આજના દિવસની અત્યાર સુધીની તમામ ઘટનાઓ વાંચો એક સાથે

Updated: May 26, 2019, 19:53 IST | Bhavin
 • પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. જીત બાદ પીએમ મોદી ગુજરાતની જનતને મળવા અને માતા હીરાબાના આશીર્વાદ લેવા અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં જનસભાને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ સુરતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. (Image Courtesy : ANI)

  પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. જીત બાદ પીએમ મોદી ગુજરાતની જનતને મળવા અને માતા હીરાબાના આશીર્વાદ લેવા અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં જનસભાને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ સુરતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. (Image Courtesy : ANI)

  1/10
 • સીએમ વિજય રૂપાણીએ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી સાથેનો 19 વર્ષ જૂનો ફોટો શૅર કર્યો છે. જેમાં તેમની જમણી બાજુ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ અમિત શાહ દેખાઈ રહ્યા છે. આ ફોટો સીએમ વિજય રૂપાણી પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર શૅર કર્યો છે, જેની સાથે તેમણે લખ્યું છે,' યાદગાર ક્ષણ...સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારની તસ્વીર. સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે મારી જવાબદારી સીટ ઇન્ચાર્જ તરીકેની હતી.'

  સીએમ વિજય રૂપાણીએ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી સાથેનો 19 વર્ષ જૂનો ફોટો શૅર કર્યો છે. જેમાં તેમની જમણી બાજુ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ અમિત શાહ દેખાઈ રહ્યા છે. આ ફોટો સીએમ વિજય રૂપાણી પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર શૅર કર્યો છે, જેની સાથે તેમણે લખ્યું છે,' યાદગાર ક્ષણ...સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારની તસ્વીર. સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે મારી જવાબદારી સીટ ઇન્ચાર્જ તરીકેની હતી.'

  2/10
 • કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. જો કે સુરતમાં હાર્દિકનું સ્વાગત હુમલા સાથે થયું. સ્થાનિકો તક્ષશિલા આર્કેડ સામે બેસીને જ ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ધરણા પર બેસેલા લોકોને મળવા હાર્દિક પટેલ પહોંચ્યો હતો. પરંતુ સ્થાનિકોએ તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો.

  કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. જો કે સુરતમાં હાર્દિકનું સ્વાગત હુમલા સાથે થયું. સ્થાનિકો તક્ષશિલા આર્કેડ સામે બેસીને જ ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ધરણા પર બેસેલા લોકોને મળવા હાર્દિક પટેલ પહોંચ્યો હતો. પરંતુ સ્થાનિકોએ તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો.

  3/10
 • સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 21 માસૂમોનો ભોગ લીધો અને આખું રાજ્ય કંપી ઉઠ્યુ છે. તંત્ર પણ જાણે ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજ્યમાં એક બાદ એક સતત પગલાં લેવાઈ રહ્યા છે. આગ લાગ્યા બાદ રાજ્યમાં તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ અપાયો, તો બીજા દિવસે રાજ્યમાં ઠેર ઠેર ફાયરસેફ્ટીના સાધનોની ચકાસણી થઈ. આ સાથે જ રાજ્યમાં કુલ 1,962 જેટલી મિલકતોની ચકાસણી કરવામાં આવી છે.

  સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 21 માસૂમોનો ભોગ લીધો અને આખું રાજ્ય કંપી ઉઠ્યુ છે. તંત્ર પણ જાણે ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજ્યમાં એક બાદ એક સતત પગલાં લેવાઈ રહ્યા છે. આગ લાગ્યા બાદ રાજ્યમાં તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ અપાયો, તો બીજા દિવસે રાજ્યમાં ઠેર ઠેર ફાયરસેફ્ટીના સાધનોની ચકાસણી થઈ. આ સાથે જ રાજ્યમાં કુલ 1,962 જેટલી મિલકતોની ચકાસણી કરવામાં આવી છે.

  4/10
 • છેલ્લા બે દિવસમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે જબરજસ્ત સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પ્રવાસીઓનો ધસારો અચાનક જ વધી રહ્યો છે. મળતા આંકડા પ્રમાણ છેલ્લા બે દિવસમાં 34 હજારથી વધુ મુસાફરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેને કારણે માત્ર બે દિવસમાં 50 લાખ રૂપિયાની આવક થઈ છે.

  છેલ્લા બે દિવસમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે જબરજસ્ત સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પ્રવાસીઓનો ધસારો અચાનક જ વધી રહ્યો છે. મળતા આંકડા પ્રમાણ છેલ્લા બે દિવસમાં 34 હજારથી વધુ મુસાફરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેને કારણે માત્ર બે દિવસમાં 50 લાખ રૂપિયાની આવક થઈ છે.

  5/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરી એકવાર ભારતવર્ષના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવને સત્તાવાર રીતે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. પીએમ મોદી 30મી મેના રોજ એટલે કે ગુરુવારે સાંજે 7 વાગે શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીની સાથે કેટલાક મંત્રીઓ પણ મંત્રીપદના શપથ લેશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરી એકવાર ભારતવર્ષના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવને સત્તાવાર રીતે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. પીએમ મોદી 30મી મેના રોજ એટલે કે ગુરુવારે સાંજે 7 વાગે શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીની સાથે કેટલાક મંત્રીઓ પણ મંત્રીપદના શપથ લેશે.

  6/10
 • ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની આજે અમેઠી પહોંચ્યા હતા. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની હત્યા થયા બાદ આજે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સ્મૃતિ ઈરાની અમેઠી પહોચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ મૃતકના પરિવારજનોસ ાથે મુલાકાત કરીને અર્થીને ખભો પણ આપ્યો હતો.

  ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની આજે અમેઠી પહોંચ્યા હતા. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની હત્યા થયા બાદ આજે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સ્મૃતિ ઈરાની અમેઠી પહોચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ મૃતકના પરિવારજનોસ ાથે મુલાકાત કરીને અર્થીને ખભો પણ આપ્યો હતો.

  7/10
 • લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ હવે રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. YSR કોંગ્રેસના વડા વાયએસ જગન મોહન રેડ્ડીએ રવિવારે નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેડ્ડી મુખ્યમંત્રી તરીકે 30 મેના રોજ વિજયવાડામાં શપથ લેવાના છે.

  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ હવે રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. YSR કોંગ્રેસના વડા વાયએસ જગન મોહન રેડ્ડીએ રવિવારે નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેડ્ડી મુખ્યમંત્રી તરીકે 30 મેના રોજ વિજયવાડામાં શપથ લેવાના છે.

  8/10
 • લોકસભાની ચૂંટણી ભાજપની જબરજસ્ત જીત બાદ પાકિસ્તાનના સૂર પણ બદલાયેલા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને શુભકામના આપી. પુલવામા હુમલા બાદ ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી આ પહેલી વાતચીત હતી.

  લોકસભાની ચૂંટણી ભાજપની જબરજસ્ત જીત બાદ પાકિસ્તાનના સૂર પણ બદલાયેલા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને શુભકામના આપી. પુલવામા હુમલા બાદ ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી આ પહેલી વાતચીત હતી.

  9/10
 • આયુષ્માન ખુરાનાએ પોતાની અપકમિંગ ફિલ્મ બાલાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બાલાના શૂટિંગ માટે આયુષ્માન ખુરાના યામી ગૌતમ અને ભૂમિ પેડનેકર સાથે કાનપુર પહોંચી ચૂક્યા છે. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે.  

  આયુષ્માન ખુરાનાએ પોતાની અપકમિંગ ફિલ્મ બાલાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બાલાના શૂટિંગ માટે આયુષ્માન ખુરાના યામી ગૌતમ અને ભૂમિ પેડનેકર સાથે કાનપુર પહોંચી ચૂક્યા છે. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે.  

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK