી 2035ના ગાળામાં સુરતનો GDP 9.2 ટકા રહેશે. 

  9/10
 • IPLમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. બન્ને ટીમે જરૂરી ૮ જીત મેળવીને ૧૬ પૉઇન્ટ્સ જમા કરી લીધા છે, પણ ચેન્નઈની ટીમનો નેટ રન-રેટ માઇનસમાં છે, કારણ કે મુંબઈએ એને પાછલી મૅચમાં ૪૬ રનથી પરાજય આપ્યો હતો. જો ત્રીજા (મુંબઈ) અને ચોથા (હૈદરાબાદ) ક્રમની ટીમોએ તેમના જેટલી મૅચો જીતી લીધી તો ચેન્નઈને પહેલી ક્વૉલિફાયર મૅચ રમવાનો અધિકાર નહીં મળે.

  IPLમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. બન્ને ટીમે જરૂરી ૮ જીત મેળવીને ૧૬ પૉઇન્ટ્સ જમા કરી લીધા છે, પણ ચેન્નઈની ટીમનો નેટ રન-રેટ માઇનસમાં છે, કારણ કે મુંબઈએ એને પાછલી મૅચમાં ૪૬ રનથી પરાજય આપ્યો હતો. જો ત્રીજા (મુંબઈ) અને ચોથા (હૈદરાબાદ) ક્રમની ટીમોએ તેમના જેટલી મૅચો જીતી લીધી તો ચેન્નઈને પહેલી ક્વૉલિફાયર મૅચ રમવાનો અધિકાર નહીં મળે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક સાથે, એક જ ક્લિક પર. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK