વાંચો આજના 8 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Published: Apr 01, 2019, 19:58 IST | Bhavin
 • ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલના ચૂંટણી લડવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે હવે હાર્દિકે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાર્દિક પટેલ પાસે ચૂંટણી લડવા માટે 3 જ દિવસ બચ્યા છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી સજા રદ કરવા માગ કરી છે. જો કે હાર્દિક માટે મુશ્કેલી એ છે કે આ અરજી હજી સુપ્રીમ કોર્ટમાં રજિસ્ટર નથી થઈ.

  ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલના ચૂંટણી લડવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે હવે હાર્દિકે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાર્દિક પટેલ પાસે ચૂંટણી લડવા માટે 3 જ દિવસ બચ્યા છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી સજા રદ કરવા માગ કરી છે. જો કે હાર્દિક માટે મુશ્કેલી એ છે કે આ અરજી હજી સુપ્રીમ કોર્ટમાં રજિસ્ટર નથી થઈ.

  1/10
 • તાલાળા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને રાહત મળે છે.  ખનીજ ચોરીના એક કથિત મામલામાં ભગવાન બારડને સુત્રાપાડા કોર્ટ બે વર્ષ 9 મહિનાની સજા ફટકારી હતી. જે બાદ તેમને વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. ભગવાન બારડના સસ્પેશન બાદ ચૂંટણી પંચે તાલાળામાં પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી અને ભાજપે જશા બારડને ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે ભગવાન બારડ આ પેટા ચૂંટણી સામે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. અને પેટાચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. જો કે તેમની માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ ભગવાના બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાંથી તેમને રાહત મળી છે.

  તાલાળા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને રાહત મળે છે.  ખનીજ ચોરીના એક કથિત મામલામાં ભગવાન બારડને સુત્રાપાડા કોર્ટ બે વર્ષ 9 મહિનાની સજા ફટકારી હતી. જે બાદ તેમને વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. ભગવાન બારડના સસ્પેશન બાદ ચૂંટણી પંચે તાલાળામાં પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી અને ભાજપે જશા બારડને ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે ભગવાન બારડ આ પેટા ચૂંટણી સામે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. અને પેટાચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. જો કે તેમની માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ ભગવાના બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાંથી તેમને રાહત મળી છે.

  2/10
 • અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતાનો અંત આવતો નથી જણાઈ રહ્યો. તાજેતરમાં જ સ્કૂલે વાલીઓને મેઈલ કરીને ફી વધારા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ફી નિયમન સમિતિ મંજૂર કરશે તો ફીમાં 5 ટકાનો વધારો થઈ શકે છે. સમિતિ પહેલા જ દર વર્ષ કરવામાં આવતા 5 ટકા વધારાને મંજૂરી આપી ચુકી છે.  

  અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતાનો અંત આવતો નથી જણાઈ રહ્યો. તાજેતરમાં જ સ્કૂલે વાલીઓને મેઈલ કરીને ફી વધારા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ફી નિયમન સમિતિ મંજૂર કરશે તો ફીમાં 5 ટકાનો વધારો થઈ શકે છે. સમિતિ પહેલા જ દર વર્ષ કરવામાં આવતા 5 ટકા વધારાને મંજૂરી આપી ચુકી છે.

   

  3/10
 • રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એલાન કર્યું છે કે તેઓ નવો રાજનૈતિક મોરચો બનાવશે. તેનું નામ લાલૂ-રાબડી મોરચો હશે. તેજ પ્રતાપે કહ્યું કે જો તેમની વાત ન માનવામાં આવી તો તેઓ કોઈ પણ મોટું પગલું લઈ શકે છે. જો કે આ મામલે જ્યારે તેજ પ્રતાપને પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો.

  રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એલાન કર્યું છે કે તેઓ નવો રાજનૈતિક મોરચો બનાવશે. તેનું નામ લાલૂ-રાબડી મોરચો હશે. તેજ પ્રતાપે કહ્યું કે જો તેમની વાત ન માનવામાં આવી તો તેઓ કોઈ પણ મોટું પગલું લઈ શકે છે. જો કે આ મામલે જ્યારે તેજ પ્રતાપને પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો.

  4/10
 • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે પોતાના પ્લેટફોર્મ પરથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને અકાઉંટને હટાવી દીધા છે. ફેસબુકનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજીસ પરથી અપ્રમાણિક સૂચના આપવામાં આવી રહી હતી. એ સાથે જ આ પેજ પર ફરજી રીતે ઈંટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના 30 કરોડ કરતા વધારે યૂઝર્સ છે. ફેસબુકના પ્રમાણે, તેમની તપાસમાં ખબર પડી છે કે લોકોએ નકલી અકાઉન્ટ વાપર્યા અને પોતાની કંટેટ ફેલાવવા અને પોતાની પોસ્ટ પર ઈંટરેક્શન મેળવવા માટે અનેક ગ્રુપોને સામેલ કર્યા.

  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે પોતાના પ્લેટફોર્મ પરથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને અકાઉંટને હટાવી દીધા છે. ફેસબુકનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજીસ પરથી અપ્રમાણિક સૂચના આપવામાં આવી રહી હતી. એ સાથે જ આ પેજ પર ફરજી રીતે ઈંટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના 30 કરોડ કરતા વધારે યૂઝર્સ છે. ફેસબુકના પ્રમાણે, તેમની તપાસમાં ખબર પડી છે કે લોકોએ નકલી અકાઉન્ટ વાપર્યા અને પોતાની કંટેટ ફેલાવવા અને પોતાની પોસ્ટ પર ઈંટરેક્શન મેળવવા માટે અનેક ગ્રુપોને સામેલ કર્યા.

  5/10
 • પુંછમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કરતા બીએસએફનું એક ઈન્સપેકટર શહીદ થઈ ગયા. આ ફાયરિંગમાં 6 વર્ષની બાળકીનું પણ મોત થઈ ગયું છે. પાકિસ્તાને પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં સવારે 7-45 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો.

  પુંછમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કરતા બીએસએફનું એક ઈન્સપેકટર શહીદ થઈ ગયા. આ ફાયરિંગમાં 6 વર્ષની બાળકીનું પણ મોત થઈ ગયું છે. પાકિસ્તાને પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં સવારે 7-45 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો.

  6/10
 • IPLમાં આજે સાંજે પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બંને ટીમો 3 મેચો રમી છે અને બન્ને ટીમ 2-2 જીત પોતાના નામે કરી છે. મેચમાં દિલ્હી કેપિટલ્સનો આધાર ફરી એકવાર રિષભ પંત પર રહેશે જ્યારે બોલિંગમાં રબાડા ફરી એકવાર કમાલ કરશે કે નહી તે જોવાનું રહેશે. પંજાબ તરફથી રમી રહેલો ગેલ આ વખતે ફોર્મમાં છે જેનાથી દિલ્હીના બોલરોને બચીને રહેવુ પડશે. મોહમ્મદ શામી અને એન્ડ્રુ ટાય દિલ્હીના બેટ્સમેનોને જલદીથી પવેલિયન ભેગા કરી શકે છે.

  IPLમાં આજે સાંજે પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બંને ટીમો 3 મેચો રમી છે અને બન્ને ટીમ 2-2 જીત પોતાના નામે કરી છે. મેચમાં દિલ્હી કેપિટલ્સનો આધાર ફરી એકવાર રિષભ પંત પર રહેશે જ્યારે બોલિંગમાં રબાડા ફરી એકવાર કમાલ કરશે કે નહી તે જોવાનું રહેશે. પંજાબ તરફથી રમી રહેલો ગેલ આ વખતે ફોર્મમાં છે જેનાથી દિલ્હીના બોલરોને બચીને રહેવુ પડશે. મોહમ્મદ શામી અને એન્ડ્રુ ટાય દિલ્હીના બેટ્સમેનોને જલદીથી પવેલિયન ભેગા કરી શકે છે.

  7/10
 • ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં મહત્વના ફેરફાર કર્યા છે. આઈસીસીના નવા નિયમ મુજબ હવે એક જ બોલમાં 2 વિકેટ પડી શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા નિયમ પ્રમાણે જો હવે એક ખેલાડી કેચ આઉટ થાય તો બીજા ખેલાડીને રન આઉટ પણ કરી શકાશે. સાથે જ ICC ટોસથી લઈને, બાઉન્ડ્રીઝ, નો બોલ, વ્હાઈટ બોલ, આઉટ થવાની રીતના નિયમ પણ બદલ્યા છે.

  ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં મહત્વના ફેરફાર કર્યા છે. આઈસીસીના નવા નિયમ મુજબ હવે એક જ બોલમાં 2 વિકેટ પડી શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા નિયમ પ્રમાણે જો હવે એક ખેલાડી કેચ આઉટ થાય તો બીજા ખેલાડીને રન આઉટ પણ કરી શકાશે. સાથે જ ICC ટોસથી લઈને, બાઉન્ડ્રીઝ, નો બોલ, વ્હાઈટ બોલ, આઉટ થવાની રીતના નિયમ પણ બદલ્યા છે.

  8/10
 • માર્ચ મહીનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ 1 લાખ 577 કરોડ રૂપિયા રહ્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ગત વર્ષનો રેકોર્ડ 1 લાખ 3 હજાર 458 કરોડ રૂપિયા છે. એપ્રિલ 2018માં આટલું કલેકશન થયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યા હતા. જીએસટી લાગુ થયું ત્યારથી 4 વાર જીએસટી કલેકશન 1 લાખ કરોડ રૂપિયા કે તેનાથી ઉપર પહોંચ્યું છે.

  માર્ચ મહીનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ 1 લાખ 577 કરોડ રૂપિયા રહ્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ગત વર્ષનો રેકોર્ડ 1 લાખ 3 હજાર 458 કરોડ રૂપિયા છે. એપ્રિલ 2018માં આટલું કલેકશન થયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યા હતા. જીએસટી લાગુ થયું ત્યારથી 4 વાર જીએસટી કલેકશન 1 લાખ કરોડ રૂપિયા કે તેનાથી ઉપર પહોંચ્યું છે.

  9/10
 • સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે વધુ એક જગ્યાએ ડેબ્યુ કર્યો છે. અમિતાભ બચ્ચન હવે તમિલ ફિલ્મ ઉયાર્ન્થા મનિથનમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલુ લૂક જાહેર થઈ ગયો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ધોની અને ગમછો પહેરેલા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મને એસ. જે સૂર્યાએ ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે એસ. જે સૂર્યા પોતે આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

  સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે વધુ એક જગ્યાએ ડેબ્યુ કર્યો છે. અમિતાભ બચ્ચન હવે તમિલ ફિલ્મ ઉયાર્ન્થા મનિથનમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલુ લૂક જાહેર થઈ ગયો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ધોની અને ગમછો પહેરેલા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મને એસ. જે સૂર્યાએ ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે એસ. જે સૂર્યા પોતે આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

હાર્દિક પટેલની સુપ્રીમ કોર્ટમાં અરજીથી લઈ, અમિતાભ બચ્ચચના નવા લૂક સુધી, ICCના નવા નિયમથી લઈને રાજકારણની અપડેટ્સ તમામ સમાચાર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK