આ છે આજના દિવસના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 20, 2019, 19:58 IST | Bhavin
 • લંડનમાં ધરપકડ બાદ નિરવ મોદી પર ગાળિયો વધુ કસાઈ રહ્યો છે. નિરવ મોદીની જામીન અરજી પણ વેસ્ટમિન્સટર કોર્ટે ના મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે બેન્કોના 13 હજાર કરોડનું કૌભાંડ કર્યા બાદ ફરાર થયેલો નિરવ મોદી છેલ્લા કેટલાક દિવસોમાં લંડનના માર્ગો પર લૂક બદલીને ફરતો દેખાય હતો. નિરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ ચૂકી છે, તેમ છતાંય તેની ધરપકડ નહોતી થઈ. નિરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ, વેસ્ટમિન્સટર કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી હતી. જો કે ધરપકડ બાદ પણ નિરવ મોદી પાસે જામીન માટે કોર્ટમાં જવાનો ઓપ્શન છે. 

  લંડનમાં ધરપકડ બાદ નિરવ મોદી પર ગાળિયો વધુ કસાઈ રહ્યો છે. નિરવ મોદીની જામીન અરજી પણ વેસ્ટમિન્સટર કોર્ટે ના મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે બેન્કોના 13 હજાર કરોડનું કૌભાંડ કર્યા બાદ ફરાર થયેલો નિરવ મોદી છેલ્લા કેટલાક દિવસોમાં લંડનના માર્ગો પર લૂક બદલીને ફરતો દેખાય હતો. નિરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ ચૂકી છે, તેમ છતાંય તેની ધરપકડ નહોતી થઈ. નિરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ, વેસ્ટમિન્સટર કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી હતી. જો કે ધરપકડ બાદ પણ નિરવ મોદી પાસે જામીન માટે કોર્ટમાં જવાનો ઓપ્શન છે. 

  1/9
 • વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના ચૌકીદાર હી ચોર હૈના નારા સામે મેં ભી ચૌકીદાર કેમ્પેઈન શરૂ કર્યું છે. આ જ કેમ્પેઈન અંતર્ગત વડાપ્રધાન મોદીએ આજે દેશના 25 લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો. વડાપ્રધાન મોદીએ ચોકીદારો સાતે ઓડિયો સંવાદ કર્યો, જેમાં તેમણે રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે રીતે કેટલાક લોકો ચોકીદારને ચોર કહી રહ્યા છે, તે દુઃખદ બાબત છે. ચોકીદારો માટે કામ જ તહેવાર છે. બુરાઈઓ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે આખો દેશ ચોકીદાર બનવાની શપથ લઈ રહ્યો છે.

  વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના ચૌકીદાર હી ચોર હૈના નારા સામે મેં ભી ચૌકીદાર કેમ્પેઈન શરૂ કર્યું છે. આ જ કેમ્પેઈન અંતર્ગત વડાપ્રધાન મોદીએ આજે દેશના 25 લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો. વડાપ્રધાન મોદીએ ચોકીદારો સાતે ઓડિયો સંવાદ કર્યો, જેમાં તેમણે રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે રીતે કેટલાક લોકો ચોકીદારને ચોર કહી રહ્યા છે, તે દુઃખદ બાબત છે. ચોકીદારો માટે કામ જ તહેવાર છે. બુરાઈઓ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે આખો દેશ ચોકીદાર બનવાની શપથ લઈ રહ્યો છે.

  2/9
 • લગભગ 12 વર્ષ પહેલા પાનીપત પાસે થયેલા સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે NIAની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. વિશેષ અદાલતે પાકિસ્તાની મહિલા સાક્ષી રાહિલાની અરજી ફગાવતા અસીમાનંદ સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. આ પહેલા સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં 11 માર્ચે ચુકાદો છેલ્લી ઘડીએ અટકાવી દેવાયો હતો.

  લગભગ 12 વર્ષ પહેલા પાનીપત પાસે થયેલા સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે NIAની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. વિશેષ અદાલતે પાકિસ્તાની મહિલા સાક્ષી રાહિલાની અરજી ફગાવતા અસીમાનંદ સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. આ પહેલા સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં 11 માર્ચે ચુકાદો છેલ્લી ઘડીએ અટકાવી દેવાયો હતો.

  3/9
 • ગુજરાત ભાજપ દ્વારા પણ રાજ્યમાં પ્રચારનો પ્લાન જાહેર કરી દેવાયો છે. ગુજરાતમાં ભાજપ 24 એપ્રિલથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજીને પ્રચાર કરશે. 24થી 26 માર્ચ સુધી યોજાનારા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ થશે. તો કેટલાક જિલ્લાઓમાં વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપીને પ્રચાર કરશે. ગુજરાતની સાથે સાથે જ ભાજપે દેશભરમાં એક સાથે ચૂટણી સભાઓ યોજવાનું આયોજન કર્યું છે. દેશભરમાં 24 માર્ચથી જ ચૂંટણી સબાઓ શરૂ થશે. 24થી 26 માર્ચ દરમિયાન દેશભરમાં ભાજપ 500થી વધુ સભાઓ કરશે. દેશભરમાં 500 સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનુ આયોજન કરાશે.

  ગુજરાત ભાજપ દ્વારા પણ રાજ્યમાં પ્રચારનો પ્લાન જાહેર કરી દેવાયો છે. ગુજરાતમાં ભાજપ 24 એપ્રિલથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજીને પ્રચાર કરશે. 24થી 26 માર્ચ સુધી યોજાનારા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ થશે. તો કેટલાક જિલ્લાઓમાં વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપીને પ્રચાર કરશે. ગુજરાતની સાથે સાથે જ ભાજપે દેશભરમાં એક સાથે ચૂટણી સભાઓ યોજવાનું આયોજન કર્યું છે. દેશભરમાં 24 માર્ચથી જ ચૂંટણી સબાઓ શરૂ થશે. 24થી 26 માર્ચ દરમિયાન દેશભરમાં ભાજપ 500થી વધુ સભાઓ કરશે. દેશભરમાં 500 સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનુ આયોજન કરાશે.

  4/9
 • 2002માં થયેલા ગોધરા કાંડ મામલે સ્પેશિયલ SIT કોર્ટે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષના યાકુબ પાતળિયાને કોચ સળગાવવા મામલે દોષી ઠેરવાયા હતા. પોલીસની એક ટીમે યાકુબની ગોધરામાંથી ધરપકડ કરી હતી. ઘટના બાદ નાસતા ફરતા યાકુબ અબ્દુલ ગની પાતળિયાને પોલીસે ગોધરાના ઓઢા વિસ્તારમાંથી ઝઢપી પાડ્યો હતો. કોર્ટે યાકુબને હત્યા અને ષડયંત્ર કરવાના ગુનામાં સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ 31 આરોપીઓને આજીવન કેદ આપી ચૂકી છે.

  2002માં થયેલા ગોધરા કાંડ મામલે સ્પેશિયલ SIT કોર્ટે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષના યાકુબ પાતળિયાને કોચ સળગાવવા મામલે દોષી ઠેરવાયા હતા. પોલીસની એક ટીમે યાકુબની ગોધરામાંથી ધરપકડ કરી હતી. ઘટના બાદ નાસતા ફરતા યાકુબ અબ્દુલ ગની પાતળિયાને પોલીસે ગોધરાના ઓઢા વિસ્તારમાંથી ઝઢપી પાડ્યો હતો. કોર્ટે યાકુબને હત્યા અને ષડયંત્ર કરવાના ગુનામાં સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ 31 આરોપીઓને આજીવન કેદ આપી ચૂકી છે.

  5/9
 • એક તરફ રાજ્યમાં પબ જી પર પ્રતિબંધ મૂકાઈ રહ્યો છે, અને પબ જી રમતા લોકોની ધરપકડ થઈ રહી છે ત્યારે મુંબઈના બે યુવાનો ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. મુંબઈના સાયન કોલીવાડાના અમર અને આશિષ વિઠ્ઠલ નામના બે ભાઈઓએ હોળીની સાથે સાથે પબ જીના પૂતળાનું દહન કરવાનું નક્કી કર્યું છે. હોળિકા દહનની સાથે સાથે આ હિંસક ગેમ સામે જાગૃતતા ફેલાવવા માટે પબ જીના પૂતળાનું દહન કરશે. મુંબઈકરાઓ આતંકી મસૂદ અઝહરના પૂતળાનું પણ દહન કરવાના છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કરાવીને દેશના 40 જવાનોને શહીદ કરનાર આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું પૂતળુ આજે દેશની એક હોળીમાં દહન કરાશે.

  એક તરફ રાજ્યમાં પબ જી પર પ્રતિબંધ મૂકાઈ રહ્યો છે, અને પબ જી રમતા લોકોની ધરપકડ થઈ રહી છે ત્યારે મુંબઈના બે યુવાનો ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. મુંબઈના સાયન કોલીવાડાના અમર અને આશિષ વિઠ્ઠલ નામના બે ભાઈઓએ હોળીની સાથે સાથે પબ જીના પૂતળાનું દહન કરવાનું નક્કી કર્યું છે. હોળિકા દહનની સાથે સાથે આ હિંસક ગેમ સામે જાગૃતતા ફેલાવવા માટે પબ જીના પૂતળાનું દહન કરશે. મુંબઈકરાઓ આતંકી મસૂદ અઝહરના પૂતળાનું પણ દહન કરવાના છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કરાવીને દેશના 40 જવાનોને શહીદ કરનાર આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું પૂતળુ આજે દેશની એક હોળીમાં દહન કરાશે.

  6/9
 • હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ આ વર્ષ 2019માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી ચોમાસું સારૂં નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ અસ્થિર રહેવાથી જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું જ નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદના અછતની ગંભીર અસર ખેતી પર પણ જોવા મળશે અને પાકને નુકસાન પહોંચી શકે છે.

  હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ આ વર્ષ 2019માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી ચોમાસું સારૂં નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ અસ્થિર રહેવાથી જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું જ નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદના અછતની ગંભીર અસર ખેતી પર પણ જોવા મળશે અને પાકને નુકસાન પહોંચી શકે છે.

  7/9
 • ગુજરાત કોંગ્રેસ આજે 8 ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આજે સાંજે મળનારી સેન્ટ્રલ ઈલેક્શન કમિટની બેઠક બાદ ગુજરાતની 8 લોકસબા બેઠકો માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. મળતી માહિતી મુજબ પક્ષ ઉમેદવારોના નામ નક્કી કરી ચૂક્યો છે. આજે ઔપચારિક્તા બાદ નામ જાહેર થશે. આ પહેલા કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રાજુ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરની બેઠક માટે રણજીત રાઠવાના નામે જાહેર કરી ચૂકી છે.

  ગુજરાત કોંગ્રેસ આજે 8 ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આજે સાંજે મળનારી સેન્ટ્રલ ઈલેક્શન કમિટની બેઠક બાદ ગુજરાતની 8 લોકસબા બેઠકો માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. મળતી માહિતી મુજબ પક્ષ ઉમેદવારોના નામ નક્કી કરી ચૂક્યો છે. આજે ઔપચારિક્તા બાદ નામ જાહેર થશે. આ પહેલા કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રાજુ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરની બેઠક માટે રણજીત રાઠવાના નામે જાહેર કરી ચૂકી છે.

  8/9
 • અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની બદલાએ 62 કરોડની કમાણી કરી છે. બિગ બીની આ ફિલ્મે માત્ર 12 દિવસમાં 62 કરોડની કમાણી કરી છે. માત્ર 30 કરોડમાં બનેલી સુજોય ઘોષની ફિલ્મ બદલાએ 12મા દિવસે એટલે કે મંગળવારે 2 કરોડ 60 લાકનું કલેક્શન કર્યું છે. સાથે જ ફિલ્મની કમાણી 62 કરોડ 37 લાખ રૂપિયા થઈ છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન 73 કરોડ 59 લાખ રૂપિયા છે. આ સાથે જ ફિલ્મ સુપરહિટ થવા તરફ આગળ વધી રહી છે.

  અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની બદલાએ 62 કરોડની કમાણી કરી છે. બિગ બીની આ ફિલ્મે માત્ર 12 દિવસમાં 62 કરોડની કમાણી કરી છે. માત્ર 30 કરોડમાં બનેલી સુજોય ઘોષની ફિલ્મ બદલાએ 12મા દિવસે એટલે કે મંગળવારે 2 કરોડ 60 લાકનું કલેક્શન કર્યું છે. સાથે જ ફિલ્મની કમાણી 62 કરોડ 37 લાખ રૂપિયા થઈ છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન 73 કરોડ 59 લાખ રૂપિયા છે. આ સાથે જ ફિલ્મ સુપરહિટ થવા તરફ આગળ વધી રહી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો નિરવ મોદીની ધરપકડ વિશે, ગુજરાતના રાજકારણમાં શું થયું, કેટલે પહોંચી બદલાની કહાણી. તમામ સમાચારો જાણો એક જ ક્લિક પર 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK