આ છે આજની સૌથી મહત્વની ઘટનાઓ, એક ક્લિકે વાંચો

Published: Jun 03, 2019, 19:57 IST | Bhavin
 • ગુજરાતમાં 12 જૂનથી ચોમાસાનું આગમન થઈ શકે છે. હૈદરાબાદમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, હવામાન વિભાગે તેને ચોમાસાની સત્તાવાર શરૂઆત ગણાવી છે. સાથે જ હવામાન વિભાગની આગાહી છે કે જો આ જ સ્પીડ યથાવત્ રહી તો 12 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

  ગુજરાતમાં 12 જૂનથી ચોમાસાનું આગમન થઈ શકે છે. હૈદરાબાદમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, હવામાન વિભાગે તેને ચોમાસાની સત્તાવાર શરૂઆત ગણાવી છે. સાથે જ હવામાન વિભાગની આગાહી છે કે જો આ જ સ્પીડ યથાવત્ રહી તો 12 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

  1/10
 • જાહેરમાં મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી છે. મહિલાની માફી માગવાનો ઈનકાર કરી ચૂકેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ યુ ટર્ન લઈને માફી માગી લીધી છે. ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,'મારાથી જોશમાં ભૂલ થઇ ગઇ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે'

  જાહેરમાં મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી છે. મહિલાની માફી માગવાનો ઈનકાર કરી ચૂકેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ યુ ટર્ન લઈને માફી માગી લીધી છે. ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,'મારાથી જોશમાં ભૂલ થઇ ગઇ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે'

  2/10
 • રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાતમાં બે બેઠકો પરથી કોણ ચૂંટણી લડશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. મોદી સરકારમાં વિદેશ પ્રધાનનું પદ સંભાળી રહેલા એસ. જયશંકર બંનેમાંથી એક પણ સદનના સભ્ય નથી. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી એસ. જયશંકર ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.

  રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાતમાં બે બેઠકો પરથી કોણ ચૂંટણી લડશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. મોદી સરકારમાં વિદેશ પ્રધાનનું પદ સંભાળી રહેલા એસ. જયશંકર બંનેમાંથી એક પણ સદનના સભ્ય નથી. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી એસ. જયશંકર ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.

  3/10
 • ભારતીય રેલવેએ મુંબઈની સ્થાનિક એસી ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. હવે એસી ટ્રેનનું મિનિમમ ફેર 60 રૂપિયાથી વધ્યું છે. રેલવેએ આ જૂના ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે એસી ટ્રેનનું મિનિમમ ફેર હવે 65 રૂપિયા થઈ ચૂક્યુ છે. આ નવું ભાડું આજથી એટલે કે 3 જૂનથી લાગુ થઈ રહ્યું છે.

  ભારતીય રેલવેએ મુંબઈની સ્થાનિક એસી ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. હવે એસી ટ્રેનનું મિનિમમ ફેર 60 રૂપિયાથી વધ્યું છે. રેલવેએ આ જૂના ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે એસી ટ્રેનનું મિનિમમ ફેર હવે 65 રૂપિયા થઈ ચૂક્યુ છે. આ નવું ભાડું આજથી એટલે કે 3 જૂનથી લાગુ થઈ રહ્યું છે.

  4/10
 • વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે થઈ છે.

  વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે થઈ છે.

  5/10
 • આગામી એક સપ્તાહમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ થઈ ચૂક્યા છે, ત્યારે પક્ષના બંધારણ પ્રમાણે નવા અધ્યક્ષની નિયુક્તિ ચૂંટણી દ્વારા થઈ શકે છે. હાલ નવા અધ્યક્ષની રેસમાં જે. પી. નડ્ડાનું નામ ચાલી રહ્યું છે.  

  આગામી એક સપ્તાહમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ થઈ ચૂક્યા છે, ત્યારે પક્ષના બંધારણ પ્રમાણે નવા અધ્યક્ષની નિયુક્તિ ચૂંટણી દ્વારા થઈ શકે છે. હાલ નવા અધ્યક્ષની રેસમાં જે. પી. નડ્ડાનું નામ ચાલી રહ્યું છે.

   

  6/10
 • ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઊડાન ભર્યા બાદ ગુમ થયું છે. આ વિમાને જોરહાટથી 12.25 વાગે ટેકઓફ થયું હતું. છેલ્લી વખતે આ વિમાન સાથે 1 વાગે સપંર્ક થયો હતો ત્યારબાદથી આ વિમાન સાથે કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. વાયુસેનાના સૂત્રો પ્રમાણે, વિમાનમાં આઠ ક્રુ મેમ્બર અને પાંચ યાત્રી સવાર છે.

  ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઊડાન ભર્યા બાદ ગુમ થયું છે. આ વિમાને જોરહાટથી 12.25 વાગે ટેકઓફ થયું હતું. છેલ્લી વખતે આ વિમાન સાથે 1 વાગે સપંર્ક થયો હતો ત્યારબાદથી આ વિમાન સાથે કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. વાયુસેનાના સૂત્રો પ્રમાણે, વિમાનમાં આઠ ક્રુ મેમ્બર અને પાંચ યાત્રી સવાર છે.

  7/10
 • દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી દીધી. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને DTC બસમાં ફ્રી મુસાફરી કરવાની ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશેની જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કરી છે.

  દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી દીધી. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને DTC બસમાં ફ્રી મુસાફરી કરવાની ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશેની જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કરી છે.

  8/10
 • કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આ મામલાની સુનાવણી કરતા તેમને વિદેશ જવા પર પ્રતિબંધ હટાવી દીધો છે. સાથે જ કોર્ટના આદેશ મુજબ રૉબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી પરંતુ એમને અમેરિકા અને હોલેન્ડ જવાની પરવાનગી આપવામાં આવી છે

  કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આ મામલાની સુનાવણી કરતા તેમને વિદેશ જવા પર પ્રતિબંધ હટાવી દીધો છે. સાથે જ કોર્ટના આદેશ મુજબ રૉબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી પરંતુ એમને અમેરિકા અને હોલેન્ડ જવાની પરવાનગી આપવામાં આવી છે

  9/10
 • ઈદના દિવસે રિલીઝ થતી હોવાને કારણે સલમાન ખાનના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સાહિત છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થતી હોવા છતાંય ભારતની ટિકિટના ભાવ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે. 

  ઈદના દિવસે રિલીઝ થતી હોવાને કારણે સલમાન ખાનના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સાહિત છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થતી હોવા છતાંય ભારતની ટિકિટના ભાવ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શું આજે આખો દિવસ સમાચાર નથી વાંચ્યા ? દિવસની ઘટનાઓ નથી ખબર ? તો ચિંતા ન કરો અહીં વાંચો એક ક્લિકે આજના દિવસની તમામ ઘટનાઓ જે જાણવી જરૂરી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK