આ છે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર

Published: May 19, 2019, 19:53 IST | Vikas Kalal
 • લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોચી ચૂકયુ છે. રવિવારે 8 રાજ્યોના 59 લોકસભા ચૂંટણી પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનાં અંતિમ તબક્કામાં કુલ 918 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા સીટો પણ સામેલ છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 6 વાગ્યા સુધી 60.21 ટકા મતદાન નોંધાયું હતુ.

  લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોચી ચૂકયુ છે. રવિવારે 8 રાજ્યોના 59 લોકસભા ચૂંટણી પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનાં અંતિમ તબક્કામાં કુલ 918 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા સીટો પણ સામેલ છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનમાં 6 વાગ્યા સુધી 60.21 ટકા મતદાન નોંધાયું હતુ.

  1/8
 • 2 દેશમાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલું છે. મતદાનનને લઈને આ વખતે એક્ટર્સ પણ ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ફરહાન અખ્તરે કરેલી એક પોસ્ટના કારણે તે ટ્રોલ થઈ રહ્યા છે. ફરહાન અખ્તરે ભોપાલના લોકોને વોટ કરવા અપીલ કરી હતી જો કે ભોપલમાં મતદાન એક અઠવાડિયા પહેલા 12મેના રોજ થઈ ચૂક્યું છે. ફરહાન અખ્તરે 19મેના રવિવારે સવારે 8 વાગ્યાને 41 મિનિટ મતદાનની અપીલ કરતી પોસ્ટ શૅર કરી હતી.

  2 દેશમાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલું છે. મતદાનનને લઈને આ વખતે એક્ટર્સ પણ ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ફરહાન અખ્તરે કરેલી એક પોસ્ટના કારણે તે ટ્રોલ થઈ રહ્યા છે. ફરહાન અખ્તરે ભોપાલના લોકોને વોટ કરવા અપીલ કરી હતી જો કે ભોપલમાં મતદાન એક અઠવાડિયા પહેલા 12મેના રોજ થઈ ચૂક્યું છે. ફરહાન અખ્તરે 19મેના રવિવારે સવારે 8 વાગ્યાને 41 મિનિટ મતદાનની અપીલ કરતી પોસ્ટ શૅર કરી હતી.

  2/8
 • ભારતમાં પ્રી-મોન્સૂન વરસાદમાં આ વર્ષે 22 ટકા વરસાદ ઓછો પડ્યો છે. માર્ચથી મેના મહિનામાં થનાર વરસાદ દેશના કેટલાક ભાગોમાં ખેતી માટે મહત્વની હોય છે.  આવનારા 2-3 દિવસોમાં વરસાદ અંદમાન-નિકોબાર પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે મોન્સૂન યોગ્ય પ્રમાણમાં રહેશે.

  ભારતમાં પ્રી-મોન્સૂન વરસાદમાં આ વર્ષે 22 ટકા વરસાદ ઓછો પડ્યો છે. માર્ચથી મેના મહિનામાં થનાર વરસાદ દેશના કેટલાક ભાગોમાં ખેતી માટે મહત્વની હોય છે.  આવનારા 2-3 દિવસોમાં વરસાદ અંદમાન-નિકોબાર પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે મોન્સૂન યોગ્ય પ્રમાણમાં રહેશે.

  3/8
 • અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

  અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

  4/8
 • દેશના ધનાઢ્ય અને બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી ન્યૂયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોચ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ઋષિ કપૂરને મળીને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. ઋષિ કપૂર અને નીતૂ સિંહએ મુલાકાત પછી સોશિયલ મીડિયા પર ફોટો શૅર કર્યો હતો.

  દેશના ધનાઢ્ય અને બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી ન્યૂયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોચ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ઋષિ કપૂરને મળીને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. ઋષિ કપૂર અને નીતૂ સિંહએ મુલાકાત પછી સોશિયલ મીડિયા પર ફોટો શૅર કર્યો હતો.

  5/8
 • હિના ખાને પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે જે કાન્સના રેડ કાર્પેટ સુધી પહોંચી છે. હિના ખાને તેમના લૂકના કારણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ છે. હિના ખાન રેડ કાર્પેટ લૂક પર સિલ્વર ગાઉનમાં મનમોહક લાગી રહી છે. હિના રેડ કાર્પેટ પર કોન્ફિડન્ટ લાગી હતી જાણે આ પહેલા પણ રેડ કાર્પેટ પર આવી ચૂકી હોય.

  હિના ખાને પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે જે કાન્સના રેડ કાર્પેટ સુધી પહોંચી છે. હિના ખાને તેમના લૂકના કારણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ છે. હિના ખાન રેડ કાર્પેટ લૂક પર સિલ્વર ગાઉનમાં મનમોહક લાગી રહી છે. હિના રેડ કાર્પેટ પર કોન્ફિડન્ટ લાગી હતી જાણે આ પહેલા પણ રેડ કાર્પેટ પર આવી ચૂકી હોય.

  6/8
 • ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા કાન્સ માટે થયા રવાના. ભારતીય ચાહકો માટે કાન્સ ફેસ્ટિવલ અને ઐશ્વર્યા રાય બચ્ચન એક-બીજાના પૂરક છે. ઐશ્વર્યા વિના કાન્સ ફેસ્ટિવલનો ગ્લેમર પૂરો નથી થતો. આ વખતે ભલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાં, કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરે પણ ફેન્સ તો કાન્સની ક્વીન ઐશ્વર્યાની રાહ જોઇ રહ્યા હતા, તો તેમની રાહ જોવાનો સમય પૂરો થઇ રહ્યો છે. કારણ કે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ફ્રાન્સ માટે રવાના થઇ ગઇ છે.

  ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા કાન્સ માટે થયા રવાના. ભારતીય ચાહકો માટે કાન્સ ફેસ્ટિવલ અને ઐશ્વર્યા રાય બચ્ચન એક-બીજાના પૂરક છે. ઐશ્વર્યા વિના કાન્સ ફેસ્ટિવલનો ગ્લેમર પૂરો નથી થતો. આ વખતે ભલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાં, કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરે પણ ફેન્સ તો કાન્સની ક્વીન ઐશ્વર્યાની રાહ જોઇ રહ્યા હતા, તો તેમની રાહ જોવાનો સમય પૂરો થઇ રહ્યો છે. કારણ કે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ફ્રાન્સ માટે રવાના થઇ ગઇ છે.

  7/8
 • ભારતની મહિલા સ્પ્રિન્ટર દૂતીચંદે લેસ્બિયન સંબંધનો સ્વીકાર કર્યો છે. સમલૈંગિક સંબંધો સ્વીકારનારી દૂતી ચંદ ભારતની પહેલી મહિલા એથ્લિટ છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે આ સ્વીકાર કર્યો છે. દૂતી ચંદે સ્વીકાર્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે. જો કે પોતાની પાર્ટનર વિશે દૂતીચંદે વધુ કોઈ માહિતી નથી આપી.

  ભારતની મહિલા સ્પ્રિન્ટર દૂતીચંદે લેસ્બિયન સંબંધનો સ્વીકાર કર્યો છે. સમલૈંગિક સંબંધો સ્વીકારનારી દૂતી ચંદ ભારતની પહેલી મહિલા એથ્લિટ છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે આ સ્વીકાર કર્યો છે. દૂતી ચંદે સ્વીકાર્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે. જો કે પોતાની પાર્ટનર વિશે દૂતીચંદે વધુ કોઈ માહિતી નથી આપી.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસના સમાચાર ચૂકાઈ ગયા છે ? તો અહીં ક્લિક કરો અને આજના તમામ સમાચાર એક સાથે વાંચો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK